Positive attitude books and stories free download online pdf in Gujarati

સકારાત્મક દ્રષ્ટિકોણ

વર્ષ 2020 ને બસ હવે ગણતરીના દિવસો રહ્યા.
તો કોરોના નો કાળ તો ભૂલાય જ નહીં!

અચાનક જ ટપકી પડેલ આ મહામારી એ આખી દુનિયાનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. શરૂઆતમાં તો લોકો ને આ વિશે જાણકરી નહોતી.હું તો આ સમયે હોસ્ટેલ માં હતો. ન્યૂઝ પેપર માં થોડું ઘણું વાંચતો, પણ બહુ ધ્યાન આપતો નહિ.આ દરમિયાન અમારી બોર્ડની પરીક્ષા ચાલુ હતી. છેલ્લું પેપર બાકી હતું.ત્યારે સરકારે જાહેરાત કરી કે lockdown કરવાનું છે, ત્યારે મને અચરજ થઈ કે આવી બધી ખતરનાક મહામારી છે. પછી તો 2 દિવસ હોસ્ટેલમાં રહેવાના હતાં.ત્યાં સુધી તો ન્યૂઝ પેપર ખાસ થઈ ગયું!

જો કે છેલ્લું પેપર શાંતિથી પતિ ગયું.જો કે ઘરે જવા સુધીમાં તો કોરોનાની પૂરેપૂરી જાણકારી મેળવી લીધી.જતી વખતે મોં પર રૂમાલ બાંધી રાખ્યું.ત્યારે તો માસ્ક અને સેનિટાઈજર નું તો નામ જ નોહ્તું સાંભળ્યું!

મહામારીના ના શરૂઆત ના દિવસો હતા, સામાન્ય માણસ ને તો આની કોઈ જાણકારી નોહતી.લોકો ડર ના માહોલ માં હતાં.ઘણા ના કામ-ધંધા જતાં રહ્યાં.લોકો શહેર છોડીને ગામડે આવવા મજબૂર બન્યા.

દિવસો જતા રહ્યાં અને લોકોને આ મહામારી વિશે જાગૃત થયા.લોકો માસ્ક અને સેનિટાઈજર નો ઉપયોગ કરતા થયા.લોકો ફરી પોતાના રોજગાર અર્થે શહેર જતા રહ્યા.સરકારે ઘણી સહાય કરી.લોકોને મફત અનાજ વિતરણ કર્યું, અને ઘણા આકરા નિયમો પણ અમલ માં મૂક્યા જેવા કે ફરજિયાત માસ્ક અને સેનીટાઈજર, lockdown, Social distancing વગેરે.લોકોને ઘણી હાલાકી ભોગવવી પડી.બધા તહેવારો પણ આ વર્ષે ફિકા ગયા એવું કહી શકાય.ગુજરાતીઓની જાણીતી નવરાત્રી પણ સાવ એમજ ગઈ. લગ્ન પ્રસંગ પણ મર્યાદિત સંખ્યામાં ઉજવવા પડ્યા. જો કે સરકાર જે નિર્ણય કરે છે આ આપણાં જ હિતમાં હોય છે.

આ મહામારી માં શું શું ફાયદાઓ થયા? - એક દ્રષ્ટિકોણ
સૌથી પહેલા તો Entrainment ક્ષેત્ર જોઈએ તો, પહેલા ફિલ્મ જોવા માટે theatre માં જવું પડતું.પણ lockdown ના કારણે theatre તો બંધ કરવા પડ્યા.તેનો વિકલ્પ પણ મળ્યો. બધી ફિલ્મો digital માધ્યમ પર realase થવા લાગી.એટલે લોકોને lockdown માં પણ ટાઈમ પાસ માટેનું ઘર બેઠા માધ્યમ મળી ગયું.

બીજું તો સૌથી વધુ હાલાકી વિદ્યાર્થીઓને પડી! વિદ્યાર્થી તો શિક્ષક ના ભૌતિક સંપર્ક માં ના રહ્યાં.હવે, પ્રશ્ન એ થયો કે હવે તેઓને ભણાવવા કઈ રીતે? જો કે એનો વિકલ્પ પણ મળ્યો.શિક્ષકે online ભણાવવાંનું શરૂ કર્યું.જો કે શરૂઆતમાં થોડી તકલીફ પડી.પણ પછી બધું સ્થિર થઈ ગયું. જો કે online માધ્યમ માં ભણાવવું એ સૌથી અઘરી બાબત થઈ પડે. શિક્ષક માટે આ સાહસ નું પગલું કહી શકાય.
પણ વિદ્યાર્થીઓ માટે પણ આ અઘરી બાબત કહી શકાય.એક તો online ભણવાનું અને પછી offline પરીક્ષા દેવી!

ત્રીજી બાબત તો એ લોકો આયુર્વેદિક તરફ વળ્યા.શરૂઆત ના દિવસો માં આ મહામારી વિશે કોઈ માહિતી નોહતી હતી એટલે તેની અલોપેથી દવા પણ ન હોય એ તો સ્વાભાવિક વાત છે.એટલે એનો વિકલ્પ હતો માત્ર દેશી આયુર્વેદિક દવા.લોકો દેશી ઉકાળા પીવા લાગ્યા. અને તે સફળ પણ નીવડી.
જો કે હવે કોરોના ને હવે લગભગ એક વર્ષ થવા આવ્યું. વૈજ્ઞાનિકો ઘણા પ્રયત્નો કરી રહ્યા છે.ઘણી રસી બનાવાવમાં સફળ રહ્યા છે. અને થોડા જ સમય માં દરેક લોકો સુધી પહોંચી જશે એવી આશ!

સૌથી મોટો ફાયદો એ થયો કે lockdown માં બધા ઘરે જ રહ્યાં.એટલે રસ્તાઓ પર વાહનો ક્યાંય દેખાયા નહિ.તેથી વાતાવરણ પણ શુદ્ધ થયું
આ બધી બાબતથી એ શીખવા મળે છે કે કોઈ પણ બાબતનો કોઈને કોઈ " વિકલ્પ" તો હોય જ છે. બસ આપણે ખાલી જે તે બાબત ને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે.

હવે અંતે એટલું જ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખાકારી નીવડે એને આ મહામારી નો અંત આવે.સૌનું સ્વાસ્થ્ય તંદુરસ્ત જળવાય રહે બસ એ જ એક નવા વર્ષની આશ્.....!!🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED