વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 3 જયદિપ એન. સાદિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 3

ભાગ : ત્રીજો

વાત પૂરી થતાં પાર્થિવ કહે છે હવે ખુશ થઈ જા હું છું ને થોડાં દિવસો માં તારી મુશ્કેલી દૂર થઈ જશે.
દિશા ઉત્સાહ માં પાર્થિવ ને ગાલ એ હૂંફાળું ચુંબન કરી ને કહે છે તું કેટલો સારો છે.
આ જોઈ પાર્થિવ અચકાતા કહે છે, દિશા..આ શું..?
દિશા વાત ને વાળતાં કહે છે હું ખુદ ને રોકી ના શકી.. માફ કરજે પણ તું એમ કેમ કહે છે આપને એકબીજાં નાં જીગરી છીએ. પાર્થિવ કહે છે તો પણ.. મને કંઈક આ અજીબ લાગે છે.
દિશા તેના ગાલ પર હાથ ઘસીને કહે છે બસ શાંતિ....
પાર્થિવ હસે છે અને કહે છે બસ હવે મેં આવું કરવાનું નહોતું કીધું.
પાર્થિવ એ દિશા ને કહ્યું આવતી કાલે તારે કોલેજ છૂટયા પછી તું જેમ ઘરે જાય છે તેમ જ જવાનું છે થોડાં અંતરે હું પણ પાછળ હશું. એટલે જ્યારે દિનેશ તને રસ્તામાં પરેશાન કરવા આવશે એટલે હું તેને રંગે હાથ પકડી લઈશ. દિશા એ પાર્થિવ ની વાત માં હામી ભરી.
બીજે દિવસે કોલેજ છૂટતાં પાર્થિવ એ કહ્યાં પ્રમાણે દિશા ઘર જવા નીકળી અને થોડે દૂર પાર્થિવ પાછળ પાછળ ચાલી રહ્યો હતો. એવાં માં દિનેશ ત્યાં આવી ચડે છે અને દિશા સામે જોઈ ને કશું બોલવા જાય એ પહેલાં પાર્થિવ તેને બાજુ માં કરી દે છે.
દિનેશ કહે છે પાર્થિવ તું મારી વાત તો સાંભળ પણ પાર્થિવ કશું સાંભળ્યા વગર દિનેશ પર હાથ ઉગામે છે. દિશા આ જોઈને કહે છે હવે રહેવાં દે પાર્થિવ તેની હાલત જો એ સમજી જ ગયો લાગે છે છોડ એને. આમ કહીને પાર્થિવ અને દિશા ચાલ્યાં જાય છે.
સાંજે દિશા નો પાર્થિવ પર ફોન આવે છે કહે છે,
" પાર્થિવ શું કરે છે..? નવરાશ નો સમય મળે તો ચાલ ને મળવું છે મારે તને કશુંક કહેવું છે મારે."
પાર્થિવ કહે છે, "અરે નવરાશ જ છે તું બોલ ને ફોન પર.. "
પણ દિશા ફોન પર નહીં રૂબરૂ મળીને વાત કરવા માગે એ એ વિષય પર જીદ કરે છે. પાર્થિવ કહે છે સારું તો આપણે એક કલાક પછી જ્યાં મળ્યાં હતાં ત્યાં જ મળીયે.
દિશા સમય આપ્યા કરતાં પાંચ મિનિટ વહેલી પહોંચી જાય છે અને તે પાર્થિવ ની રાહ જોવે છે. આ તરફ પાર્થિવ ને રસ્તા માં બાઇક માં પંચર પડે છે એટલે તેને પહોંચતાં વધુ દસ મિનિટ લાગશે એમ દિશા ને જણાવે છે. થોડીવાર બાદ પાર્થિવ મળવાના સ્થળ પર આવી જાય છે.
પાર્થિવ કહે છે હા બોલ શું વાત હતી..? તે ફરી હેરાન કરે છે..? તેણે તને કશું કીધું..?
દિશા કહે છે ના કશું નથી થયું.
જો હું તારાં માટે ચોકલેટ લાવી છું. પાર્થિવ કહે છે આ માટે તે મળવાં બોલાવ્યો અરે પાગલ તું કાલે કોલેજ પણ આપી શકતી હતી. ત્યાં દિશા કહે છે અરે ખાલી ચોકલેટ માટે નહીં વાત કરવી છે એટલે બોલાવ્યો છે તને.
દિશા ચોકલેટ બાજુ પર મૂકીને કહે છે,
