“બાની”- એક શૂટર - 61 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 61

બાની- એક શૂટર

ભાગ : ૬૧



"એ કોણ છે તું...!!"લકી બરાડયો.

"કોણ છું હું.....!! હું એ જ છું.... જેણે તું જીવતી જોવા માગતો ન હતો લકી...!! આઠ વર્ષ પહેલાંનું કાંડ કરીને ભૂલી જવાનું મગજ તું ધરાવતો હોય તો લકી હું તને બધો જ એ કાંડ યાદ કરાવું છું."બાનીએ આક્રોશ સાથે કહ્યું. ક્રોધાવેશમાં બાની ધ્રુજી રહી હતી. એનો આઠ વર્ષનો પ્રતિશોધ એના સામે હતો. એ જ સમયે લકીનો એક બોડીગાર્ડ બાની પર વાર કરવા માટે ધસી આવ્યો તે જ સમયે બાનીએ ટેબલ પર રાખેલું કાંચનું ભારીખમ સિગારેટ એશ ટ્રે પૂરી તાકાતથી માથા પર ફેંક્યું. બોડીગાર્ડ એ જ સમયે લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો.

મિસીસ આરાધના અને અમન ડરના મારે ત્યાં જ સ્થિર થઈને બેસી રહ્યાં.

"ઍય્યય....!! ચાલાકી નહીં રે....!! તારી આ સફેદ રંગની હવેલી કાળી માટીમાં બદલાઈ જશે. આખી હવેલી પર તેમ જ એના ગોળ ફરતે પેટ્રોલ છાંટવામાં આવ્યું છે. મારા આદમીઓ બહાર છે. બસ એક માચીસના તિલ્લીથી...સાંભળ્યું....!!" બાનીએ કહ્યું.

ક્યારનો પેટ્રોલનો વાસ આવી રહ્યો હતો એના પર બધાનું ધ્યાન અત્યારે ગયું.

"કોણ છે તું...!!" લકીએ ફરી ગુસ્સાથી કહ્યું.

"જેના ખોફથી તમે બધા જ ડરીને આ હવેલીમાં છુપાયા છો એ બાની.... 'બાની-એક શૂટર' ફિલ્મની અભિનેત્રી મિસ પાહી નહીં રે....!! ફક્ત બાની....!!" બાનીનો આક્રોશ થમતો ન હતો. પિસ્તોલનાં નાળચાને બે વાર લકીના મગજ પર ઠોકતાં કહ્યું, "યાદ કર યાદ કર.....બાનીને.....!! જાસ્મિનની બેસ્ટ ફ્રેન્ડ બાનીને....!!"

"બાની....!!" લકીએ ધીમેથી આશ્ચર્યથી ગુસ્સાથી કહ્યું. મિસીસ આરાધના અને અમન ચોંકી ઉઠ્યા.

"તું જીવંત રહી ગઈ એ જ મારા લાઈફની મોટી ભૂલ થઈ ગઈ બાની...!!" લકીએ દાંત કચકચાવતા કહ્યું.

"લકી....!! પરંતુ કેમ....?? કેમ??? તારા ડેડ અને મારા ડેડ સારા મિત્ર હતાં...!! હું, ઈવાન અને તું આપણે બધાએ સાથે જ બચપણ ગુજાર્યું હતું તેમ જ મારા મેરેજ તારી સાથે થાય એમ આપણા બંનેનાં પરિવાર પણ ચાહતા હતાં કેમ કે તું એક સંસ્કારી તેમ જ એક ઉચ્ચ ઉદ્યોગપતિની નામનાં મેળવતો હતો....!! પછી તને આટલા નીચ વિચારો ક્યાંથી આવ્યાં કે તે બાનીને જાનથી મારી નાંખવા માટેના પ્રયાસો કર્યા તેમ જ મારી બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિનને પણ મૌતનાં ઘાટ ઉતારી દીધી...!!" બાનીની આંખોમાં અચાનક આંસુ આવી ગયા.

"બાની....!! કેમ કે હું લાઈફમાં ક્યારે પણ હાર્યો નથી. મને જીત પસંદ છે બાની...જીત...!!" લકીના ચહેરા પર વિશ્વાસ હતો.

"જીત...!! તારા સ્વંયનો અંહમ પોસવા તું માણસની જાન પણ લઈ લેશે? મૌતથી ડર લકી મૌતથી ડર....!!" બાનીએ કહ્યું.

"હું હંમેશા જીતતો આવ્યો છું બાની.... મને જીત જ પસંદ છે...!!" લકીએ આત્મવિશ્વાસથી કહ્યું.

"ઓહહ...!! 'તને જીત પસંદ છે' આ વાક્ય જ તારું ખોટું છે. હકીકતમાં લકી તું ડરપોક છે ડરપોક...!! કેમ કે તું હારથી ડરે છે...હારથી....અને તારી હાર તો પાક્કી છે લકી...!!" બાની અટહાસ્ય હસી.

"બાની...!!" લકી ચિલાવ્યો.

"અવાજ ઊંચો નહીં કરતો લકી...!! હું જીત અને હારના માટે તારા સુધી નથી પહોંચી...!! જાસ્મિનને કેમ મારી નાખવામાં આવી?? મને પણ મારી નાંખવાના પ્રયાસ કેમ કર્યા લકી..... કેમ??" બાનીએ દાંત ભીડીને ડાબા હાથેથી જોરથી એક તમાચો લકીના ગાલ પર માર્યો. એ તમાચો એટલો જોરનો હતો કે લકી સમસમી ઉઠ્યો.

"બોલ લકી... બોલ!!" બાનીએ બીજો જ એવો જોરથી તમાચો જડ્યો લકીના ગાલ પર. લકીનો ગાલ લાલ થઈને ચચરી ઉઠ્યો. એ બરાડી ઉઠ્યો," તારી બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિનનાં લીધે જ તને પણ મૌતનાં ઘાટ ઉતારી દેવા માટે કેટલાય પ્રયાસો કર્યા પરંતુ તું એમાંથી બચી ગઈ બાની... બચી ગઈ...!! મને યાદ છે એ દિવસ જ્યારે તારી બેસ્ટ ફ્રેન્ડ રડતી મારા બંગલે આવી પહોંચી હતી. તે દિવસે હું બંગલામાં એકલો જ હતો...!!" કહીને લકી આઠ વર્ષની ઘટિત ઘટનાને યાદ કરવા લાગ્યો:

તે દિવસે લિવિંગ રૂમમાં હું લેપટોપ લઈને પોતાનું કામ કરી રહ્યો હતો. જાસ્મિન અચાનક પાગલની જેમ બંગલામાં ધસી આવી.

"લકીભાઈ ઈવાન ક્યાં છે?" એના સ્વરમાં ગભરામણ હતી.

ઈવાન જાસ્મિનને ચાહતો હતો એ વાત એક દિવસ ઈવાને જાસ્મિનને બંગલે લાવી હતી ત્યારે જ જાણ થઈ હતી. એના બાદ જાસ્મિન ક્યારે પણ આવી ન હતી.

એ અચાનક આમ ઘરે આવી ચડી એટલે મેં જ પૂછી પાડ્યું,"શું થયું જાસ્મિન, આમ અચાનક !!"

"મને ઈવાનની જરૂર છે અત્યારે...!!" એને ઉતાવળા સ્વરે કીધું.

"જાસ્મિન...!! ઈવાને તને કીધું જ હશે ને કે આજે એનો ઓફિસમાં ફર્સ્ટ ડે છે." મેં એને જવાબ આપ્યો.

"ઓહહ હું ભૂલી ગયેલી. એટલે જ એનો ફોન સ્વિચડ ઓફ આવી રહ્યો છે. પણ લકીભાઈ મને ઈવાનની અત્યારે જરૂર છે. પ્લીઝ એને અહીં બોલાવો." જાસ્મિનનાં સ્વરમાં આજીજી હતી.

"હું એને બોલાવીશ...!! પણ વાત શું છે એ કહેશો??" મેં એની દશા જોઈને પૂછ્યું.

