વાસંતી Bakul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાસંતી

"વાસંતી....ઓ વાસંતી બેટા અહીં આવ.. ત્યાં શું કરે છે એકલી બેઠી "
ચાળીસી વટાવી ચૂકેલી, તુલસીકયારા પાસે, આથમતા સૂર્ય ના તડકે, ઉદાસ વદને બેઠેલી વાસંતી ને બાજુ માં રહેતા સરલા માસી એ ટહુકો કર્યોં........
વાસંતી તો વાસંતી જ હતી. ગોરી, દેખાવડી,ખુબસુરત,અલ્લડ, મસ્તીખોર, ચંચળ સ્વભાવ ની હસમુખી અને સ્ફૂર્તિ નો ખજાનો જોઈ લો. જાણે કાયમ વસંત એમાં લહેરાતી હોય.જ્યાં પણ જતી ત્યાં એના મસ્તીભર્યા સ્વાભાવ થી ત્યાં નું વરાવરણ હળવું કરી દેતી. કોઈક ક્યારેક એને ટોકતું.. " અલી આટલું બધું શું હસવું? ક્યારેક રડવાના દિવસો ય આવે મારી બેન".
વાસંતી કહેતી.. "રડે મારા દુશ્મન આપણે તો બંદા બિન્દાસ હૈ"...એમ કહી ને એ ખીલખીલાટ હસી પડતી.
આવી વાસંતી ના લગ્ન એક શ્રીમંત પરિવાર માં ધામધૂમ થી થયાં. વાસંતી ના પપ્પા તો એક સામાન્ય રીક્ષા ડ્રાઇવર હતા. કુટુંબ ગરીબ હતું પણ સંસ્કાર થી સમૃદ્ધ હતું. વાસંતી ના સાસરે સુખ સગવડ નો પાર નહિ. પાણી માંગો તો દૂધ મળે એવુ કુટુંબ હતું. ઘરમાં સાસુ સસરા, એક નણંદ ને વાસંતી અને એનો પતિ આકાશ એટલા જ.એક નણંદ તો સાસરે હતી. પતિ આકાશ ને દારૂ પીવા ની લત હતી એ વાસંતી ને સાસરે ગયા પછી ખબર પડી. વાસંતી ને કાળજે વજ્રઆઘાત લાગ્યો. બહુ રડી અને એ આ આઘાત જીરવી ગઈ અને નક્કી કર્યું કે હું આકાશ ને આ દારૂ ની લત છોડાવીશ. વાસંતી આવ્યા પછી બીજી નણંદ એની અંગત સખી બની ગઈ હતી બે વર્ષ પછી એ પણ સાસરે ગઈ. હવે વાસંતી બેનપણી વગર એકલી હતી.
વાસંતી ના સાસુ ને કેન્સર થયું. બહુ સારવાર કરાવી બે વર્ષ સુધી..પણ ના બચી શક્યા.વાસંતી ના સસરા ભાંગી પડયા.વાસંતી ના સસરા એને દીકરી ની જેમ રાખતા. હવે વાસંતી ના સસરા ને જીવવા નો સહારો પુત્ર આકાશ ને પુત્રવધુ વાસંતી બે જ હતા.પણ વાસંતી ને એક જ વાત નું દુઃખ હતું..પતિ ની દારૂ ની લત છૂટતી નહોતી.. એવામાં વાસંતી એક દીકરી ની માં બની. હવે કુટુંબ માં ખુશીઓ ની લહેર દોડી આવી.. બધા એ નાનકડી ઢીંગલી ને રમાડવા માં દુઃખ ભૂલવા લાગ્યા. પણ વાસંતી ના જીવ ને પતિ ની દારૂ ની લત ના છૂટે ત્યાં સુધી જંપ નહોતો..દારૂ છૂટવા ને બદલે આકાશ હવે વધુ પીવા લાગ્યો હતો..વાસંતી ને એ એક જ ચિંતા કોરી ખાતી હતી.વાસંતી ની વસંત હવે કરમાવા લાગી હતી.એની વસંત હવે હૃદય ના કોઈક અજ્ઞાત ખૂણા માં છુપાઈ ગઈ હતી.
