રૂમ નો દરવાજો ખોલે એના પહેલા મારા દિલ માં ઘણા બધા વિચારો આવી રહ્યા હતા કે ચોક્ક્સ અભિનવ અંદર જ હશે. દિલ જોર જોર થી ધબકી રહ્યુ હતું .
અંદર ની અજાણી વ્યક્તીએ રૂમનો દરવાજો ખોલ્યો તો હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એ રૂમમાં કોઈ બીજા લોકો રહેવા આવ્યા હતા. એમને મને પૂછ્યું..શું કામ છે..?મારા વિચારો ભાંગી પડ્યા હતા. હું અંદર ને અંદર તૂટી રહી હતી. એમને મને ફરી થી પૂછ્યું..બેટા કોનું કામ છે..? મે કીધું કે તમારા પહેલા આટલે જે લોકો રહેતા હતા એ લોકો ક્યાં ગયા તમને કઈ ખબર છે..? એ બધા નવા લોકો હતા એટલે કીધું કે માફ કર જો અમે કોઇને નથી જાણતા.હું લાચાર થઈ ને મારા રૂમ પર પાછી આવી. હું રૂમ પર આવી એ સમયે આ આદિ સૂઈ ગયેલી હતી.અમારી પરીક્ષા કાલથી શુરૂ થવાની છે. મે બહુ જ મહેનત કરી હતી આ પરીક્ષાની પાછળ પણ એક જ ઝાટકે અભિનવ કઈ બોલ્યા વગર જતો રહ્યો. અને એક બાજુ આ પરીક્ષા હતી.હું શું કરું અને શું નહીં. કઈ ખબર જ ન હતી પડતી .કોઈ ક્યાંથી બધું છોડી ને જતું રહે..? ના કોઈ ફોન ,ના કોઈ મેસેજ , એ કઈ પણ કીધા વગર જતો રહ્યો હતો.
મારા ઘરેથી દરરોજ ફોન આવતા હતા. મારા પપ્પાને મે બધી જ વાતો કહી દીધી. મારા પપ્પાએ મને સમજાવી કે બેટા જો એને તારો સાથ નિભાવવો જ હોય તો એ આજે તારા જોડે હોય પણ એ આજે તારા જોડે નથી તો તું શું કામ તારી જીંદગી એની પાછળ બરબાદ કરે છે. તું પણ મારી શેરની દીકરી છે . તું પણ સારા માર્ક્સ લાવી ને બધા ને બતાવી દે કે અભિનવ ના જવા થી તારા જીંદગી માં કઈ અસર નથી પડી.તું રડીને શું કામ તારી તબિયત બગાડે છે . બધું ભૂલી જા અને હવે ભણવામાં ધ્યાન આપ બેટા..
એમને આટલું બધું કહી તો દીધું પણ "दिल है कि मानता नहीं" પણ મારા બધા મિત્રો મને મારા પપ્પાએ કીધું એમ જ કહેતા હતા કે અભિનવ એ દગો આપ્યો છે તને...? આમ ને તેમ ...તું તારી જિંદગીમાં આગળ જા...
દરરોજ કોલેજ માં કોઈને કોઈ કઈ પૂછતું જ હતું કે ક્યાં ગયો અભિનવ . બસ આ બધા લોકોની વાતો સાંભળતી હતી ને ચૂપ ચૂપ રહેતી હતી. આદિ અને અમારા વચ્ચે લાગણીઓ નો જ સંબધ રહ્યો હતો. એકબીજા ના સામે બોલ્યા વગર એકબીજા ના કામ કરતા હતા.અને હવે પરીક્ષા પૂરી થઈ ગઈ હતી.
થોડા દિવસ જ રૂમ પર રહેવાનું હતું અને પછી ઘરે જવાનું હતું. હું દરરોજ રાતે ચંદ્રને કોસતી હતી.આખી આખી રાત જાગતી હતી. અને બહુ જ રડતી હતી કે મારા થી કોઈ ભૂલ થઈ ગઈ છે એટલે અભી દૂર જતો રહ્યો છે..?મારો અભી કેમ અચાનક જ બદલાઈ ગયો..? અભીએ મને પ્રેમ તો કર્યો જ હશે ને કે નહી..? આ બધા પ્રશ્નો ના જવાબ અભિનવ માં જોડે જ હતા.મને એનું અચાનક જતું રહેવું એ બધું જ ખટક્યું હતું. હું બહુ જ ચંચળ મન વાળી હતી.અને આજે ખબર નહિ શું થાય છે...?
હું અભિનવ ને ખોવા ન હતી માંગતી ને આમ થઈ ગયું હતું.મને મારા પ્રશ્નોના જવાબ જોઈતા હતા. મારા મગજ પર અભિનવ ની યાદો હાવી થઈ ગઈ હતી. હું એક રૂમમાં જ રહેતી હતી . છેલ્લે તો એજ વિચાર આવ્યો હતો કે અભિનવ એ ખાલી મારી જોડે સમય જ પસાર કર્યો છે.છેલ્લે મારાથી કંઈ સહન ના થયું તો મે મારા મમ્મીપપ્પા જોડે છેલ્લે વાત કરી ને મે મરા હાથની નસ કાપી નાખી. લોહી ના જોડે આંખમાંથી આશુ વહી રહ્યા હતા . ધીમે ધીમે બધું જાંખું જાંખુ દેખાઈ રહ્યુ હતુ અને મારી આંખો ક્યારે બંધ થઈ ગઈ કઈ ખબર ન પડી.
મે પ્રેમ નિસ્વાર્થ એ કર્યો હતો.કોઈ સ્વાર્થ ન હતું જોયું.તો પણ અભિએ આમ કર્યું..અભિનવ ના ગયા પછી આદિના જોડે પણ સંબંધ બગડ્યા હતા. આદિ ને કારણ ખબર હતી કે અભિનવ ક્યાં છે. ?અને કેમ ગયો છે..? અભી ના જોડે જોડાયેલી એક એક વાત મારા મન માં ચિખો પાળતી હતી.હું એકલી પડી ગઈ હતી. મારી માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી. હું ડિપ્રેશન માં જતી રહી હતી.એટલે મે મારા હાથની નસ કાપી નાખી હતી.
જેમ જેમ મને હોશ આવ્યો તો સામે મારા મમ્મી પપ્પા આદિ નું ફેમિલી બધા લોકો હતા . મારા મમ્મીપપ્પા ની આંખો ભરાયેલી હતી. ડોક્ટર એ ચેક કરી ને જતા રહ્યા.પછી હું મને મારા ઘરે લઈ ગયા. આદિ બસ મને જોઈ જ રહી હતી. એક ડોક્ટર દરરોજ મારા ઘરે મળવા આવતા હતા.એ મને દરરોજ કઈ નવા નવા ટોપીક પર સમજણ આપતા હતા.દરરોજ નવી નવી બાબતો સમજવતા હતા. ડોક્ટર મને પહેલા જેવી નોર્મલ બનાવવા આવતા હતા.
બસ હવે ૨ મહિનાઓ પછી બધું નોર્મલ થઈ ગયું હતું. અને હવે કોલેજ ખૂલવાની તૈયારી હતી. મારા મમ્મીપપ્પા બહુ જ ડરતા હતા મને કોલેજ મોકલવા માટે .પણ મારી જીદ ની આગળ એમની વાત ટકી નહી એટલે એ મને મૂકવા ગાંધીનગર આવ્યા. રૂમ પર આદિ પહેલા થી આવેલી હતી. હું રૂમ પર ગઈ એવી આદિ મને જોઈને ખુશ થઈ ને કઈ બોલવા જતી હતી પણ કઈ બોલીના શકી......