પ્રિયા હવે ડાયરી લઈ રોહન અને અમિત પાસે જાય છે. તે બધી વાત તે બંને ને કરે છે. હવે તેમના માટે મોટો પ્રશ્ન એ હતો કે તેનો કેસ લડશે કોણ? શહેર ના દરેક વકીલ એ તેના કેસ લડવા માટે ના પાડી દીધી હતી. તે લોકો હવે પ્રિયા ના ઘરે જાય છે. પ્રિયા ને ખબર હતી કે હવે આ ડાયરી ની મદદ થી જ તે આ અજાણ ઔરત કોણ છે તે જાણી શકશે.
પ્રિયા એ હવે ડાયરી ખોલી. તેમાં પહેલાં પેજ પર માત્ર નામ લખ્યું હતું ' સીમા ' . તેના નામ ની પાછળ કે આગળ કોઈ સરનેમ કે બીજું કોઈ નામ નહોતું. આગળ તેણે જોયું તો તેમાં તારીખ સાથે કોર્ટ ના જુદા જુદા કેસ વિશે માહિતી લખી હતી. તેણે તેના વિચાર એમાં રજૂ કરેલા હતા. પ્રિયા એ આગળ પેજ ફેરવ્યા. સૌથી લાસ્ટ માં પ્રિયા ના આ કેસ ની માહિતી તારીખ સાથે લખેલી હતી. તેણે તેમાં એવું લખ્યું હતું જે સત્ય હતું પણ કોર્ટ માં તે રજૂ કરવામાં આવ્યું નહોતું. પ્રિયા ને આશ્ચર્ય થયું કે સીમા ને આ બધી વાત ની કેવી રીતે ખબર પડી.
અચાનક પ્રિયા ના હાથ માંથી ડાયરી પડી ગઈ તેની સાથે તે ડાયરી માંથી થોડાક ફોટા નીચે પડી ગયા. પ્રિયા એ ફોટા લીધા અને તે જોવા લાગી. પહેલો ફોટો સીમા નો હતો જેણે વકીલ નો કોટ પહેર્યો હતો. માથા ઉપર ટોપી અને હાથ માં કાગળ હતો. આ ઉપર થી પ્રિયા સમજી ગઈ કે સીમા પણ એક વકીલ જ છે. પ્રિયા એ બીજો ફોટો જોયો તો તેમાં તેની એલ. એલ.બી ની કોલેજ હતી અને આગળ બધા વિદ્યાર્થીઓ પોતાના વકીલ ના પહેરવેશ માં ઉભા હતા. સીમા પણ એ ફોટા માં હતી. આ પરથી પ્રિયા ને તેની કોલેજ ની ખબર પડી ગઈ હતી . ત્રીજો ફોટો સીમા અને કોઈક છોકરા નો હતો. પ્રિયા સમજી કે કદાચ તે તેનો પતિ કે બોયફ્રન્ડ હોય શકે.
પ્રિયા એ આ ફોટા રોહન અને અમિત ને બતાવ્યા.
અમિત : પ્રિયા આપણે આ સીમા વિશે જાણકારી મેળવવી પડશે કદાચ તે આપણો કેસ લડવા તૈયાર થઈ જાય!
પ્રિયા : હા , એક કામ કરીએ ડૉ.અમિત તમે અને રોહન આ કોલેજ માં જઈ સીમા વિશે જાણકારી મેળવો. હું કોર્ટ માં જાઉં છું કદાચ તે આજે પણ ત્યાં ગઈ હોય.
રોહન : હા , તારી વાત સાચી છે. તે કદાચ કોર્ટ માં હોય શકે.
પ્રિયા : હા , આપણે પૂર્ણ પ્રયત્ન કરવાનો છે , આપણી પાસે આ છેલ્લો વિકલ્પ છે.
હવે અમિત અને રોહન કોલેજ જાય છે જ્યારે પ્રિયા કોર્ટ માં જાય છે. અમિત અને રોહન સીમા નો ફોટો પ્રિન્સિપાલ ને બતાવે છે . અને તેના વિશે પૂછે છે.
પ્રિન્સિપાલ : હા , આ અમારી કોલેજ ની જ વિદ્યાર્થિની છે. ખૂબ હોનહાર સ્ટુડન્ટ હતી. કોલેજ ના બધા શિક્ષકો કહેતા કે સીમા ખૂબ સારી વકીલ સાબિત થશે. પણ..
અમિત : પણ શું સર ?
પ્રિન્સિપાલ : પછી ખબર નહિ કે સીમા સાથે શું થયું , તે પછી દેખાણી જ નહિ ! કોર્ટ માં પણ ક્યાંય સીમા વકીલ તરીકે જોવા મળી નહિ. એ ક્યાં છે એ પણ કોઈને ખબર નથી.
રોહન : સર તમારી પાસે સીમા નો ફોન નંબર કે ઘર નું સરનામું કઈ હોય તો?
પ્રિન્સિપાલ : નંબર તો નથી પણ એડ્રેસ છે .પણ તે એડ્રેસ પર તે હવે રહેતી નથી.
આમ , અમિત અને રોહન ને નિરાશ થઈ કોલેજ થી જવું પડ્યું. આ બાજુ પ્રિયા ઘણા સમય થી સીમા ની વાટ જોઈ રહી હતી પણ તે તેને દેખાતી નહોતી. અચાનક એક કેસ પૂરો થયો ત્યાંથી લોકો બહાર આવી રહ્યા હતા તે લોકો વચ્ચે તેણે સીમા ને એક સાલ ઓઢી જતા જોઈ. આ વખતે પ્રિયા તેની પાસે ગઈ નહિ અને સંતાઈ ને તેનો પીછો કરવા લાગી. સીમા એક રિક્ષા માં બેસી કંઇક જવા લાગી. પ્રિયા એ તેની રિક્ષા નો પીછો કરવાનું શરૂ કર્યું. તે એક ફ્લેટ પાસે ઉતરી. પ્રિયા પણ ત્યાં જ ઉતારી ગઈ. સીમા હવે ફ્લેટ માં દાખલ થવા જતી હતી ત્યાં પ્રિયા તેનો હાથ પકડી ખેંચી ને ફ્લેટ ની બાજુમાં એક સાંકડી ગલી હતી ત્યાં લઈ ગઈ.
સીમા : અરે ! તમે અહીંયા ? અને મને ખેચિને અહી કેમ લાવ્યા ?
પ્રિયા : કેમ કે મારે તમને કંઇક દેખાડવું છે સીમા !
આ સાંભળી સીમા ને આશ્ચર્ય થયું . તે પ્રિયા ની સામે જોતી રહી.
પ્રિયા : તમે એમ વિચારો છો ને કે મને તમારું નામ કેમ ખબર ?
સીમા : હા.
પ્રિયા : આ તમારી ડાયરી. તે દિવસે તમારા થી તે પડી ગઈ હતી.
સીમા : અરે ! આ તમારી પાસે હતી? મે આ ડાયરી કેટલી શોધી મને એમ કે મે આ ડાયરી ક્યાંક ખોઈ દીધી.
પ્રિયા : મે આ ડાયરી વાંચી. તમને આ બધી વાત કેમ ખબર જે તમે આ ડાયરી માં લખી છે?
સીમા એ આ વિશે કંઈ જવાબ આપ્યો નહિ.
પ્રિયા : પ્લીઝ સીમા મને જવાબ આપો! તમને ખબર છે કે હવે અમારી પાસે કોઈ રસ્તો વધ્યો નથી. તમે જ અમારી મદદ કરી શકો છો! શું તમને નથી લાગતું કે આ નાની છોકરી માટે તેના પિતા ને ન્યાય અપાવવો જોઈએ? એક વાર આ વિશે વિચારો. આ કેસ જીતવો અમારા માટે ખૂબ અગત્ય નો છે. પ્લીઝ......સીમા
સીમા : હા , હું તમને બધું જ જણાવીશ પણ અત્યારે નહિ. તે ગમે ત્યારે અહી આવતા જ હશે..!
પ્રિયા : પણ કોણ ?
સીમા : ( ખૂબ ઉતાવળ સાથે ) આ લ્યો મારો નંબર મને આ નંબર પર એક મિસ્કોલ આપી દેજો પછી હું એ નંબર પર કોલ કરીશ.
આમ કહી તે ત્યાંથી જતી રહે છે. પ્રિયા હવે ઘરે જાય છે. અમિત અને રોહન પણ ત્યાં આવી ગયા હતા.
અમિત : પ્રિયા , કઈ ખબર પડી ત્યાં ?
પ્રિયા : હા,
રોહન : શું ?
પ્રિયા : તે ત્યાં આવી હતી. મે તેનો પીછો પણ કર્યો. પણ તેણે મને ત્યારે કઈ જણાવ્યું નહિ. તે કોઈક વ્યક્તિ વિશે કહેતી હતી કે તે હમણાં આવી જશે એટલે તેણે મને તેનો નંબર આપ્યો છે. એ ફોન કરશે મને. તમે કોલેજ ગયા હતા ત્યાં કઈ ખબર મળી?
અમિત : ના . કોઈ જાણતું નથી કે તે હવે ક્યાં છે અને શું કરે છે. પ્રિન્સિપાલ એ જણાવ્યું કે તે ક્લાસ ની હોનહાર સ્ટુડન્ટ હતી. પણ તે ક્યાંય વકીલ તરીકે જોવા મળી નહિ.
પ્રિયા : કંઇક તો થયું છે તેની સાથે. નહીતો તે આવી રીતે છુપાઈ ને કોર્ટ શું કરવા જાય!
રોહન : હા મને પણ એવું જ લાગે છે.
એ સમયે પ્રિયા ના ફોન માં સીમા નો મેસેજ આવે છે. તેને લખ્યું હતું કે," પ્રિયા આજે રાત્રે આઠ વાગે તું સવારે આવી હતી તે જગ્યા એ પહોંચી જજે. હું તને ત્યાં જ મળીશ."
પ્રિયા હવે આઠ વાગે ત્યાં જવા તૈયાર હતી. તો સીમા અને પ્રિયા વિશે શું વાતચીત થાય છે એ જાણવા માટે વાચતા રહો. ' સપના ની ઉડાન '
😊🙏' ધન્યવાદ ' 🙏😊
To Be Continue....