Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૬ )

હવે એમની સામે એક પહેલી હતી . ઉગતે સૂરજ કા પીછા કરો ....મતલબ સૂર્યનો પીછો કરવો ...." આ કેવી રીતે શક્ય હતું , તદ્દન મૂર્ખામીભરી વાત છે આ " સ્વાતિ અને મહેન્દ્રરાય વિચારી રહ્યા હતા કે આ પહેલી લાઈનનો મતલબ શુ હોઈ શકે છે ...ઉગતે સૂરજ કા પીછા....!!?? ત્યાં સ્વતીની નજર એક સ્તંભ પર પડી જ્યાં સૂર્યનું પહેલું કિરણ પડી રહ્યું હતું .
સ્વાતિ એકદમ બોલી ઉઠી " મળી ગયું ..મળી ગયું ....ઉગતે સૂરજ કા પીછા મતલબ કે ... ઉગતા સૂર્યને અનુસરવું... પેલા સ્તંભ પર જો પહેલું કિરણ પડી રહ્યું છે " એમ કહી સ્વાતિ અને મહેન્દ્રરાય એ સ્તંભ પાસે પહોંચ્યા . પહેલી લાઈન કદાચ ઉકેલાઈ ગઈ હતી .
પહેલીનું બીજું વિધાન હતું " ફિર વો કરતા હૈ વૈસા કામ કરો " હવે આનો મતલબ શુ હોઈ શકે છે ...!?? સૂર્યનું કામ ......!?? "
" પ્રકાશ આપવો ....." સોમચંદ પ્રવેશ્યા અને બોલ્યા
" હા , સાચી વાત કહી સૂર્યનું કામ પ્રકાશ આપવો ......" સ્વાતિ અને મહેન્દ્રરાય એક સાથે બોલ્યા . બંનેએ એકબીજાની સામે જોયું , આંખો મળી અને સ્વાતિ શરમાઈને ફરી ગઈ. હવે બંનેને એકબીજાની લાગણીઓ સમજાઈ રહી હતી , બંને એકબીજા જેવું વિચારી રહ્યા હતા .
" પણ આ કટાઈ ગયેલો સિક્કો પ્રકાશ કેવી રીતે આપશે ...!!?" મુખી બોલ્યા
સૌ વિચારી રહ્યા હતા કે આ સિક્કો સૂર્યની જેમ પ્રકાશ આપવાનું કામ કેવી રીતે કરી શકે ....!?? બધા અલગ અલગ ધારણા બાંધી રહ્યા હતા . કોઈ કહે સૂર્યના પ્રકાશમાં રાખવા થી ચમકી ઉઠશે , તો કોઈ કહે સિક્કાને અગ્નિમાં ગરમ કરવાથી પ્રકાશ આપશે વળી કોઈ કહે એને ઘસવાથી એ તણખા આપશે, બધી વિચારણા કરતા હતા , ત્યાં ઓમકાર રેડ્ડી બોલ્યા
" સૂરજ પ્રકાશ કે સાથ સાથ ગર્મી ભી દેતા હૈ ...!! તો સાયદ ઇસકા મતલબ ઉસકો ગર્મ કરનેકી બાત કી હો..... "
" વાહ ..વાહ ...સહી બતાયા ....યે બાત તો કિસીને સોચી હી નહીં ..." સોમચંદે વખાણ કરતા કહ્યું
હવે કદાચ પહેલીની બીજી લિટીની પણ ઉકેલાઈ ગઈ હતી કે સિક્કાને ગરમ કરવાનો છે . પણ ગરમ કેવી રીતે કરવા ..!?? અહીંયા અગ્નિ સળગાવી શકાય એમ નહોતું ... ફરી પ્રશ્ન હતો એને સરળતાથી ગરમ કેવી રીતે કરવો ...અને ગરમ કરવાથી તો સિક્કો પીગળી જશે તો છેલ્લી પહેલી અનુસાર ડૂબતા સૂરજને આ સિક્કો કેવી રીતે અપાશે ...!? સૌ વિચારીજ રહ્યા હતા ત્યાં ફરી ઓમકાર રેડ્ડી બોલ્યા " ફિર વો કરતા હૈ વૈસે ઉસકા કામ કરો મતલબ કી સિકકે સાથ ઐસા કુછ કરો જીસસે વો ગરમી દે .... સમજ આયા કુછ ...?"
" નહી આયા ...આપ હી બતાદો.....!!" સ્વાતિએ કહ્યું
" ઉસ સિક્કેકો યહ ખંભે પે ધીસો જહાં સુરજકી રોશની પહેલે પડીથી...." એમના કહ્યા અનુસાર સિક્કાને આગળ પાછળ ઘસવામાં આવ્યો , જેથી એની સપાટી ગરમ થાય . સપાટી ગરમ થતા જ એ સ્તંભ પર રહેલા કોઈ રસાયણ સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરી અને સિક્કો એકદમ ઉજળો થઈ ગયો જાણે હજી હમણાંજ ટંકશાળા માંથી લાવ્યા હોય , હવે બધાને ખબર પડી કે સૂર્ય જેવું કામ કરવું એટલે ગરમી ઉત્પન્ન કરવી . ગરમી ઉત્પન્ન થવાથી એ જુના કટાઈ ગયેલા સિક્કા પર રહેલા અને પેલા સ્તંભ પર રહેલા રસાયણે પ્રક્રિયા કરી અને સિક્કો જાદુની જેમ ચમકવા લાગ્યો . હવે છેલ્લી વસ્તુ

