રેકી - એક અધ્યયન - 2 Jitendra Patwari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અપહરણ - 11

    11. બાજી પલટાઈ   અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થ...

  • રેડ સુરત - 3

      2024, મે 17, સુરત         ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વ...

  • લવ યુ યાર - ભાગ 72

    સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહી...

  • એક અનુભવ - પાર્ટ 3

    સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી...

  • ઉર્મિલા - ભાગ 6

    અંબિકા ગઢના મહેલથી પરત ફર્યા પછી, ઉર્મિલા અને આર્યનના જીવનમા...

શ્રેણી
શેયર કરો

રેકી - એક અધ્યયન - 2

⛑️ રેકી : એક અધ્યયન
⛑️ લેખાંક : 2
https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️⛑️

ઇતિહાસ

જાપાનથી શરૂ થયેલો રેકીનો ઇતિહાસ બહુ પ્રાચીન નથી. જે વિગતો પ્રાપ્ય છે તે મુજબ :

૧૯મી સદીની મધ્યમાં જાપાનમાં ક્યોટો શહેરમાં કોઈ એક ક્રિશ્ચિયન યુનિવર્સિટી હતી, કે જેના ડીન ડો. મિકાઓ યુસુઇ હતા. કોઈ એક સમયે કોઇ વિદ્યાર્થીએ તેમને પૂછ્યું કે.....
"બાઇબલમાં એવો ઉલ્લેખ છે.... કે જિસસ ક્રાઇસ્ટ ફક્ત..... હાથના સ્પર્શ દ્વારા લોકોને સાજા કરી દેતા; તો તે કેવી રીતે થાય?"

તે વિદ્યાર્થીને એ સમયે, કદાચ એ ખ્યાલ ન હતો કે તેનો આ પ્રશ્ન ભવિષ્યમાં દુનિયાભરને રેકી જેવી ઉત્તમોત્તમ પદ્ધતિની ભેટ આપશે અને ડોક્ટર યુસુઇ ને રેકીના પ્રપિતામહ નુ બિરુદ આપશે.

🕉✝️⚛☯️♋⚛🔯

વિદ્યાર્થીના એ એ પ્રશ્નથી ડો. મિકાઓ વિચારમાં મુકાઈ ગયા.🤔 મનોમંથન પછી પણ યોગ્ય જવાબ ના શોધી શકતાં તેમણે રાજીનામું આપ્યું; જવાબની શોધ શરૂ કરી. જવાબની શોધમાં ભટકતા-ભટકતા તે અમેરિકા પહોંચ્યા, કે જે મિશનરીઓનો જ દેશ હતો. દસ વર્ષ સુધી અમેરિકામાં રહ્યા અને પ્રાચીન-અર્વાચીન પુસ્તકોનો, યુનિવર્સિટી ઓફ શિકાગોમાં અભ્યાસ કર્યો; તમામ ધર્મધુરંધરો સાથે ચર્ચા કરી, પરંતુ કંઈ જવાબ મળ્યો નહીં. ફક્ત એક નાની અમથી કડી મળી કે ગૌતમ બુદ્ધ પણ આવી ચમત્કારિક સારવાર કરતા. ડો. મિકાઓ જાપાન પાછા ફર્યા. ફરી રઝળપાટ શરૂ કરી તેમણે તમામ બૌદ્ધ મઠોની......


દરેક જગ્યાએથી મળતો જવાબ લગભગ સરખો હતો કે અમે આત્માની સારવાર પર ધ્યાન આપીએ છીએ શરીરની નહીં.'


એક મોનાસ્ટ્રીમાંથી તેમને થોડું આશ્વાસન મળ્યું. ત્યાંના મુખ્ય લામાએ ડૉક્ટરને મોનાસ્ટ્રીમાં રહીને અતિ પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરવાની તક આપી. જાપાનીઝ ભાષામાં લખાયેલ લગભગ તમામ સાહિત્ય તેમને જોઈતો જવાબ આપી શક્યું નહીં. કદાચ ચાઈનીઝ ગ્રંથો આ વિશે કંઈ પ્રકાશ પાડી શકે તેમ માનીને ડોક્ટર ચાઇના પહોંચ્યા. ચાઇનીઝ ભાષા શીખ્યા. બધા જ ધર્મગ્રંથો ઉથલાવી નાખ્યા. જવાબ ના મળતા તેમણે તિબેટમાં પ્રાપ્ત ગ્રંથોનો અભ્યાસ કરવાનું વિચાર્યું. આ માટે સંસ્કૃતમાં પ્રભુત્વ મેળવ્યું. તિબેટ આવ્યા. તિબેટના તમામ બૌદ્ધ મઠ ફેંદી વળ્યા. જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ હતું તે બધું જ ઉથલાવ્યું. લગભગ તે સમયે એટલે કે ૧૯મી સદીના અંત સમયે હિમાલય પણ પહોંચ્યા. આ બધી રઝળપાટને અંતે એવા નિષ્કર્ષ પર આવ્યા, કે અર્વાચીન સમયમાં પણ આવી દૈવી સારવાર શક્ય છે, પરંતુ તે માટે જરૂરી છે કે આવી સારવાર આપનાર વ્યક્તિ પોતે તે માટે સક્ષમ થઈ હોય.

ઉપર મુજબની સમજણ સાથે ડોક્ટર મિકાઓ જાપાન પાછા ફર્યા, જે લામાએ તેમને આશ્વાસન અને પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરવાની તક આપી હતી તે લામાને મળ્યા. તેની સલાહ અનુસાર આ પ્રકારની સિદ્ધિ કેવી રીતે મળે તે અંગે ધ્યાન દ્વારા જવાબ મેળવવાનું નક્કી કર્યું. તે મુજબ માઉન્ટ કુરીયામા નામના પર્વત પર પહોંચ્યા. નિર્ધાર હતો કે ૨૧ દિવસ ઉપવાસ કરીશ અને ધ્યાનમાં જવાબ શોધીશ. એકદમ એકાંત જગ્યાએ ધ્યાનમાં બેઠા.🧘‍♂️ કૅલેન્ડર તરીકે ૨૧ પથ્થર રાખ્યા. ૨૦ દિવસ વીતી ગયા. ૨૧મા દિવસે સવારે..... આછા અંધારામાં.....21માં પથ્થરને દૂર કરતી વખતે તેમણે બહુ જ આજીજીપૂર્વક, દિલના ઊંડાણમાંથી પ્રાર્થના કરી કે હવે તો કંઈ જવાબ મળી જ જાય.🙏
અચાનક પ્રકાશનું એક બિંદુ તેમને દેખાયું, કે જે બહુ જલ્દીથી પ્રકાશની રેખામાં બદલાઇને તેમની તરફ ધસી રહ્યું હતું........... ડો. મિકાઓને ડર લાગ્યો. ક્ષણભર ભાગવાની ઈચ્છા થઈ. પછી એકાએક વિચાર આવ્યો કે કદાચ વર્ષોની ખોજનો જવાબ તો નથી આવી રહ્યો ને?

એ સફેદ પ્રકાશ એકદમ નજીક આવી ગયો, ડો. યુસુઇ ના કપાળમાં ભટકાયો.........
ડો. મિકાઓએ વિચાર્યું કે કદાચ તેમનું મોત આવી ગયું. આંખો સામે એક સાથે અનેક કલર્સ દેખાઈ ગયા, અનેક રંગોના પરપોટાઓ આંખ સામે નાચવા લાગ્યા અને તે બેભાન થઈ ગયા.

જ્યારે આંખ ખુલી ત્યારે સાંજ થઈ ચુકી હતી. તેમનું દિલ કંઈ ન સમજી શકાય તેવા અનેરા આનંદથી ભરાઈ ચુક્યું હતું. તે ભાવવિભોર બનીને પોતાના માર્ગદર્શક લામા સાથે આ વાત કરવા દોડ્યા.


આશ્ચર્યની વાત હતી કે ૨૦ દિવસના નકોરડા ઉપવાસ પછી, કોઈ જાતના થાક વગર, પૂરી શક્તિ સાથે, જાણે કે કાયાકલ્પ થઈ ગયો હોય તેમ પર્વત પરથી દોડતા-દોડતા તે નીચે ઊતરી રહ્યા હતા.

ઉત્સાહમાં આવીને ડોક્ટર મિકાઓ પર્વત પરથી દોડતા-દોડતા નીચે ઊતરી રહ્યા હતા, અને ઉતાવળમાં ઠેસ લાગી, પગમાં કાપો પડી ગયો, લોહી વહેવા લાગ્યું. એક સ્વાભાવિક પ્રતિક્રિયા તરીકે તેમણે જ્યાં વાગ્યું હતું ત્યાં હાથ દબાવી દીધો અને બીજું આશ્ચર્ય! વહેતું લોહી અચાનક થંભી ગયું અને ઘાવ પર સંપૂર્ણ રૂઝ આવી ગઈ. આ વિષે વિચારતા-વિચારતા પર્વત પરથી નીચે આવ્યા; તળેટીમાં 'ઢાબા' જેવી હોટલ જોઈ. કકડીને ભૂખ લાગેલી હતી. અંદર જઈ. તેમણે પૂરું જમણ ઓર્ડર કર્યું. દુકાનના માલિકે સાધુ જેવો વેશ, વધેલી દાઢી વિગેરે પરથી અનુમાન કરી લીધું કે પર્વત પરથી ઘણા દિવસના ઉપવાસ પછી કદાચ આ વ્યક્તિ નીચે આવી રહી છે. તેણે ડોક્ટરને સૂચન કર્યું કે...
"ઉપવાસ પછી આટલું ભારે જમણ લેવા કરતાં કંઈક હળવું બનાવી આપું." ડોક્ટર મિકાઓએ પૂરું જમણ જમવા નો આગ્રહ રાખ્યો. અને. ત્રીજું આશ્ચર્ય! કોઈપણ જાતની પેટમાં તકલીફ વગર તે શાંતિથી બધું જમી શક્યા-----૨૦ દિવસના ઉપવાસ પછી પણ.

જમતા જમતા ડો. મિકાઓએ જોયું કે દુકાન માલિકની નાની છોકરી દાંતના દર્દ થી કણસતી હતી, જડબું સોજી ગયું હતું. ડો. મિકાઓએ પોતાની સિદ્ધિ અજમાવવાની કોશિશ કરી, અને છોકરીનું દર્દ ગાયબ થઈ ગયું. ડોક્ટર ત્યાંથી પોતાના મિત્ર થઈ ગયેલા લામા પાસે ગયા અને તેમનું આર્થરાઇટિસ નું દર્દ ગાયબ કર્યું. અને આમ રેકીનો જન્મ થયો.

🌿🌲🌿🌳🌿🌴🌿🌳🌿🌲🌿

ત્યારબાદ લગભગ સાત વર્ષ સુધી ડો.મિકાઓ ક્યોટોમાં 'ભિખારીઓના શહેર' (બેગર્સ ટાઉન) નામે ઓળખાતા ઇલાકામાં રહ્યા. સાત વર્ષ સુધી, એકમાત્ર સેવાના ઇરાદાથી, બધી જ ઉંમરના અને બધા જ પ્રકારના રોગવાળા ભિખારીઓને રોગમુક્ત કર્યા.

છેલ્લે-છેલ્લે તેમને ઘણા બધા પરિચિત ચહેરાઓ દેખાવા લાગ્યા. કોઈને પૂછતા જવાબ મળ્યો કે...
"તમે મને સાજો કરી 'બેગર્સ ટાઉન' ની બહાર મોકલેલો. પરંતુ બહાર તો કામ કરવું પડે છે. બેગર્સ ટાઉન વધુ સારું છે. કંઈ કર્યા વગર નિર્વાહ થાય છે. માટે હું પાછો આવી ગયો છું."

આ બનાવ પછી મિકાઓએ બેગર્સ ટાઉન છોડી દીધું અને નિયમ બનાવ્યો કે વિનામૂલ્યે કોઈને રેકી ટ્રીટમેન્ટ આપવી નહીં, કારણકે વિનામૂલ્યે મળેલી ચીજ ની કોઈ કિંમત, સામે વાળાની નજરમાં નથી.

ઉપરોક્ત ઘટના બાદ ડો. મિકાઓ આખા જાપાનમાં ફરીને બધાને રેકીનો લાભ આપવા લાગ્યા. આ દરમિયાન તેમની વધુ આધ્યાત્મિક પ્રગતિ થઈ અને રેકીના મુખ્ય પાંચ સિમ્બોલ કે જે તેમને માઊન્ટ કુરીયામા પર કપાળમાં પ્રકાશ અથડાતી વખતે દેખાયા હતા; તેનો અર્થ તેમને બરાબર સમજાયો. આ સમય દરમિયાન તેમણે વધુ અને વધુ લોકોને 'રેકી હિલર' બનવા તરફ વાળ્યાં. પોતાની શક્તિ આ લોકોમાં પ્રવાહિત કરીને તે આ કાર્ય કરતા. ઇ.સ. ૧૯૦૦ની આસપાસ તેમના એક ખૂબ જ પ્રીતિપાત્ર હીલર ડો. હયાશીને તેમણે પોતાની બધી જ શક્તિ ટ્રાન્સફર કરી. એ પછી ટૂંક સમયમાં ડો. મિકાઓ યુસીઇનું મૃત્યુ થયું.🙏

રેકીનું સર્વપ્રથમ રેગ્યુલર ક્લિનિક ડો. હયાશીએ ટોક્યોમાં ચાલુ કર્યું. ૧૯૩૫માં તેમણે ડો હવાયા ટકાટા નામની એક જાપાનીઝ સ્ત્રીને પ્રથમ લેડી રેકી માસ્ટર તરીકે એમ્પાવર કરી.

ડો. હયાશીએ એક દિવસ મિસિસ ટકાટાને સૂચના આપી કે તેણે અમેરિકા જવું જોઈએ. કારણ કે યુદ્ધ થશે, જાપાનની તબાહી થશે, અને રેકી વિદ્યા સાચવી રાખવા માટે જરૂરી છે કે જાપાનની બહાર તેનો પ્રચાર થાય. ડો. હયાશીએ જે આગાહી કરી તે મુજબ જ થયું. એ દરમ્યાનમાં મીસીસ ટકાટા હવાઇ ટાપુઓ પર પહોંચી ગયા હતા. ૧૯૭૦માં તેમણે વધુ રેકી માસ્ટર ટ્રેઈન કરવાનું શરૂ કર્યું. ૧૯૮૦માં તેમનું નિધન થયું, ત્યાં સુધીમાં લગભગ ૨૧ રેકી માસ્ટર તેમણે ટ્રેઇન કર્યા.

૯૮૦ પછી રેકીનો પ્રચાર ઝડપથી થયો. ભારતમાં મારી જાણમાં છે ત્યાં સુધી, ૧૯૮૮માં પ્રથમ રેકી માસ્ટર કોઈ બન્યુ. ગુજરાતમાં ૧૯૯૦ ની આસપાસ, અમદાવાદમાં શરૂઆત થઈ. આજની તારીખમાં તો ઘણા રેકી પ્રેક્ટીશનર્સ તૈયાર થયા છે. રેકી માસ્ટર્સની સંખ્યા, છતાં હજી ઓછી છે.


જીતેન્દ્ર પટવારી

🌿🌲🌿🌳🌿🌴🌿🌲🌿🌳🌿🌴


ઉપસંહાર...........લેખાંક: 2

🌀 રેકીનો રસ-સભર ઇતિહાસ જાણ્યો.
🌀 રેકીના પ્રપિતામહ ડો. મિકાઓ યુસુઇ એક જાપાનીઝ પ્રોફેસર હતા. તેમણે ઘણા વર્ષો રઝળપાટ કરી..... જાપાનથી અમેરિકા, ચીન, તિબેટ, હિમાલય અને ફરી પાછા જાપાન. ત્યાં માઉન્ટ કુરીયામા ઉપર શાંત જગ્યાએ ૨૧ દિવસના ઉપવાસ અને ધ્યાન બાદ તેમને આ શક્તિ પ્રાપ્ત થઇ.
🌀 ત્યારબાદ ક્યોટોના 'બેગર્સ ટાઉન' નામના ઇલાકામાં સાત વર્ષ સુધી સેવાભાવી રીતે ભિખારીઓના દુઃખ દર્દ દૂર કર્યા. નિષ્કામ સેવા.
🌀 ત્યાર પછી જાપાનમાં ફરી-ફરી ને રેકીનો લાભ ઘણાને આપ્યો; ઘણાને રેકી હિલર બનાવ્યા.
🌀 ઇ.સ.૧૯૦૦ની આસપાસ તેમના એક પ્રિય હિલર ડો. હયાશીને તેમની શક્તિ ટ્રાન્સફર કરી અને ત્યાર પછી ટુંક સમયમાં તેઓ મૃત્યુ પામ્યા.
🌀 ડો. હયાશીઍ પ્રથમ રેકી ક્લિનિક ટોક્યોમાં શરુ કર્યું અને મીસીસ ટકાટાને રેકી હિલર બનાવ્યા.
તેમને જાપાન બહાર રેકી નો પ્રચાર કરવા મોકલ્યા.
🌀 ભારત માં હાલ ઘણા રેકી પ્રેક્ટિશનર્સ છે, અને ગુજરાતમાં પણ. આમ છતાં 'રેકી માસ્ટર્સ' અને 'રેકી ગ્રાન્ડ માસ્ટર્સ' અલ્પ છે.

🌿🌲🌿🌳🌿🌴🌿🌲🌿🌳🌿🌴

(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614