Betrayal - A broken affair - 6 books and stories free download online pdf in Gujarati

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 6

ભાગ : છઠ્ઠો

રવિ કહે છે, જો મને તે જ દિવસે થોડું અજીબ લાગ્યું જ્યારે તે વિશાલ જોડે હાથમાં હાથ નાખી ફરતી હતી. એવાં માં અચાનક રવિ ને યાદ આવે છે કે દિનેશ અને દિશા વચ્ચે કોલેજ દરમિયાન કોઈ ઘટના બનેલી એ બાબતે રવિ ફરી પાર્થિવ જોડે ચર્ચા કરે છે અને એ વાત કરતાં પાર્થિવ કહે છે રવિ, કોલેજ સમય માં દિનેશ એ ઘણીવાર મને અંગત રીતે મળીને કહ્યું છે કે મારો વાંક નથી તું મારી વાત તો સંભાળ પણ હું ધ્યાન નહોતો દેતો તેને પરીક્ષા ના છેલ્લે દિવસે પણ કહ્યું હતું કે મારી વાત સાંભળી મારે તને કશુંક જણાવવું છે પણ મેં તેની એક વાત ના સાંભળી.
તરત રવિ બોલ્યો…… અરે, સાંભળી લીધી હોત તો એ શું કહેવા માગે છે. રવિ કહે છે એક કામ કરું દિનેશ નો ફોન નંબર છે તારી પાસે તો ફોન કર અને એને અહીં ઘરે બોલાવ અત્યારે જ. પાર્થિવ તરત જ દિનેશ ને ફોન કરીને ઘરે આવવા નું કહે છે અને તેને જે વાત કહેવી હતી એ કરવાનું કહે છે. દિનેશ અડધી કલાક માં પાર્થિવને ઘરે આવે છે અને તે કહે છે, કેમ આજે અચાનક મને ફોન કરીને બોલાવ્યો અને વાત કરવા જે હું છેલ્લા બે વર્ષ થી તને કહેવાં માગતો હતો એ આજે છેક……
રવિ કહે છે, બસ હવે વાત કર તું શું કહેવા માગતો હતો બોલ…
દિનેશ જણાવે છે કે દિશા નું વ્યક્તિત્વ અને ચરિત્ર સારું નથી, હું પણ પાર્થિવ ની જેમ સીધો છું, દિશા એ મને પણ પોતાની જાળ માં ફસાવી મારો સમય, પૈસા બગડયા છે અને તે મને નગ્ન અવસ્થા માં તસવીર અને વિડિયો મોકલી ને જાતે જ વિડિયો દ્વારા ગેર કૃત્ય કરતી અને ઉત્સુક કરતી વાતો કરતી મને આ ટેવ તેની અજીબ લાગી એક દિવસ મને ખબર પડી કે તે તેની એક બહેનપણી ને ત્યાં છે અને એ ત્યાં એકલાં છે એટલે મેં વિચાર્યું કે તેની એ બહેનપણી મારી પણ મિત્ર છે એટલે હું અચાનક જ તેના ઘર પર જઈ ચડયો.
દરવાજો ખુલ્લો હતો એટલે હું અંદર ગયો. મારી મિત્ર ને મેં ફોન કર્યો કે તું બારણું ખોલ હું દિશા ને સરપ્રાઈઝ દેવા માગું છું. આ સાંભળી તેની મિત્ર ગભરાય છે પણ એ બારણું ખોલે છે. હું અંદર જાવ છું. તેને પૂછયું કે કયા છે દિશા… હજી એ કશું બોલે એ પહેલાં દિશા અને એક અજાણ્યો છોકરો તેનાં રૂમ માંથી અસ્વસ્થ હાલત માં બહાર આવે છે આ જોઈ હું ચોંકી ગયો અને મને ત્યાં જોઈ દિશા પણ ચોંકી ગઈ.
એટલે તેણે મને ફસાવવા અને હું કોઈને આ વાત ના કહું એ અર્થે તારી સાથે મિત્રતા કરી અને એવું અહેસાસ કરાવ્યું કે તે ખૂબ સીધી છે અને મેં તેને શારીરિક માનસિક રીતે હેરાન કરી છે. એ સમયે તો વાત તેણે પોતાનાં તરફ કરી લીધી પણ આ વાત હું તને વારંવાર કહેવા આવતો પણ તું ટાળી દેતો. દિશા નો ભોગ હું બની ગયો છું. હું જરાપણ નહતો ઈચ્છતો કે એ તારી જેવાં સીધા અને લાગણીશીલ વ્યક્તિ ને પોતાની જાળ માં ફસાવી અને પ્રેમ નાં નામે એક કલંક બની જિંદગી બગડે…..
આ વાત સાંભળતા જાણે પાર્થિવ ના પગ નીચે થી જમીન ખસી ગઈ હોય, તન મન જાણે સાવ સુન્ન પડી ગયાં. રવિ અને દિનેશ એ પાર્થિવ ને સમજાવ્યું કે જો સારું થયું આપણે મળવાનો યોગ બન્યો અને મને આ હકીકત રજૂ કરવા મળી હજી કશું મોડું નથી થયું તું એને ના પાડી દે નહિતર એ તો આજીવન આ રીતે અન્ય જોડે ગેર સંબંધ ચાલુ જ રાખશે, તું એકનો એક છો તારાં પરિવાર ની સમાજ માં શહેર માં નામના છે. આ એક છોકરી ને લીધે ઈજ્જત આબરૂ બધું જ સત્યાનાશ થશે. તું આજે જ તારાં મમ્મી પપ્પા જોડે આ તમામ વાત દિલ ખોલીને કરી દે અને જેમ બને તેમ વહેલાં આમાંથી મુક્ત થઈ જા એ તારાં અને તારાં પરિવાર માટે સારું છે.
પાર્થિવ એ તે જ રાતે તેના મમ્મી પપ્પા સાથે બધી વાત કરી, વાત કરતાં ખૂબજ ભાવુક થઈ ગયો કે મમ્મી પપ્પા મારાં જોડે કેવું કર્યું….. મેં શું કમી રાખી….. આપણે કેમ એને રાખી…. મમ્મી પપ્પા આ મારાં જોડે કેમ થયું… મેં કોઈ અન્ય ની સામે આંખ ઊંચી કરીને નથી જોયું અને જેને મેં સાચાં હ્રદય થી પ્રેમ કર્યો તેણે મારી જોડે કંઇ હદે વિશ્વાસઘાત કર્યો હું તેની વાત, ગુસ્સો એ બધું જતુ કરતો રહ્યો અને એણે એ વાત નો ફાયદો ઉઠાવતી રહી.
બધી વાતો કરતાં કરતાં પાર્થિવ ખૂબજ લાગણીશીલ અને પોતાનાં પવિત્ર પ્રેમમાં સાચો હોવાથી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. તેને જોઈ રીના બેન પણ ભાવુક થઈ જાય છે તે પણ રડવા લાગે છે અને કહે છે તું ચિંતા ના કર તારો પ્રેમ સાચો હતો એટલે જ ભગવાન એ તને જો એ ખોટી વ્યક્તિ થી બચાવી લીધો છે. હરેશ ભાઈ પણ ખૂબ હિંમત આપતાં કહે છે અરે તું તો સત્સંગી છો આમ મન ને કોઈ વ્યક્તિ જીવ નાં વશ માં પડતું કરાય…. જરાય ગભરાયા વગર, રડયા વગર હિંમત રાખ અને શાંત મને વિચાર ભગવાન તારાં સત્સંગ અને તારાં નીતિ સાથે પ્રમાણિક પ્રેમ ને જાણે છે અને શું અમે નથી જાણતા તારાં પવિત્ર, પ્રામાણિક પ્રેમ ને…?.
ભગવાન નો આભાર માન કે એને આપણે સૌને એવી ખરાબ વ્યક્તિ થી બચાવી લીધાં. આ રીતે સાચી વાતો નું જ્ઞાન કરાવીને બંને જણાં પાર્થિવ ને મનાવે છે અને પાર્થિવ પણ સમજદાર હોવાથી આ વાત નું જ્ઞાન થઈ જાય છે. પણ પ્રેમ કર્યો હતો સાચો અને કોઈ એક માટે જ એટલે હજી પણ ક્યાંક ખૂણે ખાંચરે તન મન ખૂબ જ દુઃખ માં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું હતું. બીજે જ દિવસે પાર્થિવ અને તેનાં મમ્મી પપ્પા એ સગાઈ નહીં કરીએ એમ જણાવીને દિશા નાં મમ્મી પપ્પા જોડે વાત કરી. અચાનક ના આવતાં દિશાના મમ્મી પપ્પા પણ આશ્ચર્ય માં આવી ગયાં. તેમણે જાણવા નો પ્રયાસ કર્યો પણ પાર્થિવ કે તેનાં મમ્મી પપ્પા એ બહુ ધ્યાન ના આપ્યું અને પ્રેમ થી જવાબ આપીને વાત પૂરી કરી કે અમને આ સંબંધ નથી જોડવો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED