“બાની”- એક શૂટર - 59 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 59

બાની- એક શૂટર

ભાગ : ૫૯


"એ હથિયાર નાંખી દો..!!" પોલિસ ઈન્સ્પેકટરે રાડ પાડી.

અચાનક ઘેરી વળેલી પોલીસને જોઈને બાની થતાં બાનીના સાથીદારો ચોંકી ઉઠ્યા.

"મિસ્ટર એહાન શાહ કોણ છે....??" પોલીસ ઈન્સ્પેકટરે ચારેતરફ નજર દોડાવતાં કહ્યું.

"સર...!! હું જ છું એહાન શાહ...!! મેં જ તમને લાગાદાર મિસીસ આરાધનાના બંગલેથી મેસેજ કર્યા હતાં. તેમ જ આ અડ્ડાનું એડ્રેસ પણ મોકલ્યું...!!" એહાને ગૌરવતાથી આગળ આવતા કહ્યું.

સાંભળીને બાનીના ચહેરાનો રંગ ઉડી ગયો. એ એહાનના ચહેરાને જોતી જ રહી ગઈ. ટિપેન્દ્ર, ઈવાન તેમ જ મિસીસ આરાધના પણ ચોંકી ઊઠ્યાં. બાનીના હાથમાં અત્યારે પિસ્તોલ ન હતી પરંતુ એની સાથે ઉભેલો એક સાગીરતે હાથમાં રહેલી પિસ્તોલને નીચે રાખી.

"સરેન્ડર કરી દો." પોલીસ ઈન્સ્પેકટરે ફરી રાડો પાડી. બે મહિલા હવાલદાર, પોલીસ ટુકડીમાંથી આગળ આવી એક બાની પાસે તેમ જ બીજી મહિલા હવાલદાર મિસીસ આરાધના તરફ ગઈ.

ટિપેન્દ્ર ઈવાનની નજર બાની તરફ જ હતી. બાનીએ ટિપેન્દ્ર ઈવાન સાથે નજર મેળવી અને આંખ બંધ કરીને સરેન્ડર માટેનો ઈશારો કર્યો.

એહાન બાની તરફ વળ્યો.

"આઈ એમ સોરી બાની...!!" એહાને કહ્યું.

"વિશ્વાસઘાત....!!" બાની ચીખી.

"ના બાની....!! હું મુસીબતમાંથી તને બચાવા માંગુ છું. તું ક્રાંતિકારી બનવા માંગે છે પરંતુ એનો અંજામ...!!" એહાને કહ્યું ત્યાં જ બાની બરાડી,"એયયયય્યય......!!"

એ એહાનની વધુ નજદીક આવી. મહિલા હવાલદારે બાનીના બંને હાથ પાછળથી પકડી લીધા. પરંતુ બાની ઝઝૂમતી કહેવા લાગવા, "એયય...!! ના હું ક્રાંતિકારી છું ના હું બનવા માંગતી છું. ના મારું કોઈ સંઘટન છે. આ લડાઈ મારી પોતાની છે. મારી નિર્દોષ બેસ્ટ ફ્રેન્ડ જાસ્મિનની નિર્દયતાથી હત્યા કરાઈ એના પ્રતિશોધની લડાઈ છે."

"તો બાની તને કાનૂનની મદદ લેવા જોઈતી હતી. આ લડાઈ તું પોતે કેવી રીતે લડી શકે તેમ જ તું પોતે ગુનેગારોને સજા કેવી રીતે આપી શકે??" એહાને દલીલ કરી.

"કાનૂનની મદદ....!!" બાની ખડખડાટ હસી પડી પછી એકદમ ગંભીર થઈને કહ્યું, "જાસ્મિનની હત્યાનું આખું ષડ્યંત્ર એવું રચવામાં આવ્યું કે બાની પર બધા આરોપો આસાનીથી મૂકી શકાય. સબૂતના નામે જાસ્મિન લિખિત ડાયરી ઈન્સ્પેકટર ગૌતમ જૈસ્વાલને સોંપવામાં આવી. તો એમનું પણ એક્સીડેન્ટ દ્વારા મૌત નિપજાવામાં આવ્યું." બાનીએ આક્રોશથી કહ્યું.

"બાની...!! એક ઈન્સ્પેકટરના મૌતથી આખું ડિપાર્ટમેન્ટ ખાલી નથી થઈ ગયું. અમારી તપાસ જારી રહેતે જો તમે સમયસર અમારો સાથ આપતે. મિસ્ટર એહાન શાહે અમને તમારા કેસ વિશેની માહિતીથી અવગત કરાવ્યા છે. તમારી ભલાઈ એમાં જ છે કે અમારા પર વિશ્વાસ રાખી પોતાને તેમ જ સાથીદારો સાથે સરેન્ડર કરી દો. તમારો કેસ ફરી રીઓપન કરવામાં આવશે. હું ઈન્સ્પેકટર વરુણ રાઠોડ. મારા પર વિશ્વાસ રાખજો. ગુનેગારોને કઠીનથી કઠીન સજા થશે જ તેમ જ તું પોતે સરેન્ડર કરીને જેટલા પણ ગુના આચર્યા છે એનો કબૂલ કરશે તો કાનૂન તમને તેમ જ તમારા સાથીદારોને ઓછી સજા કરશે." ઈન્સ્પેકટર વરુણ રાઠોડે બાનીને સમજાવાનો પ્રયત્ન કર્યો.

"બાની હું પણ એ જ ચાહું છું કે તું, તેમ જ મારી જેમ આપણા બધા જ સાથીદારો સરેન્ડર કરી નાંખતા જ ઓછી સજા ભોગવીશું. હું ચાહું છું કે તું સજા ભોગવ્યા બાદ એક સારું જીવન વ્યતિત કરે." એહાને કહ્યું.

બાનીએ દલીલબાજી કરવાની છોડી દીધી. એ જાણી ચુકી કે હવે કશા પણ પ્રકારનું કશું જ થવાનું ન હતું. એહાનની વધુ પડતી નૈતિકતા આજે ફરી એને ભારી પડી રહી હતી. એના પર હરહંમેશ રાખવામાં આવતો વિશ્વાસનો ઘાત થઈને જ રહેતો.

ગ્લાનિ અવસ્થામાં બાનીએ ફરી એક નજર ટિપેન્દ્ર તેમ જ ઈવાન પર નાંખી.

ઈવાન તેમ જ ટિપેન્દ્રએ મોઢામાંથી એક પણ શબ્દ કાઢ્યા વગર પોતાનો હવાલો પોલીસને આપી દીધો.

મિસીસ આરાધનાની પણ ધરપકડ કરવામાં આવી. મિસીસ આરાધનાનો એક હાથ પકડી મહિલા હવાલદાર આગળ ચાલવા લાગ્યાં. મિસીસ આરાધનાએ હજુ પણ હાર માની ન હતી. ચહેરા પર ખંદુ સ્મિત લાવી બાની સમક્ષ આવીને ધીમેથી કહ્યું,"મિસ બાની...!! એહાને કેટલું સારું કામ કર્યું નય?? આખરે મા છું. મારો વિચાર પહેલા કર્યો. હું તો બહાર નીકળી જઈશ બાની...!! તું જેલમાં સડીશ બાની...!!"

"મિસીસ આરાધના...!! તારી મૌત તો નક્કી જ છે." બાનીએ વિશ્વાસથી કહ્યું.

"અ...અ....મૌત...!! અમારું મૌત પણ કશું બગાડી ન શકે... કેમ કે અમારી સાથે લક છે." બાનીએ જેટલી વિશ્વાસથી કહ્યું એના કરતાં વધારે વિશ્વાસથી આરાધનાએ કહ્યું. બાનીનું માથું ચકરાવા લાગ્યું. એના સીનામાં આક્રોશની અગ્નિ ભડકી રહી હતી. પરંતુ એના ચહેરા પર એને નીરવ શાંતિ આણી.

બાની, એહાન સહિત બાનીના એક એક સાથીદારોને પોલીસે ધરપકડ કરીને અડ્ડામાંથી કાઢ્યા અને પોલીસ વેનમાં બેસાડ્યા. તેમ જ બાનીએ જે પણ દુશ્મનનાં સાગીરતોને બાનમાં રાખ્યા હતાં એની પણ ધરપકડ કરવામાં આવી. બાનીના સાગીરતોમાંથી બે સાગીરત લાપતા હતાં. એક કેદાર અને બીજો રૂસ્તમ...!!

****

ન્યૂઝ ચારે દિશામાં આગની જેમ ફેલાઈ ચૂકી હતી. દરેક ન્યૂઝપેપર તેમ જ મીડિયામાં 'બાની-એક શૂટર' ફિલ્મની અભિનેત્રી મિસ પાહી એ જ બાની છે એના સમાચારો વહેતા થઈ ગયા. આઠ વર્ષનો કેસ ફરી રીઓપન થશે એવી ન્યૂઝ ચેનલો પર ચર્ચાનો વિષય બન્યો. આઠ વર્ષ પહેલાંની એક એક ઘટનાની કલીપ થતાં ન્યૂઝ ફરી દરેક ચેનલો પર ચાલવા લાગી. જાસ્મિન હત્યાકાંડ હેડલાઈનનાં બદલે ન્યૂઝ ચેનલોની હેડલાઈન 'બાની-એક શૂટર' ના નામે મસાલા સાથે ચાલવા લાગી.

****

બાનીનાં પરિવારને જાણ થતાં જ તેઓ પોલીસચોંકી ધસી આવ્યાં હતાં. બાનીને જૈલમાં નાખી દેવામાં આવી હતી. પરંતુ બાની સ્વંય કોઈને પણ મળવા માંગતી ન હતી. એટલી ઉથલપાથલ થવા છતાં પણ એને પોતાનું દિમાગ શાંત કરી રાખ્યું હતું. એના દિમાગમાં ફક્ત જાસ્મિનની હત્યા કરનાર માસ્ટરમાઈન્ટ સુધી પહોંચી વળવા માટેની રણનીતિ ચાલી રહી હતી. કેદાર અને રૂસ્તમ લાપતા હતાં એનો ભારે સંતોષ હતો બાનીને...!! વિશ્વાસું આદમીનાં નામે કેદાર એનો ખાસ સાથીદાર લાપતા હતો. ફક્ત એક આશા પોલીસના સિકજામાંથી બહાર નીકળવા માટેની એને કેદાર પર રાખી હતી.

શાંત ચિત્તે ફક્ત એ જાસ્મિનની ડાયરીનાં પેજ પર લખેલું લખાણને યાદ કરતી રહી. જાસ્મિન સાથે થયેલી છેલ્લી વાતોને એ યાદ કરતી રહી. એમાંથી એ તાર્કિક માર્મિક અર્થ કાઢવાનો પ્રયત્ન કરતી રહી. પરંતુ એને કશું પણ જડતું ન હતું. છેલ્લે થયેલી મિસીસ આરાધનાનાં શબ્દો પણ એણે એક ચેલેન્જની જેમ યાદ આવતાં ગયા...."અ...અ....મૌત...!! અમારું મૌત પણ કશું બગાડી ન શકે... કેમ કે અમારી સાથે લક છે."

બાની મનમાં બબડી અને મિસીસ આરાધનાનાં શબ્દો ધોહરાવ્યાં,"અમારી સાથે લક છે.....!!"

બાની ફરી એ જ શબ્દોનો ઉપયોગ કરીને પોતાની સાથે જ પ્રશ્નો પૂછવા લાગી," અમારી સાથે લક છે....??"

બાનીએ ફરી શબ્દો પર ભાર આપ્યો, "અમારી સાથે લક છે....!! એટલે મિસીસ આરાધના પાસે એવું કયું લક હોઈ શકે જે એને આ જૈલનાં સળિયામાંથી પણ બચાવી શકે....??!!"

"લક....!!" બાનીએ દિમાગ પર જોર આપ્યું. ત્યાં જ સામે રહેલા ઈન્સ્પેકટર સાથે વાત કરી રહેલ શખ્સનો સ્વર સંભળાયો. એ સ્વરને એ સારી રીતે પિછાણતી હતી. એ સ્વર ઈવાનનાં ડેડી દિપકભાઈ જોશીનો હતો જે પોતાની આગવી ઓળખથી ઈવાનને છોડાવવા માટેની ખટપટ વકીલ સાથે લાવીને ઈન્સ્પેકટર સાથે કરી રહ્યાં હતાં.

દિપકભાઈ જોશીનો સ્વર એ ખૂબ જ ધ્યાનથી સાંભળવા લાગી. એનું દિમાગ તેજ ગતિએ ચાલવા લાગ્યું.


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)