કલંક એક વ્યથા..3
"બિંદુ...ઓ...બિંદુ....સાહેબનો ચા-નાસ્તો તૈયાર છે...?"
અવાજ સાંભળતાં જ બિંદુ સફાળી બેઠી થઈ ગઈ. ઠંડા પાણીની ઝાલક ચહેરા પર ઉપર મારી યાદોની વાસી તર ધોઈ નાખી, અને દોડાદોડ રસોડામાં પહોંચી.
" આ..વી..ભાભીજી, હા, પાંચ મિનિટમાં થઈ જશે."
" તને ખબર છે ને, સાહેબને મોડું થાય છે, ખબર નથી પડતી વહેલા જાગવાની..? મહારાણી બનીને નથી આવી તુ અહીં.....અને હા, મારા પતિથી દુર રહેજે... નહીતો જીવવું મુશ્કેલ કરી દઈશ.. "
બિંદુ નીચું માથુ રાખી સાંભળતી હતી. જવાબમાં એણે મનમાં જ બડબડાટ કરી લીધો.
" હા, એમ પણ અહીં જીવવું કયાં સહેલું છે..અને મોડુ તો ઘણું થઈ જ ગયું છે. "
બિંદુ આ ઘરની કામવાળી ન હતી, પણ આ પરિવારની સભ્ય પણ નહતી. તો...! તો કોણ હતી ...? બિંદુ આખુંય ઘર સંભાળતી, અ..ને...? કંઈ નહીં રહેવા દો એ વાત પછી કરશું. બિંદુએ ઘરનું કામ પતાવ્યું. રસોઈ કરી,ભાભીજીને જમાડયા, થોડી નવરી પડી અને એના ઓરડામાં ગઈ, થોડીવાર આરમ કરવા આડી જ પડી હતી,- કે ભાભાજીની બુમ સંભળાઈ,
" બિંદુ, મને ચા પીવી છે,"
ભાભીજી એટલે મોનિકા,એ અપંગ હતી. એક એક્સીડન્ટમાં એના બંને પગ જતા રહ્યા હતા. ત્યારથી વ્હીલ ચેર જ એના પગ હતા, એનુ બધુ જ કામ બિંદુ સંભળાતી હતી. પરંતુ બિંદુ માટે કયારેય એને લાગણી કે દયા ન હતી. મોનીકાને એક દિકરો જે હાલ હોસ્ટેલમાં ભણતો હતો. મોનીકાના સાસુ-સસરા હતા,પણ નહીં બરાબર પોતાના ઓરડામાંથી કામ પુરતુ જ બહાર આવવાનું, કયારેક બધા ભેગા થઈ રાત્રે લીવીંગ રૂમમાં ટીવી જોવે. અરેબયન બાંધકામ થી બંધાયેલો બંગલો હતો. મસમોટા ઓરડા,મોટી મોટી કાચની બારીઓ, આખી દિવાલના મખમલી પડદા, દિવાલો પર પેઇન્ટિંગ પણ અરબી સ્ટાઈલની હતી. બહાર બગીચો સરસ હતો. બગીચાની થોડે આગળ મોટો કોઈ કિલ્લાનો હોય એવો મોટો અરબી સ્ટાઈલનો દરવાજો, બંગલાની નજીક ગાડી આવતાં જ ચોકીદાર સલામ કરી દરવાજો ખોલે, અને હવા તો પ્યોર પઠાણી એટલી ઝીણી રેતી ઉડાડે કે ગમે એટલી સફાઈ કરો, ઓરડા કે લીવીંગ રુમમા ખબર પડી જાય કે આ અરબ દેશ છે. રણ છે. પરંતુ આ પરિવાર તો ભારતીય હતો.
અને આ આખા પરિવારની ઘરની બધી જ જવાબદારી બિંદુ સંભાળતી હતી. એ પણ દુબઈ જેવા મોટા દેશમાં, બિંદુ અહીં પોતાની મરજીથી આવી હતી. પરંતુ હવા જવું શક્ય ન હતુ પોતાની મરજીથી, એના પાસપોર્ટ, વિઝા બધું જપ્તે હતુ. એના માલીક પાસે,એનો માલીક રાકેશ શેઠ, મોનીકાનો પતિ, એટલે કાયદો પણ એને જવાની રજા આપી શકે એમ ન હતું.
અને જાય તો પણ કયાં જાય..? કયાં સબંધથી જાય...? દિવસ-રાત ઊઠતા-બેસતા ભારતના સપના જોતી બિંદુ અંદરથી ભાંગી પડી હતી. પરિવાર સાથે વાત કરવાનો પણ કોઈ રસ્તો ન હતો. આ ઝાકમઝોળ ભરી દુનિયામાં એકલી ફસાઈ હતી. શું કરવું સુઝતુ ન હતુ. કયારેક તો મરવાના વિચાર પણ આવતા,પરંતુ પરિવારને મળવાની અદમ્ય ઈચ્છા એને જીવાડી દેતી.
ખાલી પરિવાર સંભાળવાનો અવું ન હતુ અહીં. બીજા પણ અનેક દર્દ સહન કરવાં પડતા હતા. અહીં નજર કૈદીની જેમજ એને રખાતી હતી. ઉંમરનો થાક ચહેરા પર દેખાતો હતો. અને પરિવારને મળવાની આશાથી મન થાકતું ન હતુ. વધતી ઉંમર અને સ્થિર થયેલું મન બંનેની કશ્મકશ સમય સાથે ચાલુ જ રહેતી, જેની માટે હું આ બધુ કરી રહી છુ એ પણ મારા માટે કંઈક તો કરતા હશે ને..! કે મને ભૂલી ગયા હશે..? ના ..ના..એવું ન હોય ,એ પણ કદાચ કઈ કરવા સક્ષમ ન હોય..! બિંદુના વિચારોનું તોફાન કયારેય શાંત ન રહેતું, એ કામ કરતી હોય કે આરામ કરતી હોય. એના ગામની શેરીઓ, એનું ઘર , એનો પરિવાર કયારેય એની નજરથી હટતા નહીં.
સાંજ પડી શેઠ આવી ગયા. મોનીકાના પતિ, બિંદુએ ડાઇનિંગ ટેબલે બધુ જમવાનું તૈયાર કર્યું. બધા જમ્યા બિંદુને તો કામવાળાની જેમ વધ્યું ઘટ્યું જ રસોડામાં બેસી જમવાનું. એ કામ પતાવે એટલે એના ઓરડામાં જતુ રહેવાનું. ઘરના બધા મુડ હોય તો કયારેક સાથે બેસી ટીવી જોતા હોય. શેઠ એના ઘરમાં જ બનાવેલા બિયરબારમાં એક પછી એક ઘુંટ અને એક પછી એક ગ્લાસ અને બોટલ ખાલી કરતા હોય. સિગારેટના ધૂમાડાના ગોટામાં હિંન્દુસ્તાની સંસ્કારને કશ પર કશ મારી હવામાં ઊંચે ઉડાડે જતો હતો.
આગળના ભાગમાં જોઈશું બિંદુના પરિવાર વિશે....
(ક્રમશ......)
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી 'ઊર્જા '