પંચતત્ત્વ - (2) - પૃથ્વી Charmi Joshi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

પંચતત્ત્વ - (2) - પૃથ્વી

ઉર્વી આજ સવારથી જ ખૂબ ઘબરાયેલી હતી... કોઈને કંઈ કહી શકતી ન હતી... આજ તો સ્કૂલે જવા પણ ઈચ્છતી ના હતી પણ તેની મમ્મી ને ખબર હતી કે આજે ઉર્વીની યુનિટ ટેસ્ટ છે એટલે તે ઉર્વીને જવા માટે આગ્રહ કરી રહ્યા હતા. મનેકમને ઉર્વી શાળાએ ગઈ... ટેસ્ટ પણ ભરી અને ચૂપચાપ ઘરે આવી કંઈ જ વધુ વાતો કર્યા વગર તેના રૂમ માં ચાલી ગઈ ... એ પછી બે દિવસ એ શાળા એ જ ન ગઈ.... નિશિતા બહેન ખૂબ ચિંતા કરતાં હતાં કે ઉર્વી ને થયું શું...!!! પણ તેઓ કઈ જાણી ના શક્યા... સાંજે ઉર્વીના પપ્પા ઘરે આવ્યા... ત્યારે તેના મમ્મી એ બધી વાત કરી...

નચિકેત ભાઈ: આજે ઉર્વીની શાળાએ થી તેના મેડમ નો ફોન હતો મને....

નિશિતા બહેન: શું થયું...???

નચિકેત ભાઈ: ક્લાસ માં ફર્સ્ટ આવનારી ઉર્વી ને યુનિટ ટેસ્ટ માં માત્ર બે માર્કસ જ આવ્યા છે... હું એકદમ ચોંકી ગયો... અરે! તેના મેડમ પણ અચંબિત હતા... થયું છે શું ઉર્વી ને...???

નિશિતા બહેન: મેં જાણવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તે કંઈ બોલતી જ નથી અને ઘણાં દિવસ થી ગુમસુમ રહે છે... શાળા એ જવાની ના પાડે છે... કહે છે કે મારે બીજી શાળામાં એડમીશન લઇ લેવું છે... મે સમજાવ્યું પણ ખરા કે આ શાળા સૌથી શ્રેષ્ઠ છે અને અહીંયા એડમીશન લેવા માટે તારા પપ્પા એ ઓળખાણ અને પૈસામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યારે માંડ કરીને એડમીશન મળ્યું છે... પણ એ જીદ લઈને બેઠી છે કે હું તે શાળામાં હવે નહિ જાઉં...

નચિકેત ભાઈ: તેના મેડમે મને કહ્યું છે કે ઉર્વીને એકવાર ગમે તેમ સમજાવી મારી પાસે લઈ આવો... ઉર્વી તેમની ઘણી નજીક છે કદાચ તેને કંઈ વાત કરે... કાલે ઉર્વીને કહેજે કે તારે એ શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ લેવા રૂબરૂ જવું પડશે એટલે મેડમ ને મળવા મારી સાથે ચાલ... બાકી હું તેના મેડમ સાથે ફરી એક વાર વાત કરી લઈશ...

નિશિતા બહેન: ઓકે... હું એવું જ કરીશ....

બીજે દિવસે શાળાએ પહોંચ્યા ત્યારે મેડમ એ ઉર્વી સાથે વાત કરી પણ તેમને પણ કંઈ જાણવા ના મળ્યું... ઉર્વી કશું જ બોલવાને બદલે માત્ર રડી રહી હતી... મેડમે તેને સમજાવી આજનો દિવસ વર્ગ માં બેસવા કહ્યું અને તેના મમ્મી ને ઓફિસ માં બેસાડ્યા અને તેમની સાથે વાત કરી... વર્ગમાં આજે તેના શિક્ષકે બધાને ટેસ્ટ બુક પાછી આપી અને તેમાં ઘરેથી પેરન્ટ્સ ની સહી કરાવી લાવવા કહ્યું... રિશેસ પડી.. ઉર્વી આજે સાથે બેગ લઈને ગઈ ના હતી. તેથી તેની બેંચ પર જ બુક મૂકી તે દિયા સાથે બહાર ગઈ... ફરી આવી તો તેના મમ્મી લેવા માટે આવી ગયા... તે ટેસ્ટ બુક લઈને ઘરે આવતી રહી... તેણે તે બુક ટીવી ના ટેબલ પર જ મૂકી દીધી અને રૂમમાં જતી રહી. તેને તો એમ જ હતું કે હવે મારે તે શાળામાં જવાનું નથી... મારું એલ સી હવે આવી ગયું છે... સાંજે તેના પપ્પા ઘરે આવ્યા ત્યારે મમ્મી એ બધી વાત કરી...અચાનક જ પપ્પાની નજર તે બુક પર પડી... તેણે હાથ માં બુક લઈને જોયું તો તેમાં એક લેટર હતો...જેનાથી ઉર્વી અજાણ હતી... પપ્પા એ તે પૂરો લેટર વાંચ્યો. તેમાં લખેલું હતું,
" સારું થયું તને અક્કલ આવી ગઈ... હવે આ શાળામાં રહેવું હોઈ તો મોં બંધ કરીને જ રહેવાનું... બાકી તારું નામ બદનામ કરતાં મને માત્ર એક ક્ષણ નો જ સમય લાગશે... મારા વિશે કોઈને કંઈ પણ કીધું તો તારા માં બાપની આબરૂ નહિ રહે અને તારી હાલત પણ એવી જ થશે જેવી તે સ્મિતા ની હાલત જોઈ હતી... મારી સામે બોલી હતી ને તું...??? હવે તને ખબર પડી કે હું કોણ છું...!!! - યુગ"

પપ્પા દોડી ને ઉર્વીના રૂમમાં ગયા અને કહ્યું, " બેટા, આ યુગ કોણ છે...??? મને બધી વાત કર... હું તારી સાથે છું... મને તારા પર પૂરો ભરોસો છે. મને મારી આબરૂ કરતાં મારી દિકરી વધુ વ્હાલી છે... શું થયું કહે મને... તારા પપ્પા માં બધાને પહોંચી વળવાની તાકાત છે."

પપ્પા નો આવો ભરોસો જોઈને ઉર્વી એ રડતાં-રડતાં બધી વાત કરી કે, "યુગ તેના શાળામાં તેનાથી સિનિયર છે અને જુનિયર ગર્લ્સ પર તે રેગિંગ કરે છે અને તેને પરેશાન કરે છે. ગર્લ્સ ને કોઈને કોઈ રીતે બ્લેકમેઇલ કરે છે. જ્યારે મારી ફ્રેન્ડ સાથે આવું થયું ત્યારે મે અવાજ ઉઠાવ્યો.. તો તેણે બધાની વચમાં મારી મજાક બનાવી અને મને ધમકીઓ આપી.તે કોઈ પૈસાદાર પિતા નો દિકરો છે એટલે તેને કોઈની બીક નથી."

બીજે દિવસે પપ્પા શાળા એ ગયા અને આચાર્ય મેડમ ને બધી વાત કરી... આચાર્ય મેડમે તે જ દિવસે અન્ય ગર્લ્સ ને બોલાવી ખરાઇ કરી યુગ ને શાળા માંથી બરતરફ કર્યો અને ઉર્વીનું તેની બહાદુરી માટે સન્માન કર્યું... આ સન્માન ઉર્વી એ તેના પપ્પા ના હાથે સ્વીકાર્યું...

બરાબર તે જ ક્ષણે ઉર્વીની અંદરનું પૃથ્વી તત્ત્વ જાગૃત થયું.... પપ્પા માં તેને પ્રકૃતિના પૃથ્વી તત્વના દર્શન થયા... પૃથ્વી તત્ત્વ... નક્કર... મજબૂત... અડીખમ... ઉર્વી ના અંતર મનમાંથી ઉઠતો અવાજ.....


🎶તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !🎶


- ઉશનસ્