સી.કે.વી ફોન પર હતો . એ પોતાના કામમાં સફળ થયો હતો . પેલા કાર્ડ માંથી થોડી માહિતી મળી હતી . એમાં ઘણા બધા ફોટા હતા ભાવના રેડ્ડી અને ઓમકાર રેડ્ડીનો ફોટો , ઝાલા અને રાઘવકુમાંરનો , જગતાપનો અને રઘુવીરનો , અને બીજા પણ ઘણા અજાણ્યા ચહેરા હતા . એમનામાં ઘણાનો પ્યાદા તરીકે ઉલ્લેખ હતો , ઘણાનો ઘોડા તરીકે , એક વજીર અને એક રાજા હતો . ઘણા પ્યાદાના ચહેરા જાણીતા હતા ., ઘણા ઘોડાના નામોમાં ગુજરાતના અગ્રણી ચહેરા હતા અને રાજકારણમાં અગ્રેસર હતા .એક નામ હતું જીતેન્દ્ર સોલંકી કે જે ભૂતપૂર્વ સીએમ રહી ચુક્યા હતા . હજી રાજકારણમાં એમનો દબદબો હતો. હંમેશા રાજા માટે પોતાનો જીવ આપવા તૈયાર હોય એવો એક વજીર હતો . પ્યાદુ , ઘોડો , વજીર આ બધા ઉપનામ ખલનાયકોના હતા જે આ ખૂંની ખેલમાં જોડાયેલા હતા . વજીર અને રાજાના ચહેરા પર પ્રશ્નાર્થ હતું કદાચ એ કોણ છે ..? એ ગોતવાનું હજી બાકી હતું . આ બધાના ફોટોગ્રાફ અને સ્ટ્રીગ ઓપરેશન કરેલા વિડિઓ હતા જેના દ્વારા એમને ફસાવવા અને જેલ ભેગા કરવા એકદમ આશાન કામ હતું . પરંતુ હાલ એ બધા નામ બહાર આવે તો માત્ર રાજ્યની નહીં પણ કેન્દ્રની સરકાર પડી જવાનો ભય રહે અને તેથી પણ વધુ ડર એ હતો કે આમ કરવાથી આ માહિતી બહાર પાડનાર વ્યક્તિ જીવિત પણ રહે ના રહે એવો ડર હતો . તેથી હાલ એ વાત મોકૂફ રખાઈ .
રઘુડો ,જગતાપ , ભાવના રેડ્ડી પ્યાદા હતા .ઓમકાર રેડ્ડી, ઝાલા ઘોડા હતા . એક વજીર હતો જેનો ચહેરાની જગ્યાએ પ્રશ્નાર્થ હતું અને એક હતો રાજા , જેના વિશેની કોઈ માહિતી એ કાર્ડમાં મડી નહોતી . હવે વજીરને પકડવાનો હતો , જો વજીર પકડાઈ જશે તો રાજાને બહાર આવું જ પડે એ વાત પાક્કી હતી .
બધા છુટા પડ્યા અને પોતપોતાના નેટવર્કને સક્રિય કર્યું જેથી પેલા વજીરને ગોતી શકાય . આશાનીથી મળી જાય તો વજીર શેનો કહેવાય ...!!? શતરંગમાં જેમ ખેલ પ્રમાણે પોતાની ચાલ બદલે છે એમ આ વજીરને ગોતવો ખૂબ અઘરું કામ હતું અને એનાથી પણ અઘરું કામ હતું રાજાને પોતાના સુરક્ષિત કિલ્લા માંથી બહાર કાઢવો બહાર કાઢવાની વાતતો દૂર અહીંયા તો હજી કિલ્લાનું સ્થાન અને બાદશાહ વિશે કોઈ નાની અમથી પણ માહિતી નહતી .
9.
મહેન્દ્રરાયે ડૉ.રોયને ફોન કરીને ઓમકાર રેડ્ડીની વાત કરી કે તેઓ જ પેલા પગલના પિતા છે એ વાત સાંભળી ડૉ.રોય ખુશ થયા હતા. ડૉ.રોયે જેમ બને એમ જલ્દી ઓમકાર રેડ્ડીને પોતાની હોસ્પિટલે આવવા કહ્યું . ઓમકાર રેડ્ડી અને ડી.જે.ઝાલા ને સાથે લઈને સવાર સવારમાં મહેન્દ્રરાહ હોસ્પિટલ પહોંચ્યા .
સોમચંદ પોતાના ઘેર ચાલ્યા જમવા ચાલ્યા ગયા . ત્યાં ડૉ.રોયે પેલા પાગલને એના પિતાજી વિશે પૂછપરછ કરી પરંતુ એને તેના પિતાજી વિશે કશું યાદ નહોતું . આગળ કહ્યું એમ અકસ્માત પછીની ઘટનાઓ યાદ હતી પરંતુ એના પહેલાની ઘટના હજી યાદ આવી રહી નહોતી. પોતે ત્યાં પોળોના જંગલોમાં શુ કરી રહ્યો હતો....!? એ રાત્રીએ શુ બન્યું હતું કશું યાદ નહોતું એને . થોડી જ વારમાં મહેન્દ્રરાય ઓમકાર અને ઝાલા સાથે હોસ્પિટલમાં પહોંચ્યા અને પહોંચતા વેંત ઓમકારે બુમાંબૂમ કરી મૂકી
" કહાં હૈ... કહાં હૈ મેરા બેટા ક્રિષ્ના....ક્રિષ્ના ....."
ઓમકારના આવવા વિશે ડૉ.રોયે આખી હોસ્પિટલમાં જાણ કરી દીધી હતી . તેથી સ્ટાફ એમની બુમાબુમ ના છૂટકે સહન કરી રહ્યો હતો . છેલ્લા પંદરેક વર્ષથી પોતાના ખોવાયેલા પુત્રને જોવાની આશાને લીધે એમનું વર્તન સ્વાભાવિક જ હતું . એમનો નાનકડો બાળક હાલ કેવો દેખાતો હશે એ વિચાર સતત એમના મગજ માં ડંખી રહ્યો હતો . એ આવતા જતા દરેક માણસ સામે જોઈને પૂછી રહ્યા હતા " ક્રિષ્ના...?! " સામે વાળા માણસના નકારાત્મક ભાવ જોઈને નિરાશ થઈ જતા અને ફરી બીજા માણસ સામે જોઈને એક નવી આશા સાથે પૂછતાં " ક્રિષ્ના ..!??" અને ફરી નિરાશ થઈ જતા . આ જોઈને ડૉ.રોય એમની નજીક ગયા અને એકદમ પ્રેમભર્યા નમ્ર શબ્દોમાં કહ્યું
" આપ જીસકો ઢૂંઢ રહે હો વો ઇસ તરફ હૈ ... આઇયે ..." આટલું કહી ડૉ.રોય ઓમકાર રેડ્ડીને હોસ્પિટલના એ ભાગ તરફ દોરી ગયા જ્યાં પેલા પાગલને એટલે કે ક્રિષ્નાને રાખવામાં આવ્યો હતો .કમરાનું દરવાજો ખુલ્યો સામે લબરમુછીયો યુવાન સૂતો હતો . " યહી હૈ .. , આપકા ક્રિષ્ના , એક એક્સિડન્ટ મેં ઉસકી યાદદાસ્ત ચલી ગઈ હૈ . ઉસકો કુછ યાદ નહીં . વો હાત્સે કી રાત ક્યાં હુંઆ થા , વો વહાં ક્યાં કર રહા થા કુછ યાદ નહીં .યહાંતક કી ખુદકા નામ ભી યાદ નહીં હૈ " ડૉ.રોયે કહ્યું
આ સાંભળી ઓમકારને આંશુ આવી ગયા . આ આંશુ વર્ષો પછી પુત્રને મળ્યાની ખુશીના હતા કે પોતાના પુત્ર ક્રિષ્નાની આવી ખરાબ હાલત હતી એના હતા ...!? એતો ભગવાન જાણે . પણ એક કોયડો ઉકેલાઈ ગયો હતો એ વાતની બધાની બધાને ખુશી હતી. આ અજાણ્યો પાગલ માણસ અહીંયા કેમ આવ્યો હતો ...!? એ ગોતવા માટે ડૉ.રાયના સુચન મુજબ કામ કરવાનું હતું , આ ક્રિષ્ના રેડ્ડીને એ જગ્યાએ લઇ જવાનો હતો જ્યાં તે બેભાન અવસ્થામાં મળ્યો હતો . કદાચ એમ કરવાથી કશું યાદ આવી જાય અને શોધખોળ આગળ વધારી શકાય . આટલી વારમાં ક્રિષ્ના જાગી ગયો .
" ડૉક્ટર સા'બ આપ......વો ભી ઇતની સુબહ સુબહ...સબ ઠીકતો હૈ ના..!?" ક્રિષ્નાએ પૂછ્યું
" હા બેટા....સબ ઠીક હૈ.... તુજે મિલતે કોઈ આયા હૈ ..." આટલું કહીને ડૉ.રોય ખસી ગયા . પાછળથી ઓમકાર રેડ્ડી આવ્યા . આ ચહેરો ક્રિષ્ના માટે અજાણ્યો હતો કારણ કે અકસ્માતમાં એની યાદશક્તિ જતી રહી હતી . સાથે સાથે ઓમકાર રેડ્ડીને પણ કૈક એવુંજ હતું , લાંબા સમય બાદ ઘાવના નિશાન વાળો ચહેરો પણ અજાણ્યા છતાં કૈક જાણીતો જણાતો હતો . થોડીવાર એ ચહેરાને ક્રિષ્ના નિહાળતો રહ્યો .
" માફ કિજીએ .... આપકો પહેચાના નઈ .....!!?
" જે વાતનો ડર હતો એજ થયું . એને પોતાના પિતાને ના ઓળખ્યા . કદાચ આના પાછળ અકસ્માત કરતા આ પંદર વર્ષોનું લાબું અંતર પણ જવાબદાર હોઈ શકે છે .
" કોઈ બાત નહીં ... યે તુમ્હારે દુર કે રિસ્તેદાર હૈ " ડૉ.રોયે કહ્યું . આ સાંભળી ઓમકાર રેડ્ડીએ ડૉ.રોયની સામે જોઈ રહ્યા . ડૉ.રોયની આંખો ઓમકારને જોઈને બસ એટલુંજ બોલી અને ઓમકાર રેડ્ડી બધું જ સમજી ગયા .
બહાર આવીને ડૉ.રોયે ઓમકાર રેડ્ડીને ક્રિષ્નાની સ્થિતિ વિશે સમજાવ્યું . ઓમકારની આંખોમાં પાણી હતું , પોતાના વર્ષો પછી મળેલા દીકરાની સામે પણ એક અજાણ્યા તરીકે ઓળખાણ થતા પોતાના આંશુને રોકીના શક્યા . એમને આશ્વાસન આપતા જણાવ્યું કે ટૂંક સમયમાં સારું થઈ જશે .
ડૉ.રોયે ગીતાંજલી એ કહેલી વાત મહેન્દ્રરાય અને ડી.જે.ઝાલાને આખી વાત સમજાવી . ઘણીવાર જૂની ઘટના યાદ કરાવતા યાદશક્તિ પાછી આવી જાય એમ બને છે . જૂની જગ્યાએ જવાનો દિવસ અને સમય નક્કી થયો . આવતી કાલે સવારે વહેલા નીકળવાનું હતું . મહેન્દ્રરાય ત્યાંના જાણકાર હોવાથી તેમને સાથે જવા રાજી કર્યા . અને પણ સોમચંદને સાથે જવા કહ્યું . સોમચંદ મહેન્દ્રરાયને ડૉ.રોયના ઘરે છોડીને ઓમકારને લઈને પોતાના ઘરે ચાલ્યા ગયા .
●●●●●●●●●●●●●●●●●●●●●●
એક અંધારા ઓરડાની વચ્ચે એક ખુરસી મુકેલી હતી . જેના પર જગતાપને હાથ પગ બાંધીને બેસાડવા આવ્યો હતો . અંધારી ઓરડીના એક ખૂણા પર વેન્ટિલેશન માટે એકસોસ્ટ ફેન રાખવામાં આવ્યો હતો . જ્યાંથી થોડો પ્રકાશ આવી રહ્યા હતો . જગતાપ છેલ્લા કેટલા સમયથી અહીંયા બંધાયેલો પડ્યો હતો , એ પોતેજ જ નહોતો જાણતો . ભૂખ્યા અને તરસ્યા એનો અવાજ પણ નીકળતો નહોતો . અચાનક લોખંડનો દરવાજો ખુલવાનો ભયંકર અવાજ થયો . ભૂખ અને દુર્બળતાના કારણે બેભાન થયેલો જગતાપ આ અવાજ સાંભળીને તંદ્રા માંથી જાગ્યો . એને એટલી પણ ખબર નહોતી કે એ હાલ ક્યાં છે ...!? અને અહીં કેવી રીતે આવી પહોંચ્યો હતો . બસ આંખોના પોપચાં મહામહેનતે અર્ધાથી પણ ઓછા ખોલ્યા , એક માણસ અંદર આવ્યો અને લાઈટ શરૂ કરી . દિવાલ પરનું દ્રશ્ય ભયાનક હતું . એની દીવાલ પર જાતજાતના ઓજારો લગાવવામાં આવ્યા હતા . ઘણા નાના મોટા ઓજારો હતા , લોખંડની છરી થી માંડીને મોટી તલવારો , પાના પક્કડ , હથોડા , ખિલ્લા , ડ્રિલ મશીન , કરવત , રંધો અને બીજી પણ ઘણી સામગ્રી ટાંગેલી હતી . અમુક અમુક ઓજારો પર રહેલો લાલ રંગ એ શસ્ત્રોની ભયાનકતા વધારી રહ્યો હતો . જાણે કોઈ આદમખોર શિકારીની કોટડી હોય એવું જ કૈક હતું એ દ્રશ્ય . ત્યાં ફર્શ પર , પેલા શસ્ત્રો વાળી દિવાલને અડીને રાખેલા મોટા ટેબલ પર લાલ રંગ ઢોળાયેલો હતો. પેલા શસ્ત્રો પર ચમકતા લાલ રંગ પરથી એવું લાગતું હતું કે હમણાં જ કોઈને મોતના ઘાટ ઉતારવામાં આવ્યો છે . પેલા શસ્ત્રોથી લાસના ટુકડા કરી લાસને કદાચ ક્યાંક દફનાવી કે ફેંકી દીધી હશે તો પણ કોઈને ખબર પડે એમ નહોતું. હવે આટલા ખતરનાક માણસના હાથમાં જગતાપ જેવા ગુંડાનું કાસળ નીકળી જાયતો એ નવાઈની વાત નહોતી . જગતાપ કોઈ નરપિશાચ ના હાથમાં હોય એવું લાગતું હતું . એ બુકાનીધારી માણસે નજીક આવીને જગુંડા પર પાણી છાંટ્યુ , જગુંડાની આંખો થોડી વધારે ખુલી અને કૈક અસ્પષ્ટ બબડવા લાગ્યો
" કો.. કોણ.... હું....હું.....હું ક્યાં છુ .... મને છોડો...છોડો.....મને ..... પા...પા......પાણી...." પેલા બુકાનીધારી માણસે નજીક આવીને બોટલ ખોલી એના મોઢે ધરી . જગુડો પાણી ગટગટાવા લાગ્યું ..જેમ દાનવોને અમૃત મળતા ઘટઘટાવે એમજ , પાણી પીધા પછી જગુડો થોડો ભાનમાં આવ્યો. આજુબાજુની પરિસ્થિતિ અને વાતાવરણથી સજાગ થતા જ જગુંડાના ધબકારા વધી ગયા , એનું મગજ જાણે બેલ મારી ગયું . એ કશું સમજી નહોતો શકતો કે આ હકીકત છે કે ખોફનાક દુવાસ્વપ્ન ...??! એને આજુબાજુ નજર દોડાવી , પેલા લાલ રંગે રંગાયેલા હથિયાર , પેલું ટેબલ અને ફર્શ પર પડેલો લાલ રંગ એના પગ સુધી છેક પહોંચતો હતો . જગતાપ એક શબ્દ પણ ઉચ્ચારી શકે એવી હાલતમાં નહોતો .