10

ઢલતે સુરજ જૈસે દિખને વાલે કો યે સિક્કા દે દો ....." અથામતા સૂરજ જેવું કૈક મતલબ.... આટલું બોલી ફરી સૌ કોઈ ઓમકાર રેડ્ડી સામે જોવા લાગ્યા . એમને આજુબાજુ જોયું અને ફરી કહ્યું " વો દેખો ...વહાં ..... ઉસ દરવાજે કે બાજુમેં " ગર્ભગૃહમાં જવાના દ્વારને બતાવતા કહ્યું . ત્યાં એક સ્તંભ હતો , જે આછા લાલ રંગનો હતો એવોજ લાલ રંગ જે ઢળતા સૂર્યનો હોય છે , એવો જ લાલ રંગ જે પેલા પાગલના એટલે કે ક્રિષ્નાના શરીરે લાગેલો હતો , એવોજ લાલ રંગ જે પેલા રહસ્યમય પુસ્તક પર ચોંટેલો હતો . બીજી પણ એક ઘટના પરથી પરદો ઉઠ્યો હતો . એ લાલ રંગ જે હિન્દુ ધાર્મિક વિધિઓમાં શુભ મનાય છે એવા કુમકુમ જેવો રંગ અહીંયાથી આવ્યા હતો . હવે આ ચમકતા સિક્કાને આ લાલ રંગના સ્તંભને સોંપવાનો હતો ....પણ કેવી રીતે....!!!?

"
સૌ એના વિશે વિચારી રહ્યા હતા , ઓમકાર પાસે પણ આના વિશે કોઈ તર્ક નહોતો . મહેન્દ્રરાયે આછા લાલ પડી ગયેલા સ્તંભને હાથ વડે સ્પર્શ કર્યો , હળવા સ્પર્શ છતાં થોડો લાલ રંગ એના હાથે ચોંટી ગયો . હવે મહેન્દ્રરાયે પોતાના રૂમાલ વડે ઘસીને એ લાલ રંગ સાફ કરવા લાગ્યો . થોડી જ વારમાં મોટા ભાગનો લાલ રંગ નીકળી ગયો , થોડો રંગ જળની જેમ ચોંટી રહ્યો હતો . હવે સ્તંભ પર કશુક કોતરેલું દેખાઈ રહ્યું હતું . એ સંજ્ઞા કોઈ ખજાનાના નકશામાં બતાવેલું હોય એવું વર્તુળાકાર ઘડિયાળ જેવું કશુંક દોરેલું હતું . અને કોઈ સંજ્ઞા કે ચિત્ર-વિચિત્ર ભાત દોરેલી હોય એવું લાગતું હતું .
બધાના મોઢા પર એક જ પ્રશ્ન હતો .આવી સંજ્ઞા.....!!? ક્યાંકતો જોઈ છે આવી સંજ્ઞા ... પણ ક્યાં ...!? .....ક્યાં...!? અને આ ગોળાકાર ચિત્ર ...!?? એ પણ ક્યાંક જોયેલું લાગે છે ....પણ ક્યાં...ક્યાં.... !?? હા...હા... આ એજ ચિત્ર હતું જે પેલી રહસ્યમય કિતાબ પર દોરેલું હતું ...અને આ સંજ્ઞાઓ પણ પુસ્તકની સંજ્ઞાઓ જેવી જ હતી . હવે એ વાતની પણ પૃષ્ઠી મળી ગઇ હતી કે રહસ્યમય પુસ્તક અને આ પૌરાણિક હિન્દૂ-જૈન મંદિરને કૈક તો સંબંધ હોવો જ જોઇયે .પરંતુ શુ ...? ઘણાબધા પ્રશ્નોમાં એક બીજા પ્રશ્નનો વધારો થયો હતો .
હવે આ સિક્કો આ સ્તંભને સોંપવાનો હતો , તેથી સોમચંદે સૂચવ્યું કે કદાચ આ સિક્કો આ વર્તુળાકાર દેખાતી ભાત પર મુકવાનો હોઈ શકે છે . તેથી એ સિક્કાને એ રહસ્યમય ભાતની નજીક લઈ જવામાં આવ્યો અને સૌના આશ્ચર્યની વચ્ચે હજી એ સિક્કો પેલી વર્તુળાકાર ભાતને સ્પર્શે એ પહેલા જ બંને આકર્ષાઈને ચોંટી ગયા . એ વર્તુળાકાર ભાગમાં જાણે ચુંબકીય ગુણધર્મ હતા અને આ સિક્કો એની ચુંબકીય અસર હેઠળ પ્રભાવિત થઈને એ રહસ્યમય ભાત સાથે ચોંટી ગયો. એ ભાત થોડી બહાર નીકળી હોય એવું લાગ્યું . સિક્કો સંપર્કમાં આવ્યા પહેલાની અને પછીની એ ભાતની સ્થિતિ કૈક અલગ દેખાઇ . આ જોઈને મહેન્દ્રરાયે સિક્કાને દબાવ્યો . સિક્કો ઉપરનીચે થતો હતો પણ કશુજ નવું મહેસુસ થતું નહોતું .સૌ એક બીજાનું નિરાશા છલકાવતું મોઢું જોઈ રહ્યા હતા , ત્યાં સોમચંદની નજર સ્વાતિના મોઢા પર પડી . ત્યાં એમના મગજમાં કૈક તણખા થયા
" એક મિનિટ ....એક મિનિટ.... ઝાલા અનુસાર કોઈ એવી છોકરી હશે જેની .... આંખ નીચે કાળો ડાઘ હશે , તે આ કામમાં સફળ થશે , મતલબ કદાચ સ્વાતિ......" આટલું બોલીને અટક્યા અને ઉમેર્યું " સ્વાતિ ..બેટા તું પ્રયત્ન કરી જો ....."
આ સાંભળી સ્વાતિ આગળ આવી અને પેલા સિક્કા પર હળવું દબાણ આપ્યું , બીજી જ ક્ષણે " ધહરરર....." થઈને એક અવાજ આવ્યો . આ અવાજથી સ્વાતિ , મહેન્દ્રરાય અને સોમચંદ વાકેફ હતા ..... આ એજ અવાજ હતો જેવો સોમચંદના ગુપ્ત અડ્ડા પર જવા માટે ખુલતા વિશાળ દરવાજા માંથી આવતો હતો , પરંતુ એની સરખામણીમાં આ વધારે તીવ્ર અવાજ હતો . અવાજ અંદર ગર્ભગૃહ માંથી આવી રહ્યો હતો . બધા શુ થઈ રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા . ત્યાં હજારોની સંખ્યામાં ચામાચીડિયા ગર્ભગૃહ માંથી બહાર નીકળ્યા . એની સંખ્યા એટલી બધી હતી કે થોડી વાર માટે આકાશ પણ દેખાતું નહોતું....!! કોઈ ડરાવની ભૂતની સિરિયલો માં ભૂત કે ચુડેલ પ્રગટ થવાની હોય એના પહેલા જેવું જ દ્રશ્ય હોય એવું જ દ્રશ્ય હતું એ દ્રશ્ય.... સ્વાતિએ ડરીને મહેન્દ્રરાયનો હાથ કસીને પકડી લીધો હતો . બાકીના માણસો પણ થોડા ભયભીત થઈ ગયા હતા પરંતુ ક્રિષ્ના રેડ્ડી જળ બનીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો , એના મગજમાં કૈક ગણતરી ચાલુ હતી . આ જોઈને સૌને અજીબ લાગી રહ્યું હતું . એટલામાં ક્રિષ્ના બોલ્યો
" યે..યે સબ ક્યાં કર રહે હો ....યે કુછ નહી કરેંગે ...." એટલું બોલી અજીબ તીણો અવાજ કાઢ્યો
" ચીયુઆઉઉઉ....." આ સાંભડી બધા ચામાચીડિયા ચાલ્યા ગયા , જાણે કોઈ શિકારી પક્ષીની ગંધ આવી ગઈ હોય.....!! બધા એની સામે જોઈ રહ્યા હતા જાણે એને કોઈ જાદુગરી કરી હોય . પણ કોઈ એને જોઈને એકપણ શબ્દ ઉચ્ચાર્યો નહિ , એના બદલાયેલા હાવભાવ જોઈને સાહજિક જ ડર લાગે એવું હતું .

( ક્રમશ )

શુ આજ એ જગ્યા હતી જેની માહિતી પેલા રહસ્યમય પુસ્તકમાં આપેલી હતી ..?? જેની પાછળ ઘણા મોટા માથા પડ્યા હતા એ ખજાનો અથવા કહેવાતો ખજાનો શુ આજ મંદિરમાં ક્યાંક દફન હતો ...!?? જો હા તો એ ખજાના સુધી આ લોકો પહોંચશે કે કેમ ..?? અને પહોંચશે તો કેટલી તકલીફો નો સામનો કરવો પડશે . અને જો એ ખજાનો અહીંયા નથી તો પેલું અજીબ ' ખરરર ' અવાજ શેનો હતો ..!?? આવા અનેક પ્રશ્નો તમને થતા હશે જેના તમને અચૂક જવાબ મળશે પણ એના માટે આગળના પ્રકરણની રાહ જોવી અનિવાર્ય છે .

તમારા અમૂલ્ય અભિપ્રાય મને વધારે વાર્તા લખવા પ્રેરિત કરે છે.