Panchatattva - (5) - Vayu books and stories free download online pdf in Gujarati

પંચતત્ત્વ - (5) - વાયુ

આજે સવારથી જ નચિકેત ભાઈ ખૂબ ખુશ જણાતા હતા. આજે તેમણે પોતાની ઓફિસ પર પોતે નહિ આવી શકે તેવો ફોન પણ કરી દીધો અને તેમની સેક્રેટરી ને બધી જ મિટિંગ કેન્સલ કરવા જણાવી દીધું. નીશિતા બહેન ને ખૂબ આશ્ચર્ય થયું કેમકે આવું પહેલી વાર બન્યું હતું. નચિકેત ભાઈ ઓફિસ પર જાય નહિ અને બધી મિટિંગ કેન્સલ કરે તેવું તો તેમની તબિયત સારી ન હોઈ તો પણ ના બનતું.

નચિકેત ભાઈ: નીશિતા, ઉર્વી.... ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ...

ઉર્વી: અરે પપ્પા પણ કંઈ બાજુ જઈએ છે એ તો કહો!! મારે આજે ચેસ ની પ્રેક્ટિસ મેચ માં જવાનું છે. શક્ય હોય તો તમે અને મમ્મી જઈ આવો.

નચિકેત ભાઈ: ના, બિલકુલ શક્ય નથી. તારે તો આવવું જ પડશે... આપણે ક્યાં જઈએ છે એ સરપ્રાઈઝ છે. જલ્દી તૈયાર થાઓ. તમારી પાસે હાફ અવર છે. યોર ટાઈમ સ્ટાર્ટસ નાવ....

નીશિતા બહેન અને ઉર્વી પગથિયાં ચડતાં ચડતાં ઉપર રૂમમાં તૈયાર થવા ગયા. નચિકેત ભાઈ ના આવા અજીબ વર્તન થી બંને ના આશ્ચર્ય નો પાર નહોતો.

ઉર્વી: મમ્મી આજે પપ્પા ને શું થયું છે???!!!

નીશિતા બહેન: બેટા, સવારના કોઈનો ફોન આવ્યો હતો. પછીથી આવું બિહેવ કરે છે. હશે કઈ... તુ જલ્દીથી રેડી થઈ જા.....

બંન્ને રેડી થઈ ને આવ્યા ત્યાં તો નચિકેત ભાઈ પોતાની મર્સિડીઝ ની ડ્રાઇવિંગ સીટ પર રાહ જોઈને બેઠા હતા...

ઉર્વી: પપ્પા, ડ્રાઈવર...????

નચિકેત ભાઈ: બેટા આજે હું જાતે ડ્રાઇવ કરીશ... બેસો ચલો...

નચિકેત ભાઈ રસ્તામાંથી ફૂડ પાર્સલ કરાવી પરિવાર સાથે કુદરત ના ખોળે પહોંચ્યા. શહેર થી એકદમ દૂર... વિશાળ લોન વાળું મેદાન... લીલાછમ વૃક્ષો... પક્ષીઓનો કલરવ અને બાજુમાંથી ખળખળ વહેતી નદી... એકદમ શાંત વાતાવરણ... અવાજ માત્ર કુદરતનો... આવું વાતાવરણ જોઈને તો ઉર્વી અને નીશિતા બહેન ની ખુશી નો પાર ના રહ્યો.

નચિકેત ભાઈ: ઉર્વી, આપણને મળવા અહી સ્પેશિયલ ગેસ્ટ આવે છે. એક છોકરો છે. તુ એને આજે મળી લે. જો તને પસંદ આવે તો..... ખૂબ નાનો પરિવાર છે અને આપણા કરતાં વધુ રીચ છે. માત્ર પૈસાથી જ નહિ... સંસ્કારોથી પણ... બસ હમણાં પંદર - વીસ મિનિટ માં તેઓ આવવા જ જોઈએ....

ઉર્વી અને નીશિતા બહેન તો અવાક્ થઈ ગયા. થોડી ક્ષણો નીરવ શાંતિ ફેલાઈ ગઈ.

ઉર્વી: પપ્પા પણ આમ અચાનક...??!!! હજુ તો હું આગળ વધવા ઇચ્છુ છું... સ્ટડી અને સ્પોર્ટ્સ બંને માં.....

નચિકેત ભાઈ: હા અમે પણ એવું જ ઇચ્છીએ છીએ કે તું આગળ વધ... તને અમારા કરતાં પણ વધુ સપોર્ટ મળશે.. છતાં પણ અંતિમ નિર્ણય તારો જ રહેશે...

નીશિતા બહેન: બેટા, તારા સપનાઓને તારા કરતાં પણ તારા પપ્પા વધુ જાણે છે. એમણે સમજી વિચારીને જ કંઈ નક્કી કર્યું હશે...

ઉર્વી: ઓકે માય ડિયર પેરન્ટ્સ... આઈ એમ રેડી ટુ મીટ...

ત્યાં તો બીજી મર્સિડીઝ આવીને ઊભી રહી અને તેમાંથી બે જણ ઉતર્યા. એક હતા આધેડ વયના પુરુષ અને બીજો તેનો દિકરો ધી મોસ્ટ હેન્ડસમ યંગ મેન અક્ષિત... ઉર્વી નું ધ્યાન આધેડ વયના પુરુષ પર પહેલાં ગયું.

ઉર્વી: અરે સર તમે...??!!!!!!! પપ્પા, આ સર તો અમારી કૉલેજ માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી આવ્યા હતા. તેમણે જ મને સિલેક્ટ કરી છે.

નચિકેત ભાઈ: વેલકમ મિસ્ટર શર્મા... વેલકમ અક્ષિત બેટા.... બેટા ઉર્વી, તે સાચું કહ્યું તેમણે જ તને સિલેક્ટ કરી છે...

ઉર્વી એ એક નજર અક્ષિત તરફ કરી અને પપ્પા ની વાત થી શરમાઈ ગઈ. બધા હસી પડ્યા ... ઉર્વી અને અક્ષિત વચ્ચે વાત થઈ અને પછી વડીલો વચ્ચે વાત થઈ બધું ગોઠવાઈ ગયું. અક્ષિતના પરિવાર માં માત્ર તે બંને બાપ - દિકરો જ હતા. બહેન હતી પણ તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને માતા પાચેક વર્ષ પહેલાં જ સ્વર્ગવાસી થયેલા.ઉર્વી ની તો હા હતી પરંતુ ઘરમાં કોઈ સ્ત્રી નહિ એટલે નીશિતા બહેન હા - ના કરતાં હતા પરંતુ અંતે તે માની ગયા.

શહેરના સૌથી ધનાઢ્ય પરિવારોમાં ગણતરી થતાં બે પરિવારોના સંતાનો ના લગ્ન માં શું બાકી હોઈ!!! ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. બંને પરિવારો સંતાનોની ખુશી થી ખુશ હતા. ઉર્વી તેના ગૃહસ્થ જીવનમાં ખુશ હતી. એક વર્ષ હસી ખુશી માં વીત્યું. અક્ષિત ઉર્વીની ખૂબ કેર કરતો. તેના બીઝી દિવસમાં પણ તે ગમે તે રીતે ઉર્વી માટે સમય કાઢી લેતો. માત્ર 1 વર્ષ માં જ સૌને ખુશી સમાચાર પણ મળ્યા. અક્ષિત અને ઉર્વી ને ત્યાં દિકરી નો જન્મ થયો. તે પણ ઉર્વી ના બર્થ ડે ને દિવસે જ... દિકરી નું આગમન અને ઉર્વીના બર્થ ડે ની ખૂબ રંગેચંગે ઉજવણી કરી. સૌ ખૂબ ખુશ હતા. પરંતુ આ બધામાં ઉર્વીનું ભણતર અને સ્પોર્ટ્સ બંને છૂટી ગયા. જ્યારે જ્યારે ઉર્વીને આ યાદ આવતું ત્યારે તે આખો દિવસ દુઃખી રહેતી. દિકરી 11 માસની થઈ ગઈ. ઉર્વી હવે ઘરમાં ને ઘરમાં ખૂબ કંટાળી જતી હતી. નોકર - ચાકર ની કોઈ કમી ન હતી. તેથી ખાસ કઈ કામ રહેતું નહિ. તેને પોતાનું કરિયર ડૂબતું દેખાતું હતું. અત્યાર સુધીની પોતાની મહેનત પર જાણે કે પાણી ફરી વળ્યુ. ઘરમાં બેસી રહીને જિંદગી પસાર કરવી એ તેના માટે અસહ્ય દુઃખ હતું.તેમ છતાં પણ સંસ્કારી પરિવાર ની દિકરી ઉર્વી એક શબ્દ ના બોલી. અક્ષિત નો બિઝનસ ખૂબ સારો ચાલતો. હવે તે એટલો બધો બિઝી રહેતો કે પૂરતો સમય ઉર્વીને અને દિકરી ને આપી ના શકતો. બંને પરિવારના બંગલા બાજુ બાજુમાં જ હતા તેથી ઉર્વી ક્યારેક મમ્મી પપ્પા પાસે જઈને સમય પસાર કરતી.

દિકરી એક વર્ષ ની થઈ. પહેલો જન્મદિવસ.... ઉર્વી અને દિકરી ના જન્મદિવસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અક્ષિતે સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન કરેલું. શહેરના અન્ય ધનાઢ્ય પરિવારો આ આયોજન જોઈને મોમાં આંગળા નાખી ગયેલા. બોલીવુડ સેલેબ્સ પણ પાર્ટીમાં હાજર હતા. બધા ખૂબ મોંઘીદાટ ગિફ્ટસ લઈને આવ્યા હતા. અક્ષિત શું ગિફ્ટ આપશે તેના પર તો મીડિયા ની પણ નજર હતી. કેક કટ થઈ... ધીમું ધીમું રોમેન્ટિક મ્યુઝિક વાગી રહ્યું હતું. એવામાં અક્ષિતે માઇક હાથમાં લીધું....

અક્ષિત: વેલકમ ઓલ લેડિઝ એન્ડ જેન્ટલમેન... આજે મારા માટે ડબલ સેલિબ્રેશન નો દિવસ છે. કદાચ મારાથી વધુ આ પાર્ટીમાં કોઈ ખુશ નહિ હોઈ. પરંતુ હું આજે મારાથી પણ વધુ કોઈ ને ખુશ કરવા ઇચ્છુ છું. એ વ્યક્તિ કે જે માત્ર મારો નહિ મારા પરિવારનો શ્વાસ છે. તેના વગર હું અને મારું ઘર બંને નિષ્પ્રાણ થઈ જઈએ... ઉર્વી, પ્લીઝ કમ...

તાળીઓનો ગડગડાટ થયો. ઉર્વીને આજે અક્ષિત કંઇક અલગ જ હોય તેવું લાગતું હતું... ઉર્વી પણ સ્ટેજ પર પહોંચી. અક્ષિતે ઉર્વીને પોતાની એકદમ નજીક બોલાવી. જેવી ઉર્વી નજીક આવી કે તરત જ અક્ષિત પોતાના એક પગ પર પ્રપોઝની મુદ્રામાં બેસી ગયો. ઉર્વી અવાક્ હતી. અક્ષિત શું કરે છે તેને કંઈ સમજાતું ન હતું... અક્ષિતના એક હાથ માં માઇક અને બીજા હાથ માં એક કવર હતું.

અક્ષિત: ઉર્વી, તે મારા મકાન ને ઘર બનાવવામાં તારા સપનાઓ હોમી દીધા. તે મારા માટે અને પરિવાર માટે નિઃશબ્દ બનીને જે કંઈ પણ કર્યું છે તેની સામે તારી આ ગિફ્ટ ખૂબ ઓછી છે. ઉર્વી હું ઇચ્છુ છું કે તું પણ તારા સપનાઓ ને સાકાર કરે. આ કવર માં હું તને તારા સપનાઓ ગિફ્ટ કરું છું. આ કવર માં છે તારા હાયર એજ્યુકેશન માટેનો એડમીશન લેટર અને ચેસ માટેનો નોમીનેશન લેટર.... હેપી બર્થડે માય સ્વીટ હાર્ટ...

ફરીવાર તાળીઓનો ગડગડાટ થયો. ઉર્વી પાસે બોલવા માટે કંઈ શબ્દો ના હતા. માત્ર આંખો બોલી રહી હતી. અશ્રુધારા સાથે ઉર્વીએ અક્ષિતને ઉભો કર્યો અને બધાની વચ્ચે જ તેને વળગી પડી. બરાબર તે સમયે જ ઉર્વી માં રહેલું વાયુ તત્ત્વ જાગૃત થયું. તેના પતિમાં તેને પોતાના વાયુ તત્ત્વ ના દર્શન થયા....

વાયુ.... પરિસ્થિતિ પ્રમાણે ગતિ કરનાર... સતત આસપાસ... શ્વાસ... જેના વગર જીવન શક્ય નથી...


💦"અણધારી આ હલચલ થઈ ગઈ,
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
પાંખડી મનની શતદલ થઈ ગઈ."💦


– દેવિકા ધ્રુવ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED