કલંક એક વ્યથા.. - 2 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલંક એક વ્યથા.. - 2

કલંક એક વ્યથા...2

આગળના ભાગમાં આપણે બિંદુની મનો વ્યથા સાંભળી,હવે આગળ.....

આજ સવારથી બંસી મને બહુ યાદ આવી હતી. એનો ચહેરો
મારી નજર સામેથી હટતો ન હતો. હું અને બંસી જુડવા બહેનો, એ મારાથી પાંચ મીનીટ મોટી હતી. અમારી વચ્ચે
કોઈ અજાણી વ્યકિત તો એક પણ તફાવત કહી શકે,એટલા
અમે બંને સરખા દેખાતા હતા. હા..! પણ સ્વભાવ અને રેહણીકરણીથી સાવ જુદા હતા. અમારા દેખાવમાં એક સામાન્ય તફાવત એ હતો,કે એ મારા કરવા થોડી રૂપાળી વધારે હતી. હું શ્યામ વર્ણની હતી. બંનેની આંખો આછી કોફી અને અણીયાળી, વાળ એકદમ લાંબા અને કાકા,બંને લાંબો ચોટલો સરખોજ વાળતા. કમરથી નીચે લટકતા ચોટલા લઈ બહાર નીકળીયે ત્યારે પાછળથી તો કોઈ ઓળખી જ ન શકે.
એ વાત પર તો ઘણી વાર મજાક પણ થઈ જતી.

આજ એ વાત યાદ આવતા મારા ચહેરા પર ઘણા સમયે
એક સ્મિત આવી ગયું. કેવા હતા એ દિવસો...! તોફાન કોઈ કરે અને માર કોઈને પડતો, પરંતુ એક બીજા માટે લાગણી પણ એટલી જ હતી,- કે તરત જ ભૂલ કબુલ પણ કરી લેતા,
આજ આવોજ એક કિસ્સો યાદ આવી ગયો, અને ચહેરા પર
સ્માઈલ આવી ગઈ. સાથે આંખોના ખૂણે એક ટીપુ આસુનું આવી ગયું. આંખ બધ કરી અને ખાળ્યુ એટલામાં બહારથી
અવાજ આવ્યો.

" અલી બિં..દુ..ડી ક્યાં મરી ગઈ...? " એ અવાજ મમ્મીનો હતો. " આ ચારો અત્યારે ગયોને નથી આપતા ખબર છે ને ...? અને આ મેળવેલું દહીં કોણે હલાવી નાખ્યું....? "
મમ્મીએ ગુસ્સા ભર્યા અવાજે કહ્યુ. એનો અવાજ પારખતા
હું દોડતી ઓરડાની બહાર આવી. અને મમ્મીએ મારી વાત,સાંભળ્યા વગર જ મને બે લાફા મારી દીધા. અને મેં રડતા રડતા કેહવાની હિંમત કરી,
" મેં નથી કર્યું મમ્મી, એ બંસીએ કર્યું છે.."
પરંતુ એમાં મમ્મીની ભૂલ પણ ન હતી. બાજુમાં રહેતા કાકીએ બંસીને જોયેલી આ કરતા એને થયું મે કર્યું. અને એણે મારી ફરિયાદ કરી દીધી. એમાં એમનો પણ વાંક નહતો અમે કપડા પણ સરખાજ પહેર્યાં હતા. ત્યારથી એ કાકીએ પણ અમારી વચ્ચેનું અંતર ચકાસવાનું શરૂ કરી દીધુ. ત્યારે અમે બંને ઘણી નાની હતી. શાળામાં પણ આવા ઘણા કિસ્સા બનતા રહેતા.

હા... પણ વિધાતાએ નસીબ એક સરખા નહતા લખ્યા. એના મારા કરતા પાંચ મીનીટ વેહલા લખાયા હતા.
એટલે રંગ, સ્વભાવ, અને નસીબ થોડુ વધારે લખી નાખ્યુ.
અને મારું લખવામાં એને ઘટ પડી, બંને બહેનો એક ઘરમાં એક આંગણે મોટી તો થઈ, પણ નસીબના રસ્તા જુદા હતા.
કોલેજ કાળમાં પણ એ બધા મિત્રોમાં પ્રિય પાત્ર રહેતી. એના મોહક રૂપ અને અના ખુલ્લા સ્વાભાવના કારણે, અમે સરખા હતા પણ મારો થોડો શ્યામ રંગ અને ઓછા બોલો સ્વભાવ હતો. એના કારણે હું બધે પાછળ રહી જતી, મને પણ બધામાં આગળ રહેવાની, ગોરા થવાની ઈચ્છા થતી, એક બાજુ કહીયે તો મને એની ઈર્ષા થતી. મમ્મી કયારેક એને ઓછા નખરા કરવા ઓછુ બોલવા સમજાવતી તો કયારેક મને
એની ઈર્ષા નહીં કરી એની જેમ રેહવા સમજાવતી. પરંતુ જે
સ્વભાવ, પ્રકૃતિ જન્મથી જ હોય એ કેમ જાય...!

પરંતુ અમારી જોડી કમાલ હતી. કોઈ પણ એકને બોલાવે કોઈ તો પણ બંને નામ સાથે જ લે, 'બંસી બિંદુ.'

તો પછી વિધાતાએ કેમ અમારા લેખ લખવામાં તારોવારો કર્યો હશે...? એને પણ રંગ ભેદ નડ્યો હશે..?
એ તો હું કહુ છુ..! પરંતુ હું તો એને કેટલા વર્ષોથી નથી મળી,
હું મારા નસીબને રહું છુ, પણ એ શું કરતી હશે..? એનું શું થયુ હશે મને કયાં જાણ છે..? એક દસકો બદલાઈ ગયો.
બિંદુની આંખ ખુલતા ચહેરો આંસુથી પલળેલો હતો. હાથ કોણીથી વાળી કુર્તાની બાયથી આંખો લુછી, પણ આંસુ રોકતા ન હતા. ભૂલીતો કયારેય નથી કોઈને ,પણ હવે તો યાદ કરવાની પણ હદ આવી ગઈ છે. હવે બધાને રૂબરૂ મળવું છે.
મારે ઘરે જવું છે. કોઈ બંધન નહીં રોકી શકે મને, કોઈ પણ
કિંમતે ઘરે જવું જ છે. અને હું જઈશ મારા ઘરે......

બંસીનો પરિચય મેળવ્યો આપણે,બંને જુડવા બહેનો છે,
પણ નસીબ સાવ અલગ છે. બંનેના નસીબની ગાડી બંનેને કયાં લઈ જાય છે ...? હવે આવતા ભાગમાં જાણીશું......

" વિધાતાએ કર્યોં કેવો અન્યાય,
જીવ બે આપ્યા એક કુંખે...પણ,
જુદા કર્યા રસ્તા આ કેવો ન્યાય......"

( ક્રમશ.....)

🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી ' ઊર્જા '