પાર્થિવ, તે મારી કેટલી મદદ કરી મારાં એક વાર કહેવાથી તું કેવો દોડી આવ્યો હું કેટલી હેરાન પરેશાન હતી તે મને બસ વેઢે ગણાય એટલાં દિવસો માં મારાં ચહેરે દેખાતી મુશ્કેલી ને મુસ્કાન નું રૂપ આપી દીધું. તું મારું કેટલું ધ્યાન રાખે છે બેસ્ટ ફ્રેન્ડ બસ એક શીર્ષક છે સંબંધ નું, તારી સાથે આ સુંદર ઘટના બન્યા બાદ આ સંબંધ મને સવિશેષ લાગવાં માંડ્યો છે. હું કોઈનાં પર જલ્દી થી વિશ્વાસ નથી કરતી પણ આ ઘટના બાદ હું મારાં કરતાં પણ વધુ તારાં પર વિશ્વાસ કરું છું.
મને નથી ખબર તું શું વિચારે છે પણ હા, હું આ સંબંધ ને સવિશેષ મહત્વ આપી ચૂકી છું.
પાર્થિવ કહે છે, દિશા આપણે બેસ્ટ ફ્રેન્ડ છીએ આપણે આટલાં સમય થી સાથે છીએ અને આ ઘટના બાદ તને મારાં પ્રત્યે જે પ્રેમ છે એ એક આત્મીયતા રૂપી પ્રેમ છે તું એને કોઈ બીજા અર્થ માં ઉતાવળા વિચારે સમજી ના લે. મારી ફરજ છે કે હું મુશ્કેલી માં તારો સાથ આપું એ જ તો મિત્રતા ની સાચી ઓળખ છે. તું મન સ્થિર કરી ને વિચાર આપણે ખૂબ સારા બેસ્ટ ફ્રેન્ડ છીએ અને એ સંબંધ જ વિશેષ છે તું એને કોઈ અન્ય અર્થ માં સવિશેષ ના બનાવ.
દિશા કહે છે, કેમ હું ખરાબ છું મારાં માં કશી ખામી છે આપને એકબીજાને કેટલાં સરસ સમજીએ છીએ બંને નાં માતા પિતા આપણાં બંને થી પરિચિત છે બધાં તહેવાર, સુખ દુઃખ આપણે સાથે મળીને પસાર કરીએ છીએ તો આ આગળ નું જીવન શા માટે આપણે એકસાથે રહીને પસાર ના કરી શકીએ..?
તું મને આ ઘટના પછી ખૂબ પસંદ આવવાં લાગ્યો છે, તું કહીશ આ આકર્ષણ છે પણ પાર્થિવ આ આકર્ષણ નહીં મારાં અંતર માં સ્ફુરી રહેલો અવાજ છે જે માત્ર ને માત્ર તને જ કહેવાં માટે બોલી રહ્યો છે.
પાર્થિવ તું મારું આકર્ષણ નથી તું મારું આજીવન બનેલો સાથ છો. આપને આ સંબંધ ને કેમ આગળ ના વધારી શકીએ મને એનું કારણ આપ...
પાર્થિવ કહે છે, દિશા કોઈ કારણ નથી પણ મને કંઈક અલગ જ લાગી રહ્યું છે ખબર નહીં શું પણ કંઈક અનોખું. દિશા તરત કહે છે બસ આજ તો પ્રેમ છે મને ખબર પડી ગઈ પણ તને હજી ના પડી.
એમ કહી દિશા તેને ગાલ પર ચુંબન કરે છે અને કહે છે હવે હું આ હાથ થી નહીં લૂછું હો અને તને પણ નહીં લૂછવા દઉં.
પાર્થિવ નાં ચહેરા પર સ્મિત આવે છે અને તે કહે છે હા નાં ભૂસતી મને ગમે છે તારો આ વ્હાલ.
આટલું બોલી બંને એકબીજા નાં હુંફાળા આલિંગન માં મોડે સુધી રહે છે. પછી પાર્થિવ કહે છે સમયનું ભાન જ ના રહ્યું ચાલ હવે ઘરે જઈએ. દિશા મસ્તીમાં કહે છે આપણાં ઘરે કે પછી... ( બંને હસે છે). પાર્થિવ કહે છે પાગલ, અત્યારે તારે તારાં ઘરે જવાનું અને મારે મારાં ઘરે હો ને, બહુ લાડકાય ના કર. દિશા કહે છે ના હવે તો હું કરીશ જ. આ સાથે બંને છૂટાં પડે છે.
પાર્થિવ આજ સુધી ભણવામાં જ રચ્યો પચ્યો હતો પણ હવે તો એ સુંદર પ્રેમનાં ગીતો સંભળાતો, પોતાનાં માટે તે તૈયાર થતો કારણ કે દિશા ને ગમશે એ જોઈને, તેનાં ચહેરે હવે એક અલગ જ સ્મિત આવી ગયું હતું. અન્ય લોકોની જેમ તે માત્ર પ્રેમમાં ધ્યાન આપે એવું આ પાર્થિવમાં નહોતું. તે જાણતો હતો કે ભણતર જીવનનો મુખ્ય ભાગ છે. વર્ગમાં લેવાતી પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પોતાનાં સુંદર પરિણામ થી તે પ્રાધ્યાપકો નો મનગમતો વિદ્યાથી સાથે સાથે વર્ગ અને તેમનાં જુનિયર અને સિનિયર વિદ્યાર્થીમાં પણ ખૂબ નામ અને માન હતું.

( ક્રમશઃ)