1.શિયાળા ની ગુલાબી સવાર
શિયાળા ના દિવસો હતા.એમાં પણ નશીલી રાત અને ગુલાબી સવાર નું વર્ણન તો કરી જ ન શકાય..!
નિરવ શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો અને સરસ મજાના સપના જોઈ રહ્યો હતો.
એટલામાં પરોઢ થવા આવ્યું.
એટલામાં નિરવ ના મમ્મીનો અવાજ આવ્યો, " ચાલ, બેટા ઉઠી જા સ્કૂલે જવાનું મોડું થશે.
નિરવ માંડ માંડ જરા ઉભો થયો.
ત્યાર પછી એના મમ્મી અન્ય કામ માં લાગી ગયા.
નિરવે આજુબાજુ જોયું તો પરિવાર ના અન્ય સભ્યો મસ્ત-મજાના સુતા હતા.
કડકડતી ઠંડી એવી કે પાછું સુવાનું મન થઇ જ જાય
એમાં પણ ધીમો ધીમો પંખો ચાલતો હતો અને સહેજ અમથી ખુલી રહેલી બારી માંથી એ ઠંડો પવન ભલભલાને સુવા મજબુર કરીદે!
નિરવ પણ એના મમ્મીને પાંચ મિનિટ એમ કહીને ફરી સાલ ઓઢીને સુઈ જાય છે અને સપનામાં ખોવાય જાય છે.
એટલામાં સૂર્યનારાયણના કિરણો પેલી બારીની તિરાડમાંથી નિરવની આંખ માં પડે છે અને ક્યારે સવાર પડી જાય એની ખબર રહેતી નથી...!
---------------------------------------------------------------------------------------------
2.એક સળગતું સ્વપ્ન
રિયાન હોસ્ટેલ માં રહેતો હતો. તે ધોરણ 12th માં ભણી રહ્યો હતો. તેનો સ્વભાવ હંમેશા મસ્તી કરનાર, કદી ન વાંચનાર, બીજાને પણ ન વાંચવા દેનાર, Class માં પણ સરખું ધ્યાન ન આપનાર, રમત માં રહેનાર, અન્ય પ્રવત્તિઓ માં ધ્યાન આપનાર હતો. અવાર નવાર સાહેબ પાસે તેની ફરિયાદ તો હોય જ.
એક દિવસ તેણે class ના જ એક ગરીબ ઘર ના છોકરાને ને દિલ દઈને વાંચતા જોયો.
તરત જ તેના મનમાં ઘણા વિચારોએ ઘર કરી લીધું! તેને પોતાની ખરી પરિસ્થિતિ યાદ આવી. મન માં તેના મમ્મી અને પપ્પા ના વિચાર આવવા લાગ્યા. રિયાન ને ખરેખર પસ્તાવો થવા લાગ્યો. પોતાના મમ્મી - પપ્પા સખત મજૂરી કરીને પોતાને અહીં સારી એવી સ્કૂલમાં ભણવા મોકલ્યો છે. અને હું અહીં શું કરું છું! ( બીજા ઘણા બધા વિચાર આવવા લાગ્યા. મમ્મી - પપ્પા ને રિયાન ને કલેકટર બનાવવાનું સપનું હતું. મમ્મી - પપ્પા ને એમજ હશે કે હું અહીં દિલ દઈને ભણું છું. અને હું અહીં તો બીજું જ કંઇક કરું છું.તેને અન્ય ભાઈ બહેનના પણ વિચાર આવવા લાગ્યા.)
રિયાન ના આંખમાં આંસુ આવી ગયા. ત્યારબાદ તેણે પોતાના મનને મનાવી લીધું.દિલ દઈને મહેનત કરવા માંડી.અને દરરોજ સવારે ઉઠી ને પહેલાં તે પોતાના સપના ને યાદ કરીને મહેનત કરવા લાગ્યો. એને પોતાનું કલેકટર બનવાનું સપનું એવું લાગી આવ્યું કે ઉંઘ પણ હરામ કરી નાખી!
'એક સળગતું સ્વપ્ન' શું કરી શકે! આને જ કદાચ Burning Desire કહી શકાય.
એવા ઘણા છોકરાઓ હોય છે જે રિયાન ની જેમ જ હોસ્ટેલ માં રહીને પણ મોજ મજા કરતા હોય છે. એના માતા પિતા ને એમ થતું હોય છે કે મારો દિકરો કે દીકરી એક સારી હોસ્ટેલ અને સારી સ્કૂલ માં ભણે છે પણ તે તેનો વહેમ છે.
પણ ઘણા છોકરાઓ એવા પણ એવા હોય છે કે જે પોતાના ઘરની પરિસ્થિતિ સમજતા હોય છે અને પોતાના માતા પિતા ના વિશ્વાસ પર ખરા ઉતરે છે.
---------------------------------------------------------------------------------------------
3. છૂટકો નથી
ભરી મૌસમ માં એક ખેડૂતે પોતાના સૂતેલા એક ઘરડા બળદ ને ઉભો કર્યો.
બળદ પણ બિચારો માંડ માંડ ઉભો થયો. ખેડૂતે બળદનું દોરડું ખેચ્યું. બળદ ઉભો જ રહ્યો!બળદના આંખમાં આંસુ હતા.શરીર પણ દુબળું હતું.
ખેડૂત પણ બિચારો બોલ્યો, "ચાલ ભાઈ! છૂટકો જ નથી."
બળદ પણ સમજી ગયો.ધીમે ધીમે ચાલવા માંડ્યો.....!
✍️ ડાંગોદરા હાર્દિક ' હાર્દ '
---------------------------------------------------------------------------------------------
Instagram:- hardikdangodara2910
E-mail:- hardikdangodara78@gmail.com