પરાગિની 2.0 - 18 Priya Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

પરાગિની 2.0 - 18

પરાગિની ૨.૦ - ૧૮



નવ વાગી ગયા હોય છે અને હજી સુધી પરાગ ઘરે નથી આવ્યો હોતો... અડધી કેન્ડલ્સ તો આમ જ પૂરી થઈ ગઈ હોય છે... જે બચી હોય છે તેને રિની બૂઝાવવા જ જતી હોય છે કે ડોરબેલ વાગે છે. રિની દરવાજો ખોલે છે તો પરાગ હોય છે. રિની સ્માઈલ આપીને કહે છે, બહુ મોડું થઈ ગયું?

પરાગ- હા... બે મીટિંગ હતી...

પરાગ અંદર આવે છે... જોઈ છે કે રિનીએ સરપ્રાઈઝ તૈયાર કરી હતી તેમાં બધુ સજાવ્યું હતું અને અડધી કેન્ડલ્સ રાહ જોવામાં પૂરી પણ થઈ ગઈ છે.

રિની લીવીંગ રૂમની લાઈટ ચાલુ કરવા જતી હતી પણ પરાગ તેને ના કહી દે છે. રિની પરાગ પાસે આવી તેનો કોટ કાઢે છે અને કહે છે, તમે ફ્રેશ થઈ જાઓ હું જમવાનું ગરમ કરી લઉં...

રિની કિચન તરફ જતી હોય છે કે પરાગ રિનીનો હાથ પકડીને તેને પોતાના તરફ ખેંચી લે છે અને ગળે લગાવી લે છે... બે મિનિટ સુધી બંને આમ જ ઊભા રહે છે.. ધીમે રહીને પરાગ કહે છે, સોરી રિની તને રાહ જોવડાવી એના માટે....

રિની- મેં તમને કોઈ ફરિયાદ કરી જ નથી પરાગ... મને ખબર છે કે તમે કામમાં હશો..! તમને ભૂખ લાગી હશે ને? ચાલો જમી લઈએ પહેલા...

પરાગ- જમવાનું હું ગરમ કરું છું તું અહીં બેસ...

પરાગ રિનીને ડાઈનીંગ ચેર પર બેસાડી કિચનમાં જાય છે. બંને ડિશ માઈક્રોવેવમાં ગરમ કરી પરાગ રિનીનાં પ્લેટમાં અને તેના પ્લેટમાં સર્વ કર છે. રિની વાઈનની બોટલ ઓપન કરી બંને માટે ગ્લાસમાં ભરે છે.

પરાગ- રિની... અચાનક વાઈન?

રિની- મન થયું હતું તો કાઢી લાવી...

પરાગ- હવે તું મને શોક આપે છે હા....

રિની હસી પડે છે... બંને ડિનર પતાવે છે. પરાગ તેના રૂમમાં જાય છે અને રિની કિચનમાં જઈ તેનું કામ કરે છે.

**********

બીજા દિવસે પરાગ સાથે રિની પણ ઓફિસ જાય છે. પરાગ રિનીને કહે છે, હવે તું મારી વાઈફ છે તો તારે હવે આસિસ્ટન્ટનું કામ નથી કરવાનું..!

રિની- ઓકે પણ પહેલા મારું બધુ પેન્ડીંગ કામ પતાવીશ પછી જ મારી પોઝીશન બદલજો..!


દાદા અને દાદી બંને ઓફિસ આવે છે. રિનીને નવાઈ લાગે છે કે દાદા અને દાદી કેમ ઓફિસમાં આવ્યા છે? રિની બંને મળે છે. પરાગ ત્રણેયને કોન્ફરન્સ રૂમમાં બેસવાનું કહે છે.

કોન્ફરન્સ રૂમમાં ગયા બાદ પરાગ દાદીને પૂછે છે, દાદી શું આપણું કોઈ ઉધાર રહી ગયું છે દાદા પર?

દાદી- શેની વાત કરે છે? અને મને યાદ છે ત્યાં સુધી આપણા પર કોઈનું દેવું નથી..!

પરાગ- દાદાનાં કહ્યા મુજબ આપણી પર એમની ઉધારી છે. તો એ ઉધારી ચૂકવવા કંપનીના અમૂક શેર હું એમના નામ પર કરવા માગું છું... દાદી તમને કંઈ વાંધો નથીને?

દાદી- મને શું વાંધો હોવાનો?

રિની- એક મિનિટ... આ બધુ શું થઈ રહ્યું છે?

પરાગ- રિની... ગઈકાલે કહ્યું હતુંને મેં તને કે દાદા ભાગીદારીની વાત કરતા હતા... તો અમારા પર દાદાનું દેવુ છે તો આ એક જ રસ્તો છે દેવું ઉતારવાનું...!

દાદા- મારે કોઈ શેર નથી જોઈતા...

દાદી- જુઓ વાસુદેવભાઈ... અમારે કોઈનું દેવુ નથી રાખવું...!

દાદા- મારે કંઈ નથી જોઈતું... પણ પરાગ શાહ, જો મારી દિકરી રડતી ઘરે આવી કે પછી એને કંઈ પણ દુ:ખ પડ્યું તો તારા ઘરે પાછી નહીં આવે..!

દાદા આટલું કહી જતા રહે છે.


રિની ત્યાંથી સીધી જૈનિકા પાસે જાય છે. જૈનિકાને પૂછે છે, શું તમને ખબર છે કે પરાગને શું થયું છે?

જૈનિકા- ના કેમ?

રિની- બે- ત્રણ દિવસથી અજીબ બિહેવ કરે છે... મેરેજના બીજા દિવસે બહુ જ રડતાં હતાં... મેં પૂછ્યું પણ કહ્યું ના.. ખબર નહીં તેઓ શું વિચારે છે...?તમે વાત કરશો તો કંઈ ખબર પડે..! તમે કરી જોશોને વાત?

જૈનિકા- મને પણ એવું લાગ્યું... હું વાત કરીશ.. તું ચિંતા ના કરતી..!



આ બાજુ માનવ અને એશાની લવસ્ટોરી સારી ચાલી રહી હોય છે પરંતુ.... પરંતુ સમર અને નિશાની સ્ટોરી હજી ફ્રેન્ડશીપ પર જ અટકી રહી હોય છે. સમરને તો નિશા માટે પ્રેમના બીજ અંકુર થઈ ગયા હોય છે પણ નિશા હજી બેસ્ટ ફ્રેન્ડ પર જ ચોંટી રહી હોય છે. સમર એશાને ફોન કરી ગાર્ડનમાં બોલાવે છે આ બાબતે વાત કરવા માટે...!

બંને ગાર્ડનમાં મળે છે... સમર પહેલા માનવનું પૂછે છે પછી ધીમે રહી વાત ચાલુ કરે છે, તું નિશાને સમજાવતી હોય તો...

બંને વાત કરતા હોય છે કે નિશા એશા અને સમરને ગાર્ડનમાં જોઈ જાય છે અને ઊંધું સમજી બેસે છે. નિશા એશાને ફોન કરે છે અને પૂછે છે, એશા ક્યાં છે તું?

એશાને ખબર નથી હોતી કે નિશા તેમને જોઈ ગઈ છે અને કહેતી નથી કે સમર સાથે છે તેથી જૂઠ્ઠું બોલતા કહે છે, હું બહાર છું કામ છે તો..

નિશા- સારું તો ઘરે મળીએ...

ફોન પત્યા બાદ સમર તરત એશાને કહે છે, હું એમ કહેતો હતો કે તે ફ્રેન્ડશીપથી આગળ વધતી જ નથી ને.. હું એને કેટલી હિન્ટ આપુ છુ પણ એ સમજતી જ નથી..।

એશા- એટલે?

સમર- એટલે મને હવે ફ્રેન્ડશીપ નથી જોઈતી... હું એને હવે લવ કરવા લાગ્યો છું...

એશા ખુશ થતા કહે છે, ઓહો.....

સમર- પણ એ બુધ્ધુ નથી સમજતી... તું વાત કરજેને..!

એશા- સારું.. હું વાત કરીશ એની સાથે..!

સમરને મળીને એશા ઘરે જાય છે.

એશા ઘરે જાય છે.. તેના રૂમમાં જાય છે.. તે જોઈ છે કે નિશા મોં ચઢાવીને બેઠી છે.

એશા ફ્રેશ થઈને આવે છે અને તેનું કબાટ ખોલી તેનું સ્વેટર શોધતી હોય છે.

એશા- નિશા તે મારું સ્વેટર જોયું છે? ઠંડી ચાલુ થઈ ગઈ છે.. મારે સ્વેટર પહેરવું છે મળતું નથી...

નિશા- (ગુસ્સામાં) ખસી જા તું... બધા કપડાંની ગડી બગાડી નાંખી તે... હટ તો..

એશા- નિશા... તને શું થઈ ગયું છે? સ્વેટર શોધવાનું કહ્યું એમાં આટલો કેમ ગુસ્સો કરે છે?

નિશા- મારી મરજી... હું જે કરું એ...

એશા- આજે કેમ અજીબ બિહેવ કરે છે તું?

નિશા- તું એવું કરે છે એટલે જ...

એશા- મેં શું કર્યું? ગોળ ગોળ વાત ના કરીશ... સીધુ જ કહી દેને...

નિશા- તું આજે ક્યાં ગઈ હતી ઓફિસ પછી?

એશાને થોડો ખ્યાલ આવી જાય છે કે નિશા કદાચ સમરની વાત કરતી હશે.

નિશા- બીજાનાં બોયફ્રેન્ડ પર નજર મંડરાવે છે હા?

એશા નિશાની વાત પર હસી પડે છે અને કહે છે, નિશા સમર સાચું જ કહેતો હતો.. તું બૂધ્ધુ જ છે...!

નિશા- હેં.... કેમ સમર આવું કહેતો હતો?

એશા- સાચું કહેજે... તું સમર માટે શું ફીલ કરે છે? ફ્રેન્ડ છે કે તેથી વધારે કંઈ ફિલીંગ્સ છે?

નિશા- હેં....

એશા- શું હેં હેં કરે છે? સાવ ડોબી છે તું નિશાડી.... હંહ

નિશા- હા... એટલે જ્યારે સમર સાથે હોવ છું ત્યારે કંઈ અલગ જ ફીલ થાય છે...

એશા- તો એને જઈને કહેતી હોય તો... દિલની વાત સમરને કહી દેજે નહીં તો કોઈ બીજી લઈ જશે સમરને...

નિશા- ના... એવું તો ના થવા દઉં... એક વાત તો કહે... તું મને જૂઠ્ઠું કેમ બોલી કે તું બહાર છે એમ? સમર સાથે ગાર્ડનમાં હતી તો પણ?

એશા- સમરે જ ના પાડી હતી કે કહેતી ના એટલે..

નિશા - કેમ પણ?

એશા- એ તને ફ્રેન્ડ કહીને થાકી ગયો છે... એ તને લવ કરે છે પણ તું તારી ગાડી ફ્રેન્ડશીપથી આગળ જ નથી વધારતીને..! પાગલ..

નિશા- (ખુશ થતાં) હેં... સાચ્ચે..? બીજુ શું કહેતો હતો સમર? અને સમરે મને કેમ ના કહ્યું? તને કેમ કહ્યું?

એશા- એ હરખપદુડી... બસ હવે...

એટલાંમાં એશાનાં મોબાઈલ પર માનવનો ફોન આવતા તે વાત કરવા જતી રહે છે. નિશા તેના બેડ પર બેસીને મલકાયા કરતી હોય છે અને ખુશ થયા કરતી હોય છે.



આ બાજુ પરાગ હજી ઓફિસથી ઘરે આવ્યો નથી હોતો અને સાંજના સાત વાગ્યા હોય છે. રિની ટીવી પર ઈંગ્લીશ સોંગ લગાવીને સોફા પર આડી પડી રહી હોય છે. થોડા સમય બાદ ઘરનાં લેન્ડલાઈન ફોન પર રીંગ વાગે છે. રિની વોલ્યૂમ ઓછો કરી ફોન ઉપાડે છે.

રિની- હલ્લો..

કોઈ છોકરીનો અવાજ આવે છે અને પૂછે છે, શું આ પરાગ શાહનાં ઘરનો નંબર છે?

રિની- હા... તમે કોણ બોલો?

છોકરી- તમે કોણ?

રિની- હું પરાગની વાઈફ બોલું છું...

સામે તે છોકરી તરત ફોન મૂકી દે છે.

રિની- હલ્લો.. તમે કોણ? હલ્લો? હલ્લો?

રિની ફોન મૂકી દે છે અને કહે છે, કોણ હશે એ છોકરી અને પરાગને કેમ ફોન કરે છે?

રિની બહુ મગજ પર નથી લેતી.. ટીવીનો વોલ્યૂમ વધારી સોંગ સાંભળવા લાગે છે.


નિશા સમરને ફોન કરે છે અને કહે છે, સમર તારી વાત બરાબર છે... ફ્રેન્ડશીપ બંધ કરીએ અને એક સ્ટેપ આગળ વધીએ...!

સમર- એ બધી વાત પછી પહેલા ઓનલાઈન ન્યૂઝ જો... રિની અને દાદા વિશે ન્યૂઝ છપાયા છે.

નિશા ફોન કટ કરે છે અને તરત ઓનલાઈન ન્યૂઝ જોવે છે જેમાં રિની અને દાદા વિશે ન્યૂઝ છપાયા હોય છે કે ગરીબ છોકરીએ કરોડપતિ છોકરાને પ્રેમજાળમાં ફસાવ્યો...! ડિનર વાળો ફોટો પણ હોય છે. ન્યૂઝ જોઈ નિશા તરત એશાને બૂમ પાડી રૂમમાં બોલાવે છે અને ન્યૂઝ બતાવે છે. બંને ચિંતામાં આવી જાય છે કે રિની જોશે તો શું કરશે?



દાદા આ ન્યૂઝ વાંચશે તો શું રિએક્શન આપશે? એથી વિશેષ જ્યારે રિનીને ખબર પડશે તો શું કરશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૯