Daughter is the lake of understanding books and stories free download online pdf in Gujarati

દીકરી એટલે સમજણ નું સરોવર

શીર્ષક : દીકરી એટલે "સમજણ નુ સરોવર"

(આ પ્રસંગ માં હું તમને એક બહેન - ભાઈ નાં અતૂટ પ્રેમ વિશે ને વાત કહેવા જઈ રહી છું.)

એક ગામ માં પ્રદીપભાઈ અને તેમની પત્ની રીના બહેન રહેતા હતા. તેમને એક પુત્ર રોહન અને પુત્રી વિદ્યા હતા. વિદ્યા ઉંમર માં મોટી હતી અને રોહન નાનો હતો. બંને હજી અભ્યાસ કરતા હતા. વિદ્યાએ પોતાની
M. com નો અભ્યાસ પૂર્ણ કરીને PHD નો અભ્યાસ કરતી હતી. અને
રોહન ૧૨ માં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યો હતો. બંને ભાઈ - બહેન વચ્ચે એક
અતૂટ સંબંધ હતો. બંને વચ્ચે લાગણી નાં સંબંધો ની દોર બંધાયેલી હતી.
બંને ને એકબીજા સાથે ખૂબ બનતું હતું. બંને પોતાની સિક્રેટ વાતો એકબીજા સાથે શેર કરતા હતા. વિદ્યા પોતાનું પ્રોફેસર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ખૂબ મહેનત કરતી અને રોહન ને પણ અભ્યાસ માં મદદ કરતી.

વિદ્યા અને રોહન જ્યારે પોતાનો અભ્યાસ સમય પૂર્ણ થાય પછી બાળપણ ની યાદો ને વાગોળતા હતા. બંને બાળપણ મ કેવા હસતાં-
રમતા, ઝગડતાં બધી જ વાતો યાદ કરીને આનંદ અનુભવતા હતાં. વિદ્યા રોહન ને કહે," આ બાળપણ નાં દિવસો પણ કેવા મસ્ત હતા નઈ? આ બાળપણ નો સમય ક્યારે જતા વાર પણ ન લાગી ને, આપણે બંને ક્યારે
મોટા થઈ ગયા ખબર જ ન પડી. આવી જ રીતે બંને હસતાં રહેતા અને બંને એકબીજા સાથે સમય વિતાવતા.

થોડા દિવસો પછી રોહન ની બોર્ડ ની પરીક્ષા ની તારીખ આવી ગઈ. રોહન અભ્યાસ માં થોડો નબળો હતો. તે પરીક્ષા નું નામ સાંભળી ને ગભરાઈ ગયો. પછી તે કોઈ જોડે બોલ્યા વગર એક ખૂણા નાં જઈ ને બેસી ગયો.થોડી વાર પછી વિદ્યા આવી અને તેને જોયું ક આ રોહન નો અવાજ કેમ નથી આવતો ,ત્યારે વિદ્યા ને જોયું તો રોહન એક ખૂણા માં બેસેલો હતો. વિદ્યા અે રોહન ને પૂછ્યું, રોહન શું થયું? કેમ આમ ચૂપ થઈ ને બેસી ગયો? રોહન કહે, દીદી મારી બોર્ડ ની પરીક્ષા ની તારીખ આવી ગઈ છે.
મને બહુ ટેન્શન થાય છે. રોહન ની આ પરીક્ષા નાં ટેન્શન ની વાત સાંભળી ને તેને વિચાર્યું કે હું તેને પરીક્ષા માટે વધારે ટેન્શન નહિ આપું પણ તેને સમજાવી તો શકું ને ! વિદ્યા એ વિચાર્યું માટે કંઇક એવું કરવું પડશે જેથી હું તેને પરીક્ષાની ચિંતા માંથી દૂર કરી શકું. વિદ્યા e થોડાં દિવસ કંઇ n કહયું રોહન ને ! પછી રોહન પોતે જ મહેનત કરવા લાગ્યો.

થોડા દિવસ પછી રોહનને કહયું, રોહન તું પરીક્ષા ની બહુ ચિંતા ન કર. પરીક્ષા એ કઈં બહુ મોટી વાત નથી. મે પણ પરીક્ષા આપી છે.એમાં ડરવા નું ન હોય. તું મહેનત કર પછી પરિણામ ગમે તે આવે ! તારે તારી હિંમત નહિ હરવા ની. તું તને જેટલું આવડે એટલું વાંચી લે જે નથી આવડતું એમાં બહુ ધ્યાન ન આપ, પણ જે આવડે છે એમાં ખૂબ મહેનત કર.
,પણ આમ જો તું હિંમત હારી જઈશ પરીક્ષા નાં નામ થી તો કેમ ચાલશે? તારે પરીક્ષા તો આપવી પડશે ને જો તું આમ બેસી જઈશ તો તને વારંવાર પરીક્ષા નો ડર લાગ્યો કરશે, એટલે તી ટેન્શન ન લે બધું સરખું થઈ જશે.
આમ, વિદ્યાએ રોહન ને સમજાવ્યો કે તું પરીક્ષા નું ટેન્શન ન લે .હજી તો ખાલી પરીક્ષા ની તારીખ આવી છે , પરીક્ષા નથી આવી!

એક મહિના પછી રોહન ની બોર્ડ ની પરીક્ષા આવી.રોહન ખૂબ મહેનત કરી હતી .તેને પરીક્ષાતો શાંતિ થી આપી દીધી.પછી બંને ભાઈ -
બહેન પહેલા જે રીતે વાતો કરતા હસતા એવી રીતે બાળપણ વાગોળતા રહ્યા.

થોડા દિવસ પછી રોહન નું બોર્ડ નું પરિણામ આવ્યું.
જેનો ડર હતો બધા ને તેવું જ થયું. રોહન એક વિષય માં નાપાસ થયો. અને તેને જ્યારે પરિણામ આવ્યું ત્યારે ઘર માં વાત ન કરી પરિણામ ની .
તેને ડર હતો કે જો હું ઘરે કઈશ તો મને પપ્પા ખીજાશે. અને તેના પર ગુસ્સો કરશે. આ ડરથી તે ઘર છોડીને જતો રહ્યો. પછી વિદ્યા ઘરે આવી. ઘર માં રોહન ને n જોયો તો એની મમ્મીને પૂછ્યું ,મમ્મી રોહન ક્યાં ગયો? ,તેની મમ્મી કહે , હું પણ ક્યાર ની ગોતું છું પણ તે ક્યાંય દેખાતો નથી.મને તો તે ઘર માં હોય એવું લાગતું નહીં. કદાચ તે બાર ગયો હસે તેના મિત્રો સાથે. વિદ્યા કહે પણ મમ્મી આજે તેનું રિઝલ્ટ આવ્યું છે! અને અત્યારે જ મને તેના મિત્રો એ કહ્યું કે ,રોહન એક વિષય માં નાપાસ થયો છે. મમ્મી મને ડર છે કે તે કંઇ ઘર છોડી ને તો નથી જતો રહ્યો ને?

વિદ્યા અને તેના મમ્મી બંને રોહન ને શોધવા ગયા. પણ ગામ માં રોહન ન મળ્યો.તેથી બંને ઘરે પાછા આવ્યા. બંને ની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. થોડી વાર માં તેના પિતા ઘરે આવ્યા. અને બંને ને રડતા જોઈ પૂછ્યું, કેમ શું થયું? કેમ બંને રડો છો? થોડી વાર બંને કંઈ બોલી n શક્યા. પછી વિદ્યા કહે , પપ્પા રોહન ક્યાંક જતો રહ્યો છે. તેના પિતા કહે, ક્યાં? તું શું કહે છે મને સરખું કે? વિદ્યા કહે, પપ્પા રોહન નું આજે રિઝલ્ટ આવ્યું. અને તે એક વિષય માં ફેલ થયો છે તેથી તે ઘર છોડીને જતો રહ્યો. તેના પપ્પા કહે, તમે ગામ માં જોયું? વિદ્યા કે હા અમે બધી જગ્યા એ જોયું તે ક્યાંય નથી.

બે દિવસ થયા છતાં રોહન નો કોઈ પતો નહોતો. પછી વિદ્યા રૂમ માં બેઠી અને વિચારતી હતી કે રોહન ક્યાં ગયો હસે? ત્યારે અચાનક તેને એક વાત યાદ આવી. તે અને રોહન જ્યારે વાતો કરતા ત્યારે હમેશાં રોહન તેના એક મિત્ર ની વાત કરતો. તેનો એ મિત્ર શહેર માં એકલો રહેતો હતો. રોહન હમેશાં કહેતો મારે તેને મળવું છે ,પણ તે જઈ ન શકતો.
પછી વિદ્યા એ તેના મમ્મી પપ્પા ને વાત કરી અને રોહન ને ગોતવા તેના એ મિત્ર નાં ઘરે જવા શહેર જવા નીકળી. પછી વિદ્યા તેના મિત્રના ઘરે જવા
તેનું સરનામું માંડ માંડ ગોત્યું. પછી તે તેના મિત્ર નાં ઘરે ગઈ અને ત્યાં જેને ડોરબેલ વગાડ્યો. અને ડોરબેલ વાગતા જ બારણું ખુલ્યું, અને જોયું તો બારણું રોહન જ ખોલ્યું હતું. વિદ્યા કહે , રોહન તું અહીંયા! હા દીદી હું ઘર છોડી ને અહીંયા આવી ગયો હતો. મને ડર હતો કે પપ્પા મારા ફેલ થવાની વાત સાંભળી ને ખીજાશે તો? આમ , વિદ્યા એ શાંતિ થી રોહન સાથે વાત કરી.

વિદ્યાએ રોહનને સમજાવ્યો કે રોહન, તને હું ખાતરી આપું છું કે તને ઘરે કોઈ કહી નહિ કે, પણ અત્યારે તું ઘરે પાછો આવીજા. તને ખબર છે ઘરે મમ્મી - પપ્પા બે દિવસ થી જમ્યા પણ નથી. અને તું કહે તે તને વધશે! નાં રોહન તને અે લોકો કેટલો પ્રેમ કરે છે,ખબર છે? રોહન કહે નાં. વિદ્યા કહે જ્યારે તું બોર્ડની પરીક્ષા આપવા જતો ત્યારે મમ્મી - પપ્પા વાતો કરતા હતા કે, રોહનને ખૂબ મહેનત કરી છે . તેનું પરિણામ જે આવે તે પણ આપણે તેને કંઈ નહિ કહેવાનું. આપણે તેને આશ્વાસન આપીશું કે કંઈ વાંધો નહીં આવતા વરસે વધુ મહેનત કરજે.મમ્મી - પપ્પા તારા ગયા પછી આવી વાતો કરતા પણ મે તને નહોતું કહયું પણ મને શું ખબર કે તું ઘર છોડીને આવતો રહિશ.રોહન સાથે તને મમ્મી - પપ્પા કંઇ નહિ કહે.તું પ્લીઝ અત્યારે ઘરે પાછો આવી જા .

બહેનની વાત માનીને રોહન ઘરે ગયો. પછી મમ્મી - પપ્પા ને મળ્યો પણ તેના મમ્મી - પપ્પા ખે કંઇ વાંધો નહીં બેટા! જતું થાકી ગયો હઇશ તું આરામ કર. આમ, વિદ્યા નાં સમજાવવાથી રોહન માં ઘણો સુધારો આવ્યો હતો. અને હવે તે ખૂબ મહેનત કરતો . અને બીજી વાર તેને બોર્ડ ની પરીક્ષા આપી અને તે પ્રથમ નંબર પાસ થયો હતો.

આમ, વિદ્યાએ પોતાના સમજણ રૂપી સરોવરથી તેના ભાઈનું ભવિષ્ય સવાર્યુ હતું.

સાર:
( આ પરથી આપણે સમજી શકીએ કે એક દીકરી માં એટલી શક્તિ છે કે તે તેના પરિવાર નું શૂન્ય માંથી નવું સર્જન કરી શકે છે. એટલે દીકરી ને દુર્ગા નું બીજું રૂપ કહયું છે. મુશ્કેલીના સમયે એક દીકરી જ સમજદારી પૂર્વક પરિવાર નું નામ ઉજ્વળ કરે છે .)

~અમીષા માલવણીયા "અમી"

બીજા રસપ્રદ વિકલ્પો