સપના ની ઉડાન - 32 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 32

આપણે આગળ ના ભાગ માં જોયું કે પ્રિયા બધી સચ્ચાઈ કોર્ટ માં જણાવે છે.

અંકુશ : જજ સાહેબ આ વીડિયો ઉપરથી આપણે માની લઈએ કે મી.અખિલ ને ગોળી ભાલચંદ્ર સિંહ એ કે તેમના કોઈ સાથી એ મારી હશે. પણ મી. અખિલ નું મૃત્યુ તો હોસ્પિટલ માં થયું હતું ને. અને એ પણ ડૉ. પ્રિયા ની લાપરવાહી ના લીધે. આ વીડિયો દ્વારા એવું તો સાબિત નથી થતું ને કે ડૉ. પ્રિયા નિર્દોષ છે.

સીમા : જજ સાહેબ , હા એ સાબિત નથી થતું પણ , એ તો સાબિત થાય છે ને કે મી.અખિલ ના મૃત્યુ ની સાજિશ હોય શકે છે . અને એવું જ છે. મારા ક્લાઈન્ટ પર બધો દોષ નાખીને મી.અંકુશ ડૉ.અનિરુદ્ધ અને ભાલચંદ્ર સિંહ ને બચાવવા માગે છે.

જજ : મિસ સીમા, કદાચ તમે જેમ કહો છો તેમ હોય શકે છે પણ કોર્ટ માં સબૂત જોઈએ. આપની પાસે કોઈ સ્પષ્ટ સબૂત છે જે આ વાત સાબિત કરી શકે ?
સીમા : ના, પણ તમે અમને એક મોકો આપો.

જજ : મે તમને કહ્યું હતું ને કે આ કેસ નો નિર્ણય આજે જ આપવાનો રહેશે. માટે હું તમને વધુ સમય તો નહિ આપી શકું પણ આ માટે તમને બે કલાક નો સમય આપુ છે. ત્યાં સુધી આ કોર્ટ મુલતવી રાખવામાં આવે છે અને બે કલાક ના બ્રેક પછી આ કેસ ફરી શરૂ કરવામાં આવશે જો તમે સબૂત નહિ રજૂ કરો તો કોર્ટ ને તેનો અંતિમ નિર્ણય સંભળાવવો પડશે.
સીમા : ધન્યવાદ જજ સાહેબ.

હવે બધા લોકો કોર્ટ ની બહાર જવા લાગે છે. અનિરુદ્ધ અને અંકુશ પ્રિયા અને સીમા સામે એટીટયૂડ ભરી નજર થી એમને ઘૂરી રહ્યા હતા જાણે તેઓ જ કેસ જીતી ગયા હોય. પ્રિયા અને બીજા લોકો તેમને નજઅંદાજ કરી જતા રહે છે.

અમિત : અરે ! યાર આટલા દિવસ માં આપણે કંઈ સબૂત શોધી શક્યા નહિ તો બે કલાક માં કેમ શોધશું.....
સીમા : આ સમય ચિંતા કરવાનો નથી વિચારવાનો છે કે હવે શું કરવું.
રોહન : હા , ડૉ અમિત કોઈક તો રસ્તો હશે જ ને.
પ્રિયા : હા , ઈશ્વરે આપણને અહી સુધી પહોંચાડયા છે તો હજી તે કોઈ ને કોઈ રસ્તો દેખાડશે તો ખરા જ.
સીમા : પણ હવે ઈશ્વર ના ભરોસે તો બેસી નહિ રહેવાય ને ! આપણે કંઇક તો કરવું જ પડશે.
પ્રિયા : હવે તો આ ડૉ. અનિરુદ્ધ ના મોઢે જ કબૂલ ના કરાવું ને તો મારું નામ પણ પ્રિયા નહીં.....
રોહન : તારા દિમાગ માં શું ચાલી રહ્યું છે પ્રિયા ?
પ્રિયા : સાંભળો..... ( આમ કહી પ્રિયા તેનો બધો પ્લાન સંભળાવે છે. ) અને આ પ્લાન ને અંજામ આપવા આપણે ઋષિકેશ ની જરૂર પડશે.
સીમા : ઋષિકેશ કોણ ?
રોહન : પ્રિયા આ પેલો સુરત વાળો ફ્રેન્ડ ને ?
પ્રિયા : હા.
અમિત : પ્રિયા ! આ વળી ક્યો ફ્રેન્ડ છે જેની મને કંઈ ખબર જ નથી.

પ્રિયા : કહું છું. ઋષિકેશ અને મારી મુલાકાત એક કેમ્પ માં થઈ હતી . અમે સારા મિત્રો બની ગયા હતા. તે કોમ્યુટર નો માસ્ટર છે અને તે કોઈ પણ મોબાઈલ , કોમ્યુટર ને હેક કરી શકે છે સાથે આપણે વિચારી પણ ન શકીએ એ કામ પણ આસાનીથી કરી શકે છે.
સીમા : હા , તો વાટ શેની જોવો છો .. મિશન અનિરુદ્ધ શરૂ કરો ... !
પ્રિયા : યસ.

પ્રિયા હવે ઋષિકેશ ને ફોન લગાડે છે અને બધો પ્લાન સમજાવી દે છે. ઋષિકેશ પણ તેની મદદ કરવા તૈયાર થઈ જાય છે. તે પોતાના કોમ્યુટર વડે પ્રિયા એ સમજાવેલ પ્લાન મુજબ કામ કરવા લાગે છે.
પ્રિયા : તો ચાલો હવે મે કહ્યા મુજબ કરવા તૈયાર થઈ જાવ.
અમિત અને રોહન : યસ મેડમ.

પ્રિયા અને અમિત , અનિરુદ્ધ અને અંકુશ જ્યાં ઊભા હતા તે બાજુ જઈ જોરથી વાત કરવા લાગે છે. જેથી અનિરુદ્ધ તેમની આ વાત સાંભળે પણ તેને શક ના થાય.
પ્રિયા : ડૉ.અમિત હવે આપણી પાસે એક જ રસ્તો બચ્યો છે.
અમિત : પણ શું ?
પ્રિયા : ભાલચંદ્ર સિંહ . આપણે તેમને કોર્ટ માં રજૂ કરીએ તો.
અમિત : પણ તે આપણી વાત શા માટે માને ?
પ્રિયા : માનવી પડશે. તેમનો વીડિયો જો આપણી પાસે છે. તે રાજનીતિ ના વ્યક્તિ છે. તેઓ પોતાની આબરૂ બચાવવા કઈ પણ કરી શકે છે.
અમિત : હા , બિલકુલ. એક કામ કરીએ હું અને રોહન તેમની પાસે જઈએ છીએ અને આ વિડિયો બતાવી આપણે તેમને કોર્ટ માં આપણો પક્ષ લેવા કહી શકીએ છીએ. આમ તેમનું નામ પણ આ કેસ માંથી નીકળી જશે અને આપણો ફાયદો પણ થઈ જશે.
પ્રિયા : હા જલદી જાવ. આપણી પાસે સમય નથી.

આ બધું અનિરુદ્ધ અને અંકુશ સાંભળતા હોય છે. તે બંને આ સાંભળી ગભરાઈ જાય છે.
અનિરુદ્ધ : અરે આ ભાલચંદ્ર અહી આવીને બધું સાચું કહી ના દે...
અંકુશ : ના , એવું કંઈ નઈ થાય. તે આવશે જ નહિ. અને તે શું કરવા આવે આ વીડિયો દ્વારા તેની સચ્ચાઈ તો સામે આવી ગઈ ને અને મી.અખિલ ને મારવાનું તો તેણે જ કહ્યું હતું ને અને પૈસા પણ આપ્યા હતા. તો તારું નામ આવશે તો સાથે તેનું નામ પણ આવશે ને.

અનિરુદ્ધ : હા , પણ તોય આ લોકો નો ભરોસો નહિ ખબર નહિ તે લોકો તેને ત્યાં જઈ શું કહે ? અને તેણે પોતાનું નામ બચાવવા બધો વાંક મારા પર નાખી દીધો તો !
અંકુશ : અરે એવું કઈ નઈ થાય તું શાંતિ રાખ.
અનિરુદ્ધ : ના , તે લોકો ત્યાં પહોંચે એ પહેલાં મારે એ ભાલચંદ્ર સાથે વાત કરવી પડશે.

