સમર્પિત હૃદય... - 2 Tulsi Bhuva દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

સમર્પિત હૃદય... - 2


એક અઠવાડિયા પછી.......

"આહના.... તારી સગાઈ ની તરીખ નક્કી થઈ ગઈ છે....."

સવાર સવાર માં આવું વાક્ય સાંભળી ને આહના સફાળા બેઠી થઈ જાય છે....

"સગાઈ ની તારીખ...??પણ હજી એ લોકો આપણી ઘરે વાત પાકી કરવા પણ નથી આવ્યા.....આમ અચાનક જલ્દી બધું...??"

"અરે નક્કી શુ કરવાનું....નક્કી તો પહેલે થી જ હતું...!!તને આ બધું જલ્દી લાગે છે....??તો અપણે હજું એક વર્ષ ની રાહ જોઇએ..!!"

"અરે...ના..પપ્પા.... કોઈ રાહ નથી જોવી....હું તો બસ એમ જ પૂછું છું...
શુ તારીખ આવી છે સગાઈ ની??"

"25 ડિસેમ્બર....."

"ohhhh......તો તો હમણાં જ....એક મહિના પછી દીદી ના મેરેજ.... wow....i'm so excited......"

"હા...આરૂષિ....પણ આ બહુ જલ્દી નથી લાગતું....એક જ મહીનો.....??!!"

"અરે....dii... તું ખોટું tenson ન લે....નિવાન જેવા હસબન્ડ મળે તો તો....એક week પણ વધારે સમય કહેવાય...અને તું એક month માં પણ જલ્દી જલ્દી કરે છે...."

આહના શરમાઈ જાય છે.....પછી બન્ને હસે છે....

______________________________________

સગાઈ ની તૈયારીઓ થવા લાગી છે....

બધી શોપિંગ થઈ ચુકી છે....

"મારે નિવાન સાથે એક વાર વાત કરવી છે...
પણ ખબર નહિ...કે એ એવો તે શું બીઝી હશે...કે ક્યારેય મારી સાથે 2 મિનિટ વાત પણ નથી કરતો...એનો સ્વભાવ તો ખૂબ મસ્તી ખોર છે...એના પર થી એવુ લાગતું નથી કે એ મને ignor કરે...."

"અરે...દી.. તું પાછું tenson લે છો....એવું કંઈ નથી...તે ખૂબ સારો છે.. અને તને ખૂબ પ્રેમ કરે છે....
પણ કદાચ એને time જ નહીં વધતો હોય તારા માટે...
તું ચિંતા ન કર...અને હવે પછી તો તમારે સાથે જ રહેવું છે..."

"હા.. તારી વાત સાચી છે...નિવાન એવો વ્યક્તિ નથી...તેને કોઈ મોટું કામ હોય તો જ તે મારી સાથે સરખી વાત ન કરી શકતો હોય...હું પણ ખૂબ વિચાર્યા કરું છું...."
.......................................

સગાઈ ના 3 દિવસ પહેલા....નિવાન નું ઘર...(થોડા જ દિવસ માં સગાઈ હોવાથી નિવાન અને તેના પપ્પા સીંગાપોર થી પોતાના જુના ઘરે થોડા દિવસ માટે આવી જાય છે...તે આહના ના શહેર ની બાજુ ના શહેર માં હોય છે...)

"પપ્પા...શુ થયું....પપ્પા....પપ્પા.....
hey.... જલ્દી ડોક્ટર ને કોલ કરો....પપ્પા ને હાર્ટ એટેક આવ્યો છે...."
................................

"ડોક્ટર....ડોક્ટર...મારા પપ્પા ઠીક તો છે ને...??
કઈ ગભરાવા જેવી વાત નથી ને...?''

"મિસ્ટર નિવાન.....તમારા પપ્પા છેલ્લા ઘણા દિવસો થી બીમાર રહે છે... તેની ઉમર પ્રમાણે નાની મોટી બીમારી થવી સહજ વાત છે...પણ હવે તેને કોઈ વધુ ચિંતા કરવા ન દેતા...બની શકે તેટલા એને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો...બીજી કઈ ગભરાવા ની વાત નથી....હું થોડી દવા લખી આપું છું..."

થોડી વાર પછી....
નિવાન, આહના ના પપ્પા ને કોલ કરે છે..
" hello.... સુરેશ અંકલ....હું નિવાન...!!પપ્પા....પપ્પા ને............"(વાત અટકાવતા)
શુ થયું તારા પપ્પા ને....??બધું ઠીક છે ને....!"

"ના...કઈ ઠીક નથી...પપ્પા ને આજે એટેક આવ્યો..."

"ohhhh.... હું હમણાં જ ત્યાં પહોંચું છું...."

"ના...ના...અંકલ હવે બધું ઠીક છે...હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી....અત્યારે પપ્પા આરામ કરે છે....
પણ ....અત્યારે પપ્પા ની આવી હાલત માં....તમને લાગે છે કે આપણે સગાઈ રાખવી જોઈએ...??"

"હા.. બેટા... તારી વાત સાચી છે...તે ઠીક થઈ જાય પછી જ આપણે સગાઈ કરાવીશુ....ત્યાં સુધી...બધું બંધ...."

(આ બધી વાત નિવાન ના પપ્પા સાંભળી જાય છે....તે નિવાન ને પોતાની પાસે બોલાવે છે... )

"જો....નિવાન...તને આજે હું કંઈક કહેવા માગું છું...
બેટા.....તારા મમ્મી તો આપણને છોડી ને આ દુનિયા છોડી ને વર્ષો પહેલા જ તારી જવાબદારી મને સોંપી ને જતી રહી....
તને મેં મારી જિંદગી કરતા પણ વધુ પ્રેમ કર્યો....માત્ર તારી ખુશી માટે...!!તને તારી મા ની ક્યારેય યાદ ન આવે એટલે મેં તને તે દરેક ખુશી આપી...જે તારે જોઈતી હતી....
આજે હું તારી પાસે કઈક માંગવા ઈચ્છું છું...તું મને આપી શકીશ.....???"

"પપ્પા, આ કેવી વાત કરો છો...તમે?
એ કઈ પૂછવાનું થોડું હોય...તમે જે માંગો એ હું આપીશ......પ્રોમિસ....!!!"

"હા....આ જ અપેક્ષા હતી મને તારા તરફ થી...કે તું ક્યારેય ના નહિ પાડે....!!!!!
મને વચન આપ.... કે તું આહના સાથે લગ્ન કરીશ...
આ જ મારી છેલ્લી ઇચ્છા છે....જો તું આ ઈચ્છા પૂરી કરીશ તો હું શાંતિ થી મરી શકીશ....!!
તે છોકરી તારા માટે પરફેક્ટ છે...તે તારી જિંદગી માં હશે...તો મને કોઈ ચિંતા નહિ રહે તારી....એ તને હમેશા સાથ આપશે... બસ,તું એની સાથે લગ્ન કરી લે...પછી મારે નથી જીવવું....!!"

"પપ્પા, તમે આમ ન બોલો....હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું...પણ તમેં પહેલા ઠીક થઈ જાવ....પછી જ..!!"

"ના , નિવાન...!!
3 દિવસ પછી તમારી સગાઈ છે....અને હું તો ઈચ્છું છું કે ત્યારે જ તમે બન્ને લગ્ન પણ કરી લો...."

"લગ્ન.............!!!! આટલું બધું જલ્દી....??"

"હા...પછી તમે બન્ને...સિંગાપોર જતા રહો....અને હમેશા માટે ત્યાં જ રહેજો...."

"હા...પણ પપ્પા....!!"(વાત અટકાવતા...)"પણ...બણ કઈ નહિ.....તું એ જ કરીશ...જે મેં કહ્યું....જો તારે મારી ઈચ્છા પૂરી કરવી હોય તો...નહિતર જેવી તારી ઈચ્છા...."

(એટલું જ બોલતા...બોલતા...નિવાન ના પપ્પા ના શ્વાસ ની ગતિ અચાનક ખૂબ વધી જાય છે....અને નિવાન તેને પાણી પીવડાવે છે....)

"પપ્પા... જેમ તમે કહ્યું...હું એમ જ કરીશ...i promise you...."

એટલું સાંભળતા જ નિવાન ના પપ્પા ના ચહેરા પર થોડું એવું સ્મિત આવે છે...અને પછી તેની આંખો હંમેશાં માટે બંધ થઈ જાય છે......

----------------------------------------------------
બીજા દિવસે.....

નિવાન આ બધી જ વાત આહના ના પરિવાર ને જણાવે છે...અને તેના પપ્પા ની ઈચ્છા મુજબ...નિવાન અને આહના ના લગ્ન સગાઈ ના દિવસે જ ફિક્સ થાય છે....

આહના..કશું જ સમજી શક્તી નથી...

જે દિવસ ની તે કેટલાય સમય થી રાહ જોતી હતી એ સમય ખરેખર આવી જ ગયો....

પણ નિવાન ના મન માં કોઈક વાત નું દુઃખ હોય છે...તે કોઈ ને જણાવી શકતો નથી....

"આહના...મારે તને કઈક કહેવું છે....પ્લીઝ 5 મિનિટ મારી પાસે બેસ ને....???"

"ના..જીજુ....હવે પછી તો દિ ને તમારી સાથે જ રહેવું છે...હવે થોડો સમય અમારી સાથે પણ વિતાવવા દો...."

"હા... આરૂષિ...you are right... પછી તો અમે સાથે જ છીએ....પણ આ વાત કરવી ખૂબ જરૂરી છે...."

"ના.... જીજુ...કોઈ પણ ઈમ્પોર્ટન્ટ વાત હોય...તમારા ને દી ના મેરેજ જેટલી તો ઈમ્પોર્ટન્ટ ન જ હોય...એટલે...જે વાત કરવી હોય તે મેરેજ પછી જ...અત્યારે હું દી ને ક્યાંય નહીં જવા દઉ..."

"આરૂષિ પોતાની જીદ છોડતી નથી...એટલે નિવાન પછી દુઃખી થઈ ને ચાલ્યો જાય છે..."

તે રાતે...આહના ને પણ ઊંઘ નથી આવતી...તે વિચારે છે...
"એવી શુ વાત ઈમ્પોર્ટન્ટ હશે??મારે જાણવું જોઈએ...હું નિવાન ને કોલ કરી ને જ પૂછી લઉં..."

હજુ તો તે મોબાઈલ હાથ માં લેવા જાય છે ત્યાં...અરુષી આવી જાય છે....

"no ,diiii.....no cheating.....લાવ તારો ફોન... આજે નહિ મળે...કાલ જ તમારા મેરેજ છે...પછી જે વાત કરવી હોય તે...."

"પણ ....આરૂષિ, તેને કોઈ જરૂરી કામ હશે તો??"

"હા...હવે હું કઈ નાની નથી...તમારે શુ વાત કરવી હોય...જરૂરી વાત તો ખાલી બહાનું છે...આજે છેલ્લો દિવસ મારી સાથે વાતો કરી ને....!!"

"ok...ok.... તું જેમ કહે એમ, બસ..."

પછી આરૂષિ આહના નો મોબાઇલ સ્વિચઓફ કરી નાખે છે....

પછી બન્ને વાતો કરે છે....

"દિ... તારી best friend અવની કેમ નથી આવી...??એને તો સૌથી પહેલા પહોંચવું જોઈએ...એની best friend ના મેરેજ છે...."

"હા... પણ એમાં એનો વાંક નથી...કોલેજ પછી...તેને સીધી જોબ મળી ગઈ અને તેના મેરેજ પણ તે જ વર્ષે કરાવી દીધા...
અત્યારે એ અને એનો હસબન્ડ ઓસ્ટ્રેલિયા છે...તે અત્યારે મેરેજ માં તો નહીં આવી શકે...પણ તેણે મને કહ્યું છે કે તે એક વાર સિંગાપોર આવશે...મને અને નિવાન ને મળવા..."

"હા તો કઈ વાંધો નથી..."
............

બીજી તરફ નિવાન આહના ને કોલ કરવા નો ખુબ પ્રયત્ન કરે છે... પણ આહના નો ફોન તો સ્વિચ ઓફ જ હોય છે...

પછી નિવાન, એ વાત મેરેજ પછી જ કરવાનું નક્કી કરે છે...અને પોતે પણ સુઈ જાય છે......

____________________________________