સૌંદર્યની માનસિકતા - ભાગ (૬) ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌંદર્યની માનસિકતા - ભાગ (૬)


કેતકી અને તાંત્રિકના ચહેરા પર પોતાના ધાર્યા કામ નિર્વિઘ્ન પાર પાડવાની ખુશી સાતમા આસમાને હતી. કેતકીનો ચહેરો પ્રફુલ્લિત થઈ રહ્યો હતો. તેણે લાગી રહ્યું હતું કે તે સુંદર બની રહી હતી. તેણે અરીસાની સામે ઊભા રહીને ખુદની ખૂબસૂરતી નિહાળવાની ઈચ્છા તીવ્ર થઈ રહી હતી, પણ તાંત્રિકની વિધિ આગળ તે પામળી હતી.
****
તાંત્રિકને અમર થવાના સ્વપ્ન વધુ નજીક આવતા નજર આવી રહ્યા હતા. તે બસ દિવાસ્વપ્નમાં જ રાચી રહ્યો હતો.
****
પી.એસ.આઇ. વિનોદ ભટ્ટ હજુ રોહનના ગુમ થયાનો કેસ સોલ્વ થયો ન્હોતો અને સામે બીજા બે ગુમ થયાની કેસ સામે આવીને ઉભા હતા. તેને પહેલા લાગતુ હતુ કે રોહનનો કેસ અને આદિત્યનો કેસ અલગ અલગ છે. પણ જ્યારે નયનના પિતાજીએ નયનના ગુમ થયાની ફરિયાદ દર્જ કરી તો પ્રેશર વધુ આવી ગયું. જેથી વિનોદ ભટ્ટ ત્રણે કેસને એકબીજાની સાથે કોઈ સબંધ છે કે નહિ તે તપાસવા લાગ્યા.
જેથી જાણવા મળ્યું કે ત્રણે ગુમ થયેલા યુવાનોનું ફોન લોકેશન એક જ સ્થળે આવીને પહોંચતુ હતું. તે સ્થળ હતું ચોકડી. એની સાથે બીજી મહત્વની વાત એ હતી કે હજુ સુધી કોઈ અગવા કરનારનો ફોન નથી આવ્યો.જેથી વિનોદ ભટ્ટ વધુ મૂંઝવણમાં હતો, કે ત્રણે યુવાનોને કેમ ગુમ કર્યા હશે? એટલે તે ત્રણેના અંગત જીવનમાં વધુ ઊંડાય સુધી જવાની કૌશિષ કરવા લાગે છે.

*****

કેતકી ફરી નવા શિકારની શોધમાં લવમેટમાં યુવાનોની પ્રોફાઈલ ચેક કરવા લાગે છે. હવે તો આ કામમાં ફાવટ આવી ગઈ હતી. તે પોતાની આંગળીના ટેરવે મોબાઈલની સ્ક્રીન પર યુવાનોની પ્રોફાઈલને રમાડી રહી હતી. તેની આંગળી કિસ્મત નામના પુરુષ પર આવીને અટકી. તેની ફોટો જોઈને લાગી રહ્યુ હતુ કે તે કદાચ પાત્રીસ કે ચાલીસ વયનો હશે.તેના ચહેરા પર પ્રસિદ્ધિ મેળવવાનુ અભિમાન હતુ. કેતકી નવા શિકારના રૂપમાં તેને જ પસંદ કરે છે અને મેસેજ છોડે છે.

******
કિસ્મત એટલે ફિલ્મ જગતનો પ્રસિદ્ધ ડિરેક્ટર હતો. તેને પિતાનો વારસો જાળવી રાખ્યો હતો. તેના પિતા એક સમયે પ્રસિદ્ધ ડિરેક્ટર હતા.

કિસ્મતે ડાયરેક્ટ કરેલી ઘણી ફિલ્મો લોકપ્રિય બની હોવાના લીધે ,તેનામાં અભિમાન આવી ગયુ હતુ. તે પોતાની જાતને ફિલ્મ જગતનો સૌથી લોકપ્રિય માની રહ્યો હતો.તેના આગળ પાછળ કલાકારોની લાઈન લાગતી હતી.

પ્રિયાનામની એક યુવતી પોતાનું ઘર છોડીને માયાવી ફિલ્મ જગતમાં પોતાની નામના મેળવવાની ઈચ્છા ધરાવતી હતી. જે બહારથી ખુશીઓથી ભરેલી દુનિયા લાગતી હતી એટલો જ અંદરથી સંઘર્ષમય વાતાવરણ હતું. પણ સપના એટલા મોટા હોઈ છે કે દુનિયા નાની પડી જતી હોઈ છે. પ્રિયા પોતાના સપના પુરા કરવાના ઓરતા સાથે જ કિસ્મતને મળવા માગતી હોઈ છે.પણ મોટા માણસોને સહેલાઈથી મળી શકાય નહિ. તે કોઈ પણ નાનો મોટો અભિનય માટે પોતાની તૈયારી દાખવે છે.

કિસ્મત જેટલો પ્રસિદ્ધ અને નામચીન વ્યક્તિ હતો એટલો જ અંદરથી રૌદ્ર સ્વરૂપે હતો. એક રોલ માટે ઓડીશન ચાલી રહ્યુ હતુ. પ્રિયા તે જ ઓડીશન માટે આવે છે.પ્રિયાના તનનો બાંધો અને સુંદરતા જોઈને કિસ્મત તેને આ રોલ માટે પસંદ કરી લે છે. પ્રિયા એ વાતથી અજાણ હતી કે તેને રોલ માટે નહિ પણ તનની જરૂરિયાત માટે પસંદ કરી છે. તેણે જેટલી ભપકાદાર અને સજાવટથી ભરેલી દુનિયા લાગતી હતી તે કીચડમાં ફસાઈ જવા સમાન થઈ પડશે તેની ખબર ન્હોતી. તે ઘડી આવી જ પહોંચી. એક દિવસ ફિલ્મના કામના બહાને કિસ્મતે પ્રિયાને પોતાના ઘરે બોલાવી. પ્રિયા નિર્મળ મને કિસ્મતના ઘરે પહોંચી. કિસ્મત પ્રિયાને જોઈને કાબૂ ગુમાવી બેસે છે. તે પ્રિયાને પોતાની બાહોમાં જકડી પાડે છે.કિસ્મતના આવા વર્તનથી તે ગભરાઈ જાય છે અને કિસ્મતને ધક્કો મારી દે છે.કિસ્મત પ્રિયા પર ગુસ્સો કરે છે, અપશબ્દો બોલવા લાગે છે અને ધમકી આપે છે કે જો તેની ઓફર ઠુકરાવશે તો ફિલ્મથી બહાર કરી દેશે. એક તો ઘર છોડીને પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે આવેલી પ્રિયાને પોતાના તન કરતાં ધન પર વધુ ધ્યાન આપ્યું. તે કિસ્મત આગળ પોતાના તનને ખોલીને મૂકી દીધું. કિસ્મત નાજુક છોડને મચોદી મચોડીને રસ પીતો રહ્યો, પ્રિયા આંખથી આંસુ વહાવીને દર્દ સહન કરતી રહી.


ક્રમશ: ......