અમર પ્રેમ - ૩૭ Kamlesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પ્રેમ - ૩૭

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની વિકએનડમા તેમના રુટીન પ્રોગ્રામ મુજબ હાઇપાકઁ જાય છે ત્યાં ખરેલા પાંદડા ભેગા કરી ઢગલો કરી વારા ફરતી એકબીજા હાઇડ થઇ ફોટા પડાવે છે ત્યાંથી પાકઁ ફરતી મિની ટે્નમા બેસી પાકઁનો રાઉનડ લગાવે છે.મિની ઝુ જઇ પછી લેક પાસે સનબાથ લેતા લેકમા તરતા ડકને જોઇ ફુડકોટમાથી લંચ ઓડઁર કરી ગઝાબોમાં બેસી લંચ કરે છે.અજયની બથઁડે હોવાથી પૂજનને લઇ બથઁડે સેલીબે્ટ કરવા રેસટોરંટમા જાય છે.સ્વરા પણ તેના ફલેટ પર જઇ અજયની બથઁડે કેક કાપી તેને યાદ કરતા સેલીબે્ટ કરે છે.તેને યાદ કરી ખૂબ રોવે છે.હવે આગળ.........,



અજય અને જેની તેમના વિકએનડના પો્ગામ મુજબ આ વિકએનડમા ૧૦૦૦આઇલેનડ જવાનો પો્ગા્મ બનાવ્યો છે.૧૦૦૦આઇલેનડ ઇસટ સાઇડ તરફ કિંગસટન પાસે લગભગ દોઢ કલાકના ડા્ઇવ દુર આવેલ છે.તેથી કેબ હાયર કરી જાય છે.આ સ્થળ લેકની ફરતા ૧૦૦૦ આઇલેનડથી બનાવવામાં આવ્યું છે.ત્યાં જવા માટે ફેરીની વ્યવસ્થા છે.બે સમયની ફેરી મલે છે.એક ફેરી દોઢ કલાકની છે જે નાનો રાઉનડ મારે છે બીજી ફેરી ૩ કલાકની છે જે લેક ફરતા ૧૦૦૦આઇલેનડ ફરતી ફરે છે.કોઇ આઇલેનડ પર ઉતારવાનું હોતું નથી પરંતુ ફેરીમાં બેસીને તેનો નજારો નજીકથી માણવા મલે છે.આઇલેનડ પર કોઇ માનવ વસતિ નથી પરંતુ મેઇનટેનસ માટે એક નાના હાઉસ બનાવેલ છે.અજય અને જેની ૩ કલાકની ફેરીની ટિકિટ લઇ ફેરીમાં બેસી આઇલેનડ ફરતો આંટો મારવા જાય છે.ફેરી સ્ટાટઁ થયા પછી તેઓ તેના ફંનટ્ ભાગ તરફ આવી બહારનો કુદરતી નજારો માણતા ખૂબજ આનંદિત થાય છે.આઇલેનડ તેમજ લેક તરફથી વહેતી શિત લહેરોથી રોમાંચિત થઇ એકબીજાનો સહવાસ માણતા ૩કલાકનો રાઉનડ પુરો કરી ત્યાં આવેલી રેસટોરંટમાંથી ટેક આઉટ લંચ લઇ ત્યાં આવેલી શોપ અને મયુઝિયમમા ફરતા વિવિધ એંનગલથી ફોટા પડાવે છે.પૂજન પણ તેમની સાથે ગયેલ હોવાથી તે તેમના ફોટા અને વિડિયો શૂટ કરે છે.ગાડઁનમા ફાઉનટન પાસે બેસી પ્રેમની વાતો કરતા સમય પસાર કરે છે.



જેની,અજયને કહે છે કે હવે મારો study પતી ગયો હેાવાથી મારા કવોલીફિકેશન મુજબ મેં હોસપિટલમા જોબ માટે એપલાય કરેલ છે તેથી મોટા ભાગે મને Scarborough ની હોસપિટલમા જોબ મલે તેમ લાગે છે.હવે મારે તયાંની મારી ફે્નડ સાથે શેરીંગમા રહેવું પડશે તેથી તમે જો ફલેટ રાખવા માંગતા હો તો આપણે લીઝ ટા્નસફર કરાવી લઇએ અને જો ના રાખવો હોય તો ઓનરને વન મંથની નોટીસ આપવી પડશે તો તમે તમારો નિર્ણય જણાવો તો હું આગળની પો્સિજર કરુ ?અજય કહે છે કે મારે ફલેટ રાખવો નથી હું કોઇ પી.જી શોધી લઇશ.પૂજનને પુછી આપણે નિર્ણય લઇશુ.પછી તેઓ કેબ હાયર કરી ધરે જવા રવાના થાય છે.અજય,જેનીને પૂછે છે કે જેની જો તારી ઇચ્છા હોય તો ફોલની સિઝન જોવા અલગાવકવીન પાકઁ બહુજ સુંદર જગ્યા છે.તે આપણા ઘરથી લગભગ ૨૫૦થી૩૦૦ કિલો મિટર દુર છે.તેના હિલ પરથી વેલીનો પાનના કલર ચેઇનજ થતો કુદરતી નજારો ખૂબજ સુંદર દેખાય છે.એક આખા દિવસની ટી્પ થાય.જેની આટલે બધે દુર જવાની ના પાડે છે.જો કલર ચેઇનજ જોવા હોય તે આપણી નજીકમા ડોનવેલી પાકઁ છે ત્યાંથી પણ જોઇ શકાશે,પણ તેના માટે ઓકટોબર સુધી રાહ જોવી પડે અને મારે હવે નવી જગ્યા એ મુવ થવાનું હોવાથી પછી સમય મલશે નહીં તેથી હવે આપણા વિકએનડના પો્ગામ બંધ કરવા પડશે ! અજય,જેનીનો આભાર માની કહે છે કે તારો આટલો સહકાર ઘણો છે.મારુ મોસટઓફ વકઁ થઇ ગયું છે આમે મને હવે નથી લાગતું કે આપણે હવે વધુ મુલાકાતો કરવી જોઇએ !પૂજને પણ તેનો સહકાર આપી મને મદદ કરી છે.તમારા બન્નેનો ખૂબ ખૂબ આભાર.તમો બન્નેએ જે મને મદદ કરી છે તેનો ઉપકાર હું જીંદગીભર ભુલીશ નહીં !



ઘરે આવી પૂજનને ફલેટ રાખવા બાબત અજય પૂછે છે તો પૂજન કહે છે કે જો તુ પણ પી.જી મા જવાનો હોય તો મારા લંડનવાળા કાકાના ફે્નડનુ ઘર અહીં ડાઉનટાઉનમાંજ છે તો મારા કાકા સાથે વાત કરી હું પાછો ત્યાં રહેવા જતો રહીશ તમારે વન મંથની નોટીસ ઓનરને આપવી હોય તો આપી દેજો,આપણે આવતા મહિનાથી છુટા પડી જઇશુ !..........



વધુ માટે વાંચો પ્રકરણ -૩૮......