જજ્બાત નો જુગાર - 6 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 6

બારીમાંથી જાણે સૂર્ય નારાયણ ડોકયુ કરી કહી રહ્યા હોય અને પક્ષી ઓના કલરવથી આકાશ નું અભિગમ જાણે આનંદ થી ઝૂમી રહ્યાં છે અરીસા નું reflexing અચાનક કલ્પના નાં મોઢા પર પડ્યું ને કલ્પના પડખું ફરીને સુવાની જ હતી ત્યાં જ અચાનક વરસતી વાદળી ની જેમ અંતરાઆવી ને કલ્પના ને પાછળ થી આંખો દબાવી ને ઉમમમ ઉમમમમ મનમાં જ બોલી અવાજ કાઢ્યાં વગર પુછ્યું કોણ એમમમમ....

પાન જ્યારે રંગ બદલે ને ત્યારે જ ડાળી પરથી જુદું થવું પડે છે...પણ સ્ત્રી તો પીપળાના પાન જેવી હોય છે કદાચ ખરી જાય તો પણ બીજા પાન ની જેમ ટૂટીને નથી વિખરાતી પણ ઝાળી આકાર માં રહી ને તે જ આકાર માં રહે છે.....

પણ મક્કમ મન ની કલ્પના આજે સાવ ટૂટીગઈ હતી, સર્વ ખૂબ જ બિમાર હતો ૯મહિના નાં સર્વ ને નિમોનીયા થયો હતો પણ financial પ્રોબ્લેમ નાં હિસાબે હોસ્પિટલમાં દાખલ કરવા માટે એકેય રૂપિયો ન હતો... વિરાજ ને વાત કરવાનો કોઈ ફાયદો જ ન હતો, પણ સર્વ ની હાલત ખૂબ ગંભીર હતી. બધાં રિપોર્ટ કરવામાં જ ખાસો ખર્ચ થય ગયો હતો. કલ્પના એ વિરાજ ને ફોન પર વાત કરી તો વિરાજ જવાબ ન તો હકારાત્મક આવ્યો ન તો નકારાત્મક.....
વ્યક્તિ નાં પરિચય ની શરૂઆત થી ભલે થતી હોય પણ તેની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે...
શું કરવું શું ન કરવું કંઈ જ સમજાતું નહોતું કલ્પના નેં છતાં વિરાજ ને ફોન લગાવ્યો ને કહ્યું ફટાફટ ઘરે આવ સર્વ ને હોસ્પિટલમાં દાખલ કરવો જ પડશે... તું ગમે તેમ કરી પૈસાની વ્યવસ્થા કરી જલ્દી આવ. વિરાજ કંઈ કામ ધંધો ન કરતો હોવાથી તરત જ આવ્યો. પણ એટલી વારમાં તો સર્વ ને શ્વાસ લેવામાં પરેશાની થતી હતી એટલે ફટાફટ બાઈક પર લઈ જઈ ઈમરજન્સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
હોસ્પિટલમાં દાખલ કરવા માટે પહેલાં તો ડિપોઝિટ માંગી પરંતુ ઈમરજન્સી હોવાથી પહેલાં સર્વ ની ટ્રીટમેન્ટ શરૂ કરી રિસેપ્શનિસ્ટે પહેલા ૫૦૦૦ હજાર રોકડા રૂપિયા ભરવાનું કહ્યું
વિરાજ પાસે તો કંઈ હતું નહીં એટલે તે ઘરે ગયો. અને કલ્પના ની જાણ વગર જ કલ્પના નું એક આભૂષણ ગીરવે મૂકીને ને રૂપિયાની જોગવાઈ કરી. કાઉન્ટર પર ૫૦૦૦ હજાર રોકડા ભરીયા.
ત્રણ રાત્રી અને ચાર દિવસ હોસ્પિટલના રોકાણ બાદ કલ્પના ઘરે આવી. પોતાનું ઘર અસ્તવ્યસ્ત, વ્યવસ્થિત કર્યું. પછી અચાનક જ યાદ આવતાં તેમણે વિરાજ ને ફોન કરી ને પુછ્યું કે તે પૈસાની વ્યવસ્થા કઈ રીતે કરી....??
અટ્ટહાસ્ય કરી ને વિરાજ ફીક્કુ હસ્યો... ને કલ્પના ને જવાબ ન આપતાં ફોન કટ્ટ કરી દીધો. વિરાજ નું આ વર્તન કલ્પના બરાબર જાણતી હતી. તેમણે ફરીથી વિરાજ ને ફોન કર્યો. પુછવા છતાં વિરાજે જવાબ ન આપ્યો... પછી કંઈક યાદ આવ્યું હોય તેમ ફટાફટ અલ્મારી ચેક કરી. આભૂષણો ના બોક્સ ચેક કર્યા.તો એક આભૂષણ બોક્સ માં આભૂષણ ન મળતાં ફરી વિરાજ ને ફોન કર્યો...
આ વખતે તો વિરાજે હદ કરી નાખી બોલતી કલ્પના ફરી થી વિરાજ ને ફોન કર્યો. વિરાજે ફોન નં ઉસક્યો...

સાંજે વિરાજ ઘરે આવ્યો તો કલ્પના, લાગતું હતું ટૂટી પડશે ગુસ્સો કરશે,નારજ થશે....પણ કલ્પના એક પણ શબ્દ ના બોલી. આ જોઈ વિરાજ થોડીવાર કંઈ જ ન બોલ્યો પણ પછી કલ્પના પાસે માફી માંગી. કલ્પના છતાં પણ કંઈ જ ન બોલી.
એક હદે દર્દ સહન કર્યા પછી વ્યક્તિ સાવ ચુપ થઈ જાય છે, અને પછી નથી તો તે કોઈ ના દોષને જોતો કે નથી કોઈ ની અપેક્ષા રાખતો.
જીંદગી એ સવાલ બદલી નાખ્યાં, સમયે હાલાત બદલી નાખ્યાં કલ્પના આજે પણ ત્યાં જ છે જ્યાં કાલે હતી, બસ કલ્પના એ વિરાજ સાથે નાં લાગણીનાં વ્યવહાર બદલી નાખ્યાં....
ઈચ્છાઓ ને દબાવી નાખી કલ્પના એ છતાં વિરાજ માં કોઈ ફેરફાર ન થયો.

હવે વિરાજ નાં આ વલણ ને અપનાવવું કે સુધારવું કંઈ સૂઝતું ન હોવાથી કલ્પનાએ તેમના સસરા ની મદદ લેવાનો નિર્ણય કર્યો.