એક સેંકેન્ડ માટે તો એને વિચાર્યું કે વાત કરવી જોઈએ કે પછી એને અહીંથી જ અત્યારે નીકળી જવું જોઈએ. પરંતુ એને ઉતાવળા સ્વરે વાતની શુરુઆત કરી,"લકીભાઈ મેં તમારા વિષે ઈવાન પાસેથી ઘણું સારું સાંભળ્યું છે. એટલે હું તમારા પર વિશ્વાસ રાખીને મારી સાથે થયેલી અઘટિત ઘટના કહેવા માગું છું."

"જાસ્મિન....!! તું મારા પર વિશ્વાસ રાખી નિઃકોચ થઈને વાત કરી શકે છે. કદાચ હું તારા કામમાં મદદ આવી શકું...!!" સાંત્વના આપતાં મેં કહ્યું.

"લકીભાઈ...!! અમન વિશે તો તમે સાંભળ્યું જ હશે..!! આરાધના પ્રોડક્શન હાઉસનો પાર્ટનર તેમ મશહૂર ડિરેકટર સંતોષ સાહેબનો પુત્ર...!! એને મારા પર બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો...!! મારે એના ખિલાફ એફઆઈઆર લખાવવું છે..!!" કહીને જાસ્મિનનાં આંખમાં આંસુ આવી ગયા.

"ઓહહ...જાસ્મિન!!" મેં મારું લેપટોપ ત્યાં જ બંધ કરી દીધું.

"એના માટે જ હું ઈવાનનો ફોન ન લાગતા અહીં આવી પહોંચી. જેથી હું ઈવાન સાથે પોલીસ સ્ટેશન જઈ શકું...!! મને હિંમતની જરૂર છે અત્યારે...!!" જાસ્મિને ઝડપથી દ્વિધાથી કહ્યું.

"ઓહહ...!! હું મારા મેનેજરને કોલ કરું છું. તને ખબર જ હશે ને ઈવાને આજથી મારી જ ઓફિસ સંભાળવા માટે ગયો છે." મેં મેનેજરને ફોન લગાડતા કહ્યું.

મેનેજરે મને કહ્યું કે ઈવાન ડેડના સાથે અગત્યની મિટિંગમાં બીઝી છે. એ બહાર આવશે એટલે કોલ કરવા કહું. આ જ વાત મેં જાસ્મિનને કરી.

જાસ્મિનને સમજ પડતું ન હતું કે શું કરવું. એને ગુસ્સામાં જ કહ્યું, "અમન....!! એક કાતિલ માણસ છે...!! એને મીરાને પણ મારી નાંખી હતી...!! એ ગુનાખોરીના ધંધામાં પણ સામેલ છે. આ નકાબ એનો દૂર કરવો જ છે મને....!! હું એને છોડીશ નહીં...!!"

"ઓહહ...!! જાસ્મિન....!! શું વાત કરો છો...!!" મેં આશ્વર્ય સાથે કહ્યું.

"હા લકીભાઈ...!! એ ગુનેગાર છે. હું એને છોડીશ નહીં..કેમ કે એના ખિલાફ સબૂત પણ છે મારી પાસે!!" જાસ્મિને કહ્યું. એની આંખમાં હજુ પણ આંસુ હતાં.

"જાસ્મિન શું આપણે બંને પોલિસ સ્ટેશન જઈ શકીએ?? કેમ કે ઈવાનને આવતાં થોડો સમય લાગી જશે...!! મેનેજરને મેસેજ મોકલી દઉં છું કે ઈવાનને પણ પોલિસ સ્ટેશન મોકલી આપે. પછી એ આપણી સાથે ત્યાં જોડાઈ જશે." મેં જાસ્મિનને કહ્યું.

"આપણે બંને...!!" એને વિચારશીલ અવસ્થામાં કહ્યું.

"જાસ્મિન આવા સંઘીન મામલામાં મારા જેવા બિઝનેસમેનની તને મદદ મળે તો તારું કામ સરળ બની જશે. હું તો ફક્ત મારા તરફથી મદદ મળે એ આશયથી કહી રહ્યો છું. બાકી તને ઈવાનની રાહ જોવી હોય તો રાહ જોઈ શકે છે...!!" મેં એનો વિશ્વાસ જીતવા કહ્યું.

જાસ્મિન વિચારમાં પડી.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)