પંચતત્ત્વ - (3) - અગ્નિ Charmi Joshi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

પંચતત્ત્વ - (3) - અગ્નિ

ઉર્વી હવે કૉલેજમાં આવી ગઈ હતી. આમ તો તે તેના માતા- પિતા ની એકની એક દીકરી હતી. તેને ભાઈ કે બહેન ના હતા. પરંતુ તેના પડોશી કંચનબેનના દિકરા કૌશલને તે ભાઈ ગણતી. કૌશલ ને એક સગી બહેન પણ હતી. પરંતુ કૌશલ ઉર્વી ને સગી બહેન કરતાં વિશેષ ગણતો. બંને સાથે એક જ કૉલેજ માં અભ્યાસ કરતાં હતા. કોલેજમાં આવવા જવાનું સાથે જ થતું. ઉર્વી ના મમ્મી પપ્પા ને કૌશલ પર સંપૂર્ણ ભરોસો હતો. કૌશલ હતો પણ એવો જ. સ્વભાવે એકદમ શાંત અને તેની ઉંમર કરતાં ઘણો વધુ પરિપક્વ... ઉર્વી નું તે કૉલેજ માં પણ ખૂબ ધ્યાન રાખતો. ધ્યાન પણ એવી રીતે કે ઉર્વી પોતાની કૉલેજ લાઈફ એન્જોય કરી શકતી હતી. તેને કૌશલ તરફથી કોઈ એવું બંધન નડતું ના હતું. બસ ઉર્વી ની તબિયત ગમે ત્યારે ખરાબ થઈ જતી એટલે એ બાબતે કૌશલ થોડી વધુ કેર કરતો.

ભાઈ બહેન નો પ્રેમ એટલો કે બંને ને એક બીજા વગર ચાલતું નહિ. ખટ્ટી મીઠી તકરાર થાય પણ કૌશલ હમેંશા સંભાળી લેતો. ઉર્વી પણ પોતાનો આખા દિવસ ની વાતો કૌશલ સાથે શેર ના કરે તો તેને ચેન ના પડતું. અલગ-અલગ મા ના દીકરા - દિકરી એટલે વાતો કરવા વાળા તો ઘણી વાતો પણ કરતાં પરંતુ બંને ના માતા પિતા સત્ય જાણતાં હતાં અને તેથી જ ઘરના કોઈ સભ્યો ને કંઈ જ સમસ્યા ના હતી.

એક દિવસ ની વાત છે. કૉલેજ માં ઉર્વી ની એક છોકરાએ મજાક ઉડાવી એ પણ કૌશલ સાથે નામ જોડીને... એ દિવસે ઉર્વી ખૂબ ગુસ્સે ભરાઈ અને તેને મારવા દોડી. કૌશલે તેને શાંત પાડી ને તેનાથી દૂર કરી.

ઉર્વી: આજ તું વચમાં ના પડ્યો હોત ને તો તેને તો હું મારી જ નાખત...

કૌશલ: એક કામ કરીએ, હું તારા માટે ન્યુક્લિયર હથિયારો ની વ્યવસ્થા કરું છું તું એ ટ્રાય કર તેને મારવા માટે... 😁

ઉર્વી: તને મજાક સુજે છે...??? તે શું બોલ્યો તે સાંભળ્યું નહી ..???

કૌશલ: હમમ... તો એક કામ કર... ચાકુ લે અને મારવા જ માંડ બધાને... પણ હા પ્લાસ્ટિક વીંટી લેજે તારા કપડાં પર... બાકી તારો ડ્રેસ ખરાબ થઈ જશે... રેન્કોટ ચાલશે... લઈ આવી દઉં...??? 😁😁

ઉર્વી: બસ હવે... ઇરીટેટ ના કર... એમ તો તને ફુદીન હરા ખવડાવી દઉં તો એ ધડાકાભેર એમનેમ મરી જાય... 😂😂

કૌશલ: હા તો ચાલ હવે ઘરે ભૂખ લાગી છે બાકી ફૂદીન હરા ખાવી જ પડશે...

આવી ને આવી નોકજોક ચાલતી રહેતી અને બંને ભાઈ બહેન નો નિસ્વાર્થ પ્રેમ વધુ ને વધુ મજબૂત થતો જાતો. ઘણો સમય આમ ને આમ વીત્યો. ઉર્વી ની તબિયત વારેવારે વધુ ખરાબ રહેવા લાગી. માતા પિતા કહેતા કે કોઈ સારા ડોક્ટર ને બતાવી ને રિપોર્ટ કરાવી લઈએ પરંતુ ઉર્વી હમેંશા તે વાત ટાળતી. પરંતુ આજે તો કૌશલ ઉર્વી ને કંઈ કહ્યા વગર જ સીધો જ સારા ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે કેટલાંક રિપોર્ટ કરાવવા કહ્યું. ઉર્વી ને ઘરે મૂકી ને ઉર્વી ના પપ્પા નચિકેત ભાઈ અને કૌશલ સાંજે રિપોર્ટ લઈ ડોક્ટર પાસે ગયા.

કૌશલ: સર, શું થયું છે ઉર્વી ને...??? કેમ વારેવારે એની તબિયત બગડે છે...??? રિપોર્ટ માં શું આવ્યું...???

ડોક્ટર: લુક, કૌશલ ઇટ ઇઝ સિરિયસ મેટર... હું તેના કોઈ ફેમિલી મેમ્બર સાથે વાત કરવા ઈચ્છીશ.

કૌશલ: સર, આ ઉર્વી ના ફાધર છે અને ઉર્વી મારા માટે મારી બહેન કરતાં પણ વિશેષ છે. તમે અમને કહી શકો છો.

ડોક્ટર: ઉર્વી ની બંને કિડની ફેઇલ થઈ ગઈ છે. જો કોઈ ડોનર મળે અને તેની કિડની મેચ થાય તો જ ઉર્વી લાંબુ જીવી શકશે. બાકી હવે તેની પાસે સમય ઓછો છે.

કૌશલ અને નચિકેત ભાઈ ના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ એટલો આંચકો લાગ્યો.

કૌશલ: સર કેટલાં સમય માં ડોનર શોધવા પડશે...???

ડોક્ટર: બે થી ત્રણ મહિના... પરંતુ જેટલું વહેલું થઈ શકે તે વધુ સારું...

નચિકેત ભાઈ અને કૌશલ બંને ચિંતિત પરંતુ ઘરે કોઈને કંઈ પણ કહ્યા વગર ડોનર શોધવા લાગ્યા. ઘણાં દિવસો વીત્યા અને અંતે બે મહિના પણ પૂરા થયા. બંને જણે ડોનર શોધવામાં કોઈ કસર બાકી ના રાખી પરંતુ પરિણામ શૂન્ય. ઘણી રાતના ઉજાગરા... કંઈ સુઝતું ના હતું કે શું કરવું... ઉર્વી ની તબિયત વધુ ને વધુ બગડતી જતી હતી. કૌશલ એ રાતે ખૂબ રડ્યો અને ભગવાન ને ખૂબ ફરિયાદ કરી.એ રાતે ઊંઘમાં જ એને કંઇક સૂઝ્યું. જાણે કે ભગવાન સાક્ષાત તેની ફરિયાદ નું નિવારણ કરવા આવી પહોંચ્યા. બીજે દિવસે વહેલી સવારે ઉઠી ને કૌશલ ડોક્ટર પાસે ગયો. ડોક્ટર એ નચિકેત ભાઈ ને ફોન કર્યો અને તેને સાથે લઈ આવવા કહ્યું. સાથોસાથ ડોક્ટરે તેમને ખુશખબરી આપી કે ડોનર મળી ગયા છે. જલ્દી થી ઓપરેશન કરી દઈએ. બીજે જ દિવસે ઓપરેશન થયું અને સફળ પણ રહ્યું.

નચિકેત ભાઈ: ડોક્ટર સાહેબ ડોનર કોણ છે તે મને જણાવશો પ્લીઝ... મારે તેને મળીને તેમને ધન્યવાદ કહેવા છે...

ડોક્ટર: સોરી બટ તેમની ઈચ્છા મુજબ હું તેમનું નામ જાહેર કરી શકું નહિ...

નચિકેત ભાઈ ભગવાન નો પાડ માની ઉર્વી પાસે ગયા. હવે તે હોશ માં આવી ગઈ હતી. તેની પૂરી બીમારીની હવે તેને જાણ થઈ. હોશમાં આવતાની સાથે જ તેણે કૌશલ વિશે પૂછ્યું. નચિકેત ભાઈ આ તમામ દોડભાગ માં કૌશલ ક્યાં છે તે વિશે કંઈ જાણતાં ના હતા. કૌશલ ના પિતા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે તેની તબિયત ખરાબ હોવાથી તે પણ તે જ હોસ્પિટલ માં દાખલ છે. કૌશલ પાસે જતાં ની સાથે જ નચિકેત ભાઈ પૂરી વાત સમજી ગયા. કંઈ બોલવા માટે શબ્દો ના મળ્યા માત્ર આંખે અશ્રુઓનો સહારો લીધો.

ઉર્વી ને આ વાતની ખબર પડી કે કૌશલ એ પોતાની એક કિડની તેને આપી છે. આ જાણતાં ની સાથે જ તેનામાં રહેલું અગ્નિ તત્ત્વ જાગૃત થયું ... ભાઈમાં તેને અગ્નિ તત્ત્વ ના દર્શન થયા... અગ્નિ એટલે કે શક્તિ... ભાઈ એક છુપી શક્તિ(Hidden Energy)... સાત્વિક અને દ્રઢ... દરેક મુશ્કેલ સમયનું પીઠબળ...