સપના નું ઘર Bakul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના નું ઘર

અરે એઈ.... નિખિલ..! અહીં આવ..ત્યાં શું કરે છે?

જો મેં કેવું ઘર બનાવ્યું....”

દરિયા કિનારે લહેરો સાથે તણાઈ આવતા છીપલા, શંખ,નાના નાના પથ્થર ના ચમકતા ટુકડા વીણતા બારેક વર્ષ ના નિખિલ ને અગિયાર વર્ષ ની બાલિકા સપના એ ટહુકો કર્યોં.......

     નિખિલ અને સપના એકજ સોસાયટી માં રહે. બંને ના ઘર પાસ પાસે હોવાથી બંને ના પરિવાર પાડોશી. તેથી નિખિલ અને સપના એક જ સ્કૂલ માં સાથે ભણે અને એક ક્લાસ માં સહપાઠી હતા.

     આમ રોજ સાથે ને સાથે રહેતા  બંને વચ્ચે પાક્કી દોસ્તી જામી ગઈ. સાથે સ્કૂલ જવાનુ, આવવાનું, રમવાનું ને ભણવાનું. સપના ને નિખિલ બહુ ગમતો.. ગોરો, બદામી આંખો ધરાવતો શરમાળ નિખિલ મોટે ભાગે ચૂપ રહેવાનું વધારે પસંદ કરતો.તો સપના ય બહુ દેખાવડી હતી. નિખિલ ને ગમતી. બહુ વાતોડિયણ.આખો દિવસ બોલ બોલ કર્યા કરે  એને ચૂપ રહેવું ના ગમે. બહુ ચબરાક હતી અને મજાકમસ્તી બહુ કરતી. કાયમ નિખિલ ને માંકડ કહી ને ચિડવતી.

          આમ ને આમ સમય નું ચક્ર ચાલતું રહ્યું. સ્કૂલ પછી બંને કોલેજ માં આવ્યા બાળપણ ની નિર્દોષ મૈત્રી નિર્દોષ પ્રેમ માં પરિણમી બંને સમજદાર અને મેચ્યોર થયાં. હવે કોલેજ પણ પુરી થઇ ગઈ. સપના એ બાળપણ થી જ નિખિલ સાથે ઘર વસાવવાનું મન માં નક્કી કરેલ હતું.

        બંને ના પ્રેમ ની જાણ ઘર માં થતા. બંને પરિવાર વચ્ચે વહેવાર બંધ થઇ ગયો. સામાજિક અંતર હતું.સમાજ ના જ્ઞાતિવાદ, રીત રિવાજ ના લીધે, કુટુંબ પરિવાર ના લીધે. આર્થિક અસમાનતા ને લીધે બંને ના પ્રેમ ને ગળે ટુંપો દેવાયો. બંને પરિવાર વિરુદ્ધ ના ગયા.. સમજદાર હતા ને? એવુ માનતા હતા કે આપણા પ્રેમ થી બંને ના પરિવાર ને તકલીફ ના થવી જોઈએ. બંને એ પોતાનો પ્રેમ મન માં સમાવી લીધો. સપના ને પોતાના સપનાનું ઘર

તૂટી ગયેલું દેખાયું. સપના ને એના સમાજ માં કોઈ શ્રીમંત પરિવાર માં પરણાવી દેવાઈ. ને નિખિલ એની જ્ઞાતિ માં પરણી ગયો. પ્રેમ મન માં દફન થઇ ગયો...

        પરિણીત સપના બપોર ના સમયે એના એરકન્ડિશન બેડરૂમ માં સૂતી એની બાળપણ ની યાદો વાગોળતી હતી......... નિખિલ ને દરિયો બહુ જ ગમતો.એ કાયમ દરિયાની વાતો કરતો. કહેતો “ઘર તો દરિયા પાસે જ હોવું જોઈએ.” એક વાર બંને ના પરિવારે દ્વારકા ફરવા જવા નો પ્રોગ્રામ બનાવ્યો. નિખિલ ને સપના બંને ખુબ જ ખુશખુશાલ હતા. દરિયો જોવા મળશે એ વિચારે નિખિલ ઉછળતો હતો. તો નિખિલ ની ખુશી જોઈ સપના ય બહુ રાજી હતી. દ્વારકાધીશ ના દર્શન પછી બધા દરિયા કિનારે ફરવા ગયા. વડીલો વાતો કરતાં બેઠા હતા.

સપના ને નિખિલ દરિયા ની રેતી માં પગલાં પાડતા હતા.....નિખિલ રમતો રમતો થોડે દૂર ગયો ત્યાં સપના એ બુમ પાડી.........

અરે એઈ.... નિખિલ..! અહીં આવ..ત્યાં શું કરે છે?

જો મેં કેવું ઘર બનાવ્યું....”

દરિયા કિનારે લહેરો સાથે તણાઈ આવતા છીપલા, શંખ,નાના નાના પથ્થર ના ચમકતા ટુકડા વીણતા બારેક વર્ષ ના નિખિલ ને અગિયાર વર્ષ ની બાલિકા સપના એ ટહુકો કર્યોં.......નિખિલે આવી ને જોયું તો સપના એ રેતી નું નાનકડું ઘર બનાવ્યું હતું. સુંદર મજાનું નાનું ઘર..

“તને ગમે છે ને દરિયા કિનારે ઘર?”

કહેતા સપના એ નિખિલ સામે જોયું.  નિખિલે પાસે લાવેલા  શંખ,પથ્થરના ટુકડા, છીપલા થી એને શણગાર્યું. બંને પાસે બેસી પોતાના ઘર ને જોઈ રહ્યા.. અચાનક દરિયામાં માં એક મોટા મોજા ની ભરતી આવી અને બંને ના બાળપણ ના સપના નું ઘર તૂટી ગયું.......

         બપોર ના સમયે બેડરૂમ માં એકલી સુતેલી સપના ચોધાર આંસુ એ રડી પડી...

 

બકુલ ની કલમે ️

30-01-2021

07.44