સમર્પિત હૃદય... - 7 Tulsi Bhuva દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પિત હૃદય... - 7

(સિયા આહના નું એક્સિડેન્ટ કરાવે છે, આહના ને ખૂબ ગંભીર ઇજા થાય છે...તે કોમા માં હોય છે, અને નિવાન પણ લંડન થી આહના ની ખબર સાંભળતા જ તરત દોડી ને આવે છે, આહના ની હાલત જોઈ ને નિવાન ને ખૂબ જ પછતાવો થાય છે..., પછી નિવાન ને જ્યારે ખબર પડે છે કે, આહના નું એક્સિડન્ટ સિયા એ જ કરાવ્યું છે, ત્યારે તે પોલિસ ને બોલાવે છે, સિયા આ વાત ને ખોટી જણાવે છે ત્યારે નિવાન તેનું પ્રૂફ
આપવા તૈયાર થાય છે...હવે આગળ...)

નિવાન એ સિયા ને કહ્યું,"મને ખબર જ હતી કે તું આવું જ કંઈક કહીશ પોલીસ ને, એટલે જ મેં પોલીસ આવે તે પહેલાં જ તારા વિરુદ્ધ એક પ્રૂફ ગોતી રાખ્યું છે..."

"ઇન્સ્પેક્ટર, તમે મારી સાથે ચાલો...હું તમને બતાવું.."

નિવાન પોલીસ, સિયા બધા ને હોસ્પિટલ માં ના એક બીજા રૂમ માં લઈ જાય છે...
ત્યાં એક વ્યક્તિ ખૂબ જ ગંભીર ઇજા માં પીડાતો હતો...તેનું દર્દ જોઈ ન શકાય તેટલું દુઃખદાયક હતું.....
નિવાન એ તે વ્યક્તિ પોલીસ ને બતાવી ને કહ્યું,

"સર, આ તે જ વ્યક્તિ છે...જે આજે આહના ની કાર ડ્રાઈવ કરતો હતો...એક્સિડન્ટ થવાના કારણે તેને પણ ખૂબ ગંભીર ઇજા થઇ છે;
મને જ્યારે ખબર પડી કે આહના નું એક્સિડન્ટ થયું , ત્યારે હું તરત જ અહીંયા આવ્યો, પછી મેં મારા ડ્રાઈવર ને કોલ કર્યો મારો સામાન ઘરે મોકલવા માટે...પણ મારા ડ્રાઇવરે મને જણાવ્યું કે સિયા એ તેને એક દિવસ ની છુટ્ટી આપી દીધી હતી, પછી મને એક જ પ્રશ્ન મગજ માં ઘૂમતો હતો કે, જો આ વ્યક્તિ કાર ડ્રાઇવ નહોતો કરતો તો પછી આહના ની કાર ડ્રાઇવ કરતું કોણ હતું...!! કેમકે, બાકી ના ડ્રાઈવર ને મેં પૂછ્યું તો તે બધા ઘરે જ હતા...
પછી તેમાં ના એક ડ્રાઈવર એ મને જણાવ્યું કે સિયા એ એક નવો ડ્રાઈવર બોલાવ્યો હતો...અને તેણે જ આહના ની કાર ડ્રાઇવ કરી હતી...,
ત્યાર પછી હું જ્યારે એરપોર્ટ થી હોસ્પિટલ આવતો હતો ત્યારે એક વ્યક્તિ અચાનક જ મારી પાસે હાંફતો હાંફતો આવ્યો...તેને જોઈ ને લાગતું હતું કે તે ખૂબ દોડ્યો છે અને તે ખૂબ જલ્દી માં છે...તેના ચહેરા પર ખૂબ થાક, ચિંતા અને ડર બધું જ દેખાતું હતું...,મેં તેને પૂછ્યું કે, "શું થયું...કોણ છો તમે..?'',ત્યારે તેણે મને સામે પૂછ્યું..."તમે નિવાન જ છો ને?નિવાન અગ્રવાલ..?,"મેં કહ્યું "હા...", ત્યારે તે મારા પગે પડ્યો...અને મને કરગરવા લાગ્યો, "સર, મને માફ કરી દો...સર, મેં જ તમારા પત્ની નું એક્સિડન્ટ કર્યું છે.., મને સિયા મેડમ એ જ કહ્યું હતું એવું કરવાનું...તેના માટે તે મને ખુબ મોટી રકમ આપવાનું કહેતા હતા..., મેં તે પૈસા ની લાલચે તે એક્સિડન્ટ કરાવી નાખ્યું..પણ તે કાર માં મારો મિત્ર પણ હતો...તેને પણ ખૂબ જ ગંભીર ઇજા થઇ છે...તે મારો બહુ ખાસ મિત્ર છે, અમે બન્ને સાથે જ પૈસા કમાતા હતા અને એકબીજા ને બાટતા, અમે સાથે જ રહેતા હતા...મને થયું કે એક્સિડન્ટ એટલું મોટુ નહિ થાય એટલે મારો મિત્ર બચી જશે , પછી એના જે પૈસા મળશે એ અમે બન્ને બાટી લઈશું...પણ હવે એવું નથી લાગતું, એને જોઈ ને લાગે છે કે એ બચી જ નહિ શકે,મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું તેનો ઈલાજ સારી રીતે કરાવું... પણ મને તમારી પાસે આશા છે...કે તમે મારી મદદ કરશો...એના બદલા માં હું સિયા મેડમ ની વિરુદ્ધ ગવાહી આપવા પણ તૈયાર છુ... બસ, તમેં મારા મિત્ર ને બચાવી લો પ્લીઝ...પ્લીઝ..."
એટલે જ હું આ વ્યક્તિ ને પણ સાથે લાવ્યો છું, સિયા વિરુદ્ધ ગવાહી આપવા...,
આ જ છે મારું પ્રૂફ..."

ઇન્સ્પેક્ટર એ નિવાન ને હાથ મિલાવતા કહ્યું..,
"વેરી ગુડ, એક્સિલેન્ટ... mr. agraval , તમારે સિયા અને આ વ્યક્તિ માટે F.I.R લખાવવા માટે પોલીસસ્ટેશન આવવું પડશે..."

"thankyou , ઇન્સ્પેક્ટર''

ત્યાર પછી , નિવાન પોલીસ સાથે પોલીસ સ્ટેશને જાય છે, અને સિયા ને અરેસ્ટ કરાવે છે,

પેલા એક્સિડન્ટ કરનાર વ્યક્તિ ને પણ સજા મળે છે...
નિવાન છેલ્લી વાર તે વ્યક્તિ ને મળવા ગયો....
ત્યારે નિવાને પેલા એક્સિડન્ટ કરનાર વ્યક્તિ ને કહયુ, "તે તારું કામ પૂરું કર્યું, હું પણ તારા મિત્ર ને સાજો થવા માં મદદ કરીશ... so, dont worry"

પેલો વ્યક્તિ નિવાન સામે જોઈ રહ્યો,પછી કહ્યું...,
"તમે કેટલા નેક માણસ છો... મને ખરેખર મારા પર ધિક્કાર છે, કે મેં તમારા જેવા સાચા વ્યક્તિ ના પત્ની સાથે આવું ખોટું કર્યું...હું ક્યારેય માફ નહિ કરી શકું મારી જાત ને...બની શકે તો તમે મને માફ કરી દેજો..."

"તે તારો ગુનો કબૂલ કર્યો એ જ તારા માટે માફી છે મારી..., બની શકે તો સાચા દિલ થી ભગવાન ને પ્રાર્થના કરજે કે આહના અને તારો મિત્ર બન્ને બચી જાય..."

પછી નિવાન પોલીસસ્ટેશન થી હોસ્પિટલ જાય છે...
અચાનક નિવાન ને અવની યાદ આવે છે...તે અવની ને ત્યારે જ કોલ કરી ને સિંગાપોર આવવા નું કહે છે અને આહના ની તબિયત વિશે પણ જણાવે છે...
અવની તો આ સાંભળી ને હેરાન જ થઈ ગઈ...તે તો તે રાત ની ફ્લાઈટ પકડી ને જ સીધી સિંગાપોર આવી...

રાત ના 2 વાગ્યા હતા...નિવાન આહના સાથે હોસ્પિટલમાં હતો , લતા માસી ઘરે કોઈ ન હોવાથી ઘરે જતા રહ્યા હતા..
ત્યાં જ અવની હોસ્પિટલ આવે છે...અને આહના ના રૂમ તરફ દોડી ને જાય છે...

ત્યાં આહના બેડ પર સૂતી હતી અને નિવાન તેની બાજુ માં જ બેઠો હતો...

અવની આહના ની આ પરિસ્થિતિ જોઈ ને રડવા લાગે છે...અને નિવાન પાસે જઈને બેસી જાય છે...

....................................................................




હવે નિવાન અને અવની વચ્ચે શું વાતો થશે...?

શું હશે નિવાન ની સાચી હકીકત...?

શું હવે નિવાન અવની ને બધી વાત જણાવી શકશે....?