સમર્પિત હૃદય... - 4 Tulsi Bhuva દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમર્પિત હૃદય... - 4

બીજા દિવસે.....
આહના અવની ની જ રાહ જોતી હોય છે....ત્યાં જ થોડી વાર માં અવની આવે છે....
આહના અવની ને જોઈ ને તેની સામે જઇ ને તેને અંદર લાવે છે...
આ સમયે સિયા પણ ઘરે હોય છે...અને નિવાન તેની ઓફિસે ગયો હોય છે....
અવની ને આવતી જોઈ સિયા આહના ને પૂછે છે..."કોણ છે આ...?"

"આ મારી ફ્રેન્ડ છે...ઓસ્ટ્રેલિયા થી આવી છે...થોડા દિવસ માટે મને મળવા...."

"ok... ok.... પણ તેને નીચે નો તારો જે રૂમ છે તેમાં જ રાખજે...કેમકે...મારા પણ ખાસ મહેમાન આવવાના છે...તો ઉપર ના મોટા રૂમ માં તો તેને રોકાવાનું છે..."

"આહના ને આ સાંભળી ને ખૂબ દુઃખ થયું...પણ તે કઈ બોલ્યા વગર , માત્ર હં કહી ને અવની ને લઈ ને પોતાના રૂમ માં ચાલી ગઈ..."

અવની તો આ બધું જોઈ ને ચકિત જ હતી...

"આહના....એ તારા ઘર માં બીજી કોણ સ્ત્રી રહે છે...?
મને યાદ છે ત્યાં સુધી નિવાન ને કોઈ ભાઈ બહેન નથી, તો તારે કોઈ દેરાણી,જેઠાણી કે નણંદ તો નથી...તો પછી એ કોણ હતી...?"

આહના તો આ સાંભળી ને અવની ને ભેટી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી...તેના થી રોકાયું જ નહીં...😭😭😭
જાણે કેટલાય દિવસ નું દુઃખ, કેટલાય દિવસ નો ભાર,થાક અને પીડા એક સામટી જ અવની સામે ખુલી ગઈ....!!
અવની તેની સચ્ચાઈ જાણતી ન હતી...પણ આહના ને આટલી રડતા જોઈ ને તેને ધીરે ધીરે બધું સમજ માં આવતું હતું...
તેણે આહના ને શાંત કરવા ની ખૂબ કોશિશ કરી પણ...આહના ને આજે મન ભરી ને રડવું હતું...કેટલાય દિવસ નો ભાર લઇ ને તે ઘૂમતી હતી...તે આજે તેને રડવા માટે એક ખભો મળ્યો હતો...તેને શાંત કરવી મુશ્કેલ હતી....
અવની તેને નિસાસો આપતી હતી....

...........................................

અડધી કલાક સુધી અવિરતપણે રડ્યા બાદ આહના થોડી હોશ માં આવી....
તેની આંખો અને ચહેરો સુજી ગયા હતા...

તે ધીરે ધીરે શાંત થઈ...
પછી અવની એ પૂછ્યું...
"શુ થયું ...એ મને સવિસ્તર જણાવ...!!
નિવાને તારી સાથે વિશ્વાસઘાત કર્યો..?"

"ના...અવની...જ્યાં પ્રેમ હોય ત્યાં વિશ્વાસઘાત નો પ્રશ્ન ઉદ્દભવે...!!"

"મતલબ....?તું કહેવા શુ માંગે છે...!!નિવાન તને પ્રેમ નથી કરતો....?"

"હા....તેણે મને ક્યારેય પ્રેમ કર્યો જ નહોતો....એના માટે હું માત્ર એક સારી ફ્રેન્ડ જ હતી અને આજે પણ ફ્રેન્ડ જ છું..."

આહના ની આંખ માં ફરીથી આસું આવી જાય છે...
અવની તેને શાંત કરે છે...અને બધું જણાવવા કહે છે...
આહના લગ્ન ના બીજા દિવસ થી લઇ ને આજ સુધી બધી વાત કરે છે...
અવની બધું જ ધ્યાન થી સમજે છે....

વાત પૂરી થયા પછી...

"oh my god...!! આહના , તે આવડો મોટો રિસ્ક લીધો તારી લાઈફ માં....તે તારા પ્રેમ માટે તારી લાઈફ બરબાદ કરી નાખી....માત્ર તેની ઈજ્જત ની ખાતર...!!!
અને નિવાન પણ ન સમજી શક્યો કે હું આહના ની જિંદગી બગાડી રહ્યો છું...!!એણે પોતાનો ઘમંડ જ જોયો...એણે પોતાના પ્રેમ માટે તને તારી લાઈફ બગાડવા મજબૂર કરી દીધી...!!એને તારો પ્રેમ કે તારું સમર્પણ...કાંઈ જ ન દેખાયું...!!"

"અવની...પ્લીઝ... આમાં નિવાન નો કોઈ વાંક નથી... તું એને કઈ ન કહે...મારો જ વાંક હતો કે હું મારા પ્રેમ પાછળ એની લાઈફ માં કોઈ બીજી વ્યક્તિ છે એ જોઈ જ ન શકી...!!
અને લગ્ન પછી નિવાને મને જ્યારે આ વાત કહી ...ત્યારે તેણે મને કહ્યું જ હતું કે તારે જવું હોય તો તું જા...તારી લાઈફ આરામ થી જીવ...!
પણ મારા માટે આ એક મારા પ્રેમ ની પરિક્ષા હતી...પ્રેમ માં એકબીજા પ્રત્યે સમર્પણ ની ભાવના હોવી એ જ સાચી પ્રેમ ની પરીક્ષા છે..."

"હા...પણ, સમર્પણ ત્યાં હોય જ્યાં બન્ને એકબીજા ને પ્રેમ કરતા હોય...!એક તરફી પ્રેમ માં તું તારી જિંદગી સમર્પિત કરી દે એ તો ખોટું જ કહેવાય ને...!!"

"પણ..હું મારા પ્રેમ ને ખોવા નહોતી માંગતી...એટલે જ મેં આ કર્યું...અને મને મારા પ્રેમ પર પૂરો ભરોસો છે કે મારો પ્રેમ મને મળશે..."

આહના ની આ વાતો સાંભળી ને અવની ની આંખો પણ ભીની થઇ ગઇ....

"આહના...મને ગર્વ છે મારા પર, કે તું મારી ફ્રેન્ડ છો...,આટલી લાગણીશીલ...અને હિંમતવાન..!!😢
પણ...આ સિયા તારી સાથે ખૂબ દુર્વ્યવહાર કરે છે...તેને તો તું જવાબ આપી શકે છે...તો તેની સાથે કેમ ક્યારેય દલીલ નથી કરતી..?"

"કેમકે...એને દુઃખ થશે તો નિવાન ને દુઃખ થશે...અને નિવાન ને હું દુઃખી કરવા નથી ઇચ્છતી...એટલે બની શકે એટલું હું ઓછું બોલવાનો જ પ્રયત્ન કરું છું..."

"આહના...હવે હું આવી ગઈ છું...એટલે હવે હું નિવાન ને બધું જ જણાવી દઈશ...તું ચિંતા ન કર..."

"ના...અવની...તું કાઈ નહિ કહે નિવાન ને...તેને જાતે જ ખબર પડશે બધી.... જો તું તેને બધું જણાવી દઈશ તો તેને ખૂબ દુઃખ થશે...તે તેની જાત ને જ દોશી સમજશે...ખરેખર તો તેની ભૂલ છે જ નહીં..."

અવની આહના ની વાત માની જાય છે અને નિવાન ને એ વાત જણાવવા ની ના પાડે છે...
પણ અવની મન માં વિચારે છે..."આહના , હું તને આટલી દુઃખી ન જોઈ શકું...મારે કઈક તો કરવું જ પડશે..."

...........................................................
રાતે....
નિવાન ઘરે આવે છે...અને તે અવની ને મળે છે...
તે ખૂબ ખુશ થાય છે...અને તે અવની અને આહના પાસે બેસી ને કોલેજ ની જૂની યાદો ને તાજી કરે છે....
આહના અને નિવાન ને સાથે હસતા અને વાતો કરતા જોઈને સિયા ને ગુસ્સો આવે છે...અને તે ત્યાંથી ચાલી જાય છે....
થોડી વાર વાતો કર્યા પછી,નિવાન સિયા પાસે જાય છે...

"સિયા, તારે આમ વચ્ચે ઉભું થઈ ને ન આવવું જોઈએ..!"

"ઓહ...તો હવે તું મને શીખવીશ કે મારે શું કરવું...!!તારે એ બન્ને સાથે એવી રીતે વાતો કરવાની શુ જરૂર હતી...?"

"સિયા....હું તને માત્ર સલાહ આપું છું...કે તારે એમ ન કરવું જોઈએ...પછી તારી મરજી...!
અને બીજી વાત કે...તે મારા ખૂબ સારા ફ્રેન્ડ્સ છે...મારે મારા ફ્રેન્ડ્સ સાથે પણ વાતો ન કરવી....!!તને એમાં પણ વાંધો છે..??"

પછી સિયા કઈ જવાબ નથી આપતી...અને ચૂપચાપ સુઈ જ
જાય છે...
........................................................

બીજા દિવસે સવારે......

અવની કિચન માં ફ્રીઝ માંથી દૂધ લેવા માટે જાય છે ત્યારે...તે સિયા ને કિચન માં એક ખૂણાં માં કોઈક સાથે ફોન પર વાત કરતી જુએ છે...
અને તે કિચન ની બહાર ઉભા ઉભા જ સિયા ની વાતો સાંભળે છે....અને તે બધી વાતો ને પોતાના મોબાઈલ માં રેકોર્ડ કરી લે છે...

"ભાઈ...આ નિવાન જેવો ભોળો અને સીધો દેખાતો હતો તેવો છે નહીં...મારે તેને આહના થી દુર રાખવો જ પડશે...
નહિતર તે મારા થી દુર થઇ જશે...
ભાઈ...જો તેને મારી સચ્ચાઈ ની ખબર પડી જશે તો તે મને છોડી દેશે...અને તેની મિલકત મારા નામે નહિ થઇ શકે...
બસ, તેની મિલકત માટે થી જ મેં તેની સાથે ખોટા પ્રેમ નું નાટક કર્યું...અને હજુ કેટલું કરવું પડશે....ત્યારે તે તેની મિલકત માં મને ભાગ આપશે...!!
બસ, તેની મિલકત માં મને ભાગ મળી જાય...પછી હું તેને છોડી દઈશ...પછી તેને જેની સાથે રહેવું હોય તેની સાથે રહે..અને જેની સાથે જેટલું બોલવું હોય તેટલું બોલે...મને કોઈ ફરક નથી પડતો...તે શું કરે છે...મને તો તેના પૈસા થી જ મતલબ છે...,તે તેની મિલકત નો અડધો ભાગ જ્યાં સુધી મારા નામે ન કરે ત્યાં સુધી મારે તેને આહના થી દુર રાખવો જ પડશે..."

આ બધી વાત અવની ને ખબર પડતાં જ તે ખૂબ જ ખુશ થઈ જાય છે...
તેને એક તક મળે છે...આહના અને નિવાન ને એક કરવા માટે ની....!
અવની એ રેકોર્ડિંગ નિવાન અને આહના બન્ને ને સંભળાવવા માંગે છે...પણ તે સાચા સમય ની રાહ જ જોતી હોય છે...

__________________________________





વાંચક મિત્રો...
તમને આ સ્ટોરી કેવી લાગી?અને તમારો શુ મત છે આહના અને નિવાન વિશે...?તે નીચે પ્રતિભાવ માં જરૂર જણાવજો...

..................................