પ્રિયા અને અમિત ને ફક્ત અનિરુદ્ધ ની અંદર ડર પેદા કરવાનો હતો બાકી તેઓ ભાલચંદ્ર પાસે જવાના પણ નહોતા . તેમને બસ એ જોઈતું હતું કે અનિરુદ્ધ ભાલચંદ્ર સાથે અત્યારે ફોન માં વાત કરે. અને તેવું જ થયું. અનિરુદ્ધ એ કંઈ પણ વિચાર્યા વગર ભાલચંદ્ર ને ફોન કરી દીધો.

અનિરુદ્ધ : હેલ્લો! ભાલચંદ્ર !
ભાલચંદ્ર : હા , બોલો ડૉ અનિરુદ્ધ.
અનિરુદ્ધ : તે મને આ વીડિયો વિશે કેમ ના જણાવ્યું?
ભાલચંદ્ર : પણ ક્યો વીડિયો ?
અનિરુદ્ધ : અખિલ દેશમુખ વાળો. તમે જે વાત કરી રહ્યા હતા તેનો વિડિયો પેલા અખિલ એ ઉતાર્યો હતો એ.
ભાલચંદ્ર : પણ એ વિડિયો ક્યાંથી હોય ! અમે તો અખિલ ને ત્યાં જ ગોળી મારી દીધી હતી અને ત્યારે તેની પાસે કેમેરો પણ નહોતો. તે તો જંગલ માં પડી ગયો હતો.
અનિરુદ્ધ : હા એ વીડિયો આ ડૉ પ્રિયા ને ખબર નહિ ક્યાંથી મળી ગયો અને તેણે કોર્ટ માં પણ દેખાડી દીધો . હવે તે લોકો તને કોર્ટ માં રજૂ કરવા લેવા આવી રહ્યા છે.
ભાલચંદ્ર : શું ? તે વીડિયો બધા એ જોઈ પણ લીધો.
અનિરુદ્ધ : હા, અને મારી વાત સાંભળ, તારા કહેવાથી મે તે અખિલ ને આર્સેનિક ઝેર આપી માર્યો, ખોટો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બનાવ્યો, મારું નામ ના આવે એ માટે ડૉ પ્રિયા ને મે ફસાવી . આ બધું મે તારા માટે કર્યું. હવે તારી વારી છે. તે લોકો ત્યાં આવે એ પહેલાં તું ફરાર થઈ જા. કોઈ ના હાથ માં આવતો નહિ.
ભાલચંદ્ર : હા , તમે ચિંતા ના કરો હું અત્યારે જ ફ્લાઇટ લઈ અમેરિકા જતો રહું છુ.
અનિરુદ્ધ : હા.

હવે બે કલાક પૂર્ણ થઈ ગઈ હતી કેસ ફરી શરૂ કરવામાં આવે છે.
જજ : મિસ સીમા તમારી પાસે કોઈ સબૂત હોય તો તમે રજૂ કરી શકો છો.
સીમા : જી જજ સાહેબ. સબૂત તો છે.

આ સાંભળતા અનિરુદ્ધ ને આશ્ચર્ય થાય છે તેને થયું કે આ ભાલચંદ્ર કોર્ટ માં આવી તો નથી ગયો ને ! તેને માંથા માંથી પરસેવો છૂટવા લાગે છે. આ સમયે પ્રિયા ,અમિત અને રોહન એટીટયૂડ સાથે અનિરુદ્ધ ની સામે જોઈ રહ્યા હતા જેમ અનિરુદ્ધ પહેલાં તેમની સામે જોતો હતો. હવે સીમા એક સીડી મીડિયા પ્લેયર માં નાખી રિમોટ દ્વારા તે ઓન કરે છે. આ સાંભળી બધાના હોંશ ઊડી જાય છે અને સૌથી વધુ અનિરુદ્ધ ના. તે ઓડિયો અનિરુદ્ધ અને ભાલચંદ્ર ની થોડા સમય પહેલા જ થયેલી વાતો નો હતો. આ સાંભળતા કોર્ટ માં બધા એકદમ કાનાફૂસી કરવા લાગે છે .

જજ : ઑર્ડર ઑર્ડર . કોર્ટ માં શાંતિ જાળવો.
સીમા : તો જજ સાહેબ સબૂત તમારી સામે છે. આ વાતચીત હમણાં થોડા સમય પહેલાની જ છે. આ છે ડૉ.અનિરુદ્ધ ની કોલ ડિટેઈલ.

જજ તે કાગળ જોવે છે. તેમાં છેલ્લો ફોન ભાલચંદ્ર ને કરેલો હતો.
અંકુશ : જજ સાહેબ , આ બધું ખોટું છે. વળી અનિરુદ્ધ ના ફોન નું રેકોર્ડિંગ અને કોલ ડિટેઈલ આ લોકો પાસે કઈ રીતે આવ્યું ? ડૉ. અનિરુદ્ધ નો ફોન તો તેની પાસે છે.
સીમા : હું જણાવું છું પણ એ પહેલાં ડૉ. અનિરુદ્ધ ને હું વિટનેસ બોક્સ માં બોલાવવાની મંજૂરી માંગુ છું.
જજ : મંજૂરી છે.
સીમા : તો ડૉ. અનિરુદ્ધ આ અવાજ તમારો જ છે ને ?
અનિરુદ્ધ : હા , પણ આ રેકોર્ડિંગ ખોટું છે.
સીમા : મને થોડીક વાર માટે તમારો ફોન આપશો ?
અનિરુદ્ધ : ના , હું મારો ફોન કોઈને નથી આપતો.
સીમા : એનો મતલબ આ રેકોર્ડિંગ સાચું જ છે. તમે ફોન કર્યો હતો. જો ના કર્યો હોત તો તમે ફોન આપી દીધો હોત.
જજ : ડૉ. અનિરુદ્ધ તમે સાચા હોવ તો ફોન આપો.

આ સાંભળ્યા પછી પણ અનિરુદ્ધ ફોન આપતો નથી. તેથી પોલીસ આવીને તેના ખીચા માંથી ફોન લઈ લે છે. ફોન માં લાસ્ટ ફોન ભાલચંદ્ર ને જ કરેલો હતો. આ જોઈ સાબિત થઈ જાય છે કે સીમા એ કહેલું સાચું જ હતું. આ સમયે અંકુશ દલીલ કરવા જાય છે ત્યાં સીમા બોલે છે..

સીમા : બસ ....મી અંકુશ હવે વધારે નહિ. હવે સચ્ચાઈ કોર્ટ સામે આવી ગઈ છે . ક્યાં સુધી આ જૂઠ નું મહોરું પહેરીને ફરશો. જજ સાહેબ આ જ હકીકત છે તે દિવસે ડૉ અનિરુદ્ધ એ જ મી.અખિલ નું મર્ડર કર્યું હતું. અને માત્ર એ જ નહિ બીજા પણ કેટલા લોકો સાથે અન્યાય કર્યો છે , તેમની જાન લીધી છે . એવા વ્યક્તિ માંથી એક હું પણ છું. આ ડૉ.અનિરુદ્ધ અને મારા પતિ એટલે કે આ મી અંકુશ એ મળીને મારા પેટ માં રહેલા બાળક ને જન્મ લીધા પહેલાં જ આ દુનિયામાંથી વિદાય અપાવી દીધી હતી. અને મારી જેવી બીજી કેટલી ઔરત ને પણ આ દર્દ આપ્યું છે. પણ હવે નહિ . જુવો બધા લોકો... આ છે આ ડોક્ટર ની સચ્ચાઈ. પૈસા ખાતર એક સાચી અને ઈમાનદાર ડોક્ટર પર આરોપ લગાવી રહ્યા છે... જો એક ડોક્ટર જ આવું કરશે તો આ દુનિયાનું શું થશે ! લોકો નો તો વિશ્વાસ જ ડોક્ટર્સ પરથી ઊઠી જશે ! જે ડોક્ટર લોકો ની જાન બચાવે છે એ જ પૈસા ખાતર જાન નો ભૂખ્યો થઈ જશે તો લોકો નો તો ઇન્સાનિયત પરથી વિશ્વાસ જ ઉઠી જશે. શું તમને લાગે છે દેશ ને આવા લોકો ની જરૂર છે ? આવા લોકો ને તો સખ્ત માં સખ્ત સજા થવી જોઇએ. બસ હું આટલું જ કહેવા માંગુ છું જજ સાહેબ હવે નિર્ણય તમારો રહેશે.

આ સાથે બધા એકસાથે તાળીઓ વગાડે છે.

જજ : ડોક્ટર એક એવી વ્યક્તિ છે જેને ભગવાન નો દરજ્જો આપવામાં આવે છે. માટે દરેક ડોક્ટર નું કર્તવ્ય છે કે તે લોકો નો વિશ્વાસ તૂટવા ના દે. અત્યાર સુધી રજૂ થયેલા દરેક ગવાહ અને દરેક સબૂત પરથી સાબિત થાય છે કે ૫ ઓગસ્ટ એ જે થયું તે ક્રિમીનલ નેગલીગન્સ નો કેસ નહિ પણ એક સમજી વિચારીને કરવામાં આવેલી હત્યા હતી. આ માટે કોર્ટ ડૉ અનિરુદ્ધ ને આઇપિસી સેક્શન ૩૦૨ , ૨૦૧,૧૮૨ , અને ૩૪૦ મુજબ હત્યા , સબૂત મિટાવવા , કોર્ટ ને ગુમરાહ કરવા અને ખોટા સબૂત રજૂ કરવા બદલ તેમનું ડોક્ટર નું લાઇસન્સ રદ કરવા ની અને આજીવન જેલ ની સજા કરે છે. સાથે તેમના સાથી ને ખોટું બયાન આપવા બદલ રૂપિયા દસ હજાર ચૂકવવા ની સજા કરે છે અને આ સાથે ભાલચંદ્ર સિંહ ને હત્યા ની સાજિશ બદલ ૧૦ વર્ષ ની સજા કરે છે અને તેને તુરંત શોધી ને જેલ માં પૂરવાનો આદેશ કરે છે અને આ કોર્ટ ડૉ.પ્રિયા જેવા ઈમાનદાર ડોક્ટર ને સલામ કરે છે. ધ કોર્ટ ઇઝ એડજનન્ડ.

આ સાથે બધા તાળી પાડીને ઊભા થઈ ગયા. પ્રિયા , અમિત , રોહન , સીમા બધા ની આંખો માં આંસુ હતા. તે બધા ખૂબ જ ખુશ હતા. આ સમયે અંકુશ સીમા પાસે આવે છે.

અંકુશ : હા , હા પહેલી અને આખરી જીત નો આનંદ ઉઠાવી લે કેમ કે હવે પછી તો તું કેસ લડી નહિ શકે.
સીમા : જી નહિ. હજી તો આ શરૂઆત છે. હાર ની તો આદત હવે તમારે પાડવી પડશે.
અંકુશ : એ તો સમય આવ્યે જ ખબર પડશે.
સીમા : હા, હજી એકવાર કોર્ટ માં આવવા તૈયાર થઈ જજો.
અંકુશ : હા એ માટે તો હું તૈયાર જ હોવ.
સીમા : તમે મારી વાત સમજ્યા નહિ. ડિવોર્સ માટે કોર્ટ માં આવવા તૈયાર રહેજો.

એમ બોલી તે જતી રહી. આજે બધા ખૂબ ખુશ હતા. ટીવી માં પણ આ જ સમાચાર ચાલી રહ્યા હતા. પ્રિયા , અમિત અને રોહન બધા ઘરે આવ્યા. ઘરે બધા એ તેમનું સ્વાગત કર્યું . આ સમયે પરી અને વિશાલ ને એક પ્રશ્ન થતો હતો. પરી બોલી
" પ્રિયા મને એ ના સમજાણું કે આ રેકોર્ડિંગ તમારી પાસે આવ્યું ક્યાંથી ? "

પ્રિયા : ( હસીને ) થયું એવું કે મારો ફ્રેન્ડ ઋષિકેશ કોમ્યુટર દ્વારા કોઈ પણ વસ્તુ હેક કરી શકે. આ માટે મે પહેલેથી તેને અનિરુદ્ધ નો નંબર આપી દીધો હતો એટલે તેને કોમ્યુટર દ્વારા તેનો ફોન હેક કરી નાખ્યો હતો એટલે તેમણે જે વાત કરી તે બધું રેકોર્ડ થઈ ગયું. અને ફોન ની કોલ લીસ્ટ પણ મળી ગઈ.
પરી : અરે ! વાહ મારી સાથે રઈ ને તું પણ સ્માર્ટ થઈ ગઈ છો.

આ સાથે બધા હસવા લાગ્યા અને આ સાથે તેમના ખુશી ના દિવસો શરૂ થઈ ગયા.

To Be Continue.....