Sundaratano khuni khel - 2 books and stories free download online pdf in Gujarati

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૨

સુંદરતાનો ખૂની ખેલ

ડો. હિના દરજી

પ્રકરણ - ૨

ઝાડની એક બાજુ એક કૂતરો અને એક માણસ ઊભા હતાં. ઝાડની બાજુમાં બીજો કૂતરો ઊભો હતો. છોકરી શ્વાસનો પણ અવાજ ના આવે એટલા માટે મોઢા પર હાથ મૂકી દે છે. ઝાડની બીજી બાજુ આવી બીજો માણસ ટોર્ચનો પ્રકાશ ફેંકે છે. પહેલા એને પણ કશું દેખાતું નથી. થોડા ડગલાં આગળ આવે છે તો પણ કશું દેખાતું નથી. ઝાડની એકદમ નીચે આવી સીધો ઉપર પ્રકાશ ફેંકે છે ત્યારે એને છોકરીના પગમાં બાંધેલું કપડું દેખાય છે. એને શક જાય છે એટલે એ ઝાડના થડિયા પર ચઢે છે એટલે છોકરીનો એક પગ દેખાય છે.

ખુશ થતો બોલે છે: “અલ્યા આ તો ઉપર સંતાઈને બેઠી છે... જો મેં તને કહ્યું હતું ને... તું ચિંતા ના કરીશ આપણા બે શેર એને શોધી નાખશે... તો એને શોધી નાખી...” પહેલો માણસ એ થડની નજીક આવે છે. એને છોકરીનાં વિખરાયેલા વાળ દેખાય છે. બન્ને માણસ ખુશીથી એકબીજાને હાથની મુઠ્ઠી મારી હસે છે. જ્યારે છોકરીનો જીવ અધ્ધર થઈ ગયો હોય છે.

પહેલો માણસ: “એ છોકરી… બહુ દોડાયા તેં અમને... ચાલ નીચે આવ...”

છોકરી નીચે ઊતરતી નથી. બીજો માણસ ઝાડ ઉપર ચઢી છોકરીનો પગ ખેંચે છે. છોકરી જાડી ડાળીની આસપાસ બન્ને હાથ વીંટળાવી દે છે એટલે બીજા માણસથી ખેંચાતી નથી.

બીજો માણસ હડકાયા કુતરાની જેમ બોલે છે: “નીચે આવ... નહીં તો તારી ખેર નથી...”

છતાં છોકરી નીચે આવતી નથી એટલે બીજો માણસ છોકરી જે ડાળી પર બેઠી હોય છે ત્યાં ચઢી જાય છે. એના વાળ ખેંચી બરડા માં મુક્કો મારે છે. છોકરી દર્દનાક ચીસ પાડે છે. એના હાથ ડાળીની આસપાસથી દૂર થાય છે. જે હાથમાંથી લોહી નીકળતું હોય છે એ હાથ દબાવી બીજો માણસ એને બરડામાં ફરીથી બે મુક્કી મારે છે. છોકરી ફરીથી પહેલા કરતાં પણ વધારે દર્દભરી ચીસ પાડે છે, પણ વેરાન જંગલમાં તેની ચીસ સાંભળવા માટે કોઈ જ નથી. બીજો માણસ જોરથી પગની લાત મારે છે. છોકરી સંતુલન ગુમાવી નીચે પડે છે. એના એક ઢીંચણમાં ઇજા થાય છે. પહેલો માણસ ગુસ્સામાં છોકરીનાં પેટમાં ત્રણ-ચાર લાતો મારે છે. છોકરી બેવડ વળી જાય છે.

છોકરી હાથ જોડી બન્નેને આજીજી કરે છે: “મને છોડી દો... મને જવા દો...”

બન્ને માણસ ખુશ થતા જોરથી હસવા લાગે છે. બન્ને માણસ છોકરીના બન્ને હાથ પકડી ઢસડવા લાગે છે. છોકરી વેદનાભર્યા હુંકારા કરતી રહે છે પણ બન્ને રાક્ષસને સહેજ પણ દયા આવતી નથી. બન્ને માણસ એ છોકરીને ઢસડતા ઢસડતા એક વિશાળ બંગલાના પાછળના ગેટથી છોકરીને લઈ અંદર આવે છે. બંગલામાં ઉપરના માળે એક મોટા બેડરૂમની બાથરૂમમાં ત્રણેય આવે છે. બેડરૂમની બાથરૂમમાં મોટા બાથટબમાં પાણી ભરેલું હોય છે. બાથટબની બાજુમાં એક મસાજ ટેબલ હોય છે. પહેલો માણસ બાથટબની બાજુમાં એક સાંકળથી છોકરીનો પટ્ટી બાંધેલો હાથ બાંધે છે. હાથમાંથી બાંધેલી પટ્ટી કાઢે છે. જે જગ્યાએ લોહી નીકળતું હોય છે એ જગ્યાએ ફરીથી બ્લેડથી મોટો ચીરો પાડે છે. છોકરીના હાથની નસમાંથી દડદડ લોહી વહેવા લાગે છે, જે બાથટબમાં પાણી સાથે મિક્સ થાય છે. થોડી જ વારમાં બાથટબનું પાણી લાલ રંગનું થાય છે.

બાથરૂમમાં એક સુંદર સ્ત્રી અને એક કદરૂપી સ્ત્રી પ્રવેશ કરે છે. સુંદર સ્ત્રીનો ચહેરો જોઈ એની ઉંમર ત્રીસ વરસની હોય એવું લાગે પણ સ્ત્રીની ઉંમર પચાસ વરસની આસપાસ હતી. સ્ત્રીનો ચહેરો આકર્ષક હતો. શરીરમાં ક્યાંય વધારાની ચરબી નહોતી. સ્ત્રીની ચામડીની ચમક ખૂબ તેજસ્વી હતી. ભરાવદાર ગાલ, અણિયારી આંખો, નરમ મુલાયમ ગુલાબી હોઠ, અણિયારું નાક, ચમકતું કપાળ, ચહેરાના દરેક અંગની સુંદરતા બેનમૂન હતી. એ સ્ત્રીએ એક પાતળું લાલ રંગનું ગાઉન પહેર્યું હતું.

કદરૂપી સ્ત્રીનો ચહેરો ચિતરી ચઢે એવો હતો. માથામાં એકપણ વાળ નહોતો, માથા અને ચહેરા પર મોટા ગુમડા થયા હોય એવા બહુ બધાં ઢીમડા હતાં. પરંતુ એનાં હાથ અને પગ ઊજળા રંગના અને સુંદર હતાં. કોઈ નાનું બાળક એને જુએ તો ડરી જાય. એ સ્ત્રીનો ચહેરો જોઇ એની ઉંમર ખબર પડે એવું નહોતું, પણ એ સ્ત્રીની દેહરચના પરથી અંદાજ લગાવી શકાય કે એ સ્ત્રી પચ્ચીસ વર્ષની આસપાસ હશે.

સુંદર સ્ત્રી શાંત પગલે બન્ને માણસ પાસે આવી પૂછે છે: “ચમન, કરસન, કેટલે દૂર સુધી જતી રહી હતી આ છોકરી...”

ચમન છોકરીનું માથું સુંદર સ્ત્રી સામે ઊંચું કરી બોલે છે: “સાલી બહુ દૂર સુધી તો નહોતી ગઈ મેડમ... પણ અમને બન્નેને અને કૂતરાઓને એણે ખૂબ થકવાડી દીધા...”

સુંદર સ્ત્રી છોકરીનાં ગાલ પર તમાચો મારે છે: “તારી હિંમત કેવી રીતે થઈ આ જગ્યાએથી દૂર જવાની?”

છોકરી જવાબ આપી શકે એવી હાલતમાં નહોતી. છોકરીનાં શરીરમાંથી લોહી બાથટબમાં પાણી સાથે ભેગું થતું હતું. સુંદર સ્ત્રીએ છોકરીના વાળ ખેંચ્યા તો છોકરી બેભાન થઈ ગઈ હતી.

સુંદર સ્ત્રી આંખનો ઈશારો કરી કદરૂપી સ્ત્રીને બાથટબની બાજુમાં મૂકેલો કાચનો બાઉલ બતાવે છે. કદરૂપી સ્ત્રી એ કાચનો બાઉલ લઈ ચમનને આપે છે.

સુંદર સ્ત્રી: “ચમન, આજના દિવસ માટે આટલું લાલ પાણી પુરતું છે... આ બાઉલમાં લોહી ભરી આ છોકરીની નસમાંથી લોહી આવતું બંધ કરી દે... આ છોકરીને ભરપૂર ખોરાક પાણી આપજે અને ઊંધની દવા દિવસમાં બે વખત આપજે... પેટભરી જમવાથી અને આરામ કરવાથી એના શરીરમાં લોહી જલ્દી બનશે... આ છોકરીના શરીરમાંથી દર અઠવાડિયે લોહી લેવામાં આવશે... સાલીએ અહિયાંથી ભાગવાની કોશિશ કરી એટલે એને બીજી છોકરીઓ કરતાં વધારે તડપાવવામાં આવશે... કરસન આ છોકરીનાં સુંદર પગને સાંકળથી બાંધી રાખજે એટલે ફરી ભાગવાનો વિચાર પણ કરે નહીં...”

સુંદર સ્ત્રી બન્નેને કહેતી હતી એટલામાં કરસન છોકરીના પગમાંથી પાયજામાનાં કપડાં કાઢી છોકરીનાં પગ ધોવે છે. ચમન છોકરીના લોહીથી કાચનો બાઉલ ભરવાં લાગે છે.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED