પંચતત્ત્વ - (4) - આકાશ Charmi Joshi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

પંચતત્ત્વ - (4) - આકાશ

ઉર્વી હવે પહેલાં કરતાં સ્વસ્થ હતી પરંતુ તેમ છતાં ડોક્ટરે તેને વધુ દોડભાગ કરવાની ના કહી હતી. માત્ર એક જ કિડની હોવાથી શરીર નું થોડું વધુ ધ્યાન રાખવા જણાવેલ. હવે કૉલેજ માં અને અન્ય પરિવારમાં ઉર્વી ના ઑપરેશન વિશે સમાચાર ફેલાવા લાગ્યા. બધા ખબર પૂછવા આવવા લાગ્યા. ઉર્વી ની ખાસ ફ્રેન્ડ દિયા કે જે સ્કૂલ થી તેની સાથે જ હતી તેને આ કંઈ વાત ની જાણ ન હતી. તે દિવસોમાં જ દિયાની સગાઈ હતી એટલે કોઈએ તેને કંઈ ન કહેવું જ હિતાવહ સમજયું. ઉલટું તે તો ઉર્વી અને કૌશલ બંને થી નારાજ હતી કે તેઓ તેની સગાઈ માં હાજર ન રહ્યા. ઉર્વીએ જ્યારે સામેથી તેને ફોન કરીને બધી જ હકીકત જણાવી ત્યારે તે પોતાની જાતને રોકી ના શકી અને તરત જ ઉર્વી અને કૌશલ ને મળવા પહોંચી ગઈ. બંને એકબીજાને ભેટી અને રડી પડ્યા.

હવે ફરીથી કૉલેજ જવાનું શરૂ થઈ ગયું. એ દિવસોમાં કૉલેજ માં સ્પોર્ટ્સ વિક માટે પ્રેક્ટિસ ચાલી રહી હતી. શહેરની આ સૌથી ફેમસ કૉલેજ હતી. તેથી આ કોલેજમાંથી ઘણાં લોકોને નેશનલ અન ઇન્ટરનેશનલ લેવલ સુધી સ્પોર્ટ્સમાં આગળ વધવાનો ચાન્સ મળતો. ઉર્વી હૉકી અને ચેસ માં અવ્વલ હતી. દિયા પણ ચેસમાં ઉર્વીને ટક્કર આપતી. બંને સાથે જ ચેસ ની ખૂબ પ્રેક્ટિસ પણ કરતાં. આ વખતે તો એવું સંભળાઈ રહ્યું હતું કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના કેટલાંક સભ્યો સિલેકશન માટે હાજર રહેવાના હતા. ડાયરેક્ટ નેશનલ લેવલ માટે સિલેક્ટ થવું એ તો કોઈ પણ સ્પોર્ટ્સ પર્સન માટે એક સ્વપ્ન હતું. સમગ્ર કૉલેજ માં હાલ બધા જ સ્પોર્ટ્સ વિક માટે મહેનત કરી રહ્યા હતા. દિયા નો ટાર્ગેટ ચેસ માં નેશનલ લેવલ સુધી પહોંચવાનો હતો. તો ઉર્વી હૉકી અને ચેસ બંને માં સિલેક્ટ થવા ઈચ્છતી હતી. હૉકી માટે ઉર્વી નું શરીર હવે જવાબ આપતું હતું. બધા એ ખૂબ સમજાવી તેને પણ તે એક ની બે ના થઈ. તેણે મહેનત ચાલુ રાખી. વચ્ચે એક વખત તબિયત થોડી બગડી પણ ખરા પરંતુ ઉર્વી એ તે ધ્યાને ના લીધું.

આખરે સ્પોર્ટ્સ વિક શરૂ થયું. બધા ખૂબ જ ઉત્સાહિત હતા. જેવી વાતો સાંભળવા મળતી હતી થયું પણ તેવું જ.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના બે પ્રતિનિધિ દરરોજ ત્યાં હાજર રહેતા. તેનાથી સૌના ઉત્સાહમાં બમણો વધારો થયો હતો.સોમવાર થી શરૂ થયેલું સ્પોર્ટ્સ વિક શનિવાર સુધી ચાલવાનું હતું. હૉકી ની મેચ શુક્રવારે અને ચેસ શનિવારે યોજાવાની હતી. દિયા અને ઉર્વી બંને સજ્જ હતા.ઉર્વી હૉકી ની ટીમ માં વાઇસ કેપ્ટન હતી. એક પછી એક રમતો રમાતી ગઈ અને શુક્રવાર આવી ગયો. અત્યાર સુધી માં ચાર દિવસમાં માત્ર ત્રણ ખેલાડીઓ જ પસંદગી પામ્યા હતા.

હૉકી ની મેચ શરૂ થઈ. ઉર્વીનો ઉત્સાહ વધારવા કૌશલ અને દિયા સતત ત્યાં જ હતા. બંને ટીમ ના ખેલાડીઓ એક બીજાને ટક્કર આપે તેમ હતા. પ્રથમ વીસ મિનિટ ની રમત પૂર્ણ થઈ. બંને ટીમ તરફથી એક પણ ગોલ ના થયો. પંદર મિનિટ ના બ્રેક પછી ફરી બીજો રાઉન્ડ શરૂ થયો. બીજી વીસ મિનિટ માં પણ એવું જ થયું. બંને ટીમમાંથી એક પણ ગોલ ના થયો. ફરી પંદર મિનિટ નો બ્રેક. ત્રીજી વીસ મિનિટ ની શરૂઆત. આ વીસ મિનિટ નિર્ણાયક ભૂમિકા ભજવે તેમ હતી. દર્શકોના હૃદય ખૂબ ઝડપે ધબકી રહ્યા હતા. રોમાંચ વધી રહ્યો હતો. અંતે છેલ્લી વીસ મિનિટ માં પણ બંને ટીમે એકબીજાને ટક્કર આપી અને મેચ ટાઈ થઈ. નિયમ મુજબ પાંચ મિનિટ નો ઓવર ટાઇમ અપાયો. ફરી એક પણ ગોલ નહિ. દર્શકો માં હવે શાંતિ છવાઈ. હવે નિર્ણય આવ્યો શૂટ આઉટ ના આધારે. સામેની ટીમે પાંચ માંથી બે ગોલ કર્યા. જ્યારે ઉર્વીની ટીમમાંથી એક ગોલ કેપ્ટન એ અને એક ગોલ અન્ય ખેલાડીએ કર્યો. હવે વારો હતો ઉર્વીનો. ખૂબ જ નિર્ણાયક ગોલ. બંને ટીમ અને દર્શકો ની ધડકનો જાણે બંધ થઈ ગઈ હતી. ઉર્વીએ આંખ બંધ કરી. ભગવાનને યાદ કર્યા અને બોલ ફટકાર્યો. ગોલ....... ઉર્વીની ટીમ વિજેતા બની. ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયા એ જીત મેળવી હોઈ અને જે ખુશી મળે તેવી ખુશી અને રોમાંચ સૌ અનુભવી રહ્યા હતા. આજનો દિવસ તો ઉત્સાહમાં જ પસાર થઈ ગયો.

શુક્ર અને શનિવાર ની રમતોમાં થયેલી ખેલાડીઓની પસંદગી શનિવારે જાહેર થવાની હતી. ચેસ ની મેચ માં ઘણા સ્પર્ધકો હતા. એક પછી એક ખેલાડીને હરાવીને દિયા અને ઉર્વી એ અને બી વિંગ માં અલગ અલગ સેમિફાઇનમાં પહોંચી ગયા. બંને સેમિફાઇનમાં જીતી ગયા. જે ડર હતો એ જ થયું. ફાઇનલ માં ઉર્વી અને દિયા આમને સામને... બંને સાથે પ્રેક્ટિસ કરી હોવાથી એક બીજાની ઘણી ચાલ જાણતા હતા. બે કલાક કરતાં વધુ સમય થયો. દરેક ને વિશ્વાસ હતો કે ઉર્વી જ જીતશે. પરંતુ છેલ્લી પંદર મિનિટમાં દિયા એ બાજી પલટાવી દીધી અને જીત મેળવી. તાળીઓનો ગડગડાટ થયો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ જાહેરાત કરી. હૉકી માંથી ત્રણ ખેલાડીઓની પસંદગી કરી. જીતેલી ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન તેમજ સામેની ટીમ ના કેપ્ટન ની પણ પસંદગી થઈ. ચેસ માં તેઓએ કહ્યું કે , " જો અમારાથી શક્ય બની શકત તો અમે બંને ફિનાલિસ્ટ ને પસંદ કરત. બંને ફિનાલિસ્ટ એટલું સરસ રમ્યા છે. પરંતુ અમે માત્ર એક ને પસંદ કરી શકીશું." તેથી તેઓએ વિજેતા દિયા પર પસંદગી ઉતારી. સીધું જ નેશનલ લેવલ પર રમવા મળશે તે જાણી સૌ કોઈ ની ખુશી નો પાર ના રહ્યો.

રવિવારે જ ઉર્વીની તબિયત ફરી બગડી. ડોક્ટર પાસે જતાં માલૂમ પડ્યું કે વધુ પડતાં દોડભાગ અને સ્ટ્રેસ ને લીધે આવું થયું છે. ડોક્ટરે હવે આવું ના કરવા સ્પષ્ટ જણાવ્યું. ડોક્ટરના કહેવાથી અને ઘરના દરેકની જીદ્દ ને લીધે ઉર્વીએ હૉકી માંથી નામ પાછું ખેંચ્યું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના સભ્યો આ જાણી ચોંકી ઉઠ્યા. તેણે પૂરી હકીકત જાણી અને ઉર્વીને પરવાનગી આપી. દિયા ને સૌથી વધુ દુઃખ થયું. દિયા ઉર્વીનું દુઃખ જોઈ ના શકી. ઉર્વીને ક્યારેય હારતા જોઈ નથી અને તેની તબિયત ને લીધે હારતા જોવું એ સૌથી વધુ કષ્ટદાયક હતું. દિયા એ મિત્ર ધર્મ નિભાવવાનું નક્કી કર્યું. ચેસ માંથી પોતાનું નામ પાછું ખેંચ્યું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ઉર્વીને ફરી ફોન આવ્યો અને તેને જાણ કરવામાં આવી કે તે હવે ચેસ માટે પસંદગી પામી છે અને તે હવે નેશનલ લેવલ પર રમી શકશે. ઉર્વીને ખુશી સાથે એક આંચકો લાગ્યો. તરત જ દિયા સાથે વાત કરી અને પૂરી હકીકત જાણી. દિયા પર ખૂબ ગુસ્સે પણ થઈ. પરંતુ હવે કશું જ થઈ શકે તેમ ન હતું.

શાંત ચિત્તે બેસી ને ઉર્વી મનોમન દિયા વિશે વિચારતી હતી અને તેનો આભાર વ્યક્ત કરતી હતી. મિત્ર એ ઉડવા માટે આકાશ આપ્યું. એ જ સમયે તેનામાં રહેલું આકાશ તત્ત્વ જાગૃત થયું. મિત્ર માં તેને પોતાની અંદર રહેલા આકાશ તત્ત્વ ના દર્શન થયા. આકાશ - મુક્તતા... ખુલ્લાપણું.... ઉડાન....


"શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે"


- વિવેક મનહર ટેલર