ભાગ : સાતમો ( અંતિમ )
આ તરફ પરીક્ષાનું પરિણામ આવે છે, પાર્થિવ કેન્દ્ર માં પ્રથમ આવે છે એટલે તે અને તેની સાથે તેનાં મમ્મી પપ્પા તેનાં પ્રાધ્યાપકો અને કોલેજગણ ખૂબ ખુશ હોય છે. કોલેજ દ્વારા જણાવવા માં આવે છે કે આવતાં મહિને નવાં વિદ્યાર્થીઓ નો સ્વાગત દિવસ અને વાર્ષિક ઉત્સવ છે એટલે એમાં પાર્થિવ ને અને કોલેજમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવેલ વિદ્યાર્થીઓને ઈનામ, સન્માન પત્ર, રોકડ રકમ, મેડલ, ટ્રોફી આપવામાં આવશે. સૌ મિત્રો એ પાર્થિવ નાં ઘરે આ સુંદર પરિણામ ની ઉજવણી કરવા માટે ભેગાં થયાં ઉજવણી કરી અને સાથે સાથે આ ઘટના બાબતે જાણતા મિત્રો એ ખૂબ સુંદર અને હિંમત આપે એવું આશ્વાસન આપ્યું અને કહ્યું તું જરાં પણ ઉદાસ નો થતો તારાં જીવન માં આ એક ખરાબ ઘટના બની પણ એ હદે નથી બની કે તું સાવ તૂટી જાય. ભગવાન એ તને બચાવી લીધો છે આ ખરાબ વ્યક્તિ થી તું ભગવાન નો ભક્ત છે અને એ અમે જાણીએ છીએ આજે અમને સૌને થાય છે કે હા ભગવાન છે અને એ તેનાં સાચાં ભક્તની મદદ કરવા માટે સમરે હાજર રહે છે.
પાર્થિવ આ ઘટના માંથી બહાર આવી રહ્યો હતો એવાં માં તેણે સોશિયલ મીડિયામાં દિશા અને વિશાલનાં સગાઈની તસવીરો જોઈ આ જોઈ તે ફરી પાછો તન મન થી ભાંગી પડ્યો કે મારી જોડે દિશા એ કેવું કર્યું. તેને જ્ઞાન આવી ગયુ હતું પણ તે આ રીતે તસવીરો માં દિશા ને કોઈ સંગાથે જોઈ શકતો ના હતો ગમે એમ તો પાર્થિવ એ સાચો પ્રેમ કર્યો હતો. ઘરે વાત કરે છે આ વિષય માં ઘરે સૌ તેને કહે છે જો પાર્થિવ તું એ વાત ને હવે સાવ ભૂલી જા તારાં જીવન નો એ એક અનુભવ અને ગુરુ બનતો સમય આવ્યો અને ચાલ્યો ગયો. તારો પ્રેમ સાચો છે અમે અને ભગવાન જાણીએ છીએ તું નિરાશ ના થા સૌને ભગવાન ન્યાય આપે છે. જરાય હતાશ ના થતો ભગવાન એ તારાં માટે જે ઘાતક હતું એ તારી પાસે થી લઈ લીધું છે અને એ તને તારા લાયક અને યોગ્ય આપવાં માગે છે એટલે તું આ સમય ને સ્થિરતા થી પસાર કર અને તારી મનગમતી પ્રવૃત્તિ માં ભાગ લે બસ હવે થોડાં દિવસો માં તારી કોલેજ માં વાર્ષિક ઉત્સવ છે એમાં હાજરી આપી તારાં પપ્પા એ તારાં માટે બે ચાર કંપની નાં સંપર્ક કર્યા છે અને એમાં બધી જ કંપની એ તને જોબ માટે હા પાડી છે હવે તારે નક્કી કરવાનું છે કે તારે કંઈ કંપની માં જવું.
બધું ભૂલીને તારું સુંદર જીવન જીવવાની એક નવી શરૂઆત કર અમે સૌ તારી સાથે છીએ એમ કહી પાર્થિવ ને બંને તેની બાહો માં લઈ લે છે.
પાર્થિવ સમજદાર હતો તે સમજી ગયો હતો કે તેની સાથે જે થયું એ સારા સંકેત માટે જ થયું છે તેની અને તેનાં પરિવાર ની જિંદગી એક ખરાબ પાત્ર આવતા ની પહેલાં જ બચી ગઈ. તેમ છતાં પાર્થિવ આ આઘાત ને જીલી ના શક્યો. વાર્ષિક ઉત્સવ નાં ત્રણ દિવસ અગાઉ પાર્થિવ એ આત્મહત્યા કરી અને તેણે એક પત્ર લખીને ગયો જેમાં લખ્યું હતું…
“ જયશ્રી ક્રિષ્ના,
મારાં ભગવાન રૂપે અવતરેલા મમ્મી પપ્પા અને સાચાં સાથી રૂપે જન્મેલાં મિત્રો આપ સૌએ મને મારાં આ કપરા સમય માં ખૂબ હિંમત આપી છે મને ખૂબ આશ્વાસન આપ્યું છે. મને પણ વાત સમજાઈ ગઈ છે મને પણ જ્ઞાન થઈ ગયું છે કે જે થયું એ ખૂબ સારું થયું છે પણ ક્યાંક ને ક્યાંક હું આ આઘાત ને આજે પણ જીલી નથી શક્યો હું જીવિત હોવા છતાં અંદર થી સાવ મરી ગયો છું, તૂટી ગયો છું, ભાંગી ગયો છું. મારે ઘણું બહાર આવવું છે આ આઘાત માંથી પણ બહાર નથી આવી શકતો મને માફ કરી દેજો હું આ પગલું ભરું છું એ માટે. મારાં થી જાણે અજાણે તમને કોઈને ક્યારેય દુઃખ અપાયું હોય તો ચોખ્ખા હ્રદય થી માફી માગું છું. મમ્મી પપ્પા વાર્ષિક ઉત્સવ માં આપ બંને જજો અને મને મળતું સન્માન મારાં વતી હસતાં મુખે સ્વીકાર જો હું ત્યાં જ હશું તમારી આસપાસ બસ ફરક એટલો હશે કે હું તમને સૌને જોઈ શકતો હશું પણ આપ સૌ માને જોઈ નહીં શકો. આવતાં જન્મે જો મનુષ્ય દેહ મળશે તો હું પ્રેમ નહીં કરું અને મારે સદાય મારો મનુષ્ય દેહ તમારાં ખોળે મળે તમે જ મારાં મમ્મી પપ્પા બનો એવી મારાં હરિને હું પ્રાર્થના કરું છું. મને ખૂબ હિંમત આપી છે જતાં જતાં હું તમને હિંમત આપતો જાવ છું કે મારા વગર પણ તમારે જીવવું પડશે મને ખુશી થી યાદ કરીને……
સૌને ફરી ફરી વ્હાલાં જયશ્રી ક્રિષ્ના.”
વાર્ષિક ઉત્સવ ને દિવસે પાર્થિવ નાં મમ્મી પપ્પા તેને મળેલું સન્માન લેવા જાય છે. દિવસ ખૂબ ખુશીનો હોવા છતાં ચોતરફ જાણે ઢગલા બંધ દુઃખ નો પહાડ તૂટી ગયો હોય એવું વાતાવરણ હોય છે. સન્માન સ્વીકારતાં તેના મમ્મી પપ્પા કહે છે, દીકરા પાર્થિવ જો તે કહ્યું હતું ને કે હસતાં ચહેરે સ્વીકાર જો એ અમે સ્વીકાર્યું… આટલું બોલતાં જ બંને ચોધાર આસું એ સ્ટેજ પર જ જોસ જોસ થી રડવાં લાગે છે. સૌ પ્રાધ્યાપક ગણ ભાવુક થઈ જાય છે સર્વે તરફ એક ખૂબજ ગમગીન માહોલ બની જાય છે વિદ્યાર્થી ગણ પણ આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ જાય છે. જેમ તેમ કરી પાર્થિવ નાં મમ્મી પપ્પા ને સૌ કોઈ હિંમત આપી છાના રાખે છે.
આજે પાર્થિવ ની પુણ્યતિથિ ને એક વર્ષ વીતી ગયું છે. તેનાં મમ્મી પપ્પા દર માસિક પુણ્યતિથિ એ અનાથ બાળકો, વૃદ્ધાશ્રમ અને અન્ય સેવા ભાવિ સંસ્થાઓ માં પાર્થિવ નાં નામે દાન પુણ્ય કરે છે. આજે ઘણો રૂપિયો છે પણ બંને નાં જીવન માં ધન થી વિશેષ એવો એકનો એક દિકરો પાર્થિવ ગેરહાજર છે.
આશા રાખું છે કે, આપ સૌને મારી “ વિશ્વાસઘાત – પાંગરેલા પવિત્ર પ્રણયનો ” નવલકથા તમને સૌને ગમી હશે. આપ સૌ છેક સુધી મારી નવલકથા સાથે જોડાય રહ્યાં તે બદલ હું આપ સર્વે નો હ્રદય પૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપનો પ્રતિભાવ ( Rate & comment) દ્વારા આપવાનું ચૂકશો નહીં. આપનો પ્રતિભાવ મને લેખન માટે પ્રેરણાસ્ત્રોત છે.
ફરી મળીશું ભવિષ્યમાં એક નવી નવલકથા સાથે માતૃભારતીની સુંદર વ્યાસપીઠ પર....
સૌ માતૃભારતી વાચકમિત્રોને મારાં જયશ્રી ક્રિષ્ના, જય સ્વામિનારાયણ.
સમાપ્ત.