Sapna Ni Udaan - 24 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 24

આગળ જોયુ કે અમિત પ્રિયા પાસે આવવા નીકળી જાય છે. બીજી બાજુ પ્રિયા , રોહન અને તેમના વકીલ કમલ આહુજા કેસ ની તૈયારી માટે લાગી જાય છે. ડૉ. અનિરુદ્ધ તરફ થી આ કેસ મી. અંકુશ ચૌધરી લડવાના હતા. તેઓ ખૂબ સફળ વકીલ હતા. અત્યાર સુધીનો કોઈ કેસ એવો હતો નહિ કે જે તેઓ હાર્યા હોય. ઉપરથી તેઓ અનિરુદ્ધ ના મિત્ર પણ હતા. માટે તે કમલ આહુજા ને પૂરી ટક્કર આપવાના હતા.

આજે કેસ નો પહેલો દિવસ હતો. પ્રિયા , અને રોહન ની સાથે ઝીવા અને રાધા માં પણ હાજર હતા. આ કેસ ને વધુ સખત બનાવવા તેઓ ઝીવા ને સાથે લાવ્યા હતા. જેથી કોર્ટ માં તે નાની બાળકી ની વેદના જજ સાહેબ સમજી શકે. બીજી બાજુ ડૉ. અનિરુદ્ધ , ડૉ .મિલન અને પ્રિયા અને રોહન ના સાથી જે અનિરુદ્ધ તરફ થઈ ગયા હતા તેઓ હાજર હતા. કેસ ની રજૂઆત શરૂ થવાની જ હતી ત્યાં અમિત ત્યાં પહોંચી જાય છે. તે શાંતિ થી આવીને પ્રિયા ની બાજુ માં બેસી જાય છે.

કેસ ની શરૂઆત કમલ આહુજા કરે છે,
" જજ સાહેબ ! તારીખ ૫ ઓગસ્ટ એ એક દર્દી અખિલ દેશમુખ જે ડૉ. અનિરુદ્ધ અને ડૉ. મિલન ની હોસ્પિટલ માં દાખલ હતા. તેમનું સવારે સાડા છ કલાકે મૃત્યુ થઈ ગયું. અને તે મૃત્યુ નહિ પણ મર્ડર હતું જે ખૂબ સમજી વિચારીને આ હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. એક ડોક્ટર જેણે પોતાના સ્વાર્થ માટે આ નાની છોકરી ની જીંદગી ઉજાડી નાખી. આ આઠ વર્ષ ની છોકરી ને અનાથ કરી દીધી.

અંકુશ : જજ સાહેબ ! મારા ક્લાઈન્ટ પર ખોટો આરોપ લગાવવામાં આવેલ છે. હું તમને કહું છું કે ૫ ઓગસ્ટ ની આગલી રાત્રે તારીખ ૪ ઓગસ્ટ એ શું થયું હતું. આ માટે હું ડૉ . પ્રિયા ને વિટનેસ બોક્સ માં બોલાવા માંગુ છું.

જજ હા કહે છે. અને પ્રિયા વિટનેસ બોક્સ માં આવે છે.

અંકુશ : જજ સાહેબ ! તે દિવસે સાંજે સાડા સાત વાગે મારા ક્લાઈન્ટ કામ માટે બહાર ગયા હતા. ત્યારે તેમના પર ડૉ . પ્રિયા નો ફોન આવ્યો હતો. હું ડૉ. પ્રિયા ને પૂછવા માંગુ છું કે આ વાત સત્ય છે?

પ્રિયા : હા .

અંકુશ : ડૉ. પ્રિયા તમે જણાવી શકશો કે તમે શા માટે ફોન કર્યો હતો?

પ્રિયા : હા, જજ સાહેબ તે દિવસે અખિલ દેશમુખ ને હોસ્પિટલ માં દાખલ કર્યા હતા. ડૉ. અનિરુદ્ધ એ કહ્યું કે તેમની ફી જમા થાય પછી સવારે જ તેમનું ઓપરેશન થશે. એ પછી જ્યારે ડૉ. અનિરુદ્ધ હાજર નહોતા ત્યારે મી. અખિલ ની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ઓપરેશન કરવું ખૂબ જરૂરી હતું નહિતર તેમનો જીવ પણ જઈ શકે તેમ હતો. આ જણાવવા મે ડૉ. અનિરુદ્ધ ને ફોન કર્યો હતો.

અંકુશ : તો ડૉ. અનિરુદ્ધ એ શું કહ્યું?
પ્રિયા : તેમણે સર્જરી કરવા માટે ઇનકાર કરી દિધો. અને કહ્યું કે તેની ફી ના ભરાય ત્યાં સુધી સર્જરી થશે નહિ.
અંકુશ : જજ સાહેબ ધ્યાન થી સાંભળો, ડૉ પ્રિયા એ કહ્યું કે ડૉ. અનિરુદ્ધ એ તેમને સર્જરી કરવા માટે ઇનકાર કરી દિધો. તો પણ ડૉ. પ્રિયા અને ડૉ. રોહન એ પરમિશન વગર અખિલ દેશમુખ ની સર્જરી કરી. અને તેમની સાથે ના ડોક્ટર મિત્રો ને પણ તેમાં શામિલ થવા ફોર્સ કર્યો.
કમલ : I object . હું મી.અંકુશ ને એ પૂછવા માંગુ છું કે તેમના મિત્રો કોઈ બાળક છે કે તેમને ફોર્સ કરો અને એ તૈયાર થઈ જાય. મી.અંકુશ મારા ક્લાઈન્ટ પર ખોટો આરોપ લગાવી રહ્યા છે.
અંકુશ : જજ સાહેબ એ હમણાં સાબિત થઈ જશે આ માટે હું ડૉ. પ્રિયા ના સાથી મિત્ર ડૉ.મનહર ને બોલાવવા માંગુ છું.

હવે પ્રિયા ત્યાંથી જાય છે અને મનહર આવે છે.
અંકુશ : તો ડૉ. મનહર તે દિવસે શું થયું હતું એ તમે જણાવો.
મનહર : તે દિવસે પ્રિયા અને રોહન અમારી પાસે આવ્યા અને એમને કહ્યું કે જો તમે સર્જરી નહિ કરો તો અમે ડૉ. અમિત ને કહી તમારા જનરલ માર્ક્સ ઘટાડી દઈશું. (પછી તે થોડો અચકાતા બોલ્યો ) કેમ કે ડૉ . પ્રિયા અને ડૉ.અમિત રીલેશનશીપ માં છે.
કમલ : જજ સાહેબ મારા ક્લાઈન્ટ પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

આ સાંભળી અમિત ને ગુસ્સો આવ્યો અને તે ઉભો થઇ મનહર પાસે જઈ તેનો કોલર પકડી લીધો અને બોલ્યો,
" તને શરમ નથી આવતી, તું જાણે છો ડૉ પ્રિયા આવું કહી જ ના શકે અને હું કોઈ પણ હોય મારા કામ માં ક્યારેય કોઈ સાથે અન્યાય ના કરું"

ત્યાં પોલીસ એ અમિત ને પકડ્યો અને તેનાથી અલગ કર્યો. પણ અમિત તો તેને મુકતો જ નહોતો. પછી પ્રિયા આવી અને તેને શાંત કરી બેસાડ્યો. જજ સાહેબે અમિત ને આ માટે વોરનીંગ આપી.

કમલ : જજ સાહેબ મારા ક્લાઈન્ટ એ આવું કંઈ પણ કહ્યું નહોતું. અને તેઓ હમેશાં પોતાના સંબધ ને અને ફરજ ને અલગ રાખે છે. તેમના પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

અંકુશ : જજ સાહેબ એ સમયે સર્જરી પછી ડૉ. પ્રિયા એ જણાવ્યું હતું કે સર્જરી સફળ થઈ છે પણ એ સમયે તેમના થી એક ભૂલ થઈ હતી. તેમના થી ભૂલ માં એક બ્લેડ નો ટુકડો દર્દી ના શરીર માં રહી ગયો હતો. એટલે ત્યારે તેમને થયું કે સર્જરી સફળ રહી પણ તેમની લાપરવાહી ના લીધે તે એક ટુકડા ને લીધે તેમના હર્દય ની રક્તવાહિની બ્લોક થઈ ગઈ અને હૃદય ને પૂરતું લોહી મળતું બંધ થઈ ગયું. જેના લીધે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થઈ ગયું.
કમલ : I object . આ વાત એકદમ અસત્ય છે. મી. અંકુશ ખોટા આરોપ લગાવી રહ્યા છે.

અંકુશ : જજ સાહેબ આ જોવો દર્દી નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ.

જજ સાહેબ એ જોવે છે. તેમાં મી.અંકુશ એ કહ્યું તે મુજબ જ હતું. પણ આ રીપોર્ટ અનિરુદ્ધ દ્વારા ખોટો તૈયાર કરવામાં આવ્યો હતો. તેના માટે તો આ કરવું એક સાવ નાની વાત હતી. આ વખતે પ્રિયા એક વાત નોટિસ કરી રહી હતી કે તેના વકીલ એવી કોઈ દલીલ કરી રહ્યા નહોતા જેથી પ્રિયા નિર્દોષ સાબિત થાય. તે માત્ર મી. અંકુશ ની વાતો સામે દલીલ કરી રહ્યા હતા. પણ તે કઈ સમજી શકતી નહોતી.

અંકુશ : જજ સાહેબ હું હવે મારો મુદ્દો રજૂ કરવા ડૉ . અમિત ને બોલાવવા માગું છું.

હવે અમિત વીટનેસ બોક્સ માં આવે છે.
અંકુશ : ડૉ . અમિત શું એ વાત સત્ય છે કે સર્જરી ના પહેલા જ દિવસે ડૉ. પ્રિયા થી ભૂલ માં એક બ્લેડ હાથ માંથી છટકી ગઈ હતી અને પેશન્ટ ને વાગી ગઇ હતી.?
અમિત : હા , એ સત્ય છે , પણ પછી તેમના થી આવી ભૂલ થઈ નથી. ત્યારે પહેલાં દિવસે તે નર્વસ હતા . હું ઘણા સમય થી તેમની સાથે સર્જરી કરી રહ્યો છું , તે ખૂબ હોનહાર સર્જન છે. હું નથી માનતો કે તેમના થી આ ભૂલ થઈ હોય.
અંકુશ : પણ તમે માનો છો ને કે એ વખતે ડૉ.પ્રિયા થી એ ભૂલ થઈ હતી.
અમિત : હા.
અંકુશ : તો જજ સાહેબ જે એક વાર આવી ભૂલ કરી શકે એ શું બીજી વાર આ ભૂલ ના કરી શકે? અને આવી જ ભૂલ તેમણે બીજી વાર પણ કરી.

કમલ : જજ સાહેબ હું મારા ક્લાઈન્ટ ના મિત્ર ડો. રોહન ને બોલાવા મંજૂરી માંગુ છું.
જજ : હા
કમલ : ડૉ . રોહન શું તમે સર્જરી સમયે ત્યાં હાજર હતા?
રોહન : હા .
કમલ : શું ડૉ. પ્રિયા થી આવી ભૂલ થઈ હતી?
રોહન : ના, બિલકુલ નહિ. ડૉ. પ્રિયા આવી ભૂલ કરી જ ના શકે. તેમના પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ બધું ડૉ. અનિરુદ્ધ એ કર્યું છે.
કમલ : ડૉ. રોહન અખિલ દેશમુખ ના મૃત્યુ ના દિવસે તમે લોકો ડૉ. અનિરુદ્ધ ની માફી માગવા ગયા હતા તો ત્યારે શું થયું એ કોર્ટ ને જણાવો.

રોહન : જજ સાહેબ અમે લોકો એ સમયે ખુદ ને દોષી સમજી રહ્યા હતા. એટલે અમે ડૉ. અનિરુદ્ધ પાસે માફી માગવા જવાનું નક્કી કર્યું . એ વખતે અમે જ્યારે ડૉ.અનિરુદ્ધ ની ઓફીસ એ પહોંચ્યા ત્યારે તેઓ કોઈ સાથે વાતો કરી રહ્યા હતા કે તેઓ એ કોઈ ઇંજેક્શન આપ્યું અને દર્દી મરી ગયો અને તેનો દોષ હવે તે ડોક્ટર પર આવશે જેણે સર્જરી કરી તેને બચાવ્યો.

અંકુશ : જી નહિ જજ સાહેબ ત્યાં આવી કોઈ વાત થઈ નહોતી. તે સમયે તેમની સાથે ઉપસ્થિત ડૉ. ધ્યાના ને હું બોલાવવા માંગુ છું.
ધ્યાના : જજ સાહેબ એ સત્ય છે કે અમે ત્યાં માફી માગવા ગયા હતા. પણ ડૉ. રોહન એ કહ્યું તેમ ડૉ. અનિરુદ્ધ કોઈ સાથે વાત કરી રહ્યા નહોતા. ઉપરથી એ સમયે ડૉ. પ્રિયા માફી માગવા ના બદલે ડૉ. અનિરુદ્ધ પર આરોપ લગાવી રહી હતી.
અંકુશ : તો જજ સાહેબ આ સત્ય છે ડૉ . પ્રિયા નું.

આમ બધા સબૂત પ્રિયા ની ખિલાફ સાબિત થતાં જતા હતા. પ્રિયા પાસે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કોઈ સબૂત હતો નહિ. વળી તેના સાથી ડોક્ટર મિત્રો પણ તેની ખિલાફ થઈ ગયા હતા. ત્યાં ઘંટી વાગે છે. અને કોર્ટ બંધ થવાનો સમય થઈ જાય છે. જજ સાહેબ આગળ ની કાર્યવાહી માટે બે દિવસ પછીની તારીખ આપે છે. તો પ્રિયા હવે પોતાને નિર્દોષ સાબિત કરવા શું કરે છે એ જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '.
😇 🙏 ' ધન્યવાદ ' 🙏😊


To Be Continue...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED