અપરાધ-3
“મેમ, એક્ચ્યુલી...એક પ્રોબ્લેમ છે.”સંજનાએ થોડાં શાંત સ્વરે કહ્યું.
“હા, શું થયું છે?”
“મેમ, અહીં MBA ફર્સ્ટ સેમમાં મને મેરીટ બેઝએડમીશન મળી ગયેલું.. ત્યારે અહી જ એડમીશન લેવાનું મેં નક્કી કર્યું હતું. પરતું......”
“પરતું....શું?”
“મેમ, હું એક મિડલ ક્લાસ ફેમેલીથી બીલોંગ કરું છું. મારી ફેમીલીમાં હું, મારો નાનો ભાઈ અને મારાં મધર અમે ત્રણ જ છીએ. અને થોડાં દિવસ પહેલાં જ ભાઈનું એક્સીડેન્ટ થયું.”
“ઓહ!”
“ભાઈના પગનું ઓપરેશન કરવું પડ્યું. જેના કારણે હવે મારાંથી કોલેજ ફીઝ અફોર્ડ થાય તેમ નથી. માટે મારે મારું એડમીશન કેન્સલ કરાવવું છે.”
“ઓહ, જો સંજના પ્રથમ રાઉન્ડમાં આ કોલેજ મળવી બવ મોટી બાબત ગણાય, અહી એડમીશન મેળવવા ઘણા વિદ્યાર્થીઓ કેટલી મહેનત કરે છે. તું જાણે જ છે.”
“યસ મેમ, બટ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી.”
“ફીસ બવ મોટી બાબત ન કહેવાય, એટલે મારી સલાહ તો એ છે કે થોડો સમય વિચારી લે, કોઈ એનજીઓ વગેરેનો સંપર્ક કર, અને મારાંથી બનતાં પ્રયાસ હું પણ કરીશ. હજી એડમીશનની લાસ્ટ ડેટને બે દિવસની વાર છે.”
“ઓકે મેમ” આટલું કહી સંજના ત્યાંથી ઉભી થઈને ઓફીસ બહાર જઈ મનોમંથન કરતી કરતી ગેટ તરફ ચાલવા લાગી.
સંજના અને મેમ વચ્ચેનો સંવાદ સંદીપ અને અનંતે પણ સંભાળ્યો.
“એલા વાત સાંભળી તે?” સંદીપે અનંત સામે જોઇને પૂછ્યું.
“હા સાંભળી, અને હવે ચાલ આપણે પણ ઘણું કામ છે હો.”
“તને નથી લાગતું આપણે એની મદદ કરવી જોઈએ.”
“તો તો, કાલે આખી કોલેજ હેલ્પ કરવાનું કહેશે. ત્યારે શું કહીશ?”અનંતે પૂછ્યું.
“અરે દોસ્ત, આપણે જસ્ટ વાત તો કરીએ.”
અનંતે રમુજી કરતાં કહ્યું,“હા, અને વાત જો કોઈ ગર્લને હેલ્પ કરવાની હોય તો તમે તો સૌથી આગળ કેમ?”
“માનવતા દોસ્ત માનવતા, ચાલ ચાલ નહીંતર કોલેજ બહાર શોધીશું ક્યાં?” સંદીપે ઓફિસમાંથી બહાર નીકળતા કહ્યું.
બંનેએ પાર્કિંગ તરફ આમ તેમ નજર ફેરવી પણ સંજના ક્યાંય દેખાય નહી.
“એ જો ગેટ બહાર..”સંદીપે ગેટ બહાર આંગળી ચીંધતા કહ્યું.
સંજના કોલેજના ગેટ બહાર નીકળીને રસ્તા પર કદાચ ઓટોની રાહ જોતી જોતી આગળ ચાલી રહી હતી.
સંદીપે હાથ ઉંચો કરી બૂમ પાડી કહ્યું,“હેલ્લો, મિસ સંજના, વેઈટ....”
સંજના ચાલતાં ચાલતાં થંભી ગઈ, પાછળ ફરીને જોયું ત્યાં તો સંદીપ તેની નજીક પહોચી આવ્યો હતો. અનંત તો હજી કોલેજના ગેટથી ધીમે ધીમે એ તરફ આવી રહ્યો હતો.
“જુઓ, તમે.....” સંજના આગળ કઈ બોલે એ પહેલાં જ સંદીપે તેને અટકાવતાં કહ્યું, “લૂક, હું તમને હેરાન નથી કરતો. જસ્ટ એવું લાગ્યું કે તમારી મદદ..”
“જુઓ મિસ્ટર.. મારે કોઈ મદદની જરૂર નથી. સો પ્લીઝ..”આટલું કહી સંજના આગળ ચાલતી થઈ.
“તમારી અને મેમની વાત સાંભળી. અમે કદાચ તમારી મદદ કરી શકીએ તેમ છીએ.” સંદીપે ત્યાં જ ઉભા ઉભા કહ્યું.
સંજનાએ ફરી પાછળ ફરીને કહ્યું,“હું મારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકું તેમ છું.”
“અચ્છા, ચલો એક કામ કરો, તમે ટ્રાય કરો જ પણ ઈફ કઈ પોસીબલ ન થાય તો..”સંદીપ આટલું બોલીને જરા અટક્યો.
અત્યાર સુધી તેમની વાતો સાંભળી રહેલાં અનંતે કહ્યું,“મિસ, મારો ફ્રેન્ડ માત્ર માનવતાના નાતે તમારી મદદ કરવા માંગે છે.”
“મારે કોઈના ઉપકારની જરૂર નથી. સો પ્લીઝ...”
“અચ્છા કોઈ બાત નહી, પણ જો તમને બીજે ક્યાંયથી કોઈ હેલ્પ ન મળે તો ચોક્કસ જાણ કરજો. ડોન્ટ વરી અમે કઈ હેલ્પ નથી કરવાના. આ એક એનજીઓનું કાર્ડ છે. કદાચ તમને કામ આવે.”સંદીપે સંજના તરફ કાર્ડ લંબાવતા કહ્યું.
સંજનાએ થોડા સંકોચ સાથે કાર્ડ લઈ પોતાના પર્સમાં મૂકતા કહ્યું, “થેન્ક યુ”
ત્યાં તો એક ઓટો-રિક્ષાને પોતાની તરફ આવતાં જોઈ સંજનાએ હાથ ઉંચો કરી રીક્ષા ઉભો રખાવવા ઈશારો કર્યો. અને ત્યાંથી રીક્ષામાં બેસીને નીકળી ગઈ.
“ભાઈ ધરાર સમાજસેવા કરવાં નીકળ્યા હોય એવું લાગ્યું.”અનંતે સંદીપના ચહેરા સામે જોઇને કહ્યું.
“અરે ભાઈ, આજકાલની ગર્લ્સ યુ નો કેટલો ભાવ ખાય.”
“પણ એવી શું જરૂર? શું ફાયદો થયો તને?”અનંતે કોલેજ ગેટ તરફ ચાલતાં કહ્યું.
“પણ યાર મને લાગ્યું કે હેલ્પ કરવાની જરૂર છે.”
“હા હવે નોટંકી બંધ કર, ચલો લેટ થઈ જઈશું.”અનંતે રિસ્ટ વોચમાં સમય જોતાં કહ્યું.
“આમ પણ અંકલ દ્વારા ચલાવવામાં આવતાં એનજીઓનું જ કાર્ડ આપ્યું છે. એટલે કોન્ટેક્ટ કરશે તો પણ ખબર પડી જ જશે.”
“શું યાર તું પણ?”
“હા તો હેલ્પ જ કરી છે ને બોસ,”
“હા બવ હોશિયારી ના કર.. છોકરી જોઈ નથી કે હેલ્પ કરવાનું ભૂત વળગ્યું નથી. લાસ્ટ ટાઇમનું ભૂલી ગયો લાગે.”
“શું? ઓહ અચ્છા..મોનિકા..”બંને મિત્રો ખડખડાટ હસવા લાગ્યા.
વધુ આવતાં અંકે.......
આપનો અભિપ્રાય ચોક્કસ આપજો.
તેમજ મારી બીજી એક નવલકથા “પ્રેમ કે પ્રતિશોધ” માતૃભારતી પર અચૂક વાંચશો.
‘સચેત’