અચાનક એના પતિ આકાશ ની તબિયત લથડી અને એને હોસ્પિટલ માં દાખલ કરવો પડ્યો. બધા રિપોર્ટ્સ કરાવ્યા. દારૂ ના વધુ પડતા સેવન ને કારણે આકાશ નું લીવર ખરાબ થઇ ગયું હતું અને બંને કિડની ફેઈલ થઇ ગઈ હતી. થોડા સમય માં આકાશ સુકાઈ ને સાંઠીકા જેવો થઇ ગયો.. છતાંય વાસંતી હિમ્મત ના હારી. પતિ ની સારવાર માં સાથ આપવા લાગી અને પુત્રી ને ઉછેરવા લાગી.. હવે આકાશ ડાયાલીસીસ પર હતો. વાસંતી ના સસરા એ કિડની ડોનર માટે બહુ તપાસ કરાવી પણ ના મેળ પડ્યો.. પૈસા થી સગવડ ખરીદી શકાય પણ સુખ ખરીદી શકાતું નથી.. સાવ નિસ્તેજ અને જાણે જીવતી લાશ બની ગયેલો આકાશ લાંબું ટકી ના શક્યો અને એ વાસંતી ને એકલી રડતી મૂકી ને વસંત પંચમી ના દિવસે જ એનું પ્રાણપંખેરુ ઉડી ગયું. વાસંતી ને માથે દુઃખ નો પહાડ તૂટી પડ્યો...
થોડા સમય પછી વાસંતી ના સસરા એ અને એના પિયર માં બધા એ બીજા લગ્ન કરવા સમજાવી પણ વાસંતી ના માની... એ કહે.. "હવે મારું જીવન પણ પૂરું થઇ ગયું.. હું મારી દીકરી ને માટે જ જીવીશ..લોકો ને જે કહેવું હોય એ કહે હું મક્કમ છું "
આમ સમય નું ચક્ર ફરતું રહ્યું અને વાસંતી ના સસરા પત્ની અને પુત્ર ના વિયોગ માં દુઃખી રહેવા લાગ્યા તો વાસંતી નું દુઃખ જોઈ વધારે આઘાત લાગ્યો અને એમને પેરેલીસીસ થયો અને બહુ સારવાર કરાવી પણ એકાદ વર્ષ ને અંતે એ પણ આ ફાની દુનિયા ને અલવિદા કહી લાંબી સફરે ચાલી નીકળ્યા... પ્રભુ ની લીલા અકળ છે..
વાસંતી હવે ઘર માં પુત્રી સાથે એકલી હતી અને ઉદાસ જિંદગી જીવતી હતી. એના મન માં એજ લગન હતી કે મારી દીકરી માટે થઇ ને હું જીવીશ.. વાસંતી ની બાજુ માં સરલામાસી રહેતા હતા. એમણે વાસંતી ને બહુ હિમ્મત આપેલી...
થોડાક વર્ષો પછી આજે વસંતપંચમી હતી અને ઢળતી સાંજે વાસંતી આકાશ ને યાદ કરતી બેઠી હતી ત્યાં વાસંતી ના કાને અવાજ અથડાયો.......
"વાસંતી....ઓ વાસંતી બેટા અહીં આવ.. ત્યાં શું કરે છે એકલી બેઠી "
ચાળીસી વટાવી ચૂકેલી, તુલસીકયારા પાસે, આથમતા સૂર્ય ના તડકે, ઉદાસ વદને બેઠેલી વાસંતી ને બાજુ માં રહેતા સરલા માસી એ ટહુકો કર્યોં.....
અને વાસંતી દોડી ને સરલામાસી ના ખોળા માં માથું મૂકી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.....

જિંદા રહને કે લિયે એક સહારા કાફી હૈ "બકુલ"... દર્દ બઢતા ગયા....ઔર ઉમ્ર ઘટતી ગઈ...

-બકુલ ની કલમે ✍️
દર્દ ના ટપકા...
17-02-2021
04.21