ડોરબેલ વાગતા જ સ્મિતા એ પોતાના વાળ અને સાડી નો છેડો સરખો કરતા દરવાજો ખોલ્યો. શૈલેષ ને જોઇ એક મર્માળુ સ્મિત કરતા બોલી ' હવે આવો મૌકો મને ક્યા મળવાનો કે તમે બહાર થી આવો અને હું દરવાજો ખોલીશ. હવે થી તો જ્યા જઇશુ ત્યા સાથે જ જઇશુ ને?'
અને શૈલેષે પણ પોતાની હીરોગીરી ની છટા મા કહ્યુ ' જી મેડમ, આપની દરેક ઈચ્છા એ મારી સરઆંખો પર. પણ હજી કાલે મારે ઓફીસ જવાનુ છે . સ્ટાફ ના મિત્રો એ મારા રીટાયરમેન્ટ ને યાદગાર બનાવવા નાની એવી પાર્ટી રાખી છે.'
'સારૂ, એક દિવસ તમને વધુ આપ્યો. આટલા વર્ષો એ ઓફીસ અને ત્યાં ના મિત્રો ને આપ્યા એમા એક દિવસ મા મને કંઇ ફરક નહી પડે પણ પછી થી તમારી દરેક મિનીટ પર ફક્ત મારો જ હક રહેશે.'
'હા સ્મિતા, કામ અને જવાબદારી મા આપણે ઘણી એવી ક્ષણો ગુમાવી છે એની ભરપાઇ કરવાનો સમય આવી ગયો છે.'
'પહેલા ચા પીવો પછી આરામ થી વાત કરીએ. એક ખાસ વાત કરવાની છે.' અને સ્મિતા ની ખૂશી એની આંખો મા ડોકાતી હતી.
'અત્યારે જ કહે... તારી ખૂશી જોઇ મને પણ ઊતાવળ છે વાત જાણવા ની... જલ્દી કહે..'
'સ્વર્ણા નો ફોન હતો....'
'એ આવે છે અહી?' શૈલેષ ના ધબકારા વધવા લાગ્યા
'ના......'
'તો?'
'આપણે કેનેડા જવાનુ છે અને એ પણ સાત મહીના પછી.'
'કેમ? તુ મને સમજાય એમ કહે ને..' શૈલેષ થોડો ચિઢાઇ ગયો.
'અરે અરે નાનાજી ગુસ્સો નહી કરો..'
'મતલબ......સાચે????'
'હા શૈલેષ આપણે નાના-નાની બનવા ના અને આપણી સ્વર્ણા મમ્મી....'
હરખ મા શૈલેષે સ્મિતા ને તેડી જ લીધી. બધી ખૂશી એક તરફ અને નાના - નાની બનવાની ખૂશી એક તરફ.
શૈલેષ અને સ્મિતા ત્રીસ વર્ષ થી જેણે પોતાના દામ્પત્ય જીવન ને સ્નેહ,વિશ્વાસ અને સમજદારી થી સિંચી એક પરિપક્વ સંબંધ બનાવ્યો. નાના-મોટા મતભેદો અને ગેરસમજ તો દરેક સંબંધ મા થાતી જ હોય છે પણ એ અડચણો ને પણ સમજદારી થી પાર પાડે એ જ તો પ્રેમ. અને એ પ્રેમ નુ પુષ્પ એટલે સ્વર્ણા. એક જ દિકરી ખૂબ લાડકોડ થી ઊછરી હતી. પણ સમજદારી નો ગુણ એને માતા-પિતા પાસે થી વારસા મા મળ્યો હતો. શાંત અને સૌમ્ય એવી સ્વર્ણા. કંઇ માંગે એ પહેલા જ પપ્પા દરેક ઈચ્છા પૂરી કરતા. અને આમ પણ પિતા-પુત્રી નો સંબંધ જ કંઇક અનેરો હોય. સ્વર્ણા નુ બાળપણ તો જાણે આંખ ના પલકારા મા વિતી ગયું. યુવાની મા કંઇક કરવા નુ જનુન, પગભર થવુ હતુ. કેટલાય સપના મન મા ઉછેર્યા હતા. અને એક એક કરી ને બધા સપના હકીકત મા ફેરવાતા ગયા. અને એમા શૈલેષ અને સ્મિતા નો પૂરો સહકાર મળ્યો હતો. MBA મા સાથે ભણતા સૌમ્ય સાથે મન મળ્યુ અને બંન્ને પરિવારો ની સંમતિ પણ. પણ, એક તકલીફ એવી હતી કે લગ્ન પછી કેનેડા સ્થાયી થવાનુ હતુ. સ્વર્ણા ને તો એ સ્વિકાર્ય હતુ પણ શૈલેષ માટે જીગર ના કટકા ને એટલે દૂર મોકલવા મન ન હતુ માનતુ પણ દિકરી ની ખૂશી થી વધુ કઇ નથી. એટલે દિલ પર પથ્થર રાખી રાજી ખૂશી અને ધામધૂમ થી લગ્ન કરી આપ્યા. અને સ્વર્ણા પોતાની નવી દુનીયા મા વ્યસ્ત થઇ ગઇ. શૈલેષે ચોપન વર્ષ ની ઊંમરે સ્વેચ્છા એ રીટાયરમેન્ટ લીધુ હતું. ખૂબ દોડી લીધુ. હવે પોતાને અને પરિવાર ને સમય આપવો હતો.
દિકરી ને મળવા કેનેડા જવુ હતુ. દુનીયા ફરવી હતી. કેટલુય વિચારી રાખેલુ હતુ આજ સુધી એને અમલ મા મૂકવા નો સમય આવી ગયો હતો.
સાંજ આથમી ગઇ. રાત ના બંન્ને પતિ-પત્ની ગેલેરી ના એ હિંડોળા પર બેઠા હતા જ્યા નાના-મોટા ઘણા નિર્ણયો લેવાયા હતા.
'શૈલેષ, તમને યાદ છે મારી ફ્રેન્ડ સાન્વી? અમેરિકા રહે છે તે?'
'હા હા એ જ ને જેણે પોતાના માતા-પિતા ના મૃત્યુ પછી નાના ભાઇ ની જવાબદારી પોતે સંભાળી છે ?'
'હા એ જ સાન્વી. આજે એનો પણ ફોન આવ્યો હતો. એના અવાજ પર થી કંઇક ઊદાસ લાગતી હતી. ખબર નહી શુ થયુ હશે.'
'હ્મમમમમમ તુ કાલે ફોન કરી પુછી લેજે'
'હા...શૈલેષ, સમય કેવો ઝડપ થી પસાર થઇ ગયો નહી?'
'હ્મમમમમમ'
'તમારી જોબ, બાપુજી ની બિમારી, સ્વર્ણા ની જવાબદારી અને બીજુ કંઇ કેટલુય જીંદગી મા આવ્યુ અને ગયુ. પણ શૈલેષ હવે આપણે બધી જવાબદારી મા થી પરવારી લીધુ છે. બસ હવે નો સમય આપણે એક બીજા ને દેવો છે.'
'સાવ સાચી વાત કરી તે સ્મિતા. હવે ફરી થી એ ક્ષણો જીવવી છે જે બધી છૂટી ગઇ છે'
'એ તો તમે એમ જ મારુ મન મનાવા કહો છો ને?'
'નહી તો, અને હા તને ફરિયાદ હતી ને કે હુ ક્યારેય ઘર નો સામાન લેવા નથી આવતો.. હવે થી દરેક કામ માટે બહાર સાથે જઇશુ'
અને શૈલેષે સ્મિતા ના હાથ પર હાથ રાખ્યો. એ સ્પર્શ ઘણુ બધુ કહેતો હતો.
'સ્મિતા તને ખબર છે મે પણ કંઇક વિચાર્યુ છે.. તને દરિયા કિનારે બેસવુ ખૂબ ગમે છે ને એટલે જો આ ટિકીટ.. આવતા અઠવાડીયે આપણે ગોવા જઇએ છીએ..ફક્ત તુ અને હુ'
' સાચે ? '
'હા, આ જો ટિકીટ'
'મારે તો તમારો હાથ પકડી ભીની રેતી મા ચાલવુ છે, કલાકો તમારા ખભે માથુ ઢાળી ને બેસવુ છે'
' હા સ્મિતા. હવે તો બસ યુવાન થઇ ને સમી સાંજ ને માણવી છે તારી સાથે. Will you be with me in this new journey of our life?'
અને સ્મિતા શરમ થી શૈલેષ ની બાહુપાશ મા સમાઇ ગઇ.. જાણે કોઇ વીસ વર્ષ ની યુવતી એના પ્રેમી ની પહેલી વાર મળતી હોઇ એવી જ શરમ ના શેરડા.
'બસ બસ શૈલેષ, કાલ માટે કંઇક તો બાકી રાખો.'
'કેમ? બધી ક્ષણો સાચવી ને ન રાખવા ની હોય.. એને તો સમય સમય પર માણી લેવાની હોય'
'પણ મે તો ઘણી બધી ક્ષણો સાચવી ને રાખી છે મારા કબાટ મા હવે નિરાંતે મન ભરી ને માણીશ.'
'ઓહ તો એ સીક્રેટ કબાટ મા તે એ બધુ સાચવ્યુ છે?'
'એ કબાટ મા તો એવી ક્ષણો છે જે મે સમય પાસે થી ચોરી ને ભેગી કરી છે.. આપણા આવનારા સમય ને વધુ યાદગાર બનાવા.. પણ અત્યારે હવે એ બધી વાત રહેવા દો. સમય આવ્યે બધુ કહીશ. હવે સૂવા ચાલો મારા પતિ પરમેશ્વર.. '
'હા ચાલો મેડમ.. અને સવારે મારે નવ વાગ્યે જવા નુ છે એટલે મને વ્હેલો જગાડી દેજે.'
'ભલે'
અને શૈલેષ ની છાતી પર માથુ રાખી અને નિશ્ચીંત બની ગઇ. કેટલાય અભરખા સાથે.
જ્યારે મન પર કોઇ ભાર ન હોય ત્યારે કેટલુ હળવુ અનુભવાઇ ને.. જાણે હવા મા વહેતા હોય. બંન્ને પણ બધી જવાબદારી માથી હળવા થઇ શાંતી ની ઊંઘ મા સરી ગયા.
આંખ ખૂલી ત્યારે સવાર નો એ કૂણો તડકો થોડો આકરો લાગ્યો. ઘડિયાળ મા જોયુ તો નવ વાગી ગયા હતા..
પણ સ્મિતા એ કેમ હજુ સુધી જગાડ્યો નહી...
'સ્મિતા, બહુ મોડુ થઇ ગયુ. જલ્દી ઊઠ.' આટલુ કહી શૈલેષ નિત્યક્રમ પતાવવા બાથરૂમ મા ગયો. નાહી ને નીકળી ને જોયુ તો સ્મિતા હજી એમ જ સુતી હતી. શૈલેષ ને થોડો ગુસ્સો પણ આવ્યો. એણે સ્મિતા ને જગાડવા હાથ પકડ્યો પણ એનો હાથ આટલો ઠંડો કેમ? શૈલેષ બેબાકળો બની ગયો. એને કંઇ સમજાતુ ન હતુ. 'સ્મિતા... સ્મિતા... તને શુ થયુ? ચાલ જલ્દી ઊઠ ને મારે ઓફીસ જવુ છે.. તને નથી ગમતુ ને કે હુ ઓફીસ જાવ તો હુ ઓફીસ નહી જાવ પણ તુ આમ મને ડરાવ નહી... સ્મિતા બહુ મસ્તી કરી તે.. ચાલ હવે મને ચા બનાવી આપ.. સ્મિતા...'
પણ સ્મિતા કંઇ ન બોલી. શૈલેષ દસ મિનીટ સુધી વ્યર્થ કોશિષ કરતો રહ્યો પણ સ્મિતા ન જાગી. અચાનક ડો. પારેખ યાદ આવ્યા એણે તરત ફોન કરી બધી વાત કરી. થોડીવાર મા તો ડોક્ટર પણ આવી ગયા. અને ચેક કરતા બીજી જ મિનીટે એટલુ તો કહી દીધુ કે Smita is no more..
'પણ એમ કેવી રીતે ડો. સાહેબ? એ એકદમ ઠીક હતી..'
'અત્યારે તો હુ એટલુ સમજી શકુ છુ કે સિવિયર બ્રેઇન સ્ટ્રોક હોઇ શકે.. અને એને પણ ત્રણ થી ચાર કલાક તો થઇ ગઇ ..'
'પણ હુ એની બાજુ મા જ હતો આખી રાત..'
'હા, એવુ બને કે ઊંઘ મા સ્ટ્રોક આવ્યો હોય એટલે એ પોતે પણ એટલા જાગ્રત ન હોય અને પછી એમણે કોશિષ કરી હોય પણ ત્યા બહુ મોડુ થઇ ગયુ'
શૈલેષે પોતાના કાકા-કાકી ને ફોન કર્યો બાપુજી પછી એ જ તો ઘર ના વડીલ હતા અને પછી એને કઇ ભાન જેવુ રહ્યુ જ ન હતુ. શુ થાય છે, કેવી રીતે થાય છે, કશી જ ખબર નહી. એ તો કોઇ ખરાબ સપના જેવુ જ સમજતો રહ્યો કે હમણા સ્મિતા એને જગાડવા આવશે અને આવુ ડરાવણુ સપનુ ત્યા જ તૂટી જાશે.. પણ એવુ કંઇ ન થયુ. જેમ જેમ સમાચાર મળતા ગયા તેમ તેમ લોકો આવતા ગયા અને સ્મિતા ને વિદાઇ કરવાનો સમય પણ નજીક આવતો ગયો.
'શૈલેષ, બેટા જો... ન થવાનુ થઇ ગયુ પણ જે થયુ એના સ્વિકાર સિવાય આપણે કંઇ ન કરી શકીએ. હિંમત રાખ અને સ્મિતા ને છેલ્લી વાર મળી લે..'
શૈલેષ યંત્રવત ઊભો થઇ અને સ્મિતા ને જ્યા સુવડાવી હતી એ રૂમ મા ગયો.
'કાકી, મારે થોડો સમય એકલુ રહેવુ છે સ્મિતા સાથે.'
કાકી આંખ થી હિંમત આપી અને રૂમ માથી બહાર આવી ગયા.
શૈલેષ ચૂપ ચાપ જોતો રહ્યો સ્મિતા ને એકીટશે...
'હું એકલો કેવી રીતે જીવીશ.. હવે જ તો આપણી નવી જીંદગી શરૂ થવાની હતી.... હવે નો સમય જેના પર ફક્ત તારો જ હક હતો એ સમય નુ હુ શુ કરીશ? સ્મિતા આ રીતે મને એકલો મૂકી ને ન જા......'
સ્મિતા નો સેંથો પૂર્યો અને એને અંતિમ વિદાઇ અપાઇ.
બધી વિધી પૂરી થઇ ગઇ અને ત્યા સુધી ઘર મા પણ સગા-વ્હાલા ની અવર જવર રહી. પણ ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી.
ઘર નુ કામ કરવા આવતા શાંતિ બહેન અને એમણે જ શોધી આપેલ રસોઇ વાળા એ રમા બહેન. રોજ ના કામ સારી રીતે સંભાળી લીધા હતા.
'ભાઈ, આજે જમવા મા શુ બનાવુ? તમને શું ભાવે છે એ કહી દો તો રોજ એમા થી જ કંઇક બનાવી આપીશ અને હા, સ્વાદ મા કંઇ ફેરફાર કરવો હોઇ તો પણ કહી દેજો.'
આજે શૈલેષ ને ખબર પડી કે એ કેટલો સ્મિતા પર આધારિત હતો. એને પોતાને શુ ભાવે છે એ પણ એને ખબર ન હતી. સ્મિતા જે પિરસતી એમા ક્યારેય ન ભાવતુ એવુ કંઇ હતુ જ નહીં. પણ આજે થાળી મા પરવળ નુ શાક જોઇ ને સમજાયુ કે પોતાને પરવળ નથી ભાવતા.
માતા-પિતા ની ઈચ્છા થી લગ્ન કર્યા અને લગ્ન પછી ક્યારે એક બીજા સાથે પ્રેમ થઇ ગયો એ ખબર પણ ના પડી. પ્રેમ આવો જ હોય છે ક્યારે અને કેટલો થઇ જાય એનુ કઇ માપ દંડ હોતુ જ નથી. એક આદત, એક નશો બની જાય... એની તલપ તો ત્યારે સમજાય જ્યારે એ આસ પાસ ક્યાય ન હોય. શૈલેષ વિચારો મા એ હીંડોળા પર બેસી સીગરેટ ફુંકતો હતો જે હીંડોળા પર બેસી એણે સ્મિતા ની ખૂશી માટે સીગરેટ મૂકી દીધી હતી. અચાનક એને સ્મિતા નો સિક્રેટ કબાટ યાદ આવ્યો. નાનો એવો કબાટ પણ સ્મિતા માટે તો એ કોઇ ખજાના થી ઓછો ન હતો. શૈલેષ રૂમ મા ગયો. કબાટ લોક હતો. ચાવી ગોતવા એણે શોધખોળ ચાલુ કરી.. ચાવી તો હાથ મા ન આવી પણ એવી કોઇ જગ્યા ન હતી જ્યા સ્મિતા ની કોઇ યાદી ન હોય. સાડીઓ ની થપ્પી વચ્ચે થી મળતુ નાનકડુ પાકીટ તો દાગીના ની પેટી મા ગાંઠ વાળેલો રૂમાલ. લગ્ન ના આલ્બમ મા થી નીકળતા એ પત્રો જે સગાઇ થી લગ્ન સુધી મા એક બીજા ને લખ્યા હતા. સુઘડ એવા રૂમ ને શૈલેષે થોડી જ વાર મા વેરવિખેર કરી નાખ્યો અને દરેક વસ્તુ મા સ્મિતા નો સ્પર્શ અનુભવતો હતો અને વિચાર પણ મન મા આવ્યો કે સ્મિતા જો પોતાના રૂમ ની આવી દશા જોવે તો કેવી ગુસ્સે થી લાલ થઇ જાત. ત્યા ડોરબેલ વાગી. અત્યારે કોણ હશે રાત ના દસ વાગી ગયા હતા. દરવાજો ખોલ્યો તો સામે નાનપણ નો મિત્ર અખીલ હતો. વર્ષો ના સાથી અને કહે છે ને કે જૂના મિત્રો એ મિત્રો ઓછા અને કુટુંબ વધુ લાગે. જેની સામે કંઇ પણ કહેવા કે કરવા મા સંકોચ ન હોય. જેની સામે તમે જેવા છો તેવા જ થઇ ને રહી શકો કોઇ પણ આડંબર વગર. શૈલેષ અને અખીલ પણ એવા જ મિત્રો. સ્મિતા ના મૃત્યુ વખતે તે કોઇ કામ થી બહારગામ ગયો હતો એટલે ગામ મા આવતા જ તરત શૈલેષ ને મળવા દોડી આવ્યો.
'આવ અખીલ, તને આવકારવા હવે સ્મિતા નથી.'
અખીલ કંઇ ન બોલ્યો. બસ, શૈલેષ ને વળગી પડ્યો. બંન્ને કેટલીય વાર એમ જ રહ્યા જાણે કે એ મૌન દિલ ખોલી ને ચીસો પાડતુ હતુ અને એ સ્પર્શ એ જખમ પર મલમ. કોઇ જાત ની ઔપચારિક્તા વગર બંન્ને મિત્રો બેઠા હતા. સીગરેટ સળગાવવા માચીસ ન મળતા શૈલેષ ઘર ના નાનકડા મંદિર મા માચીસ શોધવા ગયો. એક દિવસ એવો નહી ગયો હોય જે દિવસે મંદિર મા દિવા-બત્તી ના થયા હોય પણ સ્મિતા ના ગયા પછી આજ પહેલી વાર બંધ મંદિર ના દરવાજા ખૂલ્યા એ પણ માચીસ ગોતવા. ખાના મા માચીસ શોધતા શોધતા પેલા કબાટ ની ચાવી પણ મળી ગઇ. સીગરેટ સળગાવી ક્યાય સુધી બંન્ને એમ જ બેઠા રહ્યા.
'અખીલ, ચાલ રૂમ મા. તારી ભાભી ના ખજાના ની ચાવી મળી ગઇ. જોવુ તો ખરો એવુ તો શું છે એ કબાટ મા, એ ખજાના મા.'
'તુ તારે જો. હું નીકળુ હવે. તારા અને ભાભી ના ખજાના મા હુ વચ્ચે આડો આવીશ.'
'કાલે મળે છે ને?'
'હા, કાલે આરામ થી સમય લઇ ને આવુ છુ.'
શૈલેષ ને શુ સુજ્યુ કે એણે અખીલ નો હાથ પકડી લીધો. 'થોડીવાર સાથે રહે ને.'
'સારૂ.'
શૈલેષે કબાટ ખોલ્યો. એમા ગીફ્ટ પેક કરેલા બોક્સ, એક ડાયરી, એક બેગ અને બીજો થોડો ઘણો સામાન.
શૈલેષ એક પછી એક બોક્સ ખોલતો ગયો.
એક બોક્સ મા થી વોચ મળી. 'અરે, આ તો મે જ સ્મિતા ના જન્મદિવસે આપી હતી. ત્યારે કોઇ કામ થી હુ એના જન્મદિવસે બહારગામ જવાનો હતો એટલે બે દિવસ પહેલા જ ગીફ્ટ આપી દીધી હતી. એણે વોચ હાથ મા લીધી તો નીચે એક કાગળ પણ હતો.
'એ સમય માટે જ્યારે સમય પર ફ્ક્ત અમારો જ હક હોય.......'
બીજા બોક્સ મા એક સાડી હતી.
'આ સાડી તો સ્વર્ણા એ મધર્સ ડે પર આપી હતી.'
એક બોક્સ મા સોના ની ચેઇન હતી. સાથે એક ચબરખી પણ. 'મારી સ્વર્ણા ના પહેલા બાળક માટે....' એક બોક્સ મા જેન્ટ્સ વોચ હતી. એક બોક્સ મા વોલેટ હતુ જેમા સ્મિતા અને શૈલેષ નો ફોટો હતો સ્વર્ણા સાથે... જે દિવસે એ કેનેડા જવા નીકળવાની હતી. એક બોક્સ મા પંજાબી ડ્રેસ હતો.
'સ્મિતા તો સાડી જ પહેરતી તો આ ડ્રેસ શા માટે?'
શૈલેષે બેગ ખોલી. આખી બેગ ભરી ને ફોટા હતા.
સ્વર્ણા ના બાળપણ ના, કાશ્મીર ફરવા ગયા હતા ત્યાર ના, બા-બાપુજી સાથે કરેલી જાત્રા ના, સ્વર્ણા ની બર્થડે પાર્ટી ના, એના લગ્ન ના, એ કેનેડા ગઇ ત્યાર ના... જાણે આખુ જીવન એ ફોટા મા સમેટાયેલુ હતું. શૈલેષ ની આંખો મા ઝળઝળીયા આવી ગયા.
ત્યા ડાયરી હાથ મા આવી અને સાથે ઊત્સુક્તા પણ કે એવુ શું લખ્યુ હશે..?
શૈલેષે પન્ના ફેરવ્યા પણ સાવ કોરી જ લાગતી હતી એ ડાયરી. ફરી થી જોયુ તો બીજા પાને કંઇક લખેલુ દેખાયુ.
શૈલેષ મા અત્યારે એ વાચવાની કોઇ હિંમત ન હતી રહી.
સપના સાચા પાડવા ના ન હોય,
એ તો સાથે જીવવાના હોય..
હાથ પકડી એક-બીજા નો,
સાથે માણવા ના હોય.
દરિયા કિનારો હોય,
અને ચાંદ પણ શરમાતો હોય..
હાથ તારો મારા હાથ માં,
અને મોજાઓ ઘૂઘવાતા હોય.
ભીની રેતી મા પગલાઓ ચાર,
સાથે એમ પડતા હોય..
અને જન્મો ના બંધન બસ
એમ જ બંધાતા હોય.
ત્યારે તે જ તો કહેલું..
સપના તારી આંખ ના પણ
જીવશુ તું અને હું,
શબ્દો ના ખૂટ્યા ત્યારે પણ રાત ખૂટી ગઇ.....
અને જીંદગી પણ ત્યા જ ખૂટી ગઇ. એ અધૂરી કવિતા નુ એ પન્નુ બસ ફડફડાટ કરી ચીસો પાડતુ રહ્યુ.
શૈલેષ યાદો ના પૂર મા તણાતો જતો હતો. મન અને મગજ મા એક સાથે હજારો વિચારો નો કબ્જો હતો.
'કેટલા સપના અને કેટલા પ્લાનીંગ કરી ને રાખ્યા હતા. એક જ રાત મા પત્તા ના મહેલ ની જેમ કડડડભૂસ થઇ જમીનદોસ્ત થઇ ગયા... જેના નામે મરણાંત સુધી નો સમય લખી રાખ્યો હતો એ જ ના રહી..હવે આ સમય નુ હુ શુ કરીશ.. કેમ આવુ થઇ ગયુ યાર...'
'બધુ ઈશ્વર ના હાથ મા છે દોસ્ત.. આપણે શુ કરી શકવા ના આમા?'
'મે તો ક્યારેય સ્મિતા વગર ની મારી જીંદગી ની કલ્પના પણ ન હતી કરી.. જન્મોજન્મ નો સાથ આવી રીતે છૂટી જશે.. એના મન મા તો કેટલા અરમાનો અને સપના હશે ને જે અણકહ્યા રહી ગયા હશે.. કેટલી બધી વાતો જે કહેવાણી જ નહી હોય.. સાચવી ને રાખેલી ક્ષણો એમ ને એમ જ રહી ગઇ.. માણ્યા વગર.. કહ્યા વગર..મારે પણ કેટલુ કહેવાનુ હતુ... એ પ્રેમ વ્યક્ત કરવો હતો જેના થી હુ પોતે પણ અજાણ હતો.. આભાર માનવો હતો.. એ દરેક ક્ષણ નો જેમા એ મારી સાથે હતી.. ક્યારેક હિંમત બની ને.. ક્યારેક સાથી બની ને.. બધુ મન નુ મન મા જ રહી ગયુ... 'નિરાંતે કહેશુ સમય ક્યા ભાગી જાય છે' પણ સમય હાથ મા પણ ક્યા રહે છે....
ખૂશીઓ થી ભરેલી એ ક્ષણો જ્યારે યાદ બની ને રહી જાય ને ત્યારે એ ક્ષણો ની કિંમત સમજાય. એટલે જ તો હસતી યાદો આંખ મા પાણી જ આપે.. ક્યારેક ખૂશી ના તો ક્યારેક...' શૈલેષ રડી પડ્યો. સમય સરી ગયા નો અફસોસ.. એવો અફસોસ કે જેનો કોઇ તોડ ન હતો.
રાત એમ જ વિતી ગઇ.. પરોઢે શૈલેષ ની આંખે પોરો ખાધો અને અખીલ ધીરે થી દરવાજો બંધ કરી નીકળી ગયો.
સમય વિતતો ચાલ્યો. સ્મિતા વગર ત્રણ મહિના નીકળી ગયા. સ્વર્ણા રોજ ફોન થી વાત કરતી અને બીજુ કરી પણ શુ શકે. આવી સ્થિતિ મા એ આવી શકે એમ પણ ન હતી. અખીલ પણ રોજ મળવા આવતો. કહે છે કે સમય સાથે દુઃખ ભુલાતુ જાય પણ શૈલેષ માટે એ વધતુ જતુ હતુ. જોબ પણ ફરી શરૂ કરી દીધી હતી તો પણ ઘરે આવે એટલે એ જ ખાલીપો.
એક સાંજે જોબ થી આવી હીંડોળે સીગરેટ પીતો હતો અને રમાબેન રસોઇ બનાવતા હતા ત્યા ડોરબેલ વાગી. રમાબેને દરવાજો ખોલ્યો.. 'કોનુ કામ છે?'
'સ્મિતા છે?'
'ભાઇ....કોઇક સ્મિતાબેન માટે પુછે છે...'
શૈલેષ બહાર આવ્યો તો કોઇ સ્ત્રી હતી.. ક્યાક જોયા હોય તેવુ લાગ્યુ પણ કંઇ યાદ ન આવ્યુ.
'અંદર આવો ને...'
'તમે શૈલેષ ને?'
'હા... સોરી હુ તમને ઓળખ્યો નહી.. બેસો ને'
રમાબેન પાણી લઇ આવ્યા.
'હુ સાન્વી, સ્મિતા ની એક જમાના ની ખાસ ફ્રેન્ડ. પણ હુ યુ.એસ. જતી રહી. આજે જ ઈન્ડિયા આવી. સ્મિતા થી વધુ નજીક નુ કોઇ નથી એટલે સામાન લઇ સીધી અહીં જ આવી એને મળવા. સ્મિતા ઘરે નથી?'
દિવાલ પર લાગેલા સ્મિતા ના ફોટા સામે જોઇ શૈલેષે નકાર મા માથુ હલાવ્યુ.
'અરે... આ બધુ ક્યારે બની ગયુ???'
સાન્વી ની આંખો વહેવા લાગી. શૈલેષે ટૂંક મા આખી વાત સમજાવી.
થોડીવારે જ્યારે સાન્વી એ આઘાત માથી બહાર આવી ત્યારે એને સમજાયુ કે એનો એક માત્ર સહારો એવી સ્મિતા એ પણ સાથ છોડી દીધો. હવે રાત ના સમયે એ ક્યા જશે. એ ઊભી થઇ અને બેગ હાથ મા લઇ જવા લાગી.
'અરે તમે અત્યારે એકલા ક્યા જશો?'
'હુ કોઇ હોટલ મા રોકાઇ જઇશ. બે-ચાર દિવસ નો સવાલ છે ત્યા તો કોઇ ભાડા નુ ઘર શોધી લઇશ.'
'આ ઘર હજી પણ સ્મિતા નુ જ છે અને તમે એના મિત્ર અને અમારા મહેમાન. કોઇ સંકોચ વગર તમે તમારી મિત્ર ના ઘરે રોકાઇ શકો છો. જો તમને કોઇ તકલીફ ન હોય તો.'
સાન્વી ચુપ રહી.
'અત્યારે રોકાઇ જાવ અહીં. કાલે હુ કોઇ દલાલ ને વાત કરી બને એટલુ જલ્દી તમને ઘર શોધવા મા મદદ કરીશ.'
'ભલે.'
સાન્વી નો સામાન સ્વર્ણા ના રૂમ મા રાખ્યો. જમી અને શૈલેષ એના રૂમ મા સુવા જતો રહ્યો અને સાન્વી પણ. સવારે શૈલેષ ઓફિસે જવા નીકળો ત્યારે સાન્વી નો રૂમ બંધ જ હતો. એ શાંતિબેન ને ઘર સોપી જતો રહ્યો.
સાંજે ઘરે આવ્યો ત્યારે કોઇ રાજુભાઇ ને સાથે લઇ ને આવ્યો.
'સાન્વી, આ રાજુભાઇ તમને કાલથી જ ઘર બતાવશે. તમારી જરૂરિયાત એમને કહી દો એટલે એ રીતે તમને મદદ કરે.'
બધી વાત-ચીત થઇ ગઇ. અને બીજા દિવસે સવારે રાજુભાઇ સાન્વી ને ઘર દેખાડવા લઇ જશે.
જમી અને બંન્ને ઘર અને એરિયા વિષે ચર્ચા કરતા હતા. કાલ કરતા આજે સાન્વી પણ થોડી રિલેક્સ લાગતી હતી અને શૈલેષ પણ.
'તમે આમ અચાનક ઈન્ડિયા સ્થાયી થવાના એનુ કઇ કારણ?'
દુઃખતી નસ દબાણી જાણે. જે યાદો ને ત્યા જ દફનાવી ને આવી હતી એ યાદો હજી પણ પીછો ન હતી મૂકવાની. એ વાત નો જવાબ કમને પણ આપવો પડે એમ હતો.
એનુ મૌન જોઇ શૈલેષ ને પણ થયુ કે ખોટા સમયે ખોટો પ્રશ્ન પુછાઇ ગયો.
'હવે ત્યા રહેવા નુ કોઇ કારણ ન રહ્યુ એ જ સૌથી મોટુ કારણ છે એ જગ્યા મૂકવાનુ.'
'કંઇ સમજાયુ નહી.'
'કદાચ સ્મિતા એ વાત કરી હશે તમને. મારા માતા-પિતા તો બહુ નાની ઊમર મા સિધાવી ગયા હતા. અને મારા ભાઇ ના ઊછેર અને એ જવાબદારી ના કારણે મે લગ્ન ન કર્યા. પણ હવે એ જ ભાઈ બહુ મોટો થઇ ગયો છે એટલે એને મારી કોઇ જરૂર નથી. અને જ્યા કોઇ જરૂરિયાત જ ન હોય ત્યા માથે પડતા રહેવા નો શુ મતલબ.'
'હ્મમમમ'
'એટલે બાકી ની જીંદગી એવા લોકો ને સમર્પિત કરવી છે જેને જરૂરિયાત હોય. સામાજીક સંસ્થા મા જોડાઇ અને સેવા આપવી છે.'
થોડીવાર સામાન્ય વાત કરી બંન્ને પોતપોતાના રૂમ મા પોતાના મગજ અને મન સાથે લડતા રહ્યા.
બે દિવસ મા સાન્વી ને ઘર મળી ગયુ. ઘર સેટ કરવા મા શૈલેષે પણ મદદ કરી. અને કંઇ કામ હોય તો ફોન કરવા કહ્યુ.
'તમે આટલી મદદ કરી એનો આભાર માનીશ તો એ ઓછો જ લાગશે. રવીવારે કથા રાખી છે. આમ તો મારૂ કોઇ છે નહી અહી પણ તમે આવશો તો મને ગમશે.'
'ચોક્કસ આવીશ.'
ચાર દિવસ પછી પાછો શૈલેષ એકલો થઇ ગયો. એને સાન્વી ની સાદગી એનો સ્વભાવ સ્પર્શી ગયો. સ્મિતા ના ગયા પછી પહેલી વાર એના મગજે કંઇક અંશે કોઇ બીજા માટે વિચાર્યુ.
રવીવારે શૈલેષ કથા મા ગયો.
ધીમે ધીમે આવવા-જવા નુ પણ વધતુ ગયુ. વાતો શેર થતી અને એની સાથે એકલતા પણ શેર થવા લાગી. સાન્વી માટે નવુ શહેર અને અજાણ્યા લોકો. તે વૃધ્ધાશ્રમ મા સેવા આપવા જવા લાગી. અને જ્યારે તે બધા ની આપવીતી સાંભળતી ત્યારે એને પોતાની તકલીફ તસુભાર પણ ન લાગતી. સાન્વી સાથે હવે શૈલેષ પણ ક્યારેક ક્યારેક વૃધ્ધાશ્રમ જવા લાગ્યો.
શૈલેષ ને સાન્વી નો સાથ ગમવા લાગ્યો. એની નિઃસ્વાર્થતા સ્પર્શતી ગઇ. અને સાથે સાથ પણ વધતો ગયો. ક્યારેક બંન્ને કલાકો સુધી વૃધ્ધાશ્રમ ના ઓટલે અથવા તો નજીક ના બગીચા મા બેસતા. ક્યારેક યાદો ની પુસ્તક ના પાના ફેરવી ને હળવા થતા તો ક્યારેક એ જ યાદો ભારેખમ થઇ જતી.
સાન્વી ને ખૂબ તાવ આવ્યો ત્યારે શૈલેષ પોતાના ઘરે થી જમવાનુ બનાવડાવી સાન્વી ને આપવા જતો. ડોક્ટર પાસે લઇ જતો. એક આત્મિયતા બંધાઇ ગઇ હતી, કોઇ અવ્યક્ત લાગણી ઓ હતી, પવિત્રતા હતી એ સંબંધ મા. એ હતો એકલતા નો સંબંધ...મિત્રતા નો સંબંધ.
સમય સરતો ગયો... સ્વર્ણા એ એક પુત્ર ને જન્મ આપ્યો સ્મિત... સ્મિત ત્રણ મહીના નો થતા એ ઈન્ડિયા આવી. પણ ફકત એક મહીના માટે જ.
નાનાજી માટે તો સોના નો સુરજ ઊગ્યો હતો. દોહિત્ર ને હાથ મા લેતા જ જાણે બધા દુઃખ ની દવા મળી ગઇ હતી. દિવસો જવા સાથે સ્વર્ણા શૈલેષ ની એકલતા સમજતી ગઇ. પોતાને સારૂ લગાડવા હંમેશા હસતો ચહેરો રાખતા પોતાના પપ્પા અંદર થી ભાંગી ગયા હતા.
અને એ દિવસે સવારે જ મળ્યો એક પૂરાવો એ વાત નો કે દુનિયા ક્યારેય આવા મિત્રતા ના સંબંધો સમજી જ નથી શકતી. એ પૂરાવો હતો એ પાડોશ મા રહેતી સ્ત્રીઓ ની અંદરો અંદર ની વાત જે શૈલેષે અને સાન્વી એ પોતાના કાને સાંભળી હતી અને સ્વર્ણા એ પણ.
'કેવા કેવા લોકો છે નહી?.. હવે શરમ નો તો જમાનો જ નથી.
જુવાનીયા લફરા કરે એ સમજ્યા પણ હવે તો પચાસ-સાઇઠ ના થઇ ને પણ સખણા નથી રહેતા.
એક ની બાયડી નથી અને બીજી વાંઢી... એમા આવુ જ હોય..
પણ આપણે તો દેખવુ ને.
મૂકો ને... આપણે શુ..'
સાન્વી અને શૈલેષ માટે તો કાપો તો લોહી ન નીકડે એવી સ્થિતિ હતી. બંન્ને એક-બીજા સાથે નજર ન હતા મેળવી શક્તા. એક-બે દિવસ તો મળવા નુ પણ ટાળ્યુ.
સ્વર્ણા પણ સમસમી ગઇ હતી. અને એને એક વાત સુજી. પણ ડાયરેક્ટલી કેમ કહેવુ એવુ વિચારી એણે એના અખીલકાકા ને વાત કરી. અને મળવા આવવાનુ કહ્યુ.
શૈલેષ ને મળવા અખીલ આવ્યો. સ્વર્ણા જાણી જોઇ ને અંદર જ રહી. શૈલેષે અખીલ ને બધી વાત કરી કે લોકો કેવુ કેવુ બોલે છે..'પણ અખીલ સાચુ કહુ તો મને સાન્વી સાથે સમય ગાળવો ગમે છે પણ મને ક્યારેય એના માટે શારિરીક આકર્ષણ નથી થયુ. યાર એવુ જ કંઇ કરવુ હોય તો બહાર પૈસા દેતા બધુ જ મળે છે પણ મારે તો સાથ જોઇએ છે બીજુ કંઇ નહી.'
'હુ સમજુ છુ શૈલેષ, તારી એકલતા ને, તારા ખાલીપા ને. જુવાની મા કદાચ એકલતા આટલી નથી નડતી કેમ કે સમય જ નથી હોતો.. શરીર સાથ આપતુ હોય પણ સાચા સાથ ની જરૂર તો અત્યારે હોય. એક વાત કહુ? ખરાબ નહી લગાડતો. તુ સાન્વી ને લગ્ન માટે...'
' સ્મિતા ની જગ્યા તો કોઇ ન લઇ શકે. જીંદગી ના દરેક પડાવે એનો સાથ, એ અણકહ્યા સંવાદો, એનુ સમર્પણ, એના પ્રેમ ની સરખામણી જ ન થાય. એનુ સ્થાન કોઇ ને આપી હુ એના પ્રેમ નુ અપમાન કરવા નથી માંગતો.'
હવે સ્વર્ણા બહાર આવી.
' પપ્પા, શુ પ્રેમ જુવાની મા જ થાય?.. શુ પ્રેમ એક વાર જ થાય?.. શુ પ્રેમ મા શારિરીક આકર્ષણ હોવુ જરૂરી છે? શુ નિઃસ્વાર્થપણે કોઇ ને પ્રેમ ન કરી શકીએ? શુ મિત્ર ને પ્રેમ ન કરી શકાય? શુ મિત્રતા ના પ્રેમ મા ન પડી શકાય? હા, મમ્મી નુ સ્થાન કોઇ ને તમે નહી આપી શકો
પણ એ હવે ફક્ત યાદો મા રહી ગઇ છે. અત્યારે હકિકત એ છે કે તમારે તો બસ સ્નેહ, કાળજી અને હૂંફ જોઇએ છે. મિત્રતા ના રૂપે...ભલે પ્રેમ નુ જ એક રૂપ છે પણ એ પ્રેમ કેટલો પવિત્ર છે. મિત્રતા થી કંઇક વધુ અને 'પ્રેમ' થી કંઇક ઓછો એવો પ્રેમ... એવી મિત્રતા.. તમારી એકલતા ની દવા... હા, આ બધા મિત્રો તમારી સાથે જ છે પણ એમને પણ એમના પરિવાર અને જવાબદારીઓ છે. અને હુ પણ સમજુ છે કે વિજાતિય મિત્રતા નુ એનુ પોતાનુ સ્થાન હોય છે. અને પપ્પા, તમારી સાથે કોઇ હશે તો મારા મન ને પણ એક સાંત્વના રહેશે. હુ તમને આમ નથી જોઇ શક્તી પપ્પા.' અને સ્વર્ણા ભેંટી પડી અને આંખો વહેતી રહી
'અખીલકાકા, તમે શુ કહો છો? હુ કેટલી સાચી અને કેટલી ખોટી..'
' શૈલેષ, હુ તારો મિત્ર છુ અને સ્વર્ણા તારી દિકરી. અને અમે તને નહી સમજીએ તો કોણ સમજશે? તારી મનોવ્યથા હુ સમજુ છુ. હુ તો તને ફક્ત એટલુ જ કહીશ કે લોકો નુ કામ છે કંઇક ને કંઇક બોલશે જ.. પણ આ જીંદગી તારી છે.. તારી એકલતા તારી છે અને તારી વ્યથા પણ તારી.. તો તુ શુ કામ 'લોકો શુ કહેશે..' એવુ વિચારે. તારા મન મા કોઇ પાપ નથી તો પછી ડર પણ શાનો? આ પરિસ્થિતિ મા થી કેટલાય પસાર થતા હોય છે.. પતિ-પત્ની ના બંધનો મધદરિયે સાથ છોડી દે પણ જીંદગી તો જીવ્યા વગર છૂટકો જ નથી. એ પછી એકલતા મા પિડાતા રહેતા હોય.. અને જો કોઇ જીવન મા આવે તો પણ દુનિયા ની બીક થી ચૂપ રહી એક અમૂલ્ય સંબંધ ને મન ના જ કોઇ એક ખૂણા મા દફનાવી દેતા હોય છે.. શૈલેષ તારા એક પગલા થી કદાચ કોઇક ને પણ મિત્રતા જેવા અમૂલ્ય સંબંધ ને સાચવવા ની હિમત મળશે. લાગણી ના સંબંધો ને એક દિશા મળશે. સાચવી લે આવા સંબંધ ને દોસ્ત..'
બીજે દિવસે સ્વર્ણા એ પોતાના પપ્પા ને સાન્વીઆન્ટી ને મળવા મોકલ્યા એક સોગંધ મા બાંધી ને. એ સોગંધ એ કે એ સાન્વી ને પોતાના મન ની વાત કરશે.
'સાન્વી....આપણો સંબંધ મા ક્યાય
શ્વાસ નથી, ધબકાર નથી,
આવા કોરા-સૂકા સંબંધ ને
ચાલ સરનામુ એક આપીએ...
સ્પર્શ નથી, સહવાસ નથી,
પણ લાગણીઓ ના ઉન્માદો ને,
ચાલ સરનામુ એક આપીએ....
નામ વગર ના સંબંધ ને
આ ઢળતી સાંજ ના સાથ ને
ચાલ સરનામુ એક આપીએ....
સાન્વી ચાલો ને આ ઢળતી સંધ્યા મા મિત્રતા ના રંગો પૂરીએ.. અને કાળી-અંધારી રાત આવે એ પહેલા આ સાંજ ને પણ જીવી લઇએ.....ચાલો ને એને મિત્રતા નુ સરનામુ આપીએ...'
મિત્રતા માટે કોઇ ઊમર નથી હોતી. અને એના જેવો કોઇ સંબંધ પણ નથી હોતો. સમાજ અમુક સંબંધો ક્યારેય સ્વિકારશે નહી. પરિવર્તન એ સંસાર નો નિયમ છે તો વિચારો મા, સંબંધો મા પરિવર્તન કેમ સ્વિકાર્ય નથી? જ્યારે જીંદગી ઢળતી સાંજે ઊભી છે... જવાબદારીઓ બધી નિભાવી લીધી હોય.. બાળકો પોતાના સંસાર મા વ્યસ્ત હોય.. જીવનસાથી નો સાથ છૂટી ગયો હોય તો શુ જીવન ત્યા થંભી જાય છે?? ના... નથી થંભતુ. તો કોઇ સમી સાંજ નો સથવારો ઝંખવો એ ખોટુ છે? કોઇ મિત્રતા ખોટી છે? પવિત્ર સંબંધો ક્યારેય ખોટા હોતા જ નથી.. અનાદીકાળ થી મિત્રતા હંમેશા બધા સંબંધો થી ઉપર રહી છે અને કાયમ રહેશે.