પેલા બુકનીધારી માણસે બીરિયાની કાઢી જગતાપને ખાવા આપી .તે ડરને લીધે કાંપી રહ્યા હતો , તેથી ધ્રુજતા ધ્રુજતા એ ખાઈ રહ્યો હતો . જમવાનું પતાવે એ પહેલા જ પેલા બુકનીધારી માણસે કહ્યું . ' રાજા ક્યાં મળશે..!??' જગતાપના હાથમાં રહેલો કોળિયો નીચે પડી ગયો . એ મિશનના કોડવર્ડ જાણતો નહોતો , પરંતુ ભાવના રેડ્ડીને ઠેકાણે પાડવાની સોપારી આપી ત્યારે એના બોસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ' પ્યાદાને જેમ બને એમ જલ્દી શતરંજ માંથી બહાર કાઢો ...હવે એનો કોઈ ઉપયોગ નથી ' આ વાત સાંભળી જગતાપે પ્રશ્ન પણ કરેલો કે ' આ પ્યાદુ મતલબ...!?' એના જવાબમાં બસ એક લાત જ મળી હતી . અને હાલ શતરંજના રાજા વિશે આ માણસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા એ ગભરાઈ ગયો હતો . પોતે એ ઘટનાને યોગ્ય રીતે પોલીસની નજરમાં આવ્યા વગર અંજામ આપ્યો છે એવું માનતો હતો . તેથી એ પકડાઈ જશે એ વિચાર માત્ર એ તેને ગભરાવી મુક્યો હતો .
" શુ વિચારે છે ...!!? તમારો ખેલ ખતમ સમજો ... તારી પાસે બેજ રસ્તા છે ... ક્યાંતો મારી મદદ કર ... નહીતો આ રઘુડાના લાલ રંગમાં તારો લાલ રંગ ભળતા વાર નહીં લાગે ..." રઘુડાનું નામ સાંભળતા જાણે જગુના પગ નીચેની ધરતી ખસી ગઈ .. જગુડાનો લાલ રંગ એટલે કે ...એટલે કે ...આ હથિયાર પર લાગેલું ... ટેબલ પર રેલાયેલું અને ફર્શ પર ..પોતાના પગ નીચે હતું એ પોતાના મિત્ર અને સાથી રઘુવીર સિંધિયાનું લોહી જ હતું ..... !!? આ જાણી એની આંખમાં પણ આંસુ આવી ગયા . એક વાતની જગુંડાએ ગાંઠ મારી લીધી હતી કે ચાહે ગમે તે થાય , એનો બોસ એને જીવતો જ કેમ સળગાવી ના દે પણ પોતાનું મૃત્યુ રઘુડા જેમતો નજ થવું જોઇયે . એની બધી જ મદદ કરવી પડશે નહીતો આ રાક્ષસ પોતાને કાચો જ ચાવી જશે . તેથી જગુંડાએ શક્ય મદદ કરવાની તૈયારી બતાવી .
પ્યાદા એક એક કરીને ખર્ચ થઈ રહ્યા હતા . ભાવના રેડ્ડી હયાત નહોતી , જગતાપ કદાચ મોતના મોઢામાં બેઠો હતો . રઘુડાનો કોઈજ પતો નહોતો . અજાણ્યા વજીરને પકડવા માટે ડી.જે.ઝાલા અને ઓમકાર રેડ્ડી ઘોડા સમાન હતા . હવે કોઈ એવી કડી હતી જેની મદદ થી બંને ઘોડાઓ વજીર સુધી પહોંચી શકે .તેથી સોમચંદે ઝાલા અને ઓમકાર રેડ્ડીએ આપેલી માહિતીને બારીકાઈથી ચકાસવાનું શરૂ કર્યું જેથી જેથી બંનેની માહિતીઓ સાંકડીને એક નાનકડી કડી મેળવી શકાય જે આખી રહસ્યમય ઘટનાને સોલ્વ કરવામાં મદદ કરે .
(ક્રમશ)
તમને શું લાગે છે કોણ હોઈ શકે છે એ બુકનીધારી માણસ ...!?? શુ આટલા માણશો સિવાય પણ કોઈ છે કે જે આ રહસ્યમય પુસ્તક વિશે જાણે છે અને એની પાછળ પડ્યું છે ...!? તમારો જવાબ અવશ્ય આપજો .
ધન્યવાદ