હવે આગળ ,
આપણે જોયું કે દેવનો ઇન્ટરવ્યૂ ચાલે છે દેવ 10 મિનિટ સુધી ઇન્ટરવ્યૂમાં જે પૂછે છે તેના ઝડપ થી જવાબ આપે છે બીજી બાજુ ઇન્ટરવ્યૂમાં બેઠેલ સાહેબો પણ સવાલોની હારમાળા કરી દે છે તે પણ દેવ પાસે થી વધુ જાણવાની અપેક્ષા રાખે છે દેવનો ઇન્ટરવ્યૂ 10 મિનિટ પુરી થઈ ગઈ તો પણ હજી સવાલોની વણજાર ચાલુ જ હતી દેવ પર . દેવ પણ ક્યાં હાર માને તેમ હતો જેટલા સવાલોની વણજાર સાહેબો કરતા તેટલા જ ચોટદાર જવાબ દેવ આપતો હતો .ઇન્ટરવ્યૂ પૂરું થયું દેવને બહાર બેસવાનું કહ્યું અને પછી બીજા એક દેવના મિત્રનો વારો આવ્યો .એમ ચાલતું જ રહ્યું વારાફરતી વારો એક પછી એક એમ બધાના ઇન્ટરવ્યૂ પુરા કર્યા થોડીવાર બાદ બધા ને ફરી એકવાર બોલાવવામાં આવ્યા .એકવાર ફરી બધાના હૈયાની ધડકન ઉપર નીચે થવા લાગી.એક પછી એક જેટલા લોકો ઇન્ટરવ્યૂ માટે પાસ થયા હતા તે બધાને ઇન્ટરવ્યૂ આપવા માટે ધન્યવાદ કહ્યું સર હવે જેટલા ઇન્ટરવ્યૂમાં પાસ થયા તેના નામ એનાઉસમેન્ટ કરવાના હતા .બધા તે સર સામે જ જોતા હતા હું પણ તેમાંનો એક હતો થોડીજ વારમાં એક પછી એક 24 લોકોના નામ એનાઉસમેન્ટ કર્યું તેમાં મારુ નામ નંબર 5 પર હતું હું ખૂબ જ ઉત્સાહિત હતો કોણ ઉત્સાહિત ના હોય હજી થોડું જ ભણ્યો ત્યાં નોકરી મળી ગઈ તો હું પણ ઉત્સાહિત થયો થોડીવારમાં જેટલા લોકો પાસ થયા તેને 10 દિવસ માટે ટ્રેનિંગ માટે નવસારી જવાનું હતું .સર એક પછી એક સરપ્રાઈઝ જ આપતા હતા અમને .બધા ટ્રેનિંગ ની વાત સાંભળી બધા જ ખુશ હતા પણ હજી સુધી સેલેરી માટે કોઈ પણ જાણ કરી ન હતી .
સર બધા સામે જોઇને કહેવા લાગ્યા મને ખબર છે તમે સેના વિશે વિચાર કરી રહ્યા છો તમારી સેલેરી ને ? અને બધા ને પૂછે છે .બધા હા માં માથું હલાવે છે . મને ખબર જ હતી પણ બધાને છેલ્લે હું કેવાનો હતો હવે તે પણ એનાઉસમેન્ટ કરી જ દવ છું તમારી સેલેરી એક મહિનાના 9000 હશે અને તમારી ટ્રેનિંગ માં જમવાનું રહેવાનું આવવા જવાનો ખર્ચ બધું જ કંપની ભોગવશે અત્યારે તમારે તમારા ખર્ચે આવવાનું રહેશે ત્યારબાદ બધો ખર્ચ કંપની ભોગવશે.
સર બધી માહિતી આપે છે અને તે ત્યાંથી પોતાની કંપનીમાં જોડાવા માટે આભાર વ્યક્ત કરે છે તો બીજી બાજુ બધા વિધાર્થી ખુશ હોય છે કે , તેમને પ્લેસમેન્ટમાંથી જ નોકરી મળી ગઈ તે પણ સારા પગાર સાથે . દેવ પણ ખુશ હતો તે હવે ઘરે કેમ વાત જણાવવી તે વિચાર કરતો હતો બધા લોકો હૉલ માંથી બહાર આવ્યા અને ઘર તરફ રવાના થવા લાગ્યા બીજી તરફ દેવ અને ભાવેશ પણ ઘર તરફ રવાના થવા લાગ્યા દેવ અને ભાવેશ ને પણ એક સાથે નોકરી તે જ કંપનીમાં મળી ગઈ હતી. ભાવેશ તો ખુશ હતો તેના ઘરેથી તેને નોકરી કરવા માટે બહાર જવાની પરમિશન લેવાની જરૂર ન હતી જ્યારે દેવને તેનાથી વિરુદ્ધ હતું .
દેવ બહાર નીકળ્યો ભાવેશ સાથે હતો દેવને થોડો મુંજાયેલો જોઈને ભાવેશ પૂછી બેસે છે કાઈ થયું છે તને .
દેવ : ના કાઈ થયું નહીં ભાવેશ.
ભાવેશ : તો કેમ આજે તું મુંજાયેલો લાગે છે તું નોકરી માટે પણ સિલેક્ટ થઇ ગયો છે સારી એવી નોકરી છે તને તારા સપનાની નજીક લઇ જાય છે તો તને શુ પ્રોબ્લેમ છે .
દેવ : મારા ઘરે મેં પૂછ્યું નથી બહાર નોકરી માટે એ જ પ્રોબ્લેમ છે બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી.
ભાવેશ : તારા ઘરેથી હા જ પાડશે નોકરી માટે તને તું ચિંતા ના કર આમ પણ આપણે ચાર દિવસમાં નીકળી પણ જવાનું છે .
દેવ : હા મને ખબર છે ચાર દિવસ જ છે મને કોઈ વાત ની ના નથી પાડી મારા ઘરેથી એટલે કોઈ પ્રોબ્લેમ નથી.
ભાવેશ : હા તો હું તને એ તો કહું છું .
દેવ : હા
બને વાતો વાતો માં ક્યારે બસ સ્ટોપ પર પહોંચી ગયા બંનેમાંથી કોઈને ખબર જ ન પડી દેવ અને ભાવેશ ત્યાથી છુટા પડ્યા દેવ બસમાં જઇ બેઠો તો ભાવેશ બાઇક લઈને ઘર તરફ નીકળી ગયો તે તો ઉત્સાહમાં ને ઉત્સાહ માં ઘરે ક્યારે પહોંચી ગયો તેને ખબર જ ન રહી બીજી તરફ દેવ પણ બસમાં બેસીને તે જ વિચાર કરી રહ્યો હતો કે શું તે ખરેખર આ નોકરી માટે તેના ઘરેથી પરમિશન આપશે. બસની સાથે દેવના વિચાર પણ ગતિ કરવા લાગ્યા બીજી તરફ ભાવેશે ઘરે વાત કરી તો તેને પરમિશન મળી ગઈ તે વધુ ખુશ થયો. તે પોતાને માટે લઇ જવાની વસ્તુ ખરીદી કરવા નીકળી જાય છે .દેવ હજી બસમાં જ છે બસની સાથે સાથે અનેક વિચારો તેના મનને ઘેરી લે છે દેવ થોડીવાર બસમાં એમ જ આંખો બંધ કરે છે અને બેસી રહે છે .થોડી જ વારમાં તેનું મન શાંત થાય છે અને વિચાર કરવાનું છોડી દે છે .મન શાંત થતા જ બસ રોકાઈ છે બસ રોકતા જ દેવ જાગી જાય છે અને પોતાનું ગામ આવી જતા તે નીચે ઉતરી ચાલતો ઘર તરફ વળે છે .
શુ દેવ પોતાની નોકરીની વાત ઘરે કરી શકશે? શુ દેવને નોકરીની પરમિશન મળશે ? શુ દેવ પોતાની નોકરીમાં ખુશ રહી શકશે ? શુ દેવ ભાવેશ સાથે નોકરી માટે આગળ વધી શકશે ? શુ દેવ તે નોકરી મેળવી આગળ વધી શકશે ? શુ દેવ પોતાના સપના પુરા કરી શકશે ? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ.