Our Dream House books and stories free download online pdf in Gujarati

અવર ડ્રિમ હાઉસ

અવર ડ્રિમ હાઉસ

ચિંતન અને અલ્કા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. બન્ને જમતા હતા. ચિંતન એક ચાર્ટડ એકાઉન્ટ છે. જયારે અલ્કા તે કંપનીમાં ફાયનાન્સિયલ એડવાઈઝર છે. બન્નેની સેલેરી ખુબ સારી છે. અને પૈસાનો કોઈ પાર નથી. તેમના ઘરમાં દોમ દોમ સાહ્યબી છે. બન્ને જમીને ઉભા થાય છે. અચાનક ચિંતનને એક ફોન આવે છે. અને ચિંતન વાત કરવા લાગે છે. અહીં અલ્કા પોતાનું કામ પૂરું કરવા લાગે છે.

થોડીવાર પછી ચિંતનનો ફોન પૂરો થાય છે. બન્ને રૂમમાં જાય છે. અને થોડીવાર વાતચીત કરી અને સુઈ જાય છે.

સવાર થાય છે. અને બન્ને તૈયાર થઈ ઓફિસે જવા માટે નીકળે છે. અને બન્ને પોતાની ગાડીમાં બેસી પોતાની ઑફિસે જવા માટે નીકળે છે. અને ઓફિસમાં આવે છે.

આ તરફ અલ્કાને ઓફિસમાં સારા વર્ક અને પ્રોગ્રેસ માટે પ્રમોશન મળે છે. અને એક અબ્રોડ પ્રોજેક્ટ પણ મળે છે. તે ખુબ ખુશ હોય છે અને વિચારે છે કે સાંજે આ ગુડ ન્યુઝ ચિંતનને આપીશ. અને સાંજ પડતા બન્ને ગાડીમાં ઘરે આવે છે. અને ઘરે આવી બંને ફ્રેશ થાય છે. અને અલ્કા જમવાનું રેડી કરે છે. અને બંને જમવા બેસે છે.

અલ્કા ખુબ ખુશ દેખાતી હતી. પણ કંઈ બોલતી ન હતી.

ચિંતન - આજે આ અલ્કાને શુ થયું છે? આજે કેમ એટલી હરખાય છે અને મનમાં એકલી એકલી હસે છે? કંઈ સમજાતું નથી ! થોડીવાર રાહ જોઈ લવ તે સામેથી કંઈ બોલેતો ઠીક છે નહીંતર હું પૂછી લઈશ.

તે થોડીવાર રાહ જુએ છે પણ અલ્કા કશુ જ કહેતી નથી. અને પોતાનું કામ કર્યા કરે છે. થોડીવાર પછી બંને પોતાના રૂમમાં આવે છે.

ચિંતન - અલ્કા તને શુ થયું છે કંઈ બોલીશ મને કંઈ સમજાતું નથી કે શુ કામ એટલી મનમાં હસે છે? મને પણ કહે તો હું ખુશ થવું.

અલ્કા - આજે મારી ખુશી ડબલ છે. એટલે તેનું કંઈ ઠેકાણું નથી.

ચિંતન - એવા શુ ગુડ ન્યુઝ છે મને કહે તો?

અલ્કા - ચિંતન..... એટલું બોલતા તેનો હરખ બહાર આવે છે.

ચિંતન - હા બોલ અલ્કા શુ થયું?

અલ્કા - ચિંતન પહેલા ગુડ ન્યુઝ એ છે કે મારું પ્રમોશન થયું છે.

ચિંતન - વાવ રીયલી ઇટ્સ ગુડ ન્યુઝ ડીઅર. તે ખરેખર આ એક ગુડ ન્યુઝ આપી છે. બીજી ગુડ ન્યુઝ શુ છે? જલ્દી બોલ.

અલ્કા - બીજા ગુડ ન્યુઝ એ છે કે મને અબ્રોડ પ્રોજેક્ટ પણ મળ્યો છે. અને એ માટે મારે કેનેડા જવાનું છે.

ચિંતનની ખુબ ખુશ થાય છે. અને અલ્કાનો હાથ પકડી રસોડામાં લઈ જાય છે. અને ફ્રીજમાંથી મીઠાઈનું બોક્સ કદી અલ્કાને મીઠાઈ ખવડાવે છે.

અલ્કા - ચિંતન આપણે સાવરે મંદિરે જશુ અને ભગવાનના દર્શન કરશુ અને તેમને થૅન્ક્સ કહીશુ.

ચિંતન - હા ચોક્કસ.

અલ્કા - તેમની કૃપાથી આજે મને આ ચાન્સ મળ્યો છે.

ચિંતન - તારી મહેનત પણ એવી છે. તે જે સ્ટ્રગલ કરી આ તેનું રિઝલ્ટ છે.

પછી બન્ને વાતો કરતા કરતા સુઈ જાય છે. અને સવારે મંદિરે દર્શન કરવા જાય છે. અને પછી ઓફિસે જાય છે.

બન્ને આજે ઘરે આવી પોતાના ઘરના ગ્રાઉન્ડમાં બેંચ પર બેઠા હોય છે.

ચિંતન - તારા સપોર્ટથી આ ઘર મેં બનાવ્યું છે. બાકી આ બધૂ કલ્પનાથી પર છે. શક્ય જ નથી.

અલ્કા - તમે શરૂઆતમાં અથાક મહેનત કરી છે.

ચિંતન - છતાં પણ મારુ ડ્રિમ હાઉસ તો તે જ ક્રિએટ કરી આપ્યું છે. આ બધા માટે થૅન્ક યુ વેરી મચ

અલ્કા - તમારું નહિ આપણું ડ્રિમ હાઉસ છે આ.

ચિંતન - રાઈટ.

પછી બંને પોતાના બંગલાની વાતો વાગોળવા લાગે છે. અને ધીમે ધીમે દિવસ ઢળવા લાગે છે. અને એક યાદગાર પરિસ્થિતિના સ્મરણો સંકેલાય જાય છે.

લેખન - જય પંડ્યા



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED