🙏🙏
નમસ્તે મિત્રો હું એક વાર ફરી એક એવી નવલકથા લઈને આવી છું જે આપ સૌ વાંચવી ગમશે અને ગમે તો ચોક્કસથી પ્રતિભાવ આપવા વિનંતી 🙏આ વાર્ત
એક એવી સ્ત્રીની છે જેણે પરિવાર માટે બલિદનમાં
પોતાનો પરિવારને જ બલી ચડાવી દીધી.અને કલંક
માથે લીધુ.એના બલીદાનને કલંકમાં ફેરવનાર કોણ હતુ. અને પરિવાર માટે બલિદનઆપતી સ્ત્રી કલંકી હોય શકે...? એ કલંકી સ્ત્રીની વ્યથા વાંચશું......
.
કલંક એક વ્યથા...1
દુબઈ....હા..દુબઈ...અતિ સુંદર, નવી નવી ટેકલોજી, મનહરી
લેતી સ્વચ્છતા, જેમાં પોણા ભાગ વસ્તિ અરબોની હશે. ત્યા સ્થાઈ થયેલા ભારતીય પરાવાર પણ ઘણાં છે. અતિ ધનાઢ્ય શહેર અને આંખોને આંજી દેતુ ચકચકાટ શહેર,મોટી મોટી ગાડીઓ,ઊંચા ઊંચા બિલ્ડીંગો,નજર સામે તરવા લાગે દુબઈનું નામ પડતા જ કોઈ પણ વ્યક્તિ એ જગ્યા જોવા લલચાઈ જાય. એક વારતો જોવા જેવુ ખરું.
આ વાર્તા શરૂતો ભારત દેશના ગુજરાત રાજ્યના એક નાના ગમડામાંથી થઈ હતી. પણ અંત હવે કયાં થશે ભગવાન જાણે...! દુબઈ બહારથી જેટલું ચળકાટ ભર્યું છે એટલી એની બીજી બાજુ અંધકાર છે. પરંતુ એ તો સામાન્ય છે.
રાત હોય ત્યાં દિવસ અને ઉજાસ હોય ત્યાં અંધારુ હોવાનું જ, આમ જ એ જેટલુ ધનાઢ્ય બહારથી દેખાય છે અટલુંજ
દરિદ્ર છે. અહીં દરિદ્રનો અર્થ રૂપિયા પૈસા નથી એનો અર્થ છે
મહિલાઓની બાબતની સોચમાં. સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતામાં, કદાચ કેહવાતા બુરખા નીચે બેશરમી ઠાંકી છે, પુરુષોના સફેદ કેફ્યિહ અને થોબ્સમાં દિલના કાળા રંગને છુપાવેલા છે. કદાચ એટલા માટે કે બધા સરખા પણ ન હોય. પણ મને જે મળ્યા એમાં કોઈ એના કેફ્યિહ જેવું સફેદ ન હતુ.
પરંતુ મારી સાથે જ કેમ આવું થયુ, મારી પોતાની ઊંચી આશા કોઈ મજબૂરી હતી,- કે પછી મારા પરિવારની કોઈ મજબૂરી મને અહીં સુધી ખેંચી લાવી હતી. હું ખુદ હવે આ બધુ વિચારી શકતી ન હતી. મારી વિચાર શક્તિ ક્ષિણ થઈ ગઈ હતી. અને હવે કદાચ વિચારવાનો કોઈ અર્થ પણ ન હતો. બહુ મોડુ થઈ ગયુ હતુ.
"ના...ના...મોડુ શું કામ..? " મારો પરિવાર મારો જ છે. મારે મારા પરિવાર પાસે પહોંચવુ જ છે. હવે કોઈ પણ રસ્તે....ગમે
તેમ કરીને....મારે મારા પરિવારને મળવું છે. " એક વાર...બ..સ..એક...વાર....ભલે પછી ઝેલ જવું પડે કે ભગવાન બોલાવે હું સજા માટે તૈયાર છું. પરંતુ એક વાર મારા પરિવારને મળવું છે.
"હા....ભગવાન પણ આ કલંકીને શું કામ બોલાવે..? મારા જેવા માટે કદાચ ત્યાં કોઈ જગ્યા નહીં હોય. મારા માટે હવે જમીન પર જગ્યા નથી તો ભગવાન પાસેતો ક્યાંથી હોય...!
પણ શું હું કલંકી જન્મી હતી..? મને કલંકી કોણે કરી..? આમાં દોષ કોનો છે..? દોષ તો હવે નસીબ સિવાય કોને દઉં,
મારું ભાગ્ય કાળા કંકુથી લખાયું હશે બીજુ શું..! ના.. ના. મા
માટે તો બધા સંતાન સરખા હોય છે. મા ક્યારેય તારોવારો ન કરે, તો પછી મા થોડી મને બદદુવા આપે...? એ તો મારા માટે જીવ બાળતી હશે. મારા અને મારા પરિવારના સપના દોષી દ છે, એ ભૂલ પણ મારી જ હશે.
આમને આમ ઘણાં જ વિચારાનો વંટોળ સાથે અને વ્યથા સાથે રોજ નરકમાં જીવતી હું બિંદુ મને વ્યથા આપનાર અને મારા માથે કલંક લગાડનાર કોણ હશે..?
તમને સમજાય તો મને કમેન્ટસમાં કહેશો. હું તો વિચારીને, તાગ માળવીને થાકી છું. પરંતુ હજુ મને કોઈ જવાબ નથી મળ્યો.
આ છે મારી નવી વાર્તા " કલંક એક વ્યથા" નુ પાત્ર ' બિંદુ '
હવે બીજા ભાગમાં અની બહેન ' બંસી ' ને મળશુ. અને બિંદુના મોઢે જ અની વ્યથા સાંભળશુ.
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર