અરીસો (એક કડવું તથ્ય) Hardik Dangodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અરીસો (એક કડવું તથ્ય)

*અરીસો (એક કડવું તથ્ય)
સામાજને લગતી એક વાર્તા*

સવાર સવારમાં હું સરસ મજાના નવા નક્કોર કપડાં પહેરી અને તૈયાર થઈને ઉત્સાહથી અરીસા પાસે ગયો.

મેં અરીસાને પૂછ્યું, "હું કેવો લાગુ છું?"

અરીસા એ મને મસ્ત જવાબ આપ્યો, " બહારથી તો તું એકદમ હીરો લાગે છે,
પણ....... અંદરથી તું કેવો હોઈશ એનું પ્રતિબિંબ હું ના જોઈ શકું."

આ વાત મારા દિલ ને લાગી આવી. આવો જવાબ સાંભળીને હું વિચારમાં પડી ગયો.

મે ફરી પૂછ્યું, "જો મારે જાણવું હોય તો હું અંદરથી કેવો લાગુ છું? હું
શું કરું?"

અરીસો: "એ જાણવું હોય તો તારે સગા સંબંધીઓ ને પૂછવું પડે.જે
અંગત હોય અને જેઓને તારો અનુભવ થયેલો હોય."

મેં કહ્યું, "પણ....આ દુનિયા તો એવી છે ને કે મારી સાથે હોય ત્યારે
મારા અને બીજાસાથે હોય ત્યારે બીજાના વખાણ કરે છે.
મારી ગેરહાજરીમાં મારા વિશે જ ખરાબ વાતો થાય છે.
જ્યાં સુધી લોકોને મારું કામ હોય ત્યાં સુધી સારા સારી
રાખે છે.પછી તો મને ઓળખતા પણ નથી......"

અરીસો: "તું આ બધું રેવાદે આ મારી ભાષાની બહારની વાતો છે. હું
તો માત્ર નિર્જીવ પદાર્થ છું. મારો તો બસ એક જ સિધ્ધાંત
છે જેવું હોય એવું સામેજ બતાવી દઉં છું.પછી ભલે દુનિયા
મારી વાહ વાહ કરે કે મને ગાળો આપે. હું કોઈ સાથે
ભેદભાવ નથી રાખતો.મારે તો બધા સરખા."

મેં કહ્યું, "તારી વાત તો સાચી છે.પણ......જો હું આવું કરું ને તો
દુનિયાથી અલગ પડી આવું. અને હું અવગણવા માં આવું
છું.મારે સમાજ સાથે ચાલવું પડે અને રહેવું પડે. જો મારાથી
કોઈને ખોટું લાગે તો મને એ અસહ્ય થઈ પડે."

અરીસો: "તો તું એક કામ કર."

મેં પૂછ્યું, "શું કરું?"

અરીસો: "લોકો ભલે ગમે તેવું કામ કરે. તારે બસ એની વાહ વાહ જ
કરવાની.પછી તને માન જ મળશે. સમાજ તારી કિંમત
થશે."

મેં કહ્યું, "ના હું એવું ન કરી શકું."

અરીસો: " કેમ ન થઈ શકે?"

મેં કહ્યું, "પણ એ મારા લોહી માં જ નથી. હું જો કોઈ ખોટું કરું તો મને
શરીરમાં કંપન છૂટી જાય.અને આમ ખોટી રીતે કોઈના
વખાણ કરીને મારે કોઈ માન જોઈતું નથી."

અરીસો: "તમારા સગા સંબંધીઓ પણ તમારી સાથે આવું વર્તન કરે?
એનું કારણ?

મેં કહ્યું, "હા, આ દુનિયા જ એવી છે. આ સ્વાર્થ ભરેલી દુનિયામાં
લોકો બીજાની સફળતા જોઈ નથી શકતા, પચાવી નથી
શકતા.પછી ભલે એ આપણા સંબંધી જ કેમ ન
હોય.લોકોની મનોવૃત્તિ જ એવી થઈ ગઈ છે કે કોઈ મારાથી
આગળ ના વધવું જોઈએ.લોકોને ટાંટિયા ખેંચવામાં જ રસ
છે.જો હું જરા અમથો પણ સફળતા ના માર્ગે ચડ્યો એટલે
મારી ખરાબ વાતો કરવા વાળા મળી જ રહે છે. સમાજ
એવો છે ને કે મેં જો તેમના સો કામ સારા કર્યા હોય અને જો
એક કામ ખરાબ થઈ ગયું હોય ને તો પેલા બધા સારા કામ
પાણીમાં જાય! વાટે જ હોય કે ક્યારે એની પડતી થાય."

અરીસો: " અરે...! પણ સાવ આવું કરે લોકો!"

મેં કહ્યું, " શું કહું તને! લોકોને બીજાની ભૂલ કાઢવામાં ખૂબ રસ
છે.પણ એને એ ખબર નથી કે એ ભૂલ કાઢવામાં સામેની
વ્યક્તિ પર શું વીતે છે.જાણે કેમ કોઈ દિવસ પોતે કંઈ
ખરાબ કામ કર્યું જ ના હોય! અને માણસો એવા પણ થઈ
ગયા છે ને કે તેમને કુદરત પણ ડર લાગતો નથી. જે એના
કિસ્મતમાં નથી એને પણ નવી નવી રીતો થી મેળવવાનો
પ્રયાસ કરે છે.લોકો ને બસ એક રાતમાં મોટું બની જવું
છે,કરોડપતિ બની જવું છે.ટુંકમાં કોઈ પણ
પરીક્ષાનું તાત્કાલિક પરિણામ જોઈએ છે.આવા
સપનાસેવનારાઓ ચોરી, લૂંટફાટ,કોઈકના હકનું આંચકી
લેતા પણ અંચકાતા નથી. આવા લોકોની માણસાઈ ક્યાં
ગઈ હશે એ જ નથી સમજાતું!!"


અરીસો: " જે વસ્તુ કુદરત આપણને આપવા માંગતો નથી,તે વસ્તુ
મેળવવા આપણે કુદરત વિરુદ્ધ પ્રયત્ન કરીએ છીએ.પરંતુ
તે વસ્તુ મેળવીને આપણે ક્યારેય સુખ ભોગવી શકતા
નથી,તેમાં 100% દુઃખ જ મળે છે!"

મેં કહ્યું, " હું પણ આવું જ કંઇક વિચારું છું.પણ શું માણસો આ
વાતથી અજાણ હશે!"

અરીસો: " બધા લોકો આવું ના વિચારતા હોય ને.કોઈને લાચારી
હોય, મજબૂરી હોય શકે. મને તું વિશ્વાસ વિશે કંઈ
કહિશ?"

મેં કહ્યું, " વિશ્વાસ ની તો તું વાત જ ના કર"

અરીસો: " કેમ?"

મેં કહ્યું, " વિશ્વાસ શબ્દ સાંભળતા જ મને 'ડર' લાગે છે. મારા માટે તો
કદાચ 'વિશ્વાસ' નો પર્યાય જ 'ડર' બની ગયો!!"

અરીસો: " મને તો કશું સમજાતું નથી. જરા સમજવાને."

મેં કહ્યું, " હા, અત્યારે તો વિશ્વાસ ના નામે વિશ્વાસઘાત થાય છે.
ભૂતકાળ માં આપણે જેમના માટે આંસુ પાડતાં હોય છે એ
જ લોકો ભવિષ્ય આપણાં આંસુઓના કારણ બનતા હોય
છે! જેમના પર વિશ્વાસ કર્યો હોય એજ લોકો પીઠ પાછળ
ખંજર ખોપતા હોય છે. સગા સંબંધી માં પણ આવું બનતું
હોય છે. પછી અજાણ્યાની વાત જ ન થાય! સંબંધ તૂટવાનું
કારણ હું તો આ ને જ માંનું છું"

" હમણાંની જ વાત છે. કામ માટે બહાર ગયેલો. હું કામ
પતાવીને બસ સ્ટેશન તરફ ચાલ્યો.બસ સ્ટેશન એક કિમી દૂર
હતું એટલે હું ચાલીને જતો હતો.હું જતો તો ત્યાં એક રીક્ષા
વાળો ભાઈ મારી નજીક આવ્યો અને પૂછ્યું કે ક્યાં જવું છે.
મેં કહ્યું કે મારે બસ સ્ટેશન જવું છે. તો તેણે કહ્યું કે ચાલો
બેસી જાવ. મેં કહ્યું કે બસ સ્ટેશન થોડે જ દૂર છે. હું ચાલીને
જતો રહીશ મારે નથી બેસવું.તમારો આભાર.તો એણે કહ્યું કે
બેસી જા હું તારા પૈસા નહિ લઉં. મેં કહ્યું કે ના હું હમણાં
પહોંચી જઈશ. તો એ ચાલ્યો ગયો અને એ હસતાં હસતાં
કઈક બોલતો ગયો.એને એમ થયું હશે કે આને મારા પર
વિશ્વાસ નથી લાગતો. ખેર અજાણ્યા માણસ પર વિશ્વાસ
કરવો એ પણ યોગ્ય ન જ કહેવાય અને એ પણ અજાણ્યા
શહેરમાં!"

અરીસો: " હા એતો. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન જ
કરાય."

મેં કહ્યું, " હા,તો પછી! અરે! માણસોને ભગવાન પર પણ ભરોસો
નથી. જો પોતાનું ધારેલું કામ પૂરું ન થાય તો ભગવાનને દોષ
આપે છે. ભગવાન તો માત્ર ભાવનો ભૂખ્યો છે."

અરીસો: " હા. સૃષ્ટિના સર્જનહાર ને બીજું તો શું જોઈતું હોય."

મેં કહ્યું, " ખેર, હું તને આ બધું શું કામ કહું છું તું તો નિર્જીવ પદાર્થ છે.
છતાં તે પ્રશ્ન તો અકબંધ જ રહ્યો."

અરીસો: " હા, હું કાઈ લાગણી અનુભવી શકતો નથી"

"હું તને એક ઉપાય આપું છું!"

મેં કહ્યું, "શું?"

અરીસો: " તું તારા મનને એવું કઠણ બનાવ કે કોઈના જવાથી કાઈ
ફરક ન પડે.લોકો ભલે તારા વિશે ખરાબ બોલે પણ તારે
એના પર ધ્યાન જ નહિ આપવાનું.એમ જ સમજવાનું કે
એ સાચું જ છે અને ભગવાન મારી સાથે છે. એ મને જોઈ
રહ્યો છે એટલે હું કંઈ ખરાબ કરતો જ નથી. બાકી દુનિયા
જે બોલે તે એનું તો કામ જ એ છે. આપડે આપણી
મોજમાં રહેવાનું.બીજા શું કરે છે એ તારે નથી જોવાનું.
બાકી દુનિયા સલાહ જ આપશે સહકાર કોઈ નહિ આપે.
કારણ કે સલાહ ઉપર ક્યાં કોઈ ચાર્જ છે! કોઈ દુઃખ આવે
તો તારે જ જાતે તેને સંભાળતા શીખવું પડશે.કોઈ પાસે
મદદ ની નહિ રાખવાની.ખરા સમયે કોઈ કામ
નથી આવતું!"

મેં કહ્યું, " હા, હવે તો એમ જ કરવું છે. કોઈના કહેવાથી મને કાઈ
ફરક નહીં પડે!
આભાર તારો, વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ નઈ!"

અરીસો: "હા, યુ આર વેલકમ!"

*~હાર્દિક ડાંગોદરા 'હાર્દ'*
____________________________________________________________

જો તમને આ સ્ટોરી ગમે તો જરૂર થી તમારો અભિપ્રાય જણાવજો 🙏
Email id:- hardikdangodara78@gmail.com
Instagram:- hardikdangodara2910