રક્તાહાર Jay Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્તાહાર

રક્તાહાર

જમશેદપુર નામનું એક ખુબ જ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત રાજ્ય હતું. જમશેદપુર પોતાની આસપાસના તમામ રાજ્યો કરતા ખુબ જ વધારે પ્રસિદ્ધિ ધરાવતું હતું.
અને તે એટલું સમૃદ્ધ રાજ્ય હતું કે ત્યાંના લોકો સોનાથી જડેલી દીવાલોવાળા ઘરમાં રહેતા હતા. અને તે રાજ્યના લોકો પાસે આવડત અને કલા ખુબ જ હતા. ત્યા નાનામાં નાનો વેપારી પણ અધિક ધનવાન હતો. જમશેદપુરના રાજાનું નામ રાજશેખર હતું. અને રાજશેખર તેમના પિતા દેવરાજના એકના એક સંતાન હતા.
રાજા દેવરાજ અને ચંદ્રાવલીને રાજશેખર એકના એક પુત્ર હતા. તેથી તેને
નાનપણથી ખુબ જ લાડ લડાવ્યા હતા. અને બધી ઈચ્છા પુરી કરતા હતા. પુત્ર પાણી માંગે તો માં ચંદ્રાવલી દૂધ પીરસે. જે માંગે તે બધું હાજર કરી આપતા હતા. અને તેને ખુબ સારી સંસ્થામાં અભ્યાસ કરાવ્યો. સારા અધ્યાપકો અધ્યયન કરાવતા. પરિણામે રાજશેખર ખુબ વિદ્વાન બન્યા તેમની જ્ઞાન કુશળતાની ચર્ચા બધે જ પ્રસરવા લાગી.

તેઓ ખુબ તેજસ્વી, ચપળ અને હોશિયાર હતા. ધીમે ધીમે રાજકુમાર મોટા થાય છે. દેશ વિદેશના સમૃદ્ધિ પામેલા રાજવીઓની કન્યાઓને જોવા માટે તેઓ જવા લાગ્યા. પણ કોઈ કન્યા પસઁદ ન આવે તેમને નાનપણનો એક મિત્ર હતો ઇન્દ્ર. ઇન્દ્રના પિતા વ્યાપારી હતા. તેઓ દેશ વિદેશમાં વેપાર અર્થે જતા. તેથી ઇન્દ્ર પણ ખુબ જ પૈસાદાર હતો. રાજકુમાર કોઈનું ન માને તેટલું ઈન્દ્રનું માનતા હતા.
કોઈને રાજકુમાર પાસે કામ હોય તો બધા ઇન્દ્રને કહે. કારણકે ઇન્દ્રની વાત રાજકુમાર કદી નકારતા નહિ. અને ઇન્દ્રને તે બાબતનું ખુબ જ અભિમાન હતું. તે બીજાને હેરાન કરતો, તેમની પર દાદાગીરી કરતો. બધા તેનાથી અને તેની હેરાન કરવાની વૃત્તિથી કંટાળી જતા હતા. રાજકુમાર એક દિવસ ભીમનગર રાજ્યમાં ફરવા માટે જાય છે. તેમનો મિત્ર ઇન્દ્ર પણ સાથે જાય છે. ભીમનગરના રાજા સુલતાનસિંહ દેવરાજના ખાસ મિત્ર હતા. તેથી રાજકુમાર પોતાના મિત્ર ઇન્દ્ર સાથે ભીમનગર ફરવા માટે જાય છે.
રાજા સુલતાનને રાજકુમાર મળે છે. ત્યારે અચાનક સુલતાનની પુત્રી કૃદંગી તેમની પાસે આવે છે. કૃદંગી પણ પોતાના પિતાની એકની એક લાડકી દીકરી હતી. તે એટલી સ્વરૂપવાન હતી કે ચંદ્ર પણ તેની ઉજ્વલતા સામે ઝાંખો પડે. અને થોડી વારમાં સુલતાન રાજકુમારનો પરિચય પોતાની પુત્રી સાથે કરાવે છે.

સુલતાન - દીકરી તને ખબર છે કે આ કોણ છે?

કૃદંગી - ના પપ્પા આ કોણ છે? તમે કહેશો.

સુલતાન - દીકરી આ છે જમશેદપુરના રાજા અને મારાં બાળપણના ખાસ મિત્ર દેવરાજના પુત્ર રાજશેખર.

કૃદંગી - ઠીક

સુલતાન - બેટા આમને આપણું રાજ્ય અને રાજમહેલ બતાવ. અહીંની વિશિષ્ટ કલાનું પ્રદર્શન બતાવ.

કૃદંગી - હા પછી તે કહે છે ચાલો રાજકુમાર તમને અમારા રાજ્યની મુલાકાત કરાવું.

રાજશેખર - ચાલો ચાલો...

પછી બંને રાજ્યની સફરે જાય છે. અને વાતો કરવા લાગે છે.

કૃદંગી - રાજકુમાર તમે શુ ભણેલા છો?

રાજશેખર - મેં રાજનીતિ શાસ્ત્રમાં M.A. કર્યું છે. તમે

કૃદંગી - મેં M.SC કર્યું છે.

રાજશેખર - ઓકે

કૃદંગી - તમે કઈ કોલેજમાથી ગ્રેજ્યુએટ થયાં છો?

રાજશેખર - શ્રી વીરાંગના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જમશેદપુર અને ચંદ્રાવલી કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ પુરુ કર્યું છે. જેમાં મારાં મધર ટ્રસ્ટી છે. અને હવે હું એ કોલેજનો મેનેજીંગ ડાયરેક્ટર છું. અને અમારે દેવરાજ હોસ્પિટલ પણ છે. હું માંરા મમ્મી પપ્પાનું એકલું સંતાન છું. અને ખુબ સમૃદ્ધિ વચ્ચે ઉછરેલો છું. અને તમારા વિશે તો મને કંઈક જણાવો

કૃદંગી - મેં જી.જી. સાયન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન અને પી. ટી. કોલેજમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન પુરુ કર્યું. હું અત્યારે મારાં પપ્પા સાથે અમારા રાજ્યનો વેપાર અને દેખરેખ સંભાળી રહી છું.

રાજશેખરને કૃદંગી ખુબ પસંદ આવે છે અને આ વિશેની વાત રાજ્યમાં પરત આવ્યા બાદ પોતાના પેરેન્ટ્સને જણાવે છે. અને કહે છે કે મારે તેની સાથે મેરેજ કરવા છે.

આ બાજુ કૃદંગી વિશેની એક હકીકત કે જેનાથી રાજશેખર અજાણ હોય છે. ત્યાંના લોકો રાજકુમારીને આદરથી નહિ પણ ડરથી જુએ છે. કારણકે કૃદંગીએ એક માણસ પાસેથી એવી વિદ્યા શીખી હોય છે કે જો કૃદંગી માણસના રક્ત એટલે લોહીનું સેવન કરે તો તેનું રૂપ દિવસે દિવસે ઉજળું થતું જશે. અને તેથી કૃદંગી ઘણા માણસો અને સ્ત્રીઓને પોતાના મહેલમાં બોલાવી અને તેમને મારી નાંખે છે. અને તેમના લોહીનું સેવન કરે છે.

આ તરફ દેવરાજ પોતાના પુત્ર સાથે કૃદંગીના લગ્ન અંગેનો પ્રસ્તાવ પાઠવતો પત્ર સુલતાનસિંહ સુધી મોકલાવી આપે છે.

સુલતાન - તે પ્રસ્તાવ વાંચે છે. અને ખુશ થાય છે. પરંતુ પુત્રીનું મંતવ્ય જાણે છે બેટા કૃદંગી તને રાજકુમાર રાજશેખર પસઁદ છે?

કૃદંગી - થોડા શરમાળ ભાવમાં હા કહે છે.

સુલતાન પ્રસ્તાવ સ્વીકારી લે છે. તેની જાણ પત્ર દ્વારા દેવરાજ સુધી પહોંચી જાય છે.

જ્યોતિષ આવે છે. અને લગ્નનું મુહર્ત કાઢી આપે છે. અને ધામધૂમથી કૃદંગી અને રાજશેખરના લગ્ન થાય છે.

લગ્ન પછી બંને પતિ પત્ની બીજા દિવસે પોતાના રૂમમાં બેઠા હોય છે. ત્યારે કૃદંગીને એક દાસી બહાર બોલાવે છે.

કૃદંગી - બહાર આવી અને કહે છે શુ થયું કહો?

દાસી - શુ તમે રાજકુમાર વિશે બધું જ જાણો છો?

કૃદંગી - હા પણ થયું શુ?

દાસી - આજે જે હકીકત હું તમને જણાવવા આવી છું તેનાથી તમે અજાણ છો. તેની વાત કોઈએ તમને આજ સુધી નહિ કહી હશે.

કૃદંગી - શુ

દાસી - રાજકુમાર ખુબ જ ખરાબ મગજવાળા છે. તે રાજા રાણીનું એકનું એક સંતાન હોવાથી ખુબ જ અહંકારી છે. અને કોઈ તેમની સાથે ઉંચા અવાજે વાત કરતુ નથી. અને તેમની સામે ઉંચી નજરથી જોતું પણ નથી. તમે નવા છો રાજકુમારના પત્ની છો એટલે હું તમને કહેવા આવી છું.

કૃદંગી - ઓકે અને થૅન્ક્સ કે તમે મારી કાળજી લીધી.

દાસી - કઈ વાંધો નહિ આ તો મારી ફરજ છે.

અને પછી દાસી ત્યાંથી ચાલી જાય છે.

કૃદંગી - પોતાના રૂમમાં આવે છે. રાજકુમાર પાસે આવી અને બેસે છે. બંને થોડી વાતચીત કરી અને સુઈ જાય છે.

ધીરે ધીરે સમય પસાર થવા લાગે છે. અને એક દિવસ રાજશેખર તલવાર હાથમા લઈ મહેલમાં પ્રવેશ કરે છે. અને દેવરાજને કહે છે. પપ્પા સુજલ વાણિયો સામાન માટે પૈસાની કટકટ કરતો હતો. આજે તેને ધ્વસ્ત કરી નાખ્યો. આ બધું કૃદંગી સાંભળી જાય છે. અને તેને જોઈએ રાજશેખર રૂમમાં ચાલ્યો જાય છે. કૃદંગી તેની પાછળ પાછળ રૂમમાં આવે છે.

કૃદંગી - આ બધું જે મેં જોયું અને સાંભળ્યું તે શુ હતું રાજકુમાર?

રાજશેખર - જો સાંભળ રાજમહેલમાં આ બધું ચાલ્યા કરશે. પણ તું ચિંતા કરમાં તેની અસર હું આપણા બંનેના જીવન પર નહિ થવા દઈશ.

કૃદંગી - મારે તમારી સાથે એક જરૂરી બાબત પર વાતચિત કરવી છે.

રાજશેખર - બોલને.

કૃદંગી - મારુ સ્વરૂપ જે તમે જુઓ છો તે વાસ્તવિક નથી. તેની પાછળ બીજું જ કારણ છે.

રાજશેખર - શુ કહે છે જરા સરખું કહેને તો સમજાય.

કૃદંગી - મને એક વૈદ્ય પાસેથી એવી વિદ્યા પ્રાપ્ત થઈ છે કે હું જો રૂપાળા વ્યક્તિનું લોહી પિવ એટલે કે ' રક્તાહાર ' કરું તો મારી તેજસ્વીતા દિવસો દિવસ વધતી જશે.
આ સાંભળી રાજકુમાર થોડો આષ્ચર્ય પામે છે.

આ તરફ રાજા દેવરાજ હૃદયની ગતિ રોકાઈ જતા અવસાન પામે છે. તેથી રાજપાટ અંગેની જવાબદારી રાજશેખર પર આવે છે. અને થોડા સમયમાં રાણી ચંદ્રાવલી પણ પ્રભુના ઘરે સિધાવે છે.

અને પછી રાજ્યની દશા અકલ્પનિય બને છે. સૌના રુવાડા કાપવા લાગે તેવો ત્રાસ રાજશેખર અને કૃદંગી રાજ્ય પર વરસાવે છે. તેમના નામે હાહાકાર થવા લાગે છે. અને કૃદંગીના કહેવા પર રાજશેખર રાજ્યના સ્વરૂવાન સ્ત્રી પુરુષને મહેલમાં બોલાવી સૈનિકોના હાથે તેમને મરાવી નાંખે છે. અને તેમનું લોહી રાણી કૃદંગી ચૂસી જાય છે. મૃત્યુ પામેલ વ્યક્તિના રક્તનો આહાર કૃદંગી કરે છે. અને ધીમે ધીમે આ બધી બાબતની જાણ રાજ્યના લોકોને થવા લાગે છે. સૌ ઘરમાં ડરથી છુપાઈ જાય છે.

આ બધી વાતની જાણ ઇન્દ્ર કે જે રાજશેખરનો મિત્ર હોય છે તેને મળે છે. તે રાજશેખરને આ બધું કરવા માટે મનાઈ કરે છે. પણ સત્તાના આવેગમાં તે કોઈનું સાંભળતો નથી. અને ઇન્દ્રને કહે છે કે તું આ બધાની વચ્ચે નહિ આવે નહીંતર તને પણ હું મારી નાખીશ. ચાલ નીકળ.

ઇન્દ્ર ચુપચાપ નીકળી જાય છે. પણ તે મનમાં રાજશેખર અને કૃદંગીને મારવાની યોજના બનાવે છે. તે મુજબ તે એક દિવસ રાજ મહેલમાં જઈ રાજશેખરના પગે પડી જાય છે. હું તારા કામની વચ્ચે આવ્યો. તું મારો ખાસ મિત્ર છે છતાં હું તને સમજ્યા વિના સલાહ આપવા આવ્યો, તારી પર આરોપ લગાવ્યા મને માફી આપી દે મિત્ર અને વ્યંગ્ય કરે છે.

રાજશેખર તેના ઢોંગથી ઓગળી જાય છે. અને ઇન્દ્રને થોડા દિવસ મહેલમાં રોકાવવા આગ્રહ કરે છે. અને ઇન્દ્ર રોકાઈ જાય છે.

ઇન્દ્ર - મારે આ જ તો કરવું હતું. હવે હું તમને બંનેને તમારી ભૂલની સજા આપીશ એવુ મનમાં કહે છે. થોડા દિવસ વીતે છે.

રાખશેખર - ઇન્દ્ર તું જેમ બાળપણમાં મારાં માટે દૂધીનો હલવો બનાવતો હતો. તે આજે ફરી ખાવો છે. બનાવીશ.

ઇન્દ્ર - કેમ નહિ ચોક્કસ બનાવીશ આજે તો તારી સાથે ભાભીને પણ ચખાડીશ. પછી તે રસોડામાં જઈ અને હલવો બનાવે છે. અને તેમાં ઝેર ભેળવી દે છે. મનમાં કહે છે. હવે તમે વધારે ખોટું કરી શકશો નહિ. આજે જ હું તમારી આ ખરાબ ટેવો અને કામોના પ્રકરણને પૂરું કરી દઈશ. તે હલવો બનાવી રાજશેખર અને કૃદંગી માટે લઈ જાય છે.

બંને હલાવો ખાય છે. અને ઇન્દ્રના વખાણ કરે છે. અને અચાનક બંનેને ઉધરસ આવવા લાગે છે. અને બંને લાંબા સંઘર્ષ બાદ મૃત્યુ પામે છે. અને ઇન્દ્ર આ સમાચાર આખા રાજ્યમાં ફેલાવી દે છે. અને સૌ રાજ્યના લોકો નિરાંત અનુભવે છે. ઇન્દ્ર આ બંનેના અગ્નિ સંસ્કારની વિધિ કરે છે.

અને મનમાં કહે છે ભગવાન આ બધું કર્યા પછી ઘણું દુઃખ થયું પણ આજે આ રાજ્ય ત્રાસ અને ભયના વાતાવરણથી મુક્ત થયું તે બાબત જોઈ સારું લાગ્યું. હું જાણું છું કે મેં જે કર્યું તે માફી આપી શકાય તેવું નથી. પણ મેં જે કઈ કર્યું છે તે રાજ્ય અને લોકોના સુખ અને સારા જીવનના હિતમાં કર્યું છે. મને માફી આપજે મિત્ર રાજશેખર અને રાણી કૃદંગી, મને માફ કરજો ઈશ્વર પણ બધું તમે જાણો છો. કે મેં જે કર્યું છે તેનાથી રાજ્યના લોકોનું જીવન કે જે જીવતા નર્કને જોતા હતા. તે સુધર્યું છે.

આમ અહીં રાજશેખરના મિત્ર દ્વારા રાજશેખરના વિનાશક શાશનનું પતન થાય છે. અને દુષ્કૃત્યનો નાશ થાય છે.


લેખન - જય પંડ્યા