મનની શાંતિ
આજે ઘણા સમય બાદ સંજીવ પોતાના ઘરે આવ્યો હતો. અને પોતાના ફેમિલી મેમ્બર્સ સાથે લંચ ફિનિશ કરીને બેઠો હતો. ત્યાં સંજીવના મમ્મી સાધના બેન કહે છે બેટા તું ઘરથી દુર ગયો ત્યારથી સાવ બદલાઈ ગયો છે. તું હવે પહેલા જેવો સંજીવ રહ્યો નથી.
સંજીવ - કેમ મમ્મી તને એવુ શુ કામ લાગે છે કે હું બદલાઈ ગયો છું? મને તો મારાં ખુદમાં કાંઈ જ ચેન્જીસ લાગતો નથી.
સાધના - બેટા તારામાં જે બદલાવ આવ્યા છે તે મને દેખાય છે પણ તને દેખાતા નથી. તેમાં કોઈ જ નવાઈ પામ્યા જેવી વાત નથી. કારણ કે સંતાનને તેમની મમ્મી જેટલું ઓળખી શકે છે તેટલું બીજું કોઈ ઓળખી શકતું નથી.અને સમજી શકતું નથી. તારામાં ઘણા પરિવર્તન આવ્યા છે. જે મેં જોયા છે. હજી પણ જોવ છું. અને અનુભવું છું કે મારો સંજીવ હવે પહેલા જેવો રહ્યો નથી.તારા જીવનમાંથી શાંતિ નામનો શબ્દ જાણે સાવ નીકળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. તારા જીવનમાં સુખ છે. પણ મનની શાંતિ ખોવાઈ ગઈ છે.
સંજીવ - કેમ મમ્મી તું કહેવા શુ માંગે છે? જરાં વાત વ્યવસ્થિત રીતે કરને. મને નથી લાગતું કે મનની શાંતિ ખોવાઈ ગઈ હોય. તો પછી તને એવુ શા માટે લાગે છે?
સાધના - તને યાદ છે કે જયારે તું નાનો હતો. અને જયારે આપણે બધા ખરાબ સમય માં દિવસો વિતાવી રહ્યા હતા ત્યારે તું જયારે પણ મારી સાથે બજારમાં આવતો ત્યારે કઇ ને કઈ ખાવા માટે જીદ કરતો. પણ તું જ્યારથી ડોક્ટરર બન્યો છે. ત્યારથી તારા બધા શોખ ચાલ્યા ગયા છે.
સંજીવ - પણ મમ્મી તારી જ કહેલી એક વાત આજે હું તને કહું તને યાદ છે કે જયારે આપણી પરિસ્થિતિ સારી ન હતી.
સાધના - બોલને બેટા શુ મને યાદ નથી આવતું.
સંજીવ - મમ્મી ત્યારે તું મને કહેતી કે બેટા અત્યારે ભલે આપણો સમય મોળો છે. અને આપણી પાસે કાંઈ જ નથી. પણ સમય એક જેવો ક્યારેય પણ કોઈના માટે રહેતો નથી. સૌને જીવનના તડકાં - છાયા જોવા જ પડે છે. કોઈને પહેલા તો કોઈને છેલ્લે. પણ યાદ રાખજે કે તારો સમય પણ સારો આવશે. તારા જીવનમાં પણ નાના મોટા અનેક પરિવર્તન આવે છે. અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. એટલે મારામાં પણ પરિવર્તન આવે તે સ્વાભાવિક છે.
સાધના - તારી વાત સાવ સાચી છે કે આ બધું તને મેં જ કહ્યું છે. પણ આ બધાનો અર્થ એ તો નથી કે આપણે આપણા જીવનના રૂટિન વર્કને બદલી દઈએ
.
સંજીવ - કેમ હું રોજ મારું રૂટિન વર્ક આજે પણ ટાઈમ ટુ ટાઈમ કરું છું
.
સાધના - ના બેટા તને યાદ છે કે તું નાનો હતો ત્યારે રોજ તું તારા ફ્રેન્ડ સર્કલમાં જતો, રમવા જતો બીજું પણ ઘણું બધું કરતો હતો. જે તે આજે કરવાનું બંધ કરી દીધું છે.
સંજીવ - મમ્મી ત્યારે સમય અલગ હતો.ત્યારે બધા પાસે સમય હતો. પણ આજે તો હું બીઝી શેડ્યુલમાં રહુ છું. અને પાછા હું અને સ્વેતા બંને જોબ પરથી આવીને થાકી જઈએ છીએ. અને મારાં ફ્રેન્ડસમાં પણ કોઈ જ અહીંયા રહ્યું નથી. અને સૌ પોતાની બીઝી લાઈફ જીવી રહ્યા છે.
સાધના - પણ બેટા આપણે જેમની સાથે રમીને મોટા થયાં હોઈએ તે વ્યક્તિ અને તે સમયને ભૂલવા જોઈએ નહિ.
સંજીવ - તારી વાત સાચી છે. હું સમજી ગયો. કાલે જ મારાં બધા જ ચાઈલ્ડ હુડ ફ્રેન્ડસને ફોન કરીશ. અને બધાને અમે જ્યાં બેસીને સમય વિતાવતા હતા. ત્યાં બોલાવીશ. અને સ્વેતાને પણ સાથે લઈને જઈશ. જૂનું તમામ યાદ કરીને આનંદ કરશુ. જુના સ્મરણ વાગોળસું.
સાધના - એ જ હું તને સમજાવવા માંગુ છું કે જીવનમાં આનંદ અને મનની શાંતિ સૌથી બેસ્ટ મેડિસિન છે.
સંજીવ - તારી વાત સાવ સાચી છે મમ્મી થૅન્ક્સ.
પછી સૌ ભેગા થઈને આનંદ અને મનની શાંતિ સાથે સંસ્મરણો વાગોળવા લાગે છે.
લેખન - જય પંડ્યા