સૌંદર્યની માનસિકતા - ભાગ (૧) ભૂપેન પટેલ અજ્ઞાત દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌંદર્યની માનસિકતા - ભાગ (૧)

(૧) ક્ષય થતી સુંદરતા
સવારનો સમય હતો. સૂર્ય અડધો ડુંગરમાં અને અડધો આકાશમાં દેખાતો હતો.સૂર્યના કિરણ વાદળ સાથે ટકરાવાની સાથે લાલ રંગથી આકાશની ગરિમા વધારી રહ્યા હતા. ચોમેર પક્ષીઓનો કલરવ અને કુદરતની સુંદરતા જોતા જ બની રહી હતી.બાગના ફૂલ ઉત્સાહભેર પોતાની મધૂર્તભર્યું સ્મિત દેખાડી રહ્યા હતા.કુદરતનો લાહવો જોનારના મુખમાંથી "વાહ! કેટલો સુંદર નજારો છે." એ ભાવ સળી જ પડે.

સવારના તાજગીભર્યા વાતાવરણમાં આરો મરડીને કેતકી પથારીમાંથી ઉઠીને આયના સામે જઈને ઉભી રહી.પોતાની જાતને અરીસામાં જોતાં જ ચોંકી ઉઠે છે, પોતાની જાતથી ડર લાગવા લાગે છે. વયના લીધે કરચલી પડેલા ગાલ, પોતાનો રંગ સફેદ કરતા વાળ અને ઢીલી પડેલી છાતી પર તિરસ્કારના ભાવથી હાથ ફેરવે છે. ગઈકાલે મંદિરે ચડાવેલું સુંગદિત અને કોમળ ફૂલ આજે કરમાયેલી હાલતમાં હોઈ એમ પોતાના રૂપ,સુંદરતા કે યુવાનીને જોવા લાગી.
એક સમયે હતો, જ્યારે પોતાની સુંદરતાના વખાણ સૌની જીભ પર રહેતા હતા. આકર્ષિત અને પ્રભવદાર ચહેરો અને ચહેરા પર જુવાનીનું નૂર હતું, એનું અભિમાન હતું.કોમળ, નાજુક અને મરોડદાર તન અને તન પર સુવર્ણ કેશ હવા સંગે લહેરાવીને યૌવનને બે - બે હાથે લૂંટતી હોઈ એમ અપ્સરા સમાન ભાસતી હતી. પણ આતો સમય છે , વહી જતા ક્યાં વાર લાગે છે!

કેતકી પોતાનું યૌવન ગુમાવવાની પીડા માનસિક રીતે અસર કરવા લાગી.ચેહરા પરનું નૂર, સુંદરતા અને યુવાની પાછી મેળવવાની ઝંખના કરવા લાગી. તે દવાઓ, ડ્રગ્સ અને મેકઅપના લવાડે ચડી ગઈ.પરિણામે સિગારેટના લીધે હોઠ કાળા થઈ રહ્યા હતા, અનિન્દ્રાથી આખો ઊંડી ઊતરી રહી હતી અને મેકઅપના લીધે ચહેરો ફિકો પડી ગયો હતો.કેતકી આ સહન કરી ન્હોતી શકતી.જેમ ઘાયલ પાંખે પંખી ગગનમાં ઉડવા માટે તરફડે એમ જ કેતકી પોતાની કૌશિશ કરી રહી હતી. પણ સમય સાથેના યુદ્ધમાં નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ રહી હતી.આટલા પ્રયત્ન પછી તે સમજી ગઈ હતી કે જો સમયને વશમાં કરીશ તો જ યુવાની પાછી મળશે.સમયને માત આપવાના અવનવા પેતરાં અજમાવવા લાગી. એ ભૂલી રહી હતી કે સમયને સ્વયં ઈશ્વર પણ માત નથી આપી શકતા.અંતે તો કેતકી માનવ હતી, મિથ્યા પ્રયત્ન અને કલ્પનામાં રાચતી હતી.

પ્રકાશ તો શું માંડ માંડ હવા આવે એવી રીતે
કેતકી પોતાની જાતને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દે છે.તે મોબાઈલના માધ્યમથી સુંદરતા વધારવાના અને યુવાન રહેવાના અવનવા પ્રયોગો કરે છે, પણ નિષ્ફળતા જ હાથ આવે છે.ઘોર નિરાશાઓ વચ્ચે એક તાંત્રિકની માહિતી મળે છે. હવે એને તંત્ર મંત્રમા આશાનું કિરણ જાગે છે.એકાએક પથારીમાંથી ઉઠી જાય છે અને તે તાંત્રિકની પાસે જવા નીકળે છે.
તાંત્રિક સામન્ય માનવ ન્હોતો. એ પણ અમર થવાના અથાગ અને નિષ્ફળ પ્રયત્નમાં લાગેલો હતો. કહીએ તો માનસિક બીમારીનો શિકાર હતો.
કેતકી તે તાંત્રિક બાવા પાસે પહોંચે અને પોતાની વિડંબના રજૂ કરે છે. તાંત્રિક પોતાની લાંબી અને ભયાનક દાઢીમાં શેતાનીભર્યું હાસ્ય કરે છે." તુ યોગ્ય સ્થાને આવી છે. તારી હર સમસ્યાનું સમાધાન થઈ જશે.પણ હું કહુ એ પ્રમાણે જ કરવું પડશે."

બાવાએ કેતકીને પોતાના વશમાં કરી લે છે, કેમ કે તેને અમર થવાનો રસ્તો કેતકીમાં દેખાવા લાગ્યો હતો.

કેતકીને બાવામાં શ્રદ્ધા દેખાવા લાગી કે અવશ્ય તે મને સુંદર અને યુવાન બનાવી દેશે, પછી મારી સૌંદર્યતાની કીર્તિ યશસ્વી બનશે. હું સૌંદર્યતાની દેવી બનીને જગ પર રાજ કરીશ. આ જ કામનાથી ચહેરા પર સ્મિત રેલાવા લાગ્યું.

ક્રમશ:........
.... . . . . . . . . . . . . વેબ સિરીઝ.. .. .. .... .. ..