સપના ની ઉડાન - 25 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 25

કોર્ટ નો સમય પૂરો થતાં રોહન અને અમિત પ્રિયા ના વકીલ સાથે કોઈ કામ માટે જાય છે. તે લોકો પ્રિયા ને ઝીવા ને લઈ ઘરે જઈ આરામ કરવા કહે છે. પ્રિયા હવે ઝીવા અને રાધા માં સાથે જઈ રહી હતી ત્યાં એક ઔરત જેણે સાલ ઓઢી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો તે ઉતાવળ માં ત્યાં થી પસાર થઈ રહી હતી તેનું ધ્યાન ન હતું તેથી તે પ્રિયા સાથે ભટકાઈ ગઈ. આ સાથે તેના હાથ માં એક ડાયરી હતી તે પડી ગઈ. તે તરત ઊભી થઈ અને ત્યાંથી જવા લાગી. ઉતાવળ માં તે પોતાની ડાયરી ત્યાં જ ભૂલી જાય છે.

આ વખતે ઝીવા તે ડાયરી લે છે અને તેની પાસે જઈ કહે છે , " આંટી!"
આ સાંભળી તે ઔરત તેની સામે ફરે છે.
ઝીવા બોલી ," આંટી આ તમારી ડાયરી "
તે ઔરત તે ડાયરી લે છે અને ઝીવા ની સામે જોવે છે તે ઝીવા ની માસૂમિયત જોઈ તેનામાં ખોવાઈ જાય છે. હવે પ્રિયા અને રાધા માં પણ ત્યાં આવી જાય છે.
ઝીવા : " આંટી ! તમે શું વિચારી રહ્યા છો?"
તરત તે હોંશ માં આવી અને બોલી,
" કઈ નહિ બેટા , thank you so much. તું ખૂબ જ પ્યારી છો.". પછી તે ઝીવા ના માથા પર પ્યારથી કિસ કરે છે .
પ્રિયા : આપ કોણ છો ? મે તમને કોર્ટ માં પણ જોયા હતા.

તે ઔરત નું ધ્યાન અચાનક ડૉ.અનિરુદ્ધ ના વકીલ મી. અંકુશ પર જાય છે. તે તેની તરફ જ આવી રહ્યા હતા. તેથી તે પ્રિયા ને કંઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી દોડી ને જતી રહે છે. પ્રિયા ને આશ્ચર્ય થાય છે તે મનમાં વિચારે છે કે "આ ઔરત હતી કોણ ? અને આમ અચાનક અહી થી કેમ જતી રહી? મારા પ્રશ્નનો પણ જવાબ આપ્યો નહિ. ખેર ! જે હોય તે મારે શું કામ છે એનું! " આમ કહી તે જતી રહે છે.

હવે આગળ શું કરવું એ નક્કી કરવા પ્રિયા , રોહન અને અમિત તેમના વકીલ મી.કમલ ની ઓફિસ એ ગયા હોય છે.
પ્રિયા : મી.કમલ તમે આ કંઈ રીતે કેસ લડો છો?
કમલ : એટલે તમે કહેવા શું માંગો છો?
પ્રિયા : એટલે એમ કે તમે ડૉ.અનિરુદ્ધ ની ખિલાફ દલીલ કરી જ રહ્યા નહોતા! માત્ર તેમના વકીલ જે કહે એની સામે માત્ર એમ કહેતા હતા કે ' મારા ક્લાઈન્ટ પર ખોટો આરોપ લગાવવા માં આવે છે ! ' મી .કમલ કોર્ટ ને માત્ર એ જણાવવાનું નથી, તે સાબિત પણ કરવાનું છે એ માટે તમારે એ પ્રકાર ની દલીલ કરવી પડશે જેથી ડૉ.અનિરુદ્ધ અને તેમના સાથી આ વાત કબૂલ કરે!"
અમિત : હા , પ્રિયા એકદમ બરાબર કહે છે. રોહન તારું શું કહેવું છે?
રોહન : હા , હું પણ પ્રિયા ની વાત થી સહમત છું. મી.કમલ તમે આ રીતે કેસ લડશો તો આપણે આ કેસ હારી જઈશું.

આ સાંભળી કમલ ગુસ્સે થઈ જાય છે અને બોલે છે, " એક વાત કહો વકીલ હું છું કે તમે ?મને ખબર પડે છે કે મારે કઈ રીતે કેસ લડવો. તમને એવું જ લાગતું હોય તો તમે બીજા કોઈ વકીલ ને શોધી લ્યો ને ! સોરી , પણ હું હવે આ કેસ નહિ લડી શકું"

પ્રિયા : નહિ નહિ મી કમલ, આવી વાત ના કરો. અમે તો માત્ર તમને કહી રહ્યા હતા કે આપણે હજુ વધુ મહેનત કરવી પડશે"
અમિત : હા , મી કમલ. છતાં તમને ખોટું લાગ્યું હોય તો સોરી. અમે તમારી માફી માગીએ પણ આ કેસ ના છોડો.
રોહન : હા , પ્લીઝ....
કમલ : ઠીક છે. હવે મારી વાત સાંભળો આ મારી યોજના જ છે. તમે માત્ર થોડો ઇન્તજાર કરો . હું તમને કેસ જીતાડી ને જ રહીશ.

પ્રિયા, રોહન અને અમિત તેની વાત માની જાય છે. અને હવે બધું તેમના પર છોડી દે છે.

હવે કોર્ટ નો બીજો દિવસ હતો આ વખતે પણ ફરી બધા કોર્ટ માં હાજર રહે છે. કેસ શરૂ થાય છે પણ તે દિવસ ની જેમ જ આજે પણ બધા આરોપ પ્રિયા અને રોહન પર જ આવે છે. પ્રિયા નો વકીલ પહેલાની મુજબ જ કેસ લડે છે. આ કેસ માં કોઈ દોષિત સાબિત થતું નથી કે કોઈ નિર્દોષ સાબિત થતું નથી. બસ બંને પક્ષ ના વકીલ પોતાની દલીલ કર્યા કરે છે. આ વખતે પણ જજ નિર્ણય સંભળાવી શકતા નથી. આ દિવસે પ્રિયા ફરી કોર્ટ માં તે ઔરત ને જોવે છે. જજ ફરી નવી તારીખ આપે છે અને બધા ત્યાંથી બહાર નીકળે છે.

હવે પ્રિયા , રોહન અને અમિત કોર્ટ ની બહાર ઊભા હતા. આ વખતે પ્રિયા પેલી ઔરત ને જોવે છે. તે દૂર એક દરવાજા પાસે ઊભી હતી. તે પ્રિયા સામે જ જોઈ રહી હતી. પ્રિયા હમણાં આવું એમ કહી ને તે ઔરત પાસે જાય છે. તે ઔરત ત્યાંથી આગળ આગળ જવા લાગે છે જાણે તે પ્રિયા ને તેની પાછળ આવવા કહી રહી હોય. પ્રિયા પણ તેની પાછળ જાય છે. હવે તે ઔરત એક જગ્યા એ ઉભી રહી જાય છે. પ્રિયા પણ તેની પાસે જાય છે. તે બોલી" તમે કોણ છો ? અને કાલે તમે અચાનક ભાગી કેમ ગયા?"
તે સ્ત્રી બોલી ," એ બધી વાત પછી તે પહેલા હું તમને કંઇક દેખાડવા માંગુ છું"
પ્રિયા : હા, દેખાડો ને!
" તો ચાલો મારી પાછળ "

પ્રિયા ફરી તેની પાછળ જાય છે . તે સ્ત્રી ત્યાંના એક રૂમ ના દરવાજા પાસે ઊભી રહે છે. તે બોલી ," અહી અંદર જુવો !"
પ્રિયા દરવાજા ના કાચ માંથી અંદર જુવે છે આ જોઈ તેના હોંશ ઉડી જાય છે.

દરવાજા ની અંદર બીજું કોઈ નહિ પણ મી.કમલ , ડૉ.અનિરુદ્ધ અને મી.અંકુશ હતા. કમલ ડૉ.અનિરુદ્ધ અને અંકુશ સાથે હાથ મિલાવે છે અને અનિરુદ્ધ નોટો નું એક બંડલ મી.કમલ ને આપે છે. આ બધું પ્રિયા અને પેલી ઔરત જોઈ રહ્યા હતા. આ વખતે અનિરુદ્ધ ને લાગ્યું કે દરવાજા પર કોઈ છે તો તેણે તે બાજુ જોયું તો પ્રિયા એકદમ ત્યાંથી હટી ગઈ અને એકબાજુ સંતાઈ ગઈ. અનિરુદ્ધ જોઈ ગયો કે ત્યાં કોઈક તો છે જે તેની વાત સાંભળતું હતું. તેથી તેને એક યોજના બનાવી.

અનિરુદ્ધ એ આ વાત તે લોકો ને જણાવી દીધી. તેમણે એવું દર્શાવ્યું કે જાણે તેમને કઈ ખબર જ નથી. પ્રિયા ને થયું કે તેને કોઈએ જોઈ નથી . હવે અંકુશ અને કમલ જોર જોર થી કંઇક વાત કરવા લાગે છે. પ્રિયા આ વાત સાંભળવા માટે ફરી દરવાજા પાસે આવે છે. તે કાચ માંથી જોવે છે કે કમલ અને અંકુશ કંઇક વાત કરી રહ્યા હતા. તેને અનિરુદ્ધ ક્યાંય બતાયો નહિ . તે વિચારવા લાગી કે આ અનિરુદ્ધ આટલી વાર માં ક્યાં ગયો? થોડી વાર પહેલા તો તે ત્યાં હતો. એ જ સમયે અનિરુદ્ધ એ જોર થી દરવાજો ખોલી નાખ્યો. તે દરવાજા ની પાછળ જ સંતાયેલો હતો. આ જોઈ પ્રિયા ત્યાંથી ભાગી શકી નહિ પણ પેલી ઔરત થોડી દૂર ઊભી હતી તેથી તે તરત ત્યાંથી ભાગી ગઈ.

અનિરુદ્ધ : (શેતાની રીતે હસતાં હસતાં બોલ્યો) ઓહો ! આ તો ડૉ.પ્રિયા છે. તમને કોઈએ શીખવાડ્યું નથી કે કોઈ ની વાત સંતાય ને સંભળાઈ નહિ. પહેલાં પણ તમે આ જ ભૂલ કરી . ખેર ! જે હોય તે . અમે તો બસ તમારા વકીલ સાથે થોડી વાતચીત કરી રહ્યા હતા.
પ્રિયા : ખોટું બોલે છે ! મે તમારી બધી વાત સાંભળી લીધી છે. મી.કમલ તમે અમને ધોકો આપ્યો? અમે તમારા પર વિશ્વાસ કરતા રહ્યા અને તમે એનો ફાયદો ઉઠાવ્યો!
કમલ : ( હસતા) હા, શું કરું ડૉ. પ્રિયા! આ પૈસા એવી વસ્તુ છે ને ! ગમે તેને પોતાની તરફ ખેંચી શકે છે. અને હું તો એક સામાન્ય વકીલ છું.

અનિરુદ્ધ : ( પ્રિયા ને ચીડવતા) ડૉ.પ્રિયા તમે ખૂબ ભોળા છો. તમને શું લાગે આ કેસ તમે કરવા માગતા હતા એટલે થયો ? ના બિલકુલ નહિ. આ બધી મારી ચાલ હતી. હું જ તમને આ કેસ કરાવવા માગતો હતો. તમને શું લાગે આ વકીલ એ તમને હા શું કામ પાડી ? કેમ કે મે તેને કહ્યું હતું . પેપર માં જાહેરાત પણ મારા કહેવાથી જ તેણે આપી હતી.

