Daughter's childhood books and stories free download online pdf in Gujarati

દીકરી નું બાળપણ

એક ગામ હતું. તે ગામ માં રામભાઇ અને તેમનો પરિવાર રહેતા હતાં. રામભાઇ ને ચાર દિકરીઓ અને એક દીકરી હતો. રામભાઇ ની પત્ની નું નામ કંચન બહેન હતું. રામભાઇ ને ખેતર હતું એટલે તે ખેતીવાડી કરતા હતાં.

રામભાઇ રોજ વહેલી સવારે 4:00 વાગ્યે ઊઠી , સ્નાન કરી અને પછી વાડીએ હતા રહેતાં.પછી ઘર નું થોડુંઘણું કામ કરીને તેમની પત્ની પણ થોડી મદદ કરવા વાડીએ જતાં . રામભાઇ ની દિકરીઓ બહુ નાની ન હતી , બે દીકરી એટલે કે ખુશી 22 અને માનસી એ 20 વર્ષની હતી અને ઊર્જા 17 અને વિશ્વા 18 વર્ષ ની હતી અને તેમનો દીકરો વંશ એ 14 વર્ષ નો હતો.

એક દિવસ રામભાઇ સાંજે ખેતરે થી પાછા આવ્યા. તે દિવસે સવારથી જ રામભાઇ ની તબિયત સારી ન હતી , તેમને ઘરમાં કોઈને પણ તેમની તબિયત ઠીક ન હતી તે જણાવ્યું ન હતું. ઘરે આવ્યા પછી તેમને તેમની મોટી દીકરી
ખુશી ને બોલાવી " ખુશી ઓ ખુશી બેટા ! હા પપ્પા કહોને શું કામ છે ? ખુશી બોલી"
' બેટા , મને આજે મજા નથી હું થોડીવાર સૂઈ જાવ છું. " ખુશી કહે , કેમ પપ્પા શું થયું? તમને મજા નથી ? તમે કહેતા હોય તો હું ડોક્ટર ને બોલાવી લાવું? " અરે નાં બેટા ! મારી તબિયત એટલી પણ ખરાબ નથી , હું થોડીવાર સૂઈ જઈશ એટલે સારું થઈ જશે. મે તને એટલે બોલાવી કે કોઈ મારા માટે પૂછે તો કહેજે કે હું રૂમ માં સૂતો છું . હા પપ્પા સારું તમે સૂઈ જાવ.

રામભાઇ સૂતા હતાં. અચાનક તેમને લોહીની ઊલટી થવા લાગી અને માંગ માંગ તેમને ખુશી ને બોલાવી ' ખુશી બેટા અહીંયા આવ જલ્દી , હા પપ્પા બોલો ! તમને કઈ થાય છે પપ્પા અને આ શું લોહી ની ઊલટી ? પપ્પા તમે અહી બેસો હું માનસી ને કઈ ને ડોક્ટર ને બોલવું છું. થોડીવાર પચી માનસી ડોક્ટર ને લઈને આવી, ડોક્ટરે રામભાઇ ને તપાસ્યા, પછી ડોક્ટર કહી બોલ્યા નહીં! ખુશી કહે શું થયું ડોક્ટર સાહેબ ? તમે કેમ કઈ બોલતા નથી? ડોકટરે કહ્યું " રામભાઇ ને કેન્સર છે ! આ સાંભળી બધા જ સ્તબ્ધ થઈ ગયા. ડોકટરે કહ્યું ' રામભાઇ હવે તમારે ફકત આરામ કરવાનો છે જો તમે આવી હાલત માં ખેતી કરશો તો તમારી તબિયત વધારે ખરાબ થવાની શક્યતા છે. હું તમને દવા લખી આપું એ સમયે સમયે લેજો. પછી દવા આપીને ડોકટરે ખુશી ને કહ્યું ' કે ગમે ત્યારે મારી જરૂર પડે તો મને બોલાવજે કરજે હું આવી જઈશ. " હા સારું ખુશી એ એમ કહીને ડોક્ટર ને બાર સુધી મુકવા ગઈ અને પાછી રૂમ માં આવી અને રામભાઇ ને કહ્યું" પપ્પા તમે સાંભળ્યું ને ડોક્ટર સાહેબ શું કીધું કે તમે હવે ખેતરે નહીં જાવ. રામભાઇ કહી બોલ્યા નહીં. ખુશી કહે પપ્પા શું થયું ? કેમ આટલા ઉદાસ થઈ ગયા ? ડોક્ટર સાહેબ જે કહીને ગયા તે જ વિચારતા હતા ને ? તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી , તમારે ફકત આરામ જ કરવાનો છે હવે! ખુશીની વાત સાંભળી રામભાઇ કહે ' બેટા ! જો હું આરામ કરીશ તો ખેતીનું કામ કેમ થશે ? અને તારી મમ્મી પછી ઘર સંભાળશે કે પછી ખેતી! કંચન બહેન કહે " તમે ખેતી અને ઘર ની ચિંતા ન કરો એ બંને હું સંભાળી લઈશ.તમે હવે ફકત આરામ જ કરો. દીકરી અને પત્ની ની વાત સાંભળી છતાં રામભાઇ ઉદાસ હતા અને ચૂપચાપ વિચારો માં લીન હતાં.

થોડીવાર ખુશી એ રામભાઇ ને બેસવા દીધા. પછી ખુશી એ પૂછ્યું ' પપ્પા શું થયું? તમે શું વિચારો છો ? ત્યારે રામભાઇ કહે ' બેટા જો હું કમાઈશ નહી તો આપણું ઘર કેમ ચાલશે? તારી બહેનો અને ભાઈ ને હજી થોડો અભ્યાસ બાકી છે અને ખેતી માં પણ કઈ ખાસ કમાણી નહિ થતી તો આપનું ઘર કેમ ચલાવીશું? ત્યારે તેમની બંને દિકરીઓ એટલે ખુશી અને માનસી બોલી ' પપ્પા તમારે ચિંતા કરવાની જરૂર નથી અમે બંને છીએને અમે કમાઈશું અને અને ઘરખર્ચ કાઢશું , તમે શું કામ એટલું બધું વિચારો છો! અમે ગને તેમ કરીને નાની મોટી જોબ શોધી લઈશું. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી , તમે ફકત આરામ કરો. બંને દીકરીઓ ની વાત સાંભળીને રામભાઇ ની આંખ માં આંસુ આવી ગયા અને બોલી ઉઠ્યા કે " ખરેખર આ દિકરીઓ મારા ઘર નો દીવો છે દીવો. જે ઘરમાં દીવો જ ન હોય તે ઘરમાં પ્રકાશ ક્યાંથી પડવાનો ! અને પ્રકાશ ત્યારે જ પડે જ્યારે તેમાં રહેલી વાત પ્રજ્વલિત થાય. રામભાઇ ની આંખો માંથી ખુશીના આંસુ એવી રીતે વહેતા હતા જેમ કે કોઈ ઝરણું વહેતું હોય. તેઓ કહેતા કે , હે ઈશ્વર તમે મને દીકરી નાં રૂપમાં અણમોલ ભેટ આપી છે .ખરેખર આવી દીકરી પામીને હું ધન્ય ધન્ય થઈ ગયો છું.

બીજા રસપ્રદ વિકલ્પો