The Author Jasmina Shah અનુસરો Current Read કાવ્ય સંગ્રહ - 4 By Jasmina Shah ગુજરાતી કવિતાઓ Share Facebook Twitter Whatsapp Featured Books જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... ઉર્મિલા - ભાગ 7 ડાયરી વાંચવાના દિવસે ઉર્મિલાના જીવનમાં જાણે નવી અનિશ્ચિતતા આ... રાય કરણ ઘેલો - ભાગ 1 ધૂમકેતુ ૧ પાટણપતિ આખી પાટણનગરી ઉપર અંધકારનો પડછાયો પડ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી કવિતાઓ કુલ એપિસોડ્સ : 6 શેયર કરો કાવ્ય સંગ્રહ - 4 (3) 1.4k 4.2k " વરસાદનું એક બુંદ " રહીને ઘણું બધું કહી જાય છે તું. વગર કહ્યે ઘણું બધું સમજી જાય છે તું. ગ્રીષ્મના બપોર પછીનું વરસાદનું એક બુંદ છે તું. ભીની માટીની સુગંધ અને શીતળતાનો... અહેસાસ છે તું. ભર ઉનાળે વરસાદની હેલી બની જાય છે તું. જાણે રણમાં મીઠા પાણીનું ઝરણું... જ્યારે આમ અચાનક આવી જાય છે તું. ~ જસ્મીન" વિશ્વાસ " એકાંતમાં સ્મરણથઇનેઆવો છો...!!! રાત આખી જાગરણ થઇ આવો છો. આભાસમાં મૃગજળ થઇ આવો છો...!!! બારણે આભાસ થઇ આવો છો, હાથમાં સરકતી રેત થઇ આવો છો...!!! શ્વાસમાં નિશ્વાસ થઇને આવો છો, આમ, આવો તો છો પણ.... યાદમાં વિશ્વાસ થઇ આવો છો. -જસ્મીના શાહ" મોબાઇલ " રાત્રે સૂતાની છેલ્લી મિનિટે મોબાઇલ, સવારે ઉઠીને પહેલી મિનિટે મોબાઇલ, છોકરાઓને બગાડે આ મોબાઇલ, સૌને રવાડે ચઢાવે આ મોબાઇલ, વૉટસઅપ, ફેસબુક, ટિવટર ચલાવે મોબાઇલ, ગુગલથી દુનિયા આખી હાથમાં લાવે આ મોબાઇલ, ઘર બેઠાં બીજા દેશ વાત કરાવે મોબાઇલ, અનેકના ઘરમાં ઝગડા કરાવે મોબાઇલ, બાળકોની રમત છે મોબાઇલ, યુવાપેઢીનો નશો છે મોબાઇલ, વૃદ્ધોનો ટાઇમપાસ છે મોબાઇલ, આખરે મારો ને તમારો સાથી છે.......આ મોબાઇલ... -જસ્મીના શાહ" તન્હાઈ " હઁસકે જવાબ દે દેંગે પૂરે જમાને કો.. પર ઇન આઁખો કી નમીકા કયા કરે ? દુનિયા ભરકી ખુશીયાઁ ડાલ દી તેરી ઝોલીમેં, પર ઇન બેઇમાનીકા કયા કરે ? ખુશી સે જી તો લેંગે જિંદગી... પર ઇન તન્હાઇયોકા કયા કરે ? તૂજસે નારાજ નહી નારાજગી ખુદસે હૈ, અપની હી ગલતફહેમીયોંકા કયા કરે ? હઁસકે જવાબ દે દેંગે પૂરે જમાને કો.. પર ઇન આઁખો કી નમીકા કયા કરે ? ~ જસ્મીન" દિલના દરવાજે " કેદ કરી લઉ બધું જ પણ દિલના દરવાજે તાળું નથી હોતુ. ખરીદી લઉ તારા દુઃખને પણ લાગણી ઓને ભાડું નથી હોતુ. પોતાના કહી દીધા પછી તારું અને મારું નથી હોતુ. માંગે છે દુઃખ તારું સરનામું મારે આપવુ નથી હોતુ. ઉછીનો આપજે થોડો સમય, મૃત્યુનું ઠેકાણું નથી હોતુ. છે દરિયો વિશાળ પણ તેનું પાણી સારું નથી હોતુ. નદી ઘણી નાની પણ તેનું પાણી ખારું નથી હોતુ. હરેક મજબૂર છે કુદરત આગળ ત્યાં કોઈનું ધાર્યુ નથી હોતુ. કેદ કરી લઉ બધું જ પણ દિલના દરવાજે તાળું નથી હોતુ. ~ જસ્મીન" મારી દીકરી " સમય વીતી ગયો પણ..તારી યાદ ખૂબ સતાવે છે. પોતાનાને પારકા કરી ચાલી..... એ વાત મને હચમચાવે છે....!! તારું એ નિર્દોષ હાસ્ય.... નજર સામે દેખાય છે તું. તને કેમ કરીને ભૂલવી મને પૂછું છું હું...? કોણ કહે છે..? તું પારકી છે..? મારું જ પ્રતિબિંબ છે. અહીં આવજે જરા તને મન ભરીને જોઈ લઉ, ચાલી જજે પાછી..નહીં રોકુ..તને બાથમાં તો ભીડી લઉ.... મારા ભાગની બધી જ ખુશી તને મળી જાય. મારી દીકરી....મારી લાડલી.... હંમેશા ખુશ રહેજે તું.... -જસ્મીના શાહ " પહેલો પ્રેમપત્ર " પહેલો એ પ્રેમ પત્ર હતો... જ્યારે અમારી વચ્ચે પહેલા પ્રેમનો એકરાર થયો હ્રદયમાં એ આનંદ અનેરો, ખાસ હતો.... કંઈક ઘણુંબધું મેળવી લીધાનો અહેસાસ હતો.... એકબીજાની સતત ચિંતાનો આભાસ હતો... હું એ જ તું ને તું એ જ હું નો પ્રાસ હતો... એના માટે હું અને મારા માટે એ ખાસ હતો... પ્રેમ એ જ સમગ્ર જીવનનો ક્યાસ હતો... ગહન એ પ્રેમનો લગ્ન જ પ્રસ્તાવ હતો... સાથે વૃદ્ધ થવાનો નિર્ણય જ હાંશ હતો... પ્રેમ જ સમગ્ર અસ્તિત્વનો આધાર હતો... - જસ્મીના શાહ 'જસ્મીન'. " હાઈકુ "ન જ ભૂલાય સંબંધની સુવાસ સ્વાર્થી દુનિયા~ જસ્મીન ‹ પાછળનું પ્રકરણકાવ્ય સંગ્રહ - 3 › આગળનું પ્રકરણ કાવ્ય સંગ્રહ - 5 Download Our App