તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે કોઈ વ્યક્તિ સાથે બહુ જ Attached હોવ ને એ વ્યક્તિ અચાનક જ તમારી Life માંથી હમેશાં માટે નીકળી જાય. એ વ્યક્તિ તો નીકળી જાય છે .પણ આપણે નીકળી નથી શકતા ને ત્યાં ને ત્યાં જ રહી જઈએ છીએ એ પણ સાવ એકલા દરેક ના જીવન માં ક્યારેક ને ક્યારેક તો આવું બને છે.પણ બધા ને એમ જ લાગે છે કે આખી દુનિયામાં મારા જોડે જ આમ થયું...? પણ હકીકત કઈ અલગ જ હોય છે.
હવે મારી વાત કરું તો હવે સમય પૂરો થઈ ગયો છે ને બસ હવે એ મારી સાથે નથી .એક સમય વિચારી પણ ના શકાય એ આજે હકીકત છે .મનુષ્ય નો સ્વભાવ છે હકીકત થી દૂર ભાગવું હકીકત ને સ્વીકાર કરવા કરતાં આપણે વિચારો ની દુનિયામાં જોવાનું વધું પસંદ કરશું. આદિ અને મારા સંબધો બહુ અલગ પડી ગયા હતાં.એટલે પેલા ના દિવસો યાદ આવતા હતા.
હું ઘરેથી આવી હતી એટલે ફ્રેશ થઈ ને રસોડામાં ગઈ તો ત્યાં પેલાના જેમ જ એક સ્ટિકી નોટ હતી કે પ્લેટ માં દવા મૂકી છે. મોઢું બનાયા વગર ખાઈ લે જે ....એની આ નોટ્સ વાંચ્યા પછી હું મંદ મંદ હસવા લાગી.એક ઘરમાં જ હતા પણ વાત કરવાના મોકા બહુ દૂર દૂર હતા. એ મને આંખો મલાવી ને વાતો ન હતી કરી શકતી...ખબર નહિ કે કેમ પણ એ મારી સામે પણ ઓછું આવતી હતી.અને હવે કાલે કૉલેજ જવાનું હતું એટલે હું બધું તૈયાર કરવામાં લાગી ગઈ.
સવારે ઉઠીને બાલ્કનીમાં ગઈ તો સરસ મજાની હવા હતી. પક્ષીઓના અવાજ થી સવાર બહુ જ સુંદર લાગતી હતી. સૂરજ પણ હોટ લાગતો હતો..જે dhyani પેલા હતી એવી હવે રહી ન હતી. એ એકલી જ જીવવામાં માનતી હતી અને કુદરત માં વિશ્વાસ રાખતી હતી.
પણ પેલું કહેવાય છે ને કે તમારો કાળ તમારો પીછો ના છોડે બસ મારી સાથે પણ એવું જ થતું હતું. અભિનવ વાળી વાત જેટલી વાર ભૂલવું એટલી વાર એની યાદ આવે ઘણી વખત છે ને આમ એકાંત માં આજે પણ મને એની યાદ આવી જાય છે .જ્યારે ચા પીવું છું ને ત્યારે આજ પણ તેની કમી ખટકે છે
જ્યારે ટેબલ પર ચા નો એક જ કપ જોઉં છું ને ત્યારે એની બહુ યાદ આવે છે.
હું તૈયાર થઈ ને કૉલેજ ગઈ.બધાને મળી ને રૂમમાં ગઈ. આજે બધા નવા પ્રોફેસર અમને બધું શીખવાડવા આવવાના હતા. એટલે બધા જ વિદ્યાર્થીઓ આવેલા હતા. દરેક ના મોઢા પર બસ અભીનવનું નામ હતું . આ બધામાં આદિ ઉદાસ થઈને બેસી હતી અને બધા ને બોલવાની ના પાળતી હતી કારણ કે બધા ઊંધી સીધી વાતો કરતા હતા.પણ આ બધાની વાતોથી મને કઈ ફરક પડતો ન હતો.
આ બધામાં રૂમ પર નવા પ્રોફેસર ને આવ્યા.અને બધા એક દમ શાંત થઈ ગયા અને એમનું સ્વાગત કર્યું એમને બધું સરસ રીતે સમજાવ્યું. એમની ચાલ એની વાત કરવાની અદા જ કઈ અલગ હતી. એમને ચશ્મા ના પહેર્યા હોય ને તો ક્લાસનું અડધી છોકરીઓ એમના પર ફિદા થઈ જાય. એ પ્રોફેસર ને જોઇને મને કોઈક ની યાદ આવતી હતી . એને જોઈને લાગતું હતું કે આમને ક્યાંય તો જોયા છે..? પણ ક્યાં જોયા છે એનો કોઈ આઈડિયા ન હતો આવતો અને એ પણ મારી સામે જોઈને સ્માઇલ આપતા હતા એટલે કઈ તો મને લાગતું હતું....