સપના ની ઉડાન - 31 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 31

પ્રિયા અને અમિત જંગલ માં આમતેમ ભટકી રહ્યા હતા. હવે તો રાત પણ પડવા આવી હતી પણ તેમને બહાર નીકળવાનો રસ્તો મળતો નહોતો. આ બાજુ ઘરે બધા તેમની રાહ જોઈ રહ્યા હતા. રોહન ને ખૂબ ચિંતા થતી હતી. બધા તેમને ફોન લગાડવાની કોશિશ કરી રહ્યા હતા પણ તેમનો ફોન નેટવર્ક કવરેજ ની બહાર બતાવતા હતા.

સીમા : ( ચિંતા માં ) આ પ્રિયા અને અમિત ક્યાં રહી ગયા ? ફોન પણ લાગતો નથી . કાલે કોર્ટ માં કેસ નો અંતિમ દિવસ છે તેમાં તેમનું હાજર રહેવું જરૂરી છે , નહીતો કોર્ટ નો નિર્ણય અનિરુદ્ધ ના પક્ષ માં આવશે.

રોહન : એક કામ કરીએ , હું અને વિશાલ લેબ પર જઈને તપાસ કરીએ. તમે ફોન લગાવતા રહેજો.

આ બાજુ અમિત અને પ્રિયા ની હાલત ખરાબ થતી જતી હતી. તે બંને આ રાત કોઈક જગ્યા એ રહેવા માટે જગ્યા શોધતા હતા. તેઓ ચાલતા ચાલતા એક રસ્તા તરફ આવે છે. રસ્તો એકદમ સૂમસામ હતો. ત્યાં કોઈ વાહન ની અવરજવર થતી નહોતી. હવે આ રસ્તા ના સહારે બંને આગળ વધી રહ્યા હતા. અચાનક તેમને આગળ એક ઝૂંપડી જેવું કંઇક દેખાય છે.

અમિત : પ્રિયા ! સામે કંઇક ઝૂંપડી જેવું લાગી રહ્યું છે, કદાચ ત્યાં કોઈ રહેતું હોય. આપણે ત્યાં જઈએ.

પ્રિયા : હા . કદાચ ત્યાં કોઈ વ્યક્તિ હોય જે આપણને સહારો આપે.

બંને ઝૂંપડી પાસે જાય છે. આજુબાજુ કોઈ દેખાય રહ્યું નહોતું. બંને અંદર જાય છે પણ ત્યાં પણ કોઈ હતું નહિ. તે ઝૂંપડી એકદમ સૂમસામ લાગી રહી હતી. અમિત અને પ્રિયા ત્યાં આરામ કરવા બેસે છે. તે બંને ને ખૂબ વાગ્યું હતું અને તેમણે કાંઈ ખાધું પીધું પણ નહોતું એટલે તેમના માં શક્તિ રહી નહોતી. થોડી વાર થતાં જ બંને ની આંખ લાગી જાય છે .

આ બાજુ રોહન અને વિશાલ લેબ પર જાય છે. તે બંને પ્રિયા અને અમિત નો ફોટો સુરેશ ને બતાવે છે અને તેમના વિશે પૂછે છે,
રોહન : સાંભળો, આ બે વ્યક્તિ તમારી પાસે આવી હતી કોઈ રિપોર્ટ માટે ?
સુરેશ : હા,
રોહન : ક્યારે ?
સુરેશ : ઘણો સમય થઈ ગયો. તે લોકો તો ક્યારના અહીં થી નીકળી ગયા.
રોહન : ઓકે. ધન્યવાદ.

વિશાલ : રોહન ! આ બંને તો ક્યારના નીકળી ગયા છે તો ઘરે આવ્યા કેમ નહીં ?
રોહન : મને આમાં કંઇક તો ગડબડ લાગે છે. આમાં પેલા અનિરુદ્ધ ની તો કોઈ ચાલ નહિ હોય ને ?
વિશાલ : ચિંતા કરમાં રોહન. અમિત અને પ્રિયા બંને સાથે છે ત્યાં સુધી કોઈ ચિંતા ની જરૂર નથી.
રોહન : હા , એ વાત તો બરાબર. પણ તેઓ કાલે યોગ્ય સમય પર નહિ પહોંચે તો શું થશે ?
વિશાલ : તું ચિંતા કરમાં તેઓ આવી જશે . મને પાક્કો વિશ્વાસ છે અમિત અને પ્રિયા પર.

આમ , રોહન , સીમા , વિશાલ અને બીજા બધા ઘર ના ની રાત પ્રિયા અને અમિત ની ચિંતા માં જ નીકળી જાય છે. બીજી બાજુ આ વાત થી અજાણ પ્રિયા અને અમિત સુઈ રહ્યા હતા. સવાર થતાં સૂર્ય ના કિરણો ઝૂંપડી માં રહેલા નાના નાના કાણાં માંથી અંદર પ્રવેશી રહ્યા હતા અને પ્રિયા અને અમિત પર પડી રહ્યા હતા. આમ તો પ્રિયા નો શ્વેત વર્ણ સૂર્ય ના પ્રકાશ થી ચમકીને તેજસ્વીતા ફેલાવતો હોય છે પણ આજે તેનો ચહેરો નિસ્તેજ દેખાતો હતો. તેની આંખ ખૂલે છે, આ સાથે તે અમિત ને પણ જગાડે છે.

પ્રિયા : અમિત , આપણે જલ્દી અહીંથી નીકળવું પડશે , યાદ છે ને આજે આપણી કોર્ટ માં તારીખ છે.
અમિત : હા , પ્રિયા...
પ્રિયા : એક તો આપણે સબૂત પણ ખોઇ ચૂક્યા છીએ , જો ત્યાં પહોચશું નહીતો બધા ને લાગશે કે આપણે હાર માની ભાગી ગયા છીએ...
અમિત : ના , પ્રિયા આપણે ત્યાં કઈ પણ કરીને પહોચવું જ પડશે , જો આપણે થોડી વિનંતી કરશું તો કદાચ આપણને હજી એક તક મળી જાય....
પ્રિયા : હા .

આમ કહી બંને ત્યાંથી બહાર જવા નીકળી રહ્યા હતા ત્યાં પ્રિયા ના પગ માં કંઇક વસ્તુ ની ઠોકર લાગી અને તે પડવા જતી હતી ત્યાં અમિત એ તેને પકડી લીધી.
અમિત : પ્રિયા , સંભાળીને ....
પ્રિયા : હા , પણ ખબર નહિ કંઇક વસ્તુ ની મને ઠોકર લાગી એવું મને લાગ્યું.

તે બંને એ તરફ જોવે છે , તો ત્યાં સુકાઈ ગયેલા ઘાસ ની નીચે કંઇક વસ્તુ હોય તેવું તેમને વર્તાય છે. તે બંને ઘાસ દૂર કરી જોવે છે તો ત્યાં એક કેમેરો હતો.
પ્રિયા : અરે ! કેમેરો !
અમિત : હા , વળી અહીંયા આ કેમેરો કોનો હશે ?
પ્રિયા : આ કેમેરા ને શરૂ કરીને જોઈએ. કદાચ એ પર થી કંઇક ખબર પડે કે આ કોનો છે.
અમિત : હા.

તે બંને કેમેરો શરૂ કરે છે. તેમાં એક વીડિયો ક્લિપ હતી. તે બંને વીડિયો પ્લે કરે છે. આ શરૂ થતાં જ તે બંને ના હોંશ ઉડી જાય છે.
બંને એક સાથે આશ્ચર્ય સાથે બોલ્યા ' મી.અખિલ ?'
પ્રિયા : અરે ! આતો મી.અખિલ છે !
અમિત : હા, આગળ જોઈએ કે આ વીડિયો શેનો છે.

વિડિયો પ્લે કરતા જ અમિત અને પ્રિયા જોવે છે કે ભાલચંદ્ર સિંહ કઈ રીતે કપિલ પાંડે ને મારવા માટે ની સાજિશ રચતો હોય છે અને અખિલ આ બધાનો વીડિયો ઉતારતો હોય છે. ત્યારબાદ ભાલચંદ્ર અખિલ ને જોઈ જાય છે અને તેના ગુંડાઓ અખિલ ની પાછળ પડે છે. આ પછી વીડિયો પૂરો થઈ જાય છે.

પ્રિયા : હમ... હવે સમજાણું કે અખિલ દેશમુખ ને ગોળી કોણે મારી હશે ......
અમિત : હા , પ્રિયા મને તો લાગે છે કે મી.અખિલ નું મૃત્યુ પણ આ લોકો ની જ સાજિશ છે.

પ્રિયા : હા, કદાચ ડૉ.અનિરુદ્ધ આ લોકો સાથે મળેલા હોય. જ્યારે ભાલચંદ્ર સિંહ ની સચ્ચાઈ મી.અખિલ જાણી ગયા અને તેમણે આમનો વિડીઓ ઉતારી લીધો, એટલા માટે ભાલચંદ્ર એ મી.અખિલ ને મારવા માટે તેમને ગોળી મારી અને છતાં તે બચી ગયા એટલે ડૉ.અનિરુદ્ધ દ્વારા તેમને ફરી માંરવાની સાજિશ રચી.

અમિત : હા , પ્રિયા હવે બધો ખેલ સમજ માં આવ્યો. આપણે જલ્દી આ કેમેરો લઈ કોર્ટ એ પહોચવું પડશે....

આ બાજુ કોર્ટ શરૂ થવાને થોડોક જ સમય બાકી હતો . આજે કોર્ટ નો નિર્ણય જાણવા માટે લોકો ની ભીડ કોર્ટ ની આસપાસ ઉમટી પડી હતી. સીમા , રોહન અને વિશાલ પહેલેથી કોર્ટ માં પહોચી ગયા હતા. તે લોકો અમિત અને પ્રિયા ની રાહ જોઈ રહ્યા હતા.

હવે પ્રિયા અને અમિત તે રસ્તો જે તરફ જતો હતો તે તરફ જઈ રહ્યા હતા. હજી સુધી તેમને કોઈ વાહન દેખાણું નહોતું. તે રસ્તા ના સહારે શહેર તરફ જતા મુખ્ય રસ્તા પર પહોંચી જાય છે. આ સમયે એક ગાડી ત્યાંથી નીકળે છે , અમિત અને પ્રિયા હાથ ઊંચો કરી લિફ્ટ માંગે છે. તે વ્યક્તિ અમિત અને પ્રિયા ની હાલત જોઈ ગાડી ઊભી રાખે છે. અમિત અને પ્રિયા તેમને પોતાની પરિસ્થિતિ જણાવે છે અને કોર્ટ સુધી લઈ જવા વિનંતી કરે છે. તે વ્યક્તિ તેમની વાત માની ને તેમને ગાડી માં બેસાડી શહેર તરફ રવાના થઈ જાય છે.

હવે કોર્ટ નો સમય થઈ ગયો હતો. કોર્ટ શરૂ થાય છે.
જજ : મિસ. સીમા આપના ક્લાઈન્ટ ડૉ.પ્રિયા કોર્ટ માં હાજર કેમ નથી ?

સીમા : જજ , સાહેબ , બન્યું એવું કે.......
( આમ કહી તે બધી વાત જજ સાહેબ ને જણાવે છે.)

અંકુશ : જજ સાહેબ , આ બધા આ લોકો ના બહાના છે , તેમને કોઈ સબૂત મળ્યો જ નહિ હોય, તેમને ખબર પડી ગઈ હતી કે હવે તેમની હાર નિશ્ચિત છે એટલે ડૉ.પ્રિયા તેમના પ્રેમી ને લઈ ભાગી ગયા.

સીમા : જજ સાહેબ , હું એકદમ સાચું કવ છું. મને તો પ્રિયા અને અમિત ના ગાયબ થવા પાછળ આ લોકો ની જ કંઇક ચાલ હોય તેવું લાગે છે.

જજ : મિસ સીમા , મે તમને કહ્યું હતું ને કે આ દિવસ કેસ નો આખરી દિવસ રહેશે , તમારી પાસે આ વાત સાબિત કરવા કોઈ સબૂત છે ?
સીમા : ના
જજ : મિસ સીમા , એક તો તમારી પાસે કોઈ સબૂત પણ નથી અને તમારા ક્લાઈન્ટ પણ ફરાર છે. એટલા માટે અત્યાર સુધી રજૂ થયેલા સબૂત અને ગવાહ ને ધ્યાન માં લઇ આ કોર્ટ ડૉ પ્રિયા ને.....

જજ સાહેબ બોલવા જતા જ હતા ત્યાં પાછળ થી એક જોરદાર અવાજ આવ્યો,
"એક મિનિટ જજ સાહેબ ! "

આ સાંભળતા જ જજ બોલતા અટકી ગયા અને બધાની નજર પાછળ પડી. તે અમિત અને પ્રિયા હતા. તેમની હાલત જોઈ ને બધા ને આશ્ચર્ય થાય છે. તેમના કપડા ધૂળ વાળા અને ખૂબ મેલા હતા, કોઈક જગ્યા એ થી કપડા ફાટી ગયા હતા અને અમુક જગ્યાએ થી ખૂન પણ નીકળતું હતું. ચહેરો એકદમ કાળો પડી ગયેલો , પણ તેમાં વિશ્વાસ સાથે તેજ ઝળકી રહ્યું હતું.

પ્રિયા : જજ સાહેબ , હું કંઇક કહેવા માંગુ છું.
જજ : તમારે જે કહેવું હોય તે અહી વિટનેસ બોક્સ માં આવીને કહો.

પ્રિયા : જજ સાહેબ , આ કેમેરા માં જે વીડિયો છે એ હું આપની સમક્ષ રજુ કરવા માંગુ છું.

આ સાંભળતા બધા ને આશ્ચર્ય થઈ રહ્યું હતું. સીમા અને રોહન પણ આ વિશે કઈ જાણતા નહોતા. અનિરુદ્ધ ની તો ધડકન તેજ થઈ ગઈ હતી . પ્રિયા એ આ વીડિયો બધા સમક્ષ રજૂ કર્યો અને આગળ ના દિવસે તેમની સાથે શું થયું અને આ કેમેરો તેમને ક્યાંથી મળ્યો આ બધી વાત કોર્ટ ને જણાવી.

To be continue.........