Featured Books
શ્રેણી
શેયર કરો

ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૪ )

પરોઢિયા સુધી વરસેલા વરસાદ પછી આ તડકો કૈક વધારે જ તેજ અગનજવાળા વરસાવી રહ્યો હોય એવું જણાતું હતું . આવા તડકામાં ગ્રામજનોએ લાકડા અને જંગલી વેલાઓ વડે જોળી બનાવી કે જેથી એમાં સુવાડીને બાબુડા ને પાછો ગામમાં લઇ જઇ શકાય .
બે દિવસો વીત્યા પણ બાબુડો હજી આરામ ફરમાવી રહ્યો હતો એની પરિસ્થિતિમાં કોઈજ સુધારો દેખાતો નહોતો . ગામના મુખી બળવંતરાય ખૂબ દયાળુ માણસ હોય બાબુડાને એમને પોતાના ઘરે રાખ્યો અને જ્યાં સુધી પેલા જેવો સાજો સારો ના થાય ત્યાં સુધી એની તમામ સેવા ચાકરી , તમામ દાક્તરી ખર્ચ પોતે ઉપાડશે એવું ઘોષિત કર્યું . હવે વધુ સમય માટે રાહ જોવી યોગ્ય ના જણાતા , બળવંતરાયે શહેર ટેલિફોન લગાડી ડોક્ટર બોલાવ્યા અને એમને લઈ આવવા પોતાની જીપ પણ મોકલી આપી . ડૉક્ટર રોય બાજુના શહેર ઇડરના એક પ્રખ્યાત ડૉક્ટર હતા. આગળ કહ્યું એમ દયાવાન દરિયાદીલ મુખી એમને બે-ગણી ફી ચૂકવી બોલાવ્યા . શહેર માં એક ડૉ.રોય જ હતા જે MBBS , MD અને MS હતા .
સાંજે સૂર્ય અને વાદળો સંતાકૂકડી રમી રહ્યા હતા . થોડીવાર સૂર્ય સંતાઈ જતો , તો કોઈવાર વાદળો . હવે આ વાદળો જાણે કેસરિયો સાફો પહેરીને ઉભા હોય એવું જણાતું હતું . થોડીવારમાં અંધકાર થવાની તૈયારી હતી. સવાર થી ભોજન ની તલાશ માં બહાર ગયેલા પક્ષીઓ હવે કીકીયારી કરતા પોતાના માળામાં પાછા આવી રહ્યા હતા. પોતાના નાના બચ્ચાંને આખા દિવસમાં ભેગુ કરેલું ભોજન પોતાના ચાંચથી ખવડાવી રહ્યાં હતા . ખરેખર મનમોહક દ્રશ્ય હતું એ....!! પશુ હોય કે પક્ષી , રાજા હોય કે રંક , ગરીબ હોય કે અમીર પણ માઁના પ્રેમ પર સૌ કોઈને સમાન અધિકાર હોય છે . કદાચ ગંગાના નીર થમે પણ માઁના વાત્સલ્યનું ઝરણું સદા વહેતુ રહેશે જે સનાતન સત્ય છે . એવીજ એક માઁ આજે પોતાના બચ્ચાંને અન્નનો દાણો ખવડાવી રહી છે . આખી દિવસની મહેનત બાદ મળેલો એ અન્નનો એક દાણો પોતે નથી ખાતી પરંતુ પોતાના બાળકને પ્રેમથી ખવડાવે છે ... કોણ કહે છે માત્ર મનુષ્ય માં જ લાગણી હોય છે ..!? એક કહેવાતી લાગણી ધરાવતો મનુષ્ય પોતાની જનેતાને કેટ કેટલી વેદના આપ્યા કરે છે . જ્યારે પક્ષીઓ અને પ્રાણીઓ જેના પાસે વિચાર માટે વિકસિત મગજ પણ નથી એમનામાં કેટલો પ્રેમ છે ...! ખરેખર આપડે વિકસી રહ્યા છીએ . એક તરફ પક્ષી પોતાના બાળકને ખવડાવી રહ્યું હતું અને બીજી તરફ દૂરથી આછો પ્રકાશ રસ્તા પર પડી રહ્યો હતો અને કોઈ ગાડીનો અવાજ આવી રહ્યો હતો . પ્રકાશ એકદમ નજીક આવી ગયો , મુખીએ મોકલેલી જીપગાડી ડૉ.રોય ને લઈને આવી પહોંચી હતી .
ડૉ.રોય ઘરે આવતા એમને બેસાડી મુખીએ બાબુડા વિશે જાણ કરીને કહ્યું "તમતમારે પૈસાની ચૈન્તા નહ... અમાર અમારો છોકરો ઉભો થાય એટલે જંગ જીત્યા."
ડોકટરે સ્ટેથોસ્કોપથી ધડકનો સાંભળવાની કોશિસ કરી. ધીમીધીમી ધડકનો સાંભળી શકાતી હતી , પછી હાથની નાડી તપાસી . ડોક્ટર પણ બાબુડાને જોઈને થોડા વિચારમાં પડી ગયા .બધુ જ બરાબર હતું તો આ પેશન્ટને થયું છે ...? એ પકડ્યા માં આવતું નહોતું . એમને આવા ગંભીર ભાવો આપતા જોઈને બળવંતરાયે એમને બેસાડ્યા . વરસાદી ઠંડીમાં બેસાડી મસાલેદાર ચા પીવડાવી . પછી બાબુડા સાથે બનેલી ઘટના કહી કાઢી . ડોકટર વિજ્ઞાનમાં માનનારા હોય તેઓ ભૂત-પ્રેત-આત્મા આદિકમાં ના માનતા હોય એ વાત સ્વાભાવિક છે . ડોકટરની ચા એમના હાથ માંજ ઠરી ગઈ બસ એક ઘૂંટ મારી હતી . એમને કાંઈ સમજાઈ રહ્યું નહોતું , અંતે એમને બળવંતરાયને સમજાવતા કહ્યું
" આ છોકરાને વહેલા શહેર લાવવો પડશે , કૈ ખબર નથી પડી રહી , થોડા રિપોર્ટ કરાવવા પડશે અને જોવું પડશે "
પછી બળવંતરાયની જીપ ડૉ.રોય ને પાછા છોડવા ગઈ . જતાં ડોક્ટર રોય કહેતા ગયા કે કાલે સવારે દિવસ ઉગ્યા પેલા એમ્બ્યુલન્સ બાબુડા ને લેવા પહોંચી જશે .



ડૉક્ટર રાત્રે ૧:૦૦ ની આજુબાજુ ઘરે પહોંચ્યા . બાબુકાકા એમની વાટ જોઈને બેઠા હતા . બાબુકાકા ઘરના બાવરચી , નોકર-ચાકર અને ઘરના અડધા માલીક કહી શકાય એવા હતા. લગભગ ૨૨ વર્ષથી તેઓ ડો.રોય સાથે હતા એમની સેવા કરતા , એમના ઘરના કામો કરતા અને અહીંયા ડૉકટર સાથે જ રહેતા .
એક નાની ગેરસમજ ના કારણે ડોક્ટરના પત્ની એમના ૪ મહિનાના બાળકને લઈને રાત્રે ક્યાંક ચાલ્યા ગયા હતા . આજદિન સુધી મિસ.રોય કે એમના પુત્ર કોઈનો પણ પતો લાગ્યો નહોતો . આ વાતનો રોયને આજસુધી અફસોસ થાય છે .
ઘણીવાર રાતે સપના માં મિસ.રોય અને એમનો પુત્ર એમને છોડીને જતા દેખાય છે . ડો.રોય એમને રોકવા આજીજી કરે છે , રાડારાડ કરે છે અને ઝબકી ઊંઘ માંથી ઉઠી જાય છે . ડૉકટર રોય , નામ સાંભળતા કદાચ એમ લાગે કે તેઓ કોઈ ક્રિશ્ચન હોવા જોઈએ . પરંતુ ના , જન્મથી તેઓ ચિતપાવન બ્રાહ્નણ કુડમાં જન્મેલા ચાર વેદોના જાણકાર-ચતુર્વેદી હતા. લગ્ન પહેલાનું નામ હતું કૃષ્ણકાંત ઠાકર . બી.જે.મેડિકલ કોલેજ માં એમને મોનાલી રોય સાથે ઓળખાણ થયેલી અને પછી દિલ મળ્યા અને પ્રીત બંધાણી હતી. મોનાલી રોય એક સાધન સંપન્ન ઘરના સન્નારી હતા. ચાર વર્ષ સાથે ગાડ્યા એકબીજાને ઓળખ્યા અને પછી બન્નેના ઘરે વાત કરવામાં આવી . કૃષ્ણકાંત ઠાકર ચુસ્ત બ્રાહ્નણ હોય એમના ઘરેથી મંજૂરી ના મળતા એમની નારાજગી સાથે એક નવો સંબંધ બંધાયો અને જન્મ સાથે શરૂ થયેલો સંબંધ કપાયો . કોલેજ કાળમાં જ એમની વચ્ચે નક્કી થયેલું કે
"જો આપડા લગ્ન નસીબજોગે થશે તો હું અટક નહીં બદલું અટક મારી જ રહેશે , અને ધર્મ રીત-રિવાજ બધું તમારું "
તેથી ડોકટર કૃષ્ણકાંત ઠાકર માંથી બની ગયા ડૉકટર કૃષ્ણકાંત રોય .....!! ખરેખર જે પ્રેમમાં કૃષ્ણકાંત રોયે આટલી કુરબાની આપી હોય , એમનાથી વળી કેવી ભૂલ થઈ હોઈ શકે ...!???
બાબુડાને જોઈને આજે એમને પોતાનો બાળકની , કે જે હાલ યુવાન પણ થઈ ગયો હશે ... એની યાદ આવી ગઈ . લગભગ બાબુડાની જ ઉંમરનો હોવો જોઈએ ....!! શુ નામ હતું એનું ...!??? હા , યાદ આવ્યું " અવનીશ કૃષ્ણકાંત મોનીકા રોય " આ પોતાના બાળકના નામમાં બંનેનું નામ લખવું એ પણ કોલેજમાં જ નક્કી કરેલું .
આજે આખા દિવસના કલીનીક પરના કામ અને પછી કરેલી મુસાફરીથી થાક્યા છતાં દુઃખી ડૉક્ટર જમ્યા વગર જ સુઈ ગયા . આ જોઈને આજે બાબુકાકા પણ આજ ઉપવાસ કરીને જ સુઈ ગયા .
બાબુકાકાની પણ આવીજ કહાણી હતી , મિસ.રોય ના છોડીને ગયા પછી તરત આ બાબુકાકા અહીં કામ માટે રાખેલા .શરુવાતમાં દર ૪ મહિને માત્ર ૧ અઠવાડિયુ પોતાના વૃદ્ધ પત્ની પાસે જતા અને પોતાના નિર્દય સંતાન ને ભરણપોસણ ના પૈસા આપતા આવે , તો પણ પોતાની સગી જનેતાને સાચવતો નહીં . બાબુકાકાનું હૃદય ઉકાળા મારે પણ બિચારા કરે પણ શુ..?!. મોટી ઉંમરે વિધુર થયા પછી હવે ડૉ.રોયનું નિવાસ સ્થાન જ બાબુકાકાનું કાયમી સરનામું થઈ ગયું .આજે બંને દુખિયારા ભૂખ્યા જ સુઈ ગયા હતા.
લગભગ પરોઠિયાના ૪:૦૦ -૪:૧૫ થયા હશે , વરસાદી માહોલના લીધે વાતાવરણ ખૂબ ઠંડુ હોય છે તેથી ઊંઘ ખૂબ આવે . ઠંડા માહોલ માં કોઈને ઉઠવું ગમે નહીં ડૉક્ટર પણ સ્વર્ગ જેવી અનુભૂતિ અપાવતી ક્ષણોનો લાભ લઈ રહ્યા હતા.
થોડો સમય આમ જ વીત્યો ત્યાંતો આ શુ બની રહ્યું .....!! આજે દિવસ ક્યાંથી ઉગ્યો હતો ,....? કાલે કયાં મહાન વ્યક્તિનું મોઢું જોયેલું ...!?? એમના પત્ની મિસિસ.રોય એમનો પુત્ર અવનીશ કે. એમ. રોય આજે પોતાને છોડીને જવાને બદલે આજે તેમની પાસે પાછા આવી રહ્યા હતા . મિસ.રોય કૈક અલગ જ ભાસતા હતા . હાલના મિસ.રોય અને ૨૨ વર્ષ ૩ મહિના અને ૨૧ દિવસ પહેલાના મિસ.રોય ખૂબ અલગ દેખાતા હતા. પૈસાદાર બાપની એ દીકરી એકદમ હૃષ્ટપુષ્ટ હતી , કોલેજે આવવા અંગત ગાડી હતી એ પણ ડ્રાઈવર સાથે . મહિનામાં ભાગ્યે જ કોઈ કપડું અને જૂતા ફરીવાર દેખાય અને સાથે સાથે કપડાં ને અનુરૂપ લિપસ્ટિક અને નૈલપોલિશ તો ખરા જ ...! આ બધામાં શોભતા મિસ.રોય નો ચહેરો જાણે સંગેમરમર માંથી કંડારેલી કોઈ ભવ્ય સ્ત્રી પ્રતિમા જ જોઈલો , એ આંખોનું તેજ , એમાં છુપાયેલી નાદાનીયત , એકદમ મુલાયમ એવા ગાલ જેને થોડાજ ખેંચતા લાલ રંગ તરી આવતો , નાકની એ ચૂક અને કાનોના એ જુમકા , આંખો પરનું આઇલાઇનર અને મૅકે-અપ વગર જ ઝળહળતો ચહેરો આ બધી સજાવટ એમના વૈભવશાળી હોવાની ચાડી ખાધા વગર રહેજ નહીં ...!! જ્યારે આજે એ ચહેરો થોડો ફિક્કો પડી ગયેલો જણાયો , ગોળમટોળ ગાલોનું સ્થાન કરચલીઓ એ છીનવી લીધું હતું . આંખોના કાજળનું સ્થાન કાળા કુંડાળા એ લીધું હતું . નાક અને કાન સુનાસુના લાગતા હતા , એ હૃષ્ટપુષ્ટ શરીરની જગ્યા એ આજે પાંસળીઓ દેખાતી હતી અને કદાચ ઉંમરને કારણે અથવા કમજોરીને લીધે કરરોડરજ્જુ થોડા વળી ગયા હતા . સાથે એક બીજો અજાણ્યો ચહેરો પણ હતો પરંતુ ડોકટર સાહેબને મન બીજું બધું ગૌણ હતું , કારણ કે આજે ..આજે એમની મોની ના દર્શન થયા હતા . બીજા યુવાન ચહેરાને ધ્યાન આપીને જોવે તે પહેલા મિસ.રોય નજીક આવ્યા એક દાબળો ખોલ્યો અને એમાંથી ધુમાડા કાઢતો પોતાનો પ્રિય શિરો કાઢ્યો , પોતાના હાથ વડે મિસ.રોયે શિરો મોંઢામાં મુક્યો , શિરો ગરમ હોય ડૉક્ટરથી બૂમ પાડીને ઊંઘ માંથી ઉઠાઈ જવાયું . ડૉકટરને અફસોર્સનો પારના રહ્યો . આજે પહેલીવાર ડૉ.રોય ને મિસ.રોયનો શિરો પસંદના પડ્યો.....!! . આજે સપનામાં તો સપનામાં મિસ.રોયના દર્શન થઈ ગયા હતા .
લગભગ ૨૨ વર્ષ થયા પણ જાણે હજી હમણાં જ શિરો ખાધો હોય એવું લાગતું હતું . સવારના ૪:૩૦ વાગે બાબુકાકા ને જગાડી ગરમાં-ગરમ સોજીનો શિરો બનાવવા કહ્યું . પૂજા-પાઠ વગર પાણીના પીનારા ડો.રોયે આજે દાંતણ પણ કર્યા વગર શિરો આરોગવા બેસી ગયા . બાવીસ વર્ષ પછી પણ એ સ્વાદનું સ્થાન કોઈએ લીધું નહોતું , છતાં બાબુકાકા ના શીરાથી ડોક્ટર તૃપ્ત થયા .
ડૉ.રોયને એમના પુત્રને મળવાની તાલાવેલી જાગી , સાથે જ પોતાના પત્નીના વિચારોમાં તેઓ ખોવાઈ ગયા . બાબુકાકા એ સાહેબને થોડા સમય એકલા છોડી દેવાનું યોગ્ય લાગ્યું ને ત્યાંથી નીકળી ગયા .ડૉક્ટર એમના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને ૨૨ વર્ષ ફ્લેશબેકમાં જતા રહ્યા ,એમની પ્રેમિકા પણ નહોતી બની એવી એક અજાણી છોકરી મોનીકા રોય સાથે ગાડેલો એકેએક ક્ષણ યાદ આવતો હતો . દર રવિવાર આવે એટલે સવારે નીકળી પડવાનું તો સીધુ રાત્રે ઘરે આવવાનું . દર શુક્રવારે પિક્ચર ફર્સ્ટ-ડે ફર્સ્ટ-શૉ જ જોવાનું . દરરોજ કોલેજ છૂટીને એની સામે મનુકાકાની કીટલી પર બેસી કટીંગ ચા પીવી એતો જાણે એમના જીવનનો એક ભાગ બની ગયેલો ,જેમ શ્વાસ લેવો અને જમવું ....!! રોજ સાંજે ૫:૦૦ વાગ્યે કોલેજ પતે એટલે એમનું સરનામું એકજ હોય મનુકાકાની કીટલી ....!! બંને વાતો કરતા ,પોતાના પરિવારની , માતા-પિતાની , સગા-સંબંધીઓ ને , પોતાના ભુતકાળની અને ભૂતકાળમાં કરેલા કાંડની અને ભવિષ્યની યોજનાઓની .એમાં સમય ક્યાં જતો એનું ભાન જ ના રહેતું . અમુક વાર તો સૂર્ય આથમીને અંધારું ક્યારે થયું એ પણ ખબર ના પડતી .

(ક્રમશ )