લવ બાયચાન્સ - 4 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાયચાન્સ - 4


( મિત્રો આપણે આગળના ભાગમા જોયુ કે ઝંખનાને પ્રોજેક્ટ માટે મુંબઈ જવાનુ થાય છે. જ્યા તે અરમાનને મળે છે. અરમાન સાથે એની દોસ્તી ઘણી સારી બની રહી હોય છે. એ એની સાથે મુંબઈની કેટલીક જગ્યાઓ પર ફરે છે અને ખૂબ એન્જોય કરે છે. હવે જોઈશુ આગળ શુ થાય છે. )


મુંબઈથી અમદાવાદ આવ્યા પછી ઝંખના ખૂબ ખુુુુશ રહે છે. એનો જિંદગી તરફનો અભિગમ બદલાઈ રહ્યો હોય છે. એ જિંદગી ને માણતા શીખી રહી હોય છે. પણ કહેવાય છે ને કે તકદીર કયા સ્વરૂપે આપણી સાથે તકરાય છે. એ આપણને ખબર નથી હોતી. ઝંખના સાથે પણ કંઈક એવુ જ થાય છે. હજી તો એ જીંદગીને સમજવાની કોશિશ જ કરી રહી હોય છે અને જિંદગી એને એનુ બીજુ જ રૂપ બતાવે છે. ઝંખનાની ફોઈ એના ઘરે આવે છે. અને સાથે એક ઝંઝાવાત પણ ઝંખનાના જીવનમા પ્રવેશે છે. જે એના અસ્તિત્વ પર એક સવાલ ઊભો કરી દે છે.


થયુ એવુ હોય છે કે એના ફોઈ થોડા દિવસ માટે એના ઘરે રહેવા આવે છે. ઝંખનાને એમના ફોઈનો સ્વભાવ વધારે ગમતો નોહતો. એમના ફોઈ હંમેશા કડવી ભાષામાં જ વાત કરતા.એના મમ્મીને પણ વાતે વાતે સલાહ સૂચન જ આપ્યા કરે. ઝંખનાને પણ ટોક્યા કરે. પણ ઉંમરમાં મોટા હોવાથી ઝંખના એમને કંઈ કેહતી નથી. એની મમ્મી પણ એને સમજાવે છે કે થોડા દિવસ રહીને ચાલ્યા જશે તો ખાલી ખોટા કંઈક ખોટુ બોલીને એમનુ મન દુઃખાડવાનુ. અને મા દિકરી હસતા મોઢે એમની બધી વાતોને સાંભળી લે છે.


આ વખતે પણ જ્યારે એના ઘરે રહેવા આવે છે તો પહેલેથી જ લતાબેનને ( ઝંખનાના મમ્મી ) સલાહ આપવાનુ ચાલુ કરી દે છે. રાતે જમતી વખતે તેઓ વાતની શરૂઆત કરે છે.


ફોઈ : લતા હવે ઝંખનાના લગનનુ કંઈ વિચાર્યુ છે કે નઈ. કે પછી આખી જીંદગી છોકરીને આમ ઘરે જ રાખવી છે.


લતાબેન : ના બેન એવુ બિલકુલ નથી. હુ વિચારુ જ છું. મે આપણા સંબંધીઓને પણ કહી જ રાખ્યુ છે. બસ એક વાર ઝંખના માની જાય.


ફોઈ : એમા માનવાનુ શુ ના હોય ! દરેક છોકરી લગન તો કરે જ છે.


ઝંખના : ના ફોઈ હુ મેરેજ નથી કરવાની.


ફોઈ : કેમ તુ કંઈ નવાઈનો આંબો છે કે લગન નથી કરવાની. બધી વાતમા પોતાની મરજી ના ચલાવવાની હોય કેટલીક બાબતોમા વડીલોનુ પણ માનવાનુ હોય.


ઝંખના : તો ફોઈ એ વડીલ ત્યારે ક્યા ગયા હતા જ્યારે મારી મમ્મીને અને મને એમની જરૂર હતી. તમે પપ્પાને તો કોઈ દિવસ પોતાની ફરજ ના યાદ દેવડાવી !!


ફોઈ : એટલે તુ કહેવા શુ માંગે છે !!


લતાબેન : અરે કંઈ નહી બેન તમે ક્યાં એની વાતો સાંભળો છો. એ તો નાદાન છે.


ફોઈ : એટલી પણ નાદાન નથી. જબાન તો કાતરની જેમ ચાલે છે. હા તો બોલ મે શુ નથી કીધુ તારા પપ્પાને.


ઝંખના : ફોઈ તમે જેમ અત્યારે મને અને મારી મમ્મીને સલાહ આપો છો કે અમારે શુ કરવુ જોઈએ અને શુ ના કરવુ જોઈએ. તો પપ્પાને પણ થોડુ સમજાવવું જોઈએ ને કે પત્ની અને બાળકો સાથે કેવી રીતે રેહવુ જોઈએ.


ફોઈ : તને શુ લાગે છે મે તારા પપ્પાને નઈ સમજાવ્યુ હોય ! અરે તારો બાપો એટલો જીદ્દી અને અડીયલ હતો કે મોટી બહેન હોવા છતા પણ મને મોઢે પખડાવી દેતો. અને તુ પણ તારા પપ્પા જેવી જ છે. એકદમ જીદ્દી.


ઝંખના : ના હુ પપ્પા જેવી બિલકુલ નથી.


ફોઈ : તો પછી કેમ ભાગે છે લગન કરવાથી ? શુ તને તારી પર વિશ્વાસ નથી કે તુ તારા છોકરાઓને સારી પરવરીશ આપી શકીશ. કે પછી તને પણ તો એવુ નથી લાગતુ ને કે તુ પણ તારા બાપ જેમ જ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ જશે ?


ફોઈના આ શબ્દો ઝંખનાના હ્રદય પર ચાબખાની જેમ પડે છે. અને તે જમવાનુ અડધુ છોડીને એના રૂમમા ચાલી જાય છે. આ બાજુ ફોઈ નુ તીર ઝંખના તરફથી ફંટાઈને એની મમ્મી તરફ જાય છે.


ફોઈ : લતા છોકરીને આટલી છૂટ આપવી સારી નથી. તને અત્યારે મારી વાત કડવી લાગશે. પણ જ્યારે તુ નહી હોય ત્યારે ઝંખનાનુ કોણ બેલી થશે. હુ જાણુ છુ રમેશે તમારા બંને પ્રત્યે અન્યાય કર્યો છે. પણ તુ જાણે છે અમે એને સમજાવવામા કોઈ કચાશ નથી રાખી.


લતાબેન : હુ જાણુ છુ બેન. પણ આ છોકરી ખબર નઈ કેમ કોઈ વાત માનવા તૈયાર નથી.


ફોઈ : એના બાપને કારણે એણે અમારા બધા સાથે પણ સંબંધો સીમિત રાખ્યા છે. ખબર નઈ કયા પૂર્વગ્રહથી બંધાયેલી છે. સમજ જ નથી પડતી.


લતાબેન : તમે ચિંતા ના કરો. હુ એને સમજાવીશ. અને એના તરફના આજના વર્તન માટે હુ માફી માંગુ છું.


ફોઈ : અરે મને એની કોઈ વાતનુ ખોટુ નથી લાગ્યુ. મને ખબર છે હુ આમ તમને વારંવાર ટોક્યા કરુ એ એને નથી ગમતુ. પણ શુ કરુ હુ પણ એના જ બાપની બેન છુ ને. આમ મોઢા પર બોલવાની આદત જતી જ નથી. પણ ખૈર.. હુ તો કાલે ચાલી જઈશ. પણ તુ એને સમજાવજે કે આમ એકલા જીંદગી ના નીકળે. જીવનમા દરેકને એક સાથીની જરૂર પડે જ છે.


આટલુ કહી ફોઈ સૂવા ચાલ્યા ગયા. અને લતાબેન બધુ સંકેલી દૂધનો ગ્લાસ લઈ ઝંખનાના રૂમમા જાય છે. ઝંખના લેપટોપમાં કંઈક સર્ચ કર્યા કરતી હોય છે. લતાબેન જઈને દુધનો ગ્લાસ એની તરફ ધરે છે અને એના માથા પર હાથ ફેરવી કહે છે.


લતાબેન : બેટા આટલો ગુસ્સો સારો ના કહેવાય. તે આજે ફોઈ સાથે કેટલુ ખરાબ વર્તન કર્યુ.


ઝંખના : મમ્મી પ્લીઝ હવે તમે નઈ શરૂ થઈ જતા. મને હવે સાચે કંટાળો આવે છે આ બધી વાતોથી.


લતાબેન : સારુ હવે કંઈ નહી કહીશ. પણ મારી એક વાતનો જવાબ આપ. શુ મે તને કોઈ પણ બાબતમાં રોકી છે ? શુ મે તારા દરેક નિર્ણય મા સાથ નથી આપ્યો ?


ઝંખના : હા મમ્મી તે મને હંમેશા સાથ આપ્યો છે. અને ભગવાનનો આભાર માનુ છું કે મને તારા જેવી મમ્મી આપી.


લતાબેન : તો પછી બેટા મારી એક વાત માની જા ને. એકવાર તો લગન માટે વિચાર. હુ એમ નથી કેહતી કે અમે જે છોકરો બતાવીએ એની સાથે તારે તરત જ લગન કરી લેવા. જો તને બીજુ કોઈ પસંદ હોય તો મને કહી શકે છે. અને જો કોઈ પસંદ નથી તો અમે જે છોકરો શોધીએ એને એકવાર મળી જો, એની સાથે વાતચીત કરી જો, પછી કોઈ નિર્ણય લે.


ઝંખના : મમ્મી મને કોઈ પસંદ નથી. અને મારે મેરેજ જ નથી કરવા તો કોઈને મળવાની જરૂર જ ક્યાં છે !!


લતાબેન : પણ દિકરા અત્યારે હુ છું તો આપણે એકબીજાનો સહારો બની રહીએ છીએ. પણ જ્યારે હુ નહી રહુ ત્યારે તારુ કોણ ? એ જ ચિંતા મને રાત દિવસ સતાવે છે. મારી પણ ઈચ્છા છે કે તારો પણ એક પરિવાર હોય. જે સુખ મને નથી મળ્યુ એ તને મળે. પતિનો પ્રેમ અને સાથ તને મળે. તારા પણ બાળકો હોય જેની સાથે તુ તારા બધી જ ખુશી અનુભવે. જેમ તુ મારો સહારો બની છે તેમ તારા બાળકો પણ તારો સહારો બને.


ઝંખના : ઓફ ઓ મમ્મી તુ પણ શુ આ બધી દકિયાનુશી વાતો લઈને બેસી છે. આ બધુ કહેવાની વાતો છે. તમારી છોકરી એટલી મજબૂત છે કે એ પોતે જ પોતાનો સહારો બની શકે છે. અને રહી વાત ફોઈ ની વાતોની તો મે એના વિશે કંઈક નક્કી કર્યુ છે. અને હુ એના માટે જ અત્યારે કામ કરુ છું.


લતાબેન: એટલે શુ તુ લગન કરવા માટે તૈયાર છે ?


ઝંખના : oh god.. not again.. મમ્મી તારી ટેપ કેમ લગન પર જ અટકે છે !! હુ લગનની નઈ બેબીની વાત કરુ છું.


લતાબેન : એટલે તુ કેહવા શુ માંગે છે ?


ઝંખના : હુ એ કહેવા માંગુ છુ કે ફોઈ કહે છે ને કે હુ કોઈ બાળકની પરવરીશ સારી રીતે નહી કરી શકું. હુ પણ મારા પપ્પાની જેમ બાળકના ઉછેરમા નિષ્ફળ જઈશ !! તો હુ એમને બતાવી દઈશ કે હુ ખૂબ જ સારી મા બની શકુ છું અને એની પરવરીશ પણ ખૂબ સારી રીતે કરી શકુ છું.


લતાબેન : તુ શુ કહે છે મને કંઈ જ સમજ નથી પડતી. એક તરફ તુ લગન કરવાની ના પાડે છે અને અને બીજી તરફ એક સારી મા બનવની વાત કરે છે !!


ઝંખના : અરે મારી ભોલી મમ્મી. હું બાળક દત્તક લેવાની વાત કરુ છું. મે અહી કેટલાક અનાથાશ્રમ સર્ચ કર્યા છે. હુ એમા જઈશ અને એક બાળક દત્તક લઈશ.


લતાબેન : આ તુ શુ કહે છે !! તને કંઈ ભાન બાન છે કે નઈ..


ઝંખના : એમા ખોટુ શુ છે મમ્મી.. આપણા થકી કોઈ બાળક ને સારુ જીવન મળે એ સારુ જ છે ને.. અને મે નિર્ણય લઈ લીધો છે. તો તારે પણ મને આમા સાથ આપવો પડશે.


લતાબેન : મને તો તારી કોઈ વાત સમજ નથી આવતી. તુ જાણે ને તારુ કામ જાણે. પણ એક સલાહ જરૂર આપીશ. આ બહુ મોટો નિર્ણય છે. તો જરા લાંબુ વિચારીને નિર્ણય લે જે. એવુ ના બને કે ફોઈ ને દેખાડી દેવાના આવેશમા તુ આ પગલુ ભરે અને પાછળથી તને કોઈ ના સાથની કમી મેહસુસ થાય અને તુ એ મેળવી ના શકે.


ઝંખના: મમ્મી મે બધુ વિચારી લીધુ છે. તુ બસ મને સાથ આપજે. તારા સાથ સિવાય મને કંઈ નથી જોઈતુ.


લતાબેન : સારુ હવે બહુ વિચારી લીધુ બાકીનુ હવે કાલે વિચારજે હવે સૂઈ જા.


ઝંખના : હા બસ મમ્મી હવે થોડુ જ કામ છે પછી સૂઈ જ જઈશ. બસ અને એ એની મમ્મીને જોરથી ગળે લગાડે છે.


લતાબેનના જતા ઝંખના ફરી લેપટોપમા ધ્યાન પરોવે છે અને કેટલીક ડિટેઇલ્સ એની ડાયરીમાં ટપકાવે છે. એટલામા જ અરમાન નો મેસેજ આવે છે.


અરમાન : hii.. miss busy.. એટલા બધા વ્યસ્ત છો કે એક મેસેજ કરવાનો પણ સમય નથી મળતો.


ઝંખના : oh sorry Armaan.. હા થોડી બીઝી તો હતી. તને તો ખબર છે ઘરે ફોઈ આવેલા છે. તો સમય જ નથી મળતો.


અરમાન: અરે હા.. ફોઈ હજી ગયા નથી ?


ઝંખના : ના કાલે જવાના છે. અને આ વખતે પણ એક તોફાન આપીને જ જવાના છે.


અરમાન : કેમ શુ થયુ?


ઝંખના : કંઈ નઈ એ જ એમની હર વખતની રામાયણ. પણ આ વખતે મે પણ એક ફેસલો લઈ જ લીધો છે. જેનાથી આ બધી રામાયણ જ પૂરી થઈ જાય. અને એ અરમાનને ફોઈ સાથેની માથાકૂટ, મમ્મી સાથેની રકજક, અને પોતાનો નિર્ણય બધુ જ કહે છે. અને પૂછે છે કે એનો નિર્ણય બરાબર છે ને.


અરમાન : હા ઝંખના તે જે નિર્ણય કર્યો એ બરાબર જ છે. હા ખબર છે. શરૂ શરૂમા થોડી પરેશાની આવશે પણ તુ એનો સામનો સારી રીતે કરશે એનો પણ મને વિશ્વાસ છે. હુ તારી સાથે જ છું.


ઝંખના : thank you.. અરમાન મારી વાતને સમજવા માટે અને મને સપોર્ટ કરવા માટે.


અને બંને એકબીજાને ગુડ નાઈટ વીશ કરી સૂઈ જાય છે.


( મિત્રો ક્યાં આપણે તો અરમાન અને ઝંખનાની વચ્ચે એક સરસ રોમેન્ટિક સ્ટોરીની કલ્પના કરતા હતા પણ આ શુ ફોઈ અને ઝંખના એ તો આપણી કલ્પનાઓ પર પાણી ફેરવી દીધુ. 😔 અને આ અરમાન પણ ઝંખનાની હા મા હા મિલાવે છે. 😏ખેર એમને કરવા દો એમની મનમાની હમણા. પણ હોગા તો વહી જો મંજૂરે તમન્ના હોગા.. 😄😄પણ સાચુ કહુ તો મને પણ કોઈ આઈડીયા નથી આગળ શુ થશે.🤪🤪 હવે શું થશે એ જોઈશું આગળના ભાગમાં..)


વાર્તા ગમે તો લાઈક કરજો અને રિવ્યુ આપવાનુ ના ભૂલતા.😊😊



✍Tinu Rathod - તમન્ના