Sapna Ni Udaan - 20 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 20

પ્રિયા અને રોહન બંને કેન્ટીન માં બેઠા હતા. પ્રિયા નો ગુસ્સો પણ શાંત પડી ગયો હતો. બંને કોફી નો ઓર્ડર કરે છે. આ સમય નો લાભ લઇ પ્રિયા રોહન ને પૂછે છે,

" રોહન! એક વાત પૂછું?"
રોહન : હા પૂછ ને...
પ્રિયા : રોહન આપણે ઘણા સમય થી સાથે છીએ. પણ શું આટલા વર્ષો માં તારા જીવન માં કોઈ છોકરી આવી જ નથી? કે જેને તું પસંદ કરતો હોય. એવું તો નથી ને કે તું મારાથી કંઇક છુપાવે છો?
રોહન : એક છોકરી આવી છે ને મારા જીવન માં અને હું તેને પસંદ પણ કરું છું.
પ્રિયા : સાચે ? તો જલ્દી બોલ એ છોકરી કોણ છે? અને તે મને કીધુ કેમ નહિ ક્યારેય? તને ખબર છે ને મે તને ડૉ.અમિત વિશે સૌથી પહેલા કીધું હતું. તો તે મને કેમ ના કહ્યું?
રોહન : અરે ! મારી માં થોડીક શાંતિ તો રાખ. મને કંઈક બોલવા દઈશ ?
પ્રિયા : હા જલદી બોલ.
રોહન : એ છોકરી છે........ તું.
પ્રિયા : શું?
રોહન : હા , તું જ એ છોકરી છો જે મારા જીવન માં આવી છો અને તને હું પસંદ પણ કરું છું.
( રોહન મજાક કરતા કરતા સાચી વાત બોલી જાય છે.)
પ્રિયા : રોહન ! આ મજાક કરવાનો સમય નથી. હું તને એકદમ સિરિયસ થઈ ને પૂછું છું.
રોહન : ના બાબા તારા સિવાય મારા જીવન માં બીજી કોઈ છોકરી નથી.
પ્રિયા : તો બેટા ! હવે કોઈક શોધો . જે તારા નખરા ઉઠાવે.
રોહન : ના હો , મારા નખરા તો તું જ ઉઠાવી શકે. મારે કોઈ બીજી જોતી નથી. અને તું છો ને મારી સાથે . હમણાં એ વાત નહિ. જો કોફી આવી ગઈ ચાલ જલદી પિય લઈએ. અને હા મને ડૉ.મહેતા એ બોલાવ્યો છે તો મારે ત્યાં જવું છે.

( પછી રોહન ફટાફટ કોફી પૂરી કરી ત્યાંથી ચાલ્યો જાય છે.)

હવે કહાની માં બીજા નવા પાત્ર નો ઉમેરો થાય છે. ભાલચંદ્ર સિંહ એ શહેર ના ખૂબ મોટા નેતા હતા. આ વખતે ચૂંટણી આવવાની હતી અને તેઓ તેમાં જીતવા માગતા હતા. તે કોઈ પણ હાલતે વિજય મેળવવા માગતા હતા. આ સમયે બીજા એક નેતા કપિલ પાંડે તેમના જ વિસ્તાર માંથી ચૂંટણી લડવા માટે ઊભા રહેવાના હતા. તેઓ સમાજસેવક હતા. અને સમાજ માટે ઘણા કામ પણ કર્યા હતા. એટલે ભાલચંદ્ર સિંહ માટે આ વખતે ચૂંટણી માં જીતવું થોડું મુશ્કેલ હતું.

ભાલચંદ્ર તેને ગમે તેમ કરી આ ચૂંટણી માંથી હટાવવા માગતો હતો. એટલે તે કપિલ પાંડે ને મારવા માટે ની યોજના બનાવે છે. અને કપિલ પાંડે ની જ પાર્ટી ના એક વ્યક્તિ ને તેને મારવા માટે પૈસા ચૂકવે છે. હવે બને છે એવું કે આ લોકો ની વાત એક બીજો વ્યક્તિ સાંભળતો હોય છે. તે વ્યક્તિ છે અખિલ દેશમુખ . અખિલ એક રિપોર્ટર હતો. તે આ બધી વાત પોતાના કેમેરા માં રેકોર્ડ કરી લે છે.

અખિલ દેશમુખ એ કપિલ પાંડે ના વિસ્તારનો જ હતો. તે લોકો માટે કપિલ પાંડે એ ઘણું કર્યું હતું. એટલે તે તેમને બચાવવા માગતો હતો. અને તે વીડિયો ક્લિપ દ્વારા તે આ રાઝ આખી દુનિયા ને બતાવવા માગતો હતો. હવે બન્યું એવું કે તે ત્યાંથી જતો હતો ત્યાં ભાલચંદ્ર તેને જોઈ જાય છે. તે તુરંત તેના ગુંડાઓ ને તેને પકડવા મોકલે છે. અખિલ ખૂબ ભાગે છે , અને તે ત્યાં નજીક માં એક નાની ઝૂંપડી જેવું હતું ત્યાં સંતાય જાય છે અને ત્યાં ક્લિપ સંતાડી દે છે.

ભાલચંદ્ર ના ગુંડાઓ ત્યાંથી જતા જ અખિલ ત્યાંથી બહાર નીકળી રસ્તા પર ભાગવા લાગે છે. ભાલચંદ્ર સિંહ પણ ગાડી લઈ ને તેનો પીછો કરે છે. હવે તે લોકો અખિલ સુધી પહોંચી જાય છે. અને અખિલ ને બંધુક થી હૃદય પર ગોળી મારે છે. આ સમયે ત્યાં થી એક પોલીસ ની જીપ નીકળતી હોય છે. પોલીસ ની જીપ નો અવાજ સાંભળી તે લોકો ગભરાઈ ને ત્યાંથી ભાગી જાય છે અને અખિલ ને ત્યાં જ રહેવા દે છે. આ સમયે એક ગાડી ત્યાંથી નીકળે છે.ગાડી માં બે વ્યક્તિ હોય છે. તે અખિલ ને આવી હાલત માં જોઈ તેને ગાડી માં બેસાડી તેને હોસ્પિટલ એ લઈ જાય છે.

પોલીસ ની ગાડી આગળ થી જ પાછી ફરી ગઈ હતી. તેથી કોઈ ને ખબર ના પડી કે ત્યાં કોઇ વ્યક્તિ પર ગોળી ચલાવવા માં આવી છે. તે લોકો અખિલ ને એસ.જી.એમ.યુ માં જ ભરતી કરે છે. અખિલ ના પરિવાર માં તેની આઠ વર્ષ ની એક દીકરી જ હતી. તેની પત્ની નું ત્રણ વર્ષ પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું. તેની દીકરી નું નામ હતું ' ઝીવા '.

અખિલ ના ઘરે રાધા માં કામ કરતા હતા. તે અખિલ નો હોય ત્યારે ઝીવા ને સાંભળતા. આજ ઘણો સમય થઈ ગયો છતાં અખિલ ઘરે આવ્યો નહોતો એટલે તેમને ચિંતા થતી હતી. ઝીવા પણ તેના પિતા ને યાદ કરી રહી હતી. હવે હોસ્પિટલ માં અખિલ ને તરત આઇ.સી.યુ માં લઈ જવામાં આવે છે. આ મર્ડર કેસ લાગતો હોવાથી તે બંને વ્યક્તિ એ પોલીસ ને જાણ કરી દીધી હોય છે. પોલીસ ત્યાં આવી અખિલ ના મોબાઈલ ને તપાસી એક નંબર પર ફોન કરે છે.

આ નંબર ઘર નો હતો. તરત રાધા માં ફોન ઉપાડે છે. પછી પોલીસ આ બધી વાત રાધા માં ને જણાવે છે. રાધા માં તરત ઝીવા ને લઈ ને હોસ્પિટલ એ પહોંચે છે. હવે ત્યાં પહોંચતા જ પોલીસ રાધા માં ને પૂછતાછ કરવા બોલાવે છે. તે ઝીવા ને કહે છે,
" બેટા ઝીવા , તું થોડી વાર અહી જ બેસજે હું , તારા પપ્પા ને મળીને આવું છું. તે અંદર છે ને એટલે"
ઝીવા : ઓકે દાદી.

હવે આ સમયે પ્રિયા ત્યાંથી પસાર થાય છે. તે ઝીવા ને ત્યાં બેઠેલી જોવે છે. પ્રિયા ને નાના બાળકો ખૂબ જ પસંદ હતા એટલે તે તેની બાજુમાં બેસી જાય છે અને તેને કહે છે,
" બેટા ! તારું નામ શું છે?"
ઝીવા બોલી ," મારું નામ ' ઝીવા ' . તમારું નામ?
પ્રિયા : હું ડૉ.પ્રિયા. બેટા તું અહી એકલી કેમ બેઠી છો ? તારા મમ્મી અને પપ્પા ક્યાં છે?
ઝીવા : દીદી , મારા મમ્મી તો ભગવાન પાસે ગયા છે. અને મારા પપ્પા અંદર રૂમ માં છે. પણ તે મને અહી મળવા કેમ નથી આવતા? મારા રાધા માં તેમને મળવા અંદર ગયા છે. પણ દીદી મારા પપ્પા અંદર શું કરી રહ્યા છે?

પ્રિયા સમજી ગઈ કે ઝીવા હમણાં જે નવા દર્દી ને આઇ.સી.યુ માં ભરતી કર્યા તેની જ દીકરી છે.

પ્રિયા બોલી ," બેટા તારા પપ્પા તો અંદર સૂતા છે. તે જાગશે એટલે તને જરૂર મળશે.
ઝીવા : દીદી , મારા પપ્પા કેમ સૂતા છે? તે મને મૂકી ને મમ્માં પાસે તો નહિ જતા રે ને?
(પ્રિયા મનમાં વિચારે છે કે આટલી નાની છોકરી છે છતાં તેને કેટલી સમજ છે. અત્યારે ભલે તેને ખબર નથી છતાં પણ તેના પિતા નો દર્દ એને મહેસૂસ થઈ ગયો છે.)
પ્રિયા : ના બેટા . તારા જેવી પરી ને મૂકી ને તારા પપ્પા થોડા જાય. એતો બસ મમ્મી ને યાદ કરે છે એટલે થોડી વાર સુઈ ગયા છે. પછી તે સપના માં ઝીવા ને અને ઝીવા ના મમ્મી ને જોતાં હશે. એટલે તેમને જાગવાનું મન નથી થતું.
ઝીવા : સાચે ?
પ્રિયા : હા બિલકુલ.
ઝીવા : દીદી તમે મારા પપ્પા ને જલ્દી થી જગાડી ને લાવજો.અને તેમને કહેજો કે તેમની ઝીવા પણ તેના સપના માં તમને અને મમ્મી ને યાદ કરે છે.
પ્રિયા : હા હું જરૂર કહીશ.
ઝીવા : પ્રોમિસ ?
પ્રિયા : પ્રોમિસ.

પછી પ્રિયા ત્યાંથી જાય છે. બીજા દિવસે સવારમાં જ અખિલ ની સર્જરી થવાની હતી. ડોક્ટર રાધા માં ને સવાર સુધી માં પૈસા ભરવા કહે છે. પછી જ સર્જરી શરૂ થશે એમ જણાવે છે. એસ.જી.એમ.યુ માં આવું પહેલી વાર થઈ રહ્યું હતું. આ નિયમ ડૉ.અનિરુદ્ધ એ બનાવ્યો હતો. પ્રિયા આ સાંભળી ત્યાં જાય છે.અને તેમનો વિરોધ કરે છે.પણ હોસ્પિટલ નો નિયમ હોવાથી તે કઈ કરી શકતી નથી.

રાધા માં આટલા પૈસા લાવી શકે તેમ નહોતા. પ્રિયા તેમની પાસે જઈ તે પૈસા તેની એન.જી.ઓ ચૂકવશે એમ જણાવે છે. અને તેમને ચિંતા ના કરવા કહે છે.

તો અખિલ દેશમુખ બચી શકશે કે નહીં? પ્રિયા , ઝીવા ને આપેલું પ્રોમિસ પૂરું કરશે કે નહિ. અને આગળ આ કહાની શું વળાંક લેવાની છે એ જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '
અને હા તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો.
😊☺️😇


To Be Continue...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED