સૌંદર્યની માનસિકતા - ભાગ (૫) ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌંદર્યની માનસિકતા - ભાગ (૫)


રોહનના ફોનનુ લોકેશન બતાવતા જ વિનોદ ભટ્ટ હરકતમાં આવી જાય છે.તે હાઈવે તરફ આગળ વધે છે, પણ ત્યાં પહોંચે તે પહેલાં જ મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય છે.વિનોદ ભટ્ટના હાથે ફરી નિષ્ફળતા જ હાથ લાગે છે.જ્યા લોકેશન બતાવતુ તે સ્થળ નિર્જન હતું, નજર પહોંચે ત્યાં સુધી કોઈ સજીવ જોવા નહોતુ મળી રહ્યું, પણ એક આશા જાગી હતી. રોહન અહી આસપાસ ગુમ થયો હશે એવી અટકળ લગાવી. હાઈવેના આસપાસનો વિસ્તાર છાણબિન કરવા લાગ્યા.

*****

કેતકી હાથ વડે પોતાના મુખની સુંદરતા માની રહી હતી,તે વાળને સવારતી હતી, તનની યુવાની અનુભવી રહી હતી. તે માત્ર એનો ભ્રમ હતો અને ભ્રમને સત્ય જાણવાની ભૂલ કરી રહી હતી. જ્યારે માનવીની માનસિકતા કોઈ વસ્તુ યા વ્યક્તિ માટે બંધાય જાય તો દ્રષ્ટિ પણ તે જ નિરુપમ કરતી હોઈ છે.

કેતકી ત્રીજા શિકારની શોધમાં મોબાઈલ સ્ક્રીન પર ટેરવાં ફેરવવા લાગી. તેણી નજર એક યુવાન પર અટકી.તેનું નામ નયન હતું. કેતકી ફટાફટ એને મેસેજ કરે છે અને પ્રત્યુતરની રાહ જુવે છે.
*****
(એક વર્ષ પહેલાં)
નયન એક રાજનેતાનો દીકરો હતો.જે પિતાના પદ અને સત્તાની નશામાં લગામ વિનાના ઘોડા જેમ હતો. તે માનતો હતો કે રાજ્યની કે શહેરની બધી જ વસ્તુ પર પોતાના પિતાનો હક છે. બસ, આ જ માનસિકતાના લીધે પ્રજા પર જોહુકમી વર્તન હતું. તે કોઈ નીતિ - નિયમમાં માનતો ન્હોતો. બેફામ નિયમોને હવામાં ઉડાવી પોતાનુ વર્ચસ્વ રજુ કરતો હતો.પોતાના પિતાના લીધે નયન કૉલેજનો જી.એસ. તો બની ગયો હતો પણ તે પદને લાયક ન્હોતો. કૉલેજમાં ગુંડાગર્દી અને અભદ્રતાભર્યુ વર્તન કરતો હતો.જેનો ત્રાસ છોકરીઓને બહુ ભોગવવો પડતો હતો. તે છોકરીઓની છેડતી કરતો અને અપશબ્દો બોલતો હતો. તેના આવા વર્તનથી નીંદાપાત્ર હોવા છતાં પિતાની સત્તાને લીધે તેની સામે ચૂંટણીમા ઊભા રહેવાની હિંમત કોઈ કરતુ નથી. પણ એકવાર એક છોકરી (માયા) તેનાથી ત્રાસીને ચુંટણીમાં ઉભા રહેવાનું મન બનાવી લે છે. આ વાત નયનની આંખમાં ખૂંચે છે.

માયા નયનની સામે ઉભી રહેવાની હિંમત દાખવી તેનાથી કૉલેજની છોકરીઓમાં ખુશી જોવા મળતી હતી. તેઓ અંદરથી, પડદા પાછળ રહીને સહકાર આપતી હતી પણ જાહેરમાં સહકાર આપવાની હિંમત કોઈ ન્હોતું બતાવી શકતું. આ જોઈને માયાને થતું કે ચુંટણીમાં ઉભી રહીને તેણે કોઈ ભૂલ તો નથી કરીને? આજ પ્રશ્ન મન પર હાવી થઈ રહ્યો હતો. તે નયનથી ભીતિ તો અનુભવી રહી હતી પણ સામનો કરવાની તૈયારી પણ બતાવી રહી હતી. માયા એકલા હાથે જ પ્રચાર કરવા લાગી. તેનાં ભાષણની અસર છોકરીઓમાં જાગવા લાગી. જે ભીતરથી સહકાર મળી રહ્યો હતો તે જાહેર થવા લાગ્યો. આ જોઈ નયન હચમચી ઉઠ્યો. તેને પણ હારનો ડર સતાવવા લાગ્યો. જેથી નયન માયાને બદનામ કરવાના ફિરાકમાં લાગી ગયો.

નયન એક છોકરી મારફતે માયાને ફોન કરે છે.તે ફોનમાં ચૂંટણીના પ્રચાર બાબતનું કામ હોવાનું કારણ આપી એક જગ્યાએ માયાને બોલાવે છે. માયા એકલી જ તે સ્થાને જવા નીકળી પડે છે. ત્યાં જઈને જોવે છે તો નયન અને બીજા કેટલાક છોકરાઓ જોવા મળે છે.માયા મનથી ભીતિ અનુભવી રહી હતી, શ્વાસ ગળામાં અટકી રહ્યો હતો, તન પર પરસેવો છૂટી રહ્યો હતો. તેનું તન ગભરાય રહ્યું હતું પણ મનને નીડર બનાવીને બોલી ઉઠી, " નયન, તે મને કેમ અહી બોલાવી છે?"

" મેં ક્યા તને અહી બોલાવી છે? તે જ મને અહી બોલાવ્યો છે." નયન કપટ સ્વરે બોલ્યો.
માયા તે સ્થળ છોડવાની કૌશિષ કરે છે પણ નયન તેને રોકી લે છે.નયન અને તેના સાથીઓ માયા જોડે અભદ્ર વર્તન કરવા લાગે છે. તેના જાતીય અંગોને સ્પર્શ કરવા લાગે છે. માયા છૂટવાની કૌશિષ કરે છે પણ નીર્થક રહે છે. તે બૂમો પાડે છે પણ તેનો સાદ સાંભળનાર આજુબાજુ કોઈ જોવા મળતું નથી. નયન અને તેના સાથીઓ માયાને નિવસ્ત્ર કરવા લાગ્યા. માયા ગરીબડા સ્વરે નયનને વિનંતી કરવા લાગી. તેની આંખોમાં દર્દ અને સ્વરમાં ડર હતો. તે ખૂબ જ ગભરાયેલી હતી. નયન માયાની લાચારીનો ફાયદો ઉઠાવીને તેના પર બળજબરીપૂર્વક સબંધ બાંધ્યો, નગ્ન અવસ્થામાં વિડિયો અને ફોટા પાડયા. એક લાચાર છોકરીની જિંદગી બરબાદ કરી અને વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી. માયા બદનામીને સહી શકી નહિ. તેણે પોતાનું જીવન જ ટુંકાવી દીધું. નયન જેવી સત્તા અને પદની માનસિકતા ધરાવનાર માણસ કેટલી હદે પોતાની અસભ્યતા પર ઉતરી આવે છે.
માયાના માતાપિતા માયાના આરોપી સામે ફરિયાદ તો નોધાવી પણ સત્તા આગળ શાણપણ નકામા જ નીવડ્યા.

*****
નયન દોસ્તો સાથે બિસ્ટોલ પીતો હોઈ છે ત્યારે જ પોતાનો ફોન રણકે છે. તે મોબાઈલમાં જુવે છે તો લવમેટમાં કેતકીનો મેસેજ આવ્યો હોઈ છે. કેતકીનુ પ્રોફાઈલ પિક્ચર જોઈને તે તેણી સુંદરતામાં ખોવાય જાય છે.તે મનમાં વિચારે છે , "જાણે સ્વયં અપ્સરા થઈને ધરતી પર અવતરી હોઈ એવી રૂપરૂપનો અંબાર છે." તે કેતકીના રૂપમાં મોહિત થઈ જાય છે.નયન ઘડિભરનો શ્વાસ લે તે પેહલા જ કેતકીને મેસેજ કરી દે છે. કેતકી ચાતક સમ આતુરતાથી રાહ જોઈ રહી હતી તેનો મેસેજ મોબાઈલમાં આવે છે. હવે, બંને વચ્ચે વાતચીતનો સિલસિલો શરૂ થઈ જાય છે.

*****

વિનોદ ભટ્ટ રોહનના કેસમાં અટવાયેલા હતા . રોહન છેલ્લે કોને મળ્યો હતો? છેલ્લે ફોનમાં કોની સાથે વાત થઈ હતી? બધી જ ફોન ડિટેલની વિનોદ ભટ્ટના હાથમાં આવે છે.
રોહને છેલ્લે તેના મિત્ર પાર્થ જોડે વાત કરી હતી.વિનોદ ભટ્ટ પાર્થ જોડેથી માહિતી મળી કે તે લોકો બારમા જવાનો પ્લાન હતો પણ રોહને પાછળથી તે પ્લાન કેન્સલ કર્યો હતો. પાર્થે જણાવ્યું કે તે કોઈ સ્વપ્નને પામવા જવાની વાત કરી રહ્યો હતો.

વિનોદ ભટ્ટ માટે રોહનનો કેસ વધુ ગુત્થી સમાન બની રહ્યો હતો. હજુ એક કેસ સોલ્વ થયો ન્હોતો ને બીજી આદિત્યના ગુમ થયાની ફરિયાદ આવે છે.

*****

નયન અને કેતકીની વાતચીત હવે તનની મુલાકાત સુધી આવી પહોંચે છે. નયન કેતકીની માણવાની રાહ પાનખરમાં ખરેલા પર્ણ પછી કુંપણ ફૂટતા વૃક્ષ સમ જોઈ રહ્યો હતો. કેતકી માટે તો સૌંદર્ય પ્રાપ્ત કરવાનો અવસર હતો. તે તનને મેકઅપ વડે યુવાન અને આકર્ષિત બનાવે છે. તે નયનને તે જ ચોકડી બોલાવે છે. સૂર્યાસ્ત થવાનો સમય હતો.ધરતી પર આછી પાતળી ઉજાસ હતી, જેના પર અંધકાર રાજ કરવા જઈ રહ્યું હતું. તે જ સમયે નયન ચોકડી પર આવીને કેતકીની રાહ જુવે છે. કેતકીને આવવામાં થોડો સમય વધુ લાગતા નયન મૂંઝવણમાં મુકાય છે. તેના દિમાગમાં મજાક કે ઉલ્લુ બનાવ્યો હોવાના વિચાર આવવા લાગે છે. વિચારોની વચ્ચે જ કેતકી નજર ચડે છે. કેતકીને જોતા જ તેના રૂપમાં મોહાય જાય છે. ઉપરથી લાગતુ સુંદરતા અને યૌવન તન અંદરથી સમયના લીધે કરમાયેલું હતું. પણ મનુષ્યને ભીતરની નહિ , બાહ્ય સૌંદર્યને માણવાની ઘેલછા હોઈ છે. જેના પાછળ જ દોટ લગાવતો હોઈ છે.

કેતકી નયનને પણ તાંત્રિકના આશ્રમમાં લઈ જાય છે. આશ્રમમાં પગ મૂકતાં જ નયનને અલગ વાતાવરણનો અહેસાસ થવા લાગે છે.જે પણ બાહ્ય જ હતું , આંતરિક તો લોહીથી ખરડાયેલું હતું. કેતકી અને નયનની લીલા શરૂ થાય છે. તનથી તન મળવાનો મધુર અવાજ બંનેને સ્ફુર્તિ આપી રહ્યો હતો. નયન યુવાનીનું જોશ કેતકી પર લાદી રહ્યો હતો તો કેતકી સૌંદર્યને નિખારવા માટેનો મલમ સમાન માની રહી હતી. રાતભર ચાલેલા કામભર્યા સંગીતથી નયનનુ થાકેલુ તન આરામ લઈ રહ્યું હતું. કેતકી સવાર થવાની સાથે જ કુંડમાં સ્નાન કર્યાની ધન્યતા અનુભવી રહી હતી. તેના ચહેરા પર યુવાની અને સુંદરતાનું અભિમાન વર્તાય રહ્યું હતું. તેના અભિમાનને ઠેસ માળતા શબ્દો નયન બોલી ઉઠ્યો.કેતકી તે શબ્દો વિષ સમાન હતા, તેથી તે જ ઘડીએ કેતકીએ નયનના શ્વાસ રૂંધાવી દીધા.

જેમ રોહન અને આદિત્યનો અસ્ત થયો તેમ જ નયનનો અસ્ત થયો.