પ્રિયા : ( ગુસ્સા સાથે) પણ તે આ બધું કર્યું ક્યારે?
અનિરુદ્ધ : જે દિવસે તમે મારી હકીકત જાણી ગયા હતા એ દિવસે તારા જ સાથી ડૉ. મનહર અને ડૉ. ધ્યાનાં મારી પાસે આવ્યા હતા અને તેમણે મને જણાવ્યું કે તું અને તારો ફ્રેન્ડ રોહન મારા પર કેસ કરવાના છો. આ જાણ્યા પછી અમે આ યોજના બનાવી. મી.અંકુશ ની મદદ થી બધા વકીલ ને તમારો કેસ ન લેવા માટે જણાવી દીધું. પછી અમે આ કમલ ની જાહેરાત ન્યૂઝ પેપર માં આપી . અને તમે એ જ કર્યું જે અમે તમારી પાસે કરાવવા માગતા હતા. પછી કમલ એ એવી રીતે જ કેસ લડ્યો જેમ અમે તેને કહ્યું હતું.

પ્રિયા આ સાંભળી તેમને કઈ પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. અનિરુદ્ધ , કમલ અને અંકુશ હસવા લાગ્યા તે લોકો સમજતા હતા કે હવે પ્રિયા પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે હવે તે કેસ જીતી શકશે નહિ. પ્રિયા આ બધા વિચારો સાથે બહાર જઈ રહી હતી. ત્યાં તેની નજર પેલી ઔરત પર પડી જેણે તેની મદદ કરી હતી. તેને ફરી તે ઔરત વિશે ઘણા સવાલો ઉદ્દભવા લાગ્યા. તે ઔરત બીજી બાજુ મોઢું રાખી ઊભી હતી તેથી તેને ખબર નહોતી કે પ્રિયા ત્યાં આવી રહી છે. પ્રિયા ત્યાં આવી તેના ખભા પર હાથ મૂકી બોલી " સાંભળો !"

તે ઔરત એકદમ ચોંકી ગઈ અને તેના હાથ માંથી ડાયરી પડી ગઈ તેણે જોયું તો તે પ્રિયા હતી.
પ્રિયા : તમે મને જોઈ આટલા ગભરાઈ કેમ ગયા?
તે ઔરત બોલી ," ના કઈ પણ નહિ.."
પ્રિયા : તમે કોણ છો? અને તમને કેમ ખબર કે આ બધા મળેલા છે અને તમને કેમ ખબર કે તે સમયે તે રૂમ માં તેઓ એકસાથે વાત કરી રહ્યા છે? અને તમે શા માટે મને આ બધું જણાવ્યું ? હું તો તમને જાણતી પણ નથી.

પ્રિયા ના આટલા બધા સવાલો સાંભળી તે ગભરાઈ ગઇ અને ત્યાંથી દોડી ને ભાગવા લાગી. પ્રિયા તેની પાછળ ગઈ પણ તે થોડીક વાર માં એની નજર ની સામેથી ક્યાંક જતી રહી. પ્રિયા વિચારવા લાગી કે વળી આ ઔરત છે કોણ અને મારી મદદ કેમ કરી તેણે? તે પાછી તે જગ્યા એ જાય છે તો તેની નજર તેની ડાયરી પર પડે છે. પ્રિયા તે ડાયરી લઈ લે છે.

તો આ ઔરત કોણ છે ? અને તે પ્રિયા ના આ કેસ માં કઈ રીતે મદદરૂપ સાબિત થાય છે એ જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '.
☺️ 🙏 ' ધન્યવાદ ' 🙏😊

To Be Continue...