Sapna Ni Udaan - 19 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 19

આગળ આપણે જોયું તેમ એસ.જી.એમ.યુ માં કોઈક મોટા સર્જન આવવાના હતા અને બધા તેમના સ્વાગત ની તૈયારી કરતા હતા. પછી પ્રિયા પણ પોતાના કામ માં લાગી જાય છે. હવે તે સર્જન નો આવવાનો સમય થઈ ગયો હતો. બધા તેમનું સ્વાગત કરવા દરવાજા પર ઊભા હતા.

ત્યાં એક મર્સિડિઝ કાર આવે છે અને એસ.જી.એમ.યુ ની એકદમ સામે ઊભી રહે છે. તેમાંથી એક વ્યક્તિ ઉતરે છે. તેને બ્લેક કલર નું સુટ પહેર્યું હતું. આંખ પર ગોગલ્સ ચડાવ્યા હતા. એકદમ કડક તેમની પર્સનાલીટી હતી. તે હવે દરવાજા પાસે આવે છે. ત્યાં તરત ડૉ.મિલન ચાવડા તેની પાસે જઈ હાથ મિલાવે છે અને એક ગુલદસ્તો આપી તેમનું સ્વાગત કરે છે. પછી તેમને અંદર આવવા કહે છે.

ડૉ.મિલન હવે તેને હોસ્પિટલ બતાવતા કહે છે કે, " જુઓ આ છે મારી, એસ. જી.એમ.યુ હોસ્પિટલ. " પછી બધા ડોક્ટર્સ ત્યાં ઊભા હતા તેમને સંબોધી ને કહે છે કે ," આ છે અમારો ડોક્ટર્સ નો સ્ટાફ" . પછી તે ત્યાં ઉપસ્થિત બધા ને તે વ્યક્તિ વિશે જણાવતાં કહે છે કે,

" આમને તો તમે બધા ઓળખતા જ હશો, આ છે ગુજરાત ના સૌથી પ્રસિદ્ધ હાર્ટ સર્જન 'ડો. અનિરુદ્ધ ગુપ્તા ' . અને આજ થી આમનો પરિચય તમારા માટે થોડો બદલવાનો છે, કેમ કે આજ થી ડૉ. અનિરુદ્ધ આપણી અડધી એસ.જી.એમ.યુ હોસ્પિટલ ના માલિક છે, એટલે હવે તેઓ પણ આપણી હોસ્પિટલ નો એક ભાગ છે. "

( ત્યાં જ બધાએ તેમને તાળીઓ ના ગડગડાટ થી વધાવ્યા)

પછી ડૉ.મિલન એ તેમનો બધા જ ડોક્ટર સાથે પરિચય કરાવ્યો.અને હોસ્પિટલ ના બધા જ નિયમો અને બધી વાત જણાવી.

( હવે તમને ડૉ. અનિરુદ્ધ નો સાચો પરિચય આપી દવ. તે કાબિલ અને પ્રસિદ્ધ તો છે પણ તેમના વિશે એક વાત છે જે અમુક વ્યક્તિ જ જાણે છે. તે વાત એ છે કે ડૉ. અનિરુદ્ધ એક એવા ડોક્ટર છે જેમના માટે પૈસા જ સૌથી વધુ મહત્વ ધરાવે છે . તેમણે પૈસા માટે ઘણા ક્રાઇમ પણ કરેલા. પણ તે ક્યારેય બહાર આવ્યા નથી. કેમકે જેમની પાસે પૈસા નો પાવર હોય તેમના માટે આવા ક્રાઇમ છુપાવવા એ ખૂબ સહેલી વાત છે.)

આજે પ્રિયા નું તો આ બધા માં ધ્યાન જ નહોતું. તે અમિત ને જ યાદ કરી રહી હતી. તે આજે વહેલા જ ઘરે જતી રહે છે . તે જોવે છે તો પરી પણ ઘરે જ હતી પ્રિયા એ તેને જોઈ કહ્યું,
" અરે! પરી તું અહીંયા?"
પરી : હા કેમ હું મારા ઘરે ના આવી શકું.
પ્રિયા : અરે પરી તારું જ તો ઘર છે તું તો આવી જ શકે ને. હું તો બસ એમ જ પૂછું છું.

પરી : હા મારી બેસ્ટી. હું તો એટલે આવી છું કે તારી સાથે આટલા દિવસ થી સરખી વાત નથી થઈ તો વિચાર્યું આજે તારી સાથે જ આખો દિવસ અહીં રહી જાવ. અને તારી પાસેથી મારે ઘણી વાત પણ જાણવી છે.
(પરી થોડી શરારત કરતા બોલી)
પ્રિયા : કઈ વાત?
પરી : ચાલ મારી સાથે હું તને કહું કે કઈ વાત.
( પછી પરી પ્રિયા ને ખેંચીને રૂમ માં લઇ જાય છે.)

પરી : તો ચાલ પહેલા મને કહે કે આટલા દિવસ માં શું ચક્કર ચલાવ્યું છે તે?
પ્રિયા : શું ? તું શું કહેવા માગે છો, મે કોઈ ચકકર નથી ચલાવ્યું.
( પરી મસ્તી માં તેનો ખભો પ્રિયા ને મારતા બોલે છે)
પરી : ઓહ.. સાચે ... તો પછી મારા દેવર ના ફોન ના વોલપેપર માં તારો ફોટો કેમ હતો .. બોલ બોલ...
(આમ કહી પરી હસવા લાગે છે. પછી પ્રિયા શરમાઈ જાય છે)
પ્રિયા : પરી... હું તને કહેવાની જ હતી ...
પરી : તો ચાલ અત્યારે જ કહી દે મને કે આ લવ સ્ટોરી ક્યારથી શરૂ થઈ છે?
( પરી થોડી મસ્તી કરતા બોલી)
પ્રિયા પછી બધી વાત પરી ને જણાવે છે.
પરી : ઓહ... હાઉ રોમેન્ટિક.......મને ખબર નહોતી કે અમિત ભાઈ આટલા રોમેન્ટિક છે....
પણ જે હોય એ આ બધા માં મારો તો એક ફાયદો થઈ ગયો..
પ્રિયા : અને એ ફાયદો શું?
પરી : અરે ! મને મારા સાસરિયે એ તારો સથવારો જો થઈ જશે...
( પછી બંને હસવા લાગ્યા)
પરી : પ્રિયા તું ખૂબ લકી છો હો, અમિત ભાઈ સાચે જ ખૂબ સારા વ્યક્તિ છે, તને હંમેશા ખુશ રાખશે.
પ્રિયા : હા હું જાણું છું.
પરી : આ વાત ઓલા નોટંકી ને ખબર છે કે?
પ્રિયા : ( હસતા હસતા ) કોણ રોહન ?
પરી : હા
પ્રિયા : હા ખબર જ હોય ને એ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે.અને તેના લીધે જ હું અને ડૉ.અમિત સાથે છીએ.
પરી : પ્રિયા તને એક વાત પૂછું , એટલે હું ખાલી કવ છું, તું ખોટું ના લગાડતી?
પ્રિયા : હા બોલ ને.
પરી : પ્રિયા , મને એવું લાગતું હતું કે તું અને રોહન રીલેશનશીપ માં છો . શું એવું હતું કે તે મારો વહેમ હતો?
પ્રિયા : ના પરી, અમે બંને બેસ્ટ ફ્રેન્ડ જ હતા, અને હજી છીએ અને હંમેશા રહેશું.
પરી : ઠીક છે. તો કદાચ મારો વહેમ જ હશે.
પ્રિયા : કદાચ નહિ પાક્કું તારો વહેમ છે.

પછી બંને સહેલીઓ આમતેમ ની વાતો કરે છે. રાત ખૂબ થઈ ગઈ હતી એટલે પરી તેના રૂમ માં જઈ સુઈ જાય છે. પણ પ્રિયા ને ઊંઘ જ આવતી નહોતી. તે રોહન વિશે વિચારતી હતી કે રોહન એ આજ સુધી મને કોઈ છોકરી વિશે કીધું જ નથી. તેને કોઈ પસંદ જ આવી નહિ હોય. એવું તો નથી ને કે તેં મારાથી કંઇક છુપાવી રહ્યો છે. મારે તેને પૂછવું પડશે. ત્યાં પ્રિયા ને હેડકી આવવા લાગે છે. પ્રિયા ઘણું પાણી પીવે છતાં હેડકી બંધ જ થતી નહોતી.

હેડકી બંધ ક્યાંથી થાય ડૉ.અમિત જો પ્રિયા ને યાદ કરી રહ્યા હતા. તેને પણ ઊંઘ આવતી નહોતી. તે પ્રિયા ને ફોન કરવાની ઘણી કોશિશ કરતો હતો પણ ત્યાં નેટવર્ક જ આવતું નહોતું. તે નિરાશ થઈ પ્રિયા ના ફોટા જોતો હતો. આ બાજુ પ્રિયા પણ અમિત ને યાદ કરી ફોન કરે છે. પણ તેનો ફોન પણ લાગતો નહોતો. હવે અમિત ને પણ હેડકી શરૂ થઈ જાય છે. અમિત મન માં હસતા બોલ્યો,
" બસ પ્રિયા , મને આટલો બધો યાદ કરશો તો હું સુઈશ કેમ..."
પછી બંને પોતાના ફોન માં ગીત શરૂ કરી દે છે. અને સુઈ જાય છે.

બીજા દિવસે પ્રિયા એસ.જી.એમ.યુ જાય છે. આજે તેને ડૉ. અનિરુદ્ધ સાથે સર્જરી કરવાની હતી. હવે બને છે એવું કે પ્રિયા સર્જરી રૂમ માં જતી જ હતી ત્યાં એક મોટી ઉંમર ના દાદી ત્યાં થી પસાર થતા હતા. તેમની તબિયત ખૂબ ખરાબ હતી. તેઓ માંડ માંડ ચાલી શકતા હતા. તેઓ એકલા હતા એટલે તેમની સાથે બીજુ કોઈ આવ્યું નહોતું, પ્રિયા તરત તેમની પાસે જઈ બોલી,
" દાદી તમારે ક્યાં જવું છે ? અને તમે એકલા કેમ આવ્યા છો?"
દાદી : ," બેટા ઘરે હું એકલી જ રહું છુ. કોઈ સાથે આવી શકે તેવું નથી. મારે રીપોર્ટ કરાવવા જવાનું છે, પણ અહી સમજાતું નથી કે તે કઈ જગ્યા એ છે?."
પ્રિયા : ચાલો દાદી હું તમને લઈ જાવ છું.

પ્રિયા દાદી ને લઈ જાય છે અને તેમના રીપોર્ટ કરાવે છે. ત્યાં તેને યાદ આવે છે કે તેને તો સર્જરી માં જવાનું છે. તે તરત દોડતી ત્યાં જાય છે. અને દરવાજો ખોલી અંદર જાય છે. ડૉ . અનિરુદ્ધ તેને જોઈ ગુસ્સામાં બોલે છે,
" ડૉ.પ્રિયા !! તમને ખબર નથી પડતી સમયસર આવવાની , આ સર્જરી કેટલી જરૂરી છે ખબર છે ને."
પ્રિયા : "હા, સર પણ ખાલી પાંચ મિનિટ નું જ મોડું થયું છે ને અને હું એક વૃધ્ધ સ્ત્રી હતી , તે ચાલી શકતી નહોતી, અને તેના રીપોર્ટ કરવાના હતા એટલે તેમની મદદ કરવા ગઈ હતી"
ડૉ. અનિરુદ્ધ : પાંચ મિનિટ તમને ઓછી લાગે છે? મારી માટે એક એક મિનિટ કીમતી છે. અને સમાજ સેવા કરવી હોય તો ઘરે જઈ કરવાની, હવે મારી સર્જરી સમયે એક મિનિટ પણ લેટ ના થવું જોઈએ. અને આજ ની સર્જરી માં તમારું કોઈ કામ નથી. તમે બહાર સમાજસેવા કરો.

પ્રિયા આ સાંભળી ગુસ્સા માં બહાર જતી રહે છે. અને પછી રોહન પાસે જઈ બધી વાત કરે છે. રોહન તેને શાંત પાડે છે. અને પછી બંને કેન્ટીન એ જતા રહે છે.

આગળ ની કહાની માં શું થવાનું છે એ જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '.
અને હા તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો.


To Be